Marriage Love - 1 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | મેરેજ લવ - ભાગ 1

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

મેરેજ લવ - ભાગ 1

મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી રહ્યું હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા...
તેની આંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને,
કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ મારા પપ્પાએ તારા ઘરના ની હા પાડી દીધી હતી. અને મેં આ સગાઈ માટે ના પાડી તો કહી દેવામાં આવ્યું કે મોટાભાઈ ની સગાઈ એકવાર તૂટી છે અને હવે જો આ સગાઈ પણ તૂટે તો સમાજમાં બદનામી થાય અને એટલે મારા પપ્પાની આબરૂ સાચવવા મારી બલી ચડાવી દેવામાં આવી છે. અને એટલે જ મને તારા માટે નફરત થઈ ગઈ છે મારી જિંદગી બગડી એનું કારણ તું છે. તું ભલે બધી રીતે પરફેક્ટ છે as a life partner એક વ્યક્તિ સામેના પાત્રમાં જે ઈચ્છે તે બધું જ તારી પાસે છે but I don't like you...
પણ આમાં મારો શું વાંક છે અયાન ?? અને મને ખરેખર તારા માટે ફીલિંગ્સ છે પણ તેમ છતાં મારી ફીલિંગ્સ માટે હું તારી જિંદગી બરબાદ નહીં કરું હું આ સગાઈ તોડવા તૈયાર છું..
No way....No way મિસ આર્યા હવે એની તો કોઈ શક્યતા જ નથી. મેરેજ ની ડેટ પણ ફિક્સ થઈ ગઈ છે અને મારા પપ્પા આ મેરેજ કરાવીને જ રહેશે.
અયાન મને એક વાતનો જવાબ આપ જો તું મને પસંદ નથી કરતો તો શું તારા જીવનમાં બીજું કોઈ છે , ? જેના કારણે તું મારી સાથે આવી રીતે વર્તન કરે છે , મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી જો તારા જીવનમાં કોઈ હોય તો પ્લીઝ મને જણાવી દે હું તારી ખુશીઓમાં અંતરાય નહીં બનું
ના આર્યા એવી કોઈ જ વાત નથી મારા જીવનમાં બીજું કોઈ જ નથી, અને જો એવું કંઈ પણ હોત તો હું તને ચોક્કસ જણાવત, કારણ કે મને તારા માટે લાગણી નથી છતાં પણ ખબર નહીં કેમ તારી પ્રત્યે ખેંચાતો જાઉં છું. શું થયું આર્યા શું વિચારે છે ??
કંઈ નહીં ..... એક વાત કહું અયાન તને મારા માટે લાગણી તો છે જ કારણ તું જ તો કહે છે હું તને નફરત કરું છું અને એક એ પણ એક પ્રકારની લાગણી જ છે ને બસ મારે એમાં થોડું ચેન્જ કરવાનું છે તારી એ નફરત ની લાગણીને મારે પ્રેમમાં બદલવાની છે
વોટ ? શું બકે છે આર્યા ??
આર્યા મનમાં વિચાર કરે છે કે મારે હવે સ્ટ્રોંગ બનવું જ પડશે. જો એમાં શું છે ને અયાન કે મને જ્યારે ખબર પડી કે તને મારા માટે ફીલિંગ્સ નથી અને આ સગાઈ તારી મરજીથી નથી થઈ એટલે હું ખૂબ જ ડિપ્રેશ થઈ ગઈ હતી. વિચાર્યું હતું કે હું તારી જિંદગી માંથી નીકળી જઈશ પણ જો તારી જિંદગીમાં બીજું કોઈ છે જ નહીં તો પછી હું શું ખોટી છું કમ સે કમ તું મને જાણે તો છે કોઈ અજાણ્યા સાથે એડજસ્ટ થવું એના કરતાં જાણીતું દુશ્મન શું ખોટું ? કેમ બરાબર ને ?
એ તો ઠીક છે આર્યા હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું ( આમેય છૂટકો જ ક્યાં છે પપ્પા માને એમ જ નથી ) પણ મારી એક શરત છે. આપણે એક કરાર કરીએ મીન્સ કે આપણા બંનેની સમજૂતીથી એક કોન્ટ્રાક્ટ કરીએ કે મેરેજ પછી આપણે એક યા તો વધીને બે વર્ષ એકબીજાને આપીએ જો હું સેટ થઈ શકું તો ઓકે ઠીક છે નહીં તો આપણે છુટા પડી જઈશું અને આ વાત તું મારા પપ્પાના દિમાગમાં બેસાડીશ ગમે તે રીતે આઈ ડોન્ટ નો હાવ બટ આ વાત માટે મારા પપ્પાને તું તૈયાર કરીશ. પછી મારી જિંદગી હું મારી મરજીથી જીવીશ બોલ છે મંજૂર........
શું આર્યા આવા કોન્ટ્રાક્ટ માટે તૈયાર થશે ?
અયાન ની વાત સાંભળીને આર્યાનું રિએક્શન કેવું હશે ? જાણવા માટે વાંચતા રહો
મિત્રો આ એક અનોખી પ્રેમ કહાની છે
તો જોડાઈ જાઓ મારી સાથે અયાન અને આર્યાની અનોખી સફરમાં