Black Magic in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | બ્લેક મેજીક

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

બ્લેક મેજીક

રાધે સોસાયટી
મકાન નંબર 5



બે રૂમ રસોડાના મકાનમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારનાી એકની એક દિકરી સાધ્વીકા બેભાન થઈને ચત્તીપાટ પડી હતી. સહાનુભૂતિ દર્શાવવા સોસાયટી ના લોકોની અવરજવર ભારે હતી. ઘરની બહાર જુદી જુદી જગ્યાએ સોસાયટી મા લોકો ટોળે વળ્યા હતાં.

સાધ્વીકા ને છેલ્લા ત્રણ મહીનાથી અચાનક બેભાન થ‌ઈ જવાના વારંવાર હુમલાઓ આવી રહ્યા હતા જે સોસાયટીનો‌ ચર્ચાનો વિષય બન્યો હતો. સંખ્યાબંધ તપાસોના રીપોર્ટ નોર્મલ આવતા હતા. નિષ્ણાતોની જહેમત છતાં પણ સાધ્વીકાની બીમારી વધતી જતી હતી. લોકોના કહેવાથી ભૂવાભોપાળા પણ કરાવ્યા હતા પરંતુ સાધ્વીકા ના રોગનુ કોઈ નિદાન નહોતું અને સાધ્વીકા ના રોગ પર ગુગલ.કોમ પણ શરમાઈ જાય એવી એવી થીયરીઓ સોસાયટી મા દરેકના ઘરે ચાલી રહી હતી.

આમને આમ ચાર મહીના વીતી ગયા હતા પણ સાધ્વીકાની હાલતમા કોઈ સુધાર નહોતો અને હવે તો હદ થ‌ઈ ગ‌ઈ હતી. સાધ્વીકા અડધી રાત્રે ઊઠીને ચાલવા લાગતી અને ક્યારેક તો રાત્રે ચાલતા ચાલતા અગાસી પર પહોંચી જતી અને સૌથી ઉંચી પાળી પર જઈને ચીસો પાડતી અને પોતાને છોડી દેવા માટે કોઈની પાસે આજીજી કરતી.

આજે પણ એવું જ કંઈ સાધ્વીકા સાથે થ‌ઈ રહ્યું હતું. રાતના બે વાગ્યા હતા અને ઓગણીસ વર્ષની સાધ્વીકા અચાનકથી જ સુતા સુતા સફાળી બેઠી થ‌‌ઈ ગ‌ઈ અને લાંબા લાંબા શ્વાસ ભરવા લાગી. પરસેવો એના માથે પાણીની જેમ ઊતરી રહ્યો હતો અને આંખો ડરથી આખા રૂમને તાકી રહી હતી જાણે કોઈના હોવાનો ભાસ એ કરી રહી હોય. તે પોતાની જગ્યાએથી ઊભી થ‌ઈ અને સહેજ ચાલી જ હતી કે કોઈએ તેનો પગ પકડી લીધો અને તે એકદમથી જમીન પર આવી પડી. તેણે તરત જ પાછળ ફરી ને જોયું પણ ત્યાં કોઈ નહોતું અને તે ડરથી પાછળ ખસી ગ‌ઈ કે તેની નજર અરીસા પર પડી જેમા સાધ્વીકા પોતાને તો જોઈ જ રહી હતી પરંતુ સાથે સાથે કોઈ બીજાને પણ જોઈ રહી હતી.

એક કાળો ભમ્મર પડછાયો જે અરીસાના પ્રતિબિંબ માં એકદમ સાધ્વીકાની પાછળ જ હતો. સાધ્વીકા ડરથી ધ્રુજી ઊઠી. ત્યાં જ પડછાયો સાધ્વીકાની એકદમ નજીક આવી ગયો અને તેના શરીરમાં પ્રવેશ કરી ગયો.

સાધ્વીકાની આંખો એકદમથી કાળી થ‌ઈ ગ‌ઈ. એના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા ને ચહેરા પર ભયાનક હાસ્ય ડોક્યુ કરી રહ્યું હતું. સાધ્વીકા આમતેમ થોડીવાર જોઈ રહી ને પછી એકાએક બેભાન થ‌ઈ ઢળી પડી.

સવાર પડતા સાધ્વીકાના મમ્મી તેના રૂમમા આવ્યા. છેલ્લા કેટલાય મહીનાથી સાધ્વીકાની જે હાલત હતી તેના કારણે સાધ્વીકાની કોલેજ બંધ થ‌ઈ ગ‌ઈ હતી અને તેના મમ્મી માનસિક તાણ નો શિકાર બની રહ્યા હતા. તેના પપ્પાને ચિંતામાં ને ચિંતામા બ્લડપ્રેશર વધી રહ્યું હતું અને તેનો ભાઈ જે હંમેશા સાધ્વીકા સાથે જ રહેતો હતો તેણે સાધ્વીકાના ડરથી તેનાથી દૂરી સાધી લીધી હતી.

સાધ્વીકા બ્લેન્કેટ તાણીને સુતી હતી. તેના મમ્મી તેની પાસે આવ્યા અને તેને પ્રેમથી જગાડવા લાગ્યા પણ સાધ્વીકા જેમની તેમ જ બની રહી. તેના મમ્મીએ ધીમેથી બ્લેન્કેટ ખેંચ્યું ત્યાં જ સાધ્વીકાનો નિસ્તેજ ચહેરો તેમની સામે આવી ગયો , આંખો નીચે કાળા ગહેરા કુંડાળા અને વિખરાયેલા વાળ જે બદબુ મારી રહ્યા હતા અને તેના બેડ પર બદબુદાર જીવડા આંટા મારી રહ્યાં હતા અને શરીર સાવ સફેદ પડી ગયુ હતું.

સાધ્વીકા હવે આ દુનિયામાં નહોતી રહી અને સાધ્વીકા ની મમ્મી પોક મૂકીને રડી રહી હતી તો તે કાળો પડછાયો સાધ્વીકાની એકદમ નજીક બેઠો હતો અને સાધ્વીકાની મમ્મીને જોઈ અમસ્તા જ મલકાઈ રહ્યો હતો.

સાધ્વીકા પર થયેલ બ્લેક મેજીક આજે સફળ રહ્યું હતું. એ પડછાયો થોડીવાર ત્યાં જ બેસી રહ્યો ને પછી એકાએક ફરીથી અરીસા મા સમાઈ ગયો.


સમાપ્ત: