Marriage Love - 6 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | મેરેજ લવ - ભાગ 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

મેરેજ લવ - ભાગ 6

( આગળના ભાગમાં આપણે જોયું કે આર્યા નું ઘરના લોકો સાથેનું બોર્ડિંગ જોઈને અયાન અકળાય છે. પણ આર્યા તો બિન્દાસ થઈ જવાબ આપે છે )

તેરા પીછા ના મેં છોડુંગી સોનિયે
આર્યા બિન્દાસ ગાતી હતી અને અયાન અકળાતો હતો.

આ દોસ્તી ઠીક છે, મને તારી કંપની ગમે છે એ વાત પણ સાચી પણ એનો મતલબ એવો જરા પણ નથી કે મારા દિલમાં તારા માટે પ્રેમ જાગી ગયો એટલે ખોટા સપનામાં ના રાચજે.

પાનખર આખર ટકે છે ક્યાં સુધી
વસંતે આખરે આવવું પડે છે
નફરત આપની રહેશે ક્યાં સુધી
પ્રેમ સામે દરેકે ઝૂકવુંપડે છે

આર્યા મંદ મંદ મુસકાતી ચાલી ગઈ. અયાન ને પણ સમજ ન પડી સામે શું
રીએક્શન આપવું આજે એને આર્યા નું આવી રીતે વાત કરવું અને મુસ્કાવું ખૂબ ગમ્યું એ પણ મંદ મુસ્કાન સાથે ગણ - ગણવા લાગ્યો.

આર્યા એ બારીમાંથી કાંઈ ગીત ગુન ગુનાવતા અયાન ને જોયો તેની મીઠી મુસ્કાન જોઈ આર્યા ખુશીમાં ઝુમવા લાગી , હવે મંઝિલ હાથ વેંત માં જ છે. આ તારી મુસ્કાન સાફ જતાવે છે કે હવે તને મારો બનતા ખુદ તારું દિલ પણ નહીં રોકી શકે,

આરવ અને આરસી આર્યા ને જોઈ ગયા ઓહો શું વાત છે ભાભી બહુ ખુશ ખુશાલ લાગો છો ને ભાઈ સાથે પ્રેમ ગોષ્ઠી કરીને આવ્યા લાગો છો કેમ!
આર્યા શરમાઈ ગઈ , ઓહો જોને આરવ
શરમ થી ગાલ પણ લાલ થઈ ગયા છે. આય હાય મૈં વારી જાવાં.... આર્યા શરમાઈને દોડી ગઈ.

આરવ અને આરસી પોતાની ફેવરિટ પ્યારી ભાભીને આટલી ખુશ ખુશાલ જોઈ ખૂબ જ ખુશ થયા.
આર્યા ભાભી આવા ખુશ ખુશાલ હોય તો કેવા સરસ લાગે છે ને નહીં ? બાકી આમ તો ઘણીવાર આપણી સાથે હોય તો પણ જાણે ક્યાંક ખોવાયેલા હોય એવું લાગ્યા કરે આરસી બોલી
અરે હાં અને આપણી સાથે મજાક મસ્તી કરતા હોય તો પણ અંદર અંદરથી જાણે ઉદાસ હોય એવું લાગ્યા કરે તારી વાત બિલકુલ સાચી છે આરસી, આરવ આરસી ની વાતમાં સુર પુરાવતાં બોલ્યો.

આઈ હોપ આર્યા ભાભી હંમેશા ખુશ રહે ભગવાન તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આપે, આરસી એ કહ્યું અરે આરવ ચલને અયાન બ્રો પાસે જઈએ જરા જોઈએ તો ખરા શું ગુલ ખીલાવી રહ્યા છે

બંને અયાન ના રૂમમાં ગયા. અયાન હજુ પણ પોતાની મસ્તી માં મસ્ત કંઈક ગુન ગુનાવી રહ્યો હતો.
લબ્જોં મેં કેસે બયાં કરું હાલ એ દિલ
તુમસે ઓ હસીના કભી મોહબ્બત
ન મૈંને કરની થી
મગર મેરે દિલ ને મુજે ધોખા દે દિયા

આય હાય ક્યા બાત હૈ ઓહો ભાઈજાન આરવ ફિલ્મી અંદાજમાં આદાબ કરતા બોલ્યો ઈર્શાદ.. ઈર્શાદ...

આરસી પણ ભાઈના ઓવારણા લેતા બોલી પ્યાર કા નશા દોનો તરફ બરાબર છાયા હુઆ હૈ. વૈસે આપ જૈસે અકડુ ઇન્સાન કો યે રોમાન્સ કા બુખાર કૈસે લગ ગયા ?

અયાન નકલી ગુસ્સો કરતા બોલ્યો આજે તમને બંનેને મારી યાદ કેવી રીતે આવી ગઈ આમ તો બંને આર્યા ના ચમચા થઈને ફરો છો. હું આર્યા ને કંઈ કહેવા જાઉં તો પણ આર્યાનું ઉપરાણું લઈને મારી પર ચડી બેસો છો, અને આ કંઈ રોમાન્સ જેવું નથી હું તો બસ એમ જ મારી ધૂન માં ગીત ગાતો હતો..

એ તો બ્રો આર્યા ભાભી ને અહીંથી આમ આવી રીતે જતા જોયા એટલે થયું કે તમારી ખબર પણ પૂછી લઈએ કે શું થયું ?? આરવ ઠાવકું મોં કરી બોલ્યો.

શું થયું આર્યા ને ? એ ઠીક તો છે ને ? અયાન જાણે ટેન્શનમાં આવી ગયો.

કંઈ નહીં એમના મોં પર તમારા પ્રેમનો રંગ નીખરી રહ્યો હતો. પણ એમાં તમે કેમ ટેન્શનમાં આવી ગયા ? યા ઇટ્સ પ્રેમ યુ નો, પ્યાર કા રંગ ચડા હૈ હા.. હા..હા.. આરવે હસતા હસતા આરસી સાથે તાલી લીધી.

અને હાં બિગ બ્રો અમે આર્યા ભાભી ની સાઈડ લઈએ એમાં તમારે શું ખોટું લગાડવાનું હોય આર્યા ભાભી ની સાઇડ લીધી એ તમારી સાઈડ જ કહેવાય ને !! બિકોઝ હવે તમે બંને એક જ છો ને આરસી હજુ પણ અયાનને ખીજવવાના મૂડમાં હતી .
બાય બ્રો... ટેક કેર...

શું અયાન ખરેખર આર્યાને પ્રેમ કરવા લાગ્યો છે ??
જાણવા માટે વાંચતા રહો આર્યા અને અયાનની પ્યારની દાસ્તાન.....