Marriage Love - 10 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | મેરેજ લવ - ભાગ 10

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મેરેજ લવ - ભાગ 10

( આગળ આપણે જોયું કે આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ ગઈ હતી, તેથી અયાન ત્યાં બેડ પર આર્યાની બાજુમાં બેઠો અને તેને ઊંઘ આવી ગઈ. સવારે આર્યા એ જાગીને અયાન ને પોતાની બાજુમાં જોયો એટલે નવાઈ પામી અને પછી બંને વચ્ચે મીઠી નોક ઝોક થઈ. આર્યા એ ફરી એકવાર અયાનને તેના દિલની વાત સમજાવી કે તને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો છે. થોડીવાર તો આયાન ને પણ લાગ્યું કે તેને આર્યા સાથે પ્રેમ થઈ ગયો છે. પણ પછી તેના દિમાગે આ વાત સ્વીકારવાની ના કહી. હવે આગળ )

અયાન નું દિલ આર્યા તરફ ખેંચાતું જતું હતું જ્યારે દિમાગ તર્ક બદ્ધ દલીલો કરતું હતું. દિમાગ કહેતું હતું કે આર્યા સાથે લગ્ન એ પપ્પાએ તારા પર થોપી દીધેલી પોતાની પસંદ છે. આર્યા એ તારી પહેલી નજર નો પ્રેમ નથી. જો તું આર્યા ના પ્રેમ સામે ઘુટના ટેકવી દઈશ તો એ તારા પપ્પા ની જીદ સામે તારી હાર હશે.

પણ અયાન ના દિલે સામે લાગણી થી જવાબ આપ્યો કે આર્યા પપ્પા ની પસંદ છે એ વાત સાચી પણ આર્યા દિલ ની સાફ છે , અને પરફેક્ટ છે. એનામાં કોઈ કમી નથી. પપ્પા ની પસંદ છે માત્ર એટલા એક માઈનસ પોઈન્ટ ને લીધે હું એનો સ્વીકાર ના કરું એ યોગ્ય નથી.

પણ પપ્પાએ ધાર્યું હોત તો તને બીજી છોકરીઓ પણ બતાવી શક્યા હોત અને પછી તને પસંદગી નો અવકાશ આપવો જોઈતો હતો. પછી ભલે ને તે આર્યા ને જ પસંદ કરી હોત, દિમાગે પોતાનું દિમાગ લડાવી આગળ દલીલ ચાલુ રાખી.

પણ આ મારા અને પપ્પા ના અહમ વચ્ચેનો ટકરાવ છે અને એમાં પીસાય છે બિચારી આર્યા, આમાં એનો બિચારીનો શું વાંક છે ? સતત મારી ઉપેક્ષા સહન કરે છે અને છતાં બધા સાથે હસતી બોલતી રહે છે , અમારા બંને વચ્ચેના સંબંધનો કોઈને અણસાર સુદ્ધા આવવા દેતી નથી. દિલમાં ઊંડે ઊંડે એક જ અરમાન લઈને જીવે છે કે એક દિવસ ચોક્કસ હું એને અપનાવીશ, દીલે દિલના ઊંડાણથી દિમાગના તર્કને જમીન દોસ્ત કરતા કહ્યું.

આર્યાને જોતા લાગે નહીં કે આ 21મી સદીની છોકરી છે. 21 મી સદીની છોકરી હોવા છતાં એ કેવી રીતે આટલું બધું સહન કરીને રહે છે એ વાત જ નવાઈ પમાડે છે. જો કોઈ મોર્ડન વિચારો વાળી છોકરી હોત તો એણે ક્યારનોય મને છોડી દીધો હોત. અત્યારના જમાનામાં તો પ્રેમ કર્યા પછી, કે સગાઈ લગ્ન કર્યા પછી પણ જો સરખાઈ ન આવે તો ' તું નહિ કોઈ ઔર સહી - ઔર નહીં કોઈ ઔર સહી ' વાળી માનસિકતા ચાલે છે .

અરે ભાઈ કોઈના વિશે આટલું બધું વિચારવાનો આ જમાનો નથી. જો સહેજ પણ ઢીલ મૂકીને તો વાત પૂરી. અત્યારનો આ જમાનો લેટ ગો કરવાનો નથી, અત્યારે તો પોતાની વાત મનાવવા માટે લોકો કંઈ પણ ખોટું કરતા અચકાતા નથી. અને તારે ક્યાં આર્યા ને છેતરવાની છે , તે તો એને લગ્ન પહેલા જ બધી વાત કરી અને પછી જ એની સહમતીથી જ કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે સો બી કુલ લાગણીમાં ન આવી જતો. દિમાગે તેની લાગણી પર ઠંડુ પાણી ફેરવતા કહ્યું.

દિલ અને દિમાગ ની લડાઈમાં માણસ જ્યારે મૂંઝવણમાં મુકાય અને પછી જો દિલની વાત સાંભળે તો વ્યક્તિ હંમેશા ફાયદામાં રહે છે કારણ કે દિલ એ લાગણી સાથે જોડાયેલું છે અને સંબંધોમાં પરસ્પર લાગણી હોય તો જ જીવન જીવવાની મજા આવે. સંબંધોમાં ગણતરી ન હોય સાહેબ. પણ એ જ વ્યક્તિ જો દિમાગની વાત સાંભળે તો સંબંધોમાં ગણતરી આવી જાય, માણસ દુઃખી દુઃખી થઈ જાય, સંબંધો સ્વાર્થના બની જાય.

સ્વાર્થ ના પાયા પર ઉભી કરેલી સંબંધોની ઈમારત ઝાઝું ટકતી નથી
જ્યારે લાગણીના પાયા પર રચાયેલી સંબંધોની ઈમારત ની કાંકરી પણ કોઈ ખેરવી શકતું નથી.

અયાને આખર પોતાના દિલની વાત સ્વીકારવાનો નિર્ણય કર્યો. અત્યાર સુધી મેં આર્યા સાથે માત્ર દુઃખ પહોંચાડવાના ઇરાદાથી ખોટું વર્તન જ કર્યું છે પણ હવે તેને અન્યાય નહીં કરું. એક ચાન્સ તો લોકો પારકાને પણ આપે છે તો આર્યા તો મારી પત્ની છે , અને એટલીસ્ટ હું મારી જિંદગી સાથે તો ચેડાં ન જ કરી શકું, અને આર્યા જેવી ચાહનાર કોણ મળશે મને ??

શું આર્યા પોતાના પ્રેમથી અયાનને બદલવામાં- જીતવામાં સફળ થઈ રહી છે?
શું અયાન ને આર્યા એક થશે?
જાણવા માટે વાંચતા રહો....