I am a ghost in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | હુ જ ભૂત છું

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

હુ જ ભૂત છું

" અરે , ભૂત બૂત જેવું કંઈ ના હોય. તારો વહેમ હશે અથવા તો તું અમને બધાં ને બીવરાવવા માટે આ બધું કહી રહી છો ." સમ્રાટ બોલ્યો તો બધાં જ શીખાને જોવા લાગ્યા જેણે કહ્યું હતું કે ઘરની પાછળ ભૂત છે અને મે જોયું.

" અરે ભાઈ મે સાચે જ ભૂત જોયું હતું તમને વિશ્વાસ ના હોય તો તમે જાતે જ રાત્રે જઈને જોઈ આવજો..." કહેતા શીખા ઊભી થઈ પોતાના રૂમમાં જતી રહી પણ બીજા બધાં વિચારમા પડી ગયા કે શીખા સાચું કહે છે કે એને ભ્રમ થયો છે કે પછી એ નાટક કરી રહી છે ?

" જો શીખા સાચું કહેતી હોય તો આજે રાત્રે આપણે પણ‌ ઘરની પાછળ બનેલા ગાર્ડનમા જ‌ઇએ અને ભૂત જોઈએ ." સમ્રાટે કહ્યું.

" ના ભાઈ હુ નથી આવવાની હુ તો ચાલી સુવા. કાલે મારે એક્ઝામ છે અને મારે આજે ABCD ને મળવાનો કોઈ ઇરાદો નથી. " કહેતા શીખાની નાની બહેન પ્રીતા ઊભી થઈ હતી કે બધાં એ તેને આશ્ચર્ય થી પુછ્યું ,

" ABCD "

"અરે આત્મા , ભૂત , ચુડેલ અને ડાકણ... ABCD... " પ્રીતા બધાને સમજાવતા બોલી તો બધાં પહેલાં એને આશ્ચર્ય થી જોવા લાગ્યા અને પછી ખડખડાટ હસી પડ્યા. ત્યારબાદ પ્રીતા પણ પોતાના રૂમમાં જતી રહી.


હવે હોલ મા માત્ર સમ્રાટ , રાજ , કેશ્વિ , રાધા અને શ્યામ જ બચ્યાં હતા. બધાં જ કઝિન હતા અને રજા ઊપર પોતાના મામાના ઘરે રજા માણવા દેશમાં આવ્યા હતાં. પ્રીતાના વેકેશનમાં સ્ટડીના એક્સ્ટ્રા ક્લાસ ચાલુ હતાં જેથી તેને ઓનલાઇન એક્ઝામ આપવા પડતા તેથી તે પોતાના રૂમમાં સ્ટડી માટે જતી રહી હતી અને શીખાએ તો પહેલાં જ ભૂત જોયું હતું તો હવે તેને ભૂત જોવાનો કોઈ ઇરાદો નહોતો અને તેને જાણ પણ નહોતી કે તેના ભાઈ બહેન ભૂતને જોવાનો પ્લાન બનાવી રહ્યા છે એટલે તે પોતાના રૂમમાં જઇને તરત જ સુઇ ગઈ હતી.

" તો તમે બધાં તો આવશો ને ભૂત જોવા ?" સમ્રાટે બધાં તરફ જોઈ પુછ્યું પણ કોઈ તરફ થી જવાબ ના મળ્યો ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો ,

" કેશ્વિ , રાધા બંને જલ્દી સુઇ જજો કાલે સવારે મંદિરે પણ જવાનું છે. " મામીનો અવાજ આવતા જ બધાં ભાઈબહેનો એક સાથે રસોડા તરફ જોવા લાગ્યા.

" હા મામી. " કેશ્વિ અને રાધા એ એકસાથે કહ્યું.

" તો હવે અમે બંને પણ નહીં આવીએ તમારે ત્રણેયને જવું હોય તો જજો. "

કેશ્વિ અને રાધા પોતાના રૂમમાં જતા રહ્યાં.

" યાર , આ તો બધાં જ જતાં રહ્યાં. " શ્યામ કેશ્વિ અને રાધાને જતા જોઈ બોલ્યો.


" ડૉન્ટ વરી આપણે ત્રણ જઈશું." સમ્રાટ બોલ્યો ત્યાં નાનાજીએ પણ શ્યામને પોતાની પાસે બોલાવી લીધો.


નાનાજીને રોજ રાત્રે ગીતાના પાઠ વાંચીને સુવાની આદત હતી. રોજ તો મામા જ સંભળાવી દે'તા પણ જ્યારથી શ્યામ રોકાવા આવ્યો હતો ત્યારથી શ્યામ જ નાનાજીને ગીતાના શ્લોકો અનુવાદ સાથે સંભળાવતો. જે નાનાજી ને ખુબ જ પસંદ આવતું.


" ઓહ ગૉડ હુ ભૂલી કેમ ગયો આજે તો ચોથો અધ્યાય ચાલુ કરવાનો હતો !"

શ્યામ તરત જ ઊભો થઈ નાનાજીના રૂમમાં જતો રહ્યો.


" લ્યો હવે આપણે બે જ વધ્યા છીએ અને મારા ભાઈ તું મને ત્યાં આવવાનું પુછે એ પહેલાં જ હું કહી દવ છું કે મારો ત્યાં આવવાનો કોઈ ઇરાદો નથી કારણકે મારે કાલે સવારે મામા સાથે બાજુના ગામમાં કોઈ કામ માટે જવાનું છે એટલે આજે મારે વહેલા સુઇ જવાનું છે. તો તું જા ભૂત પાસે અને તારી નાઇટ એન્જોય કર ABCD સાથે. " રાજ પણ પોતાના રૂમમાં જતો રહ્યો. હવે માત્ર સમ્રાટ જ બચ્યો હતો અને તે વિચારી રહ્યો હતો કે ઘરની પાછળ જવું જોઈએ કે નહી !


સમ્રાટ એ જ વિચારતા વિચારતા પોતાના રૂમમાં આવ્યો અને પોતાના રૂમની બારી પાસે જઈને ઊભો રહી ગયો જ્યાંથી ઘરની પાછળ બનેલું ગાર્ડન એકદમ ચોખ્ખું દેખાતું હતું. સુંદર મજાનો બગીચો અલગ અલગ પુષ્પો થી સોહાતો હતો. સાથે સાથે ત્યાં છાંયડા માટે બે ઘટાદાર પીપળાના વૃક્ષો જે આખા બગીચામાં ફેલાયેલા હતા. બગીચાની એકબાજુ મામીએ ખુબ જ માવજત કરીને એક નાનકડું કિચન ગાર્ડન બનાવ્યું હતું જેમાં મામીએ અલગ અલગ જાતના શાકભાજી વાવ્યા હતા. તો ગાર્ડનમા સાવ છેલ્લે બેસવા માટે ચાર પાઇ અને ખુરશીઓ મુકેલી હતી અને તે ચાર પાઇ અને ખુરશી વચ્ચે એક કોફી ટેબલ હતું જે ચા પીવા માટે વપરાતું. તેણે એકવખત ઘડિયાળ તરફ નજર કરી જેમાં અગિયાર વાગી રહ્યાં હતાં.

"શીખાએ કહ્યું હતું કે ઠીક રાત્રે બાર લાગ્યે તેણે ભૂતને પાછળ બગીચામાં બનેલા કિચન ગાર્ડન પાસે રહેલા પીપળના છેલ્લા વૃક્ષ પાસે જોયું હતું. તો મારે એક કલાકની રાહ જોવી પડશે એ ભૂતને મળવા જોઉં તો ખરા ભૂત કેવું દેખાય છે ?" એ મલકાતા પોતાના બેડ પર જઇને સુઇ ગયો. પરંતુ આંખોમા નિંદર નુ નામોનિશાન પણ નહોતું કેમકે આજે ભૂતને જોવાની એક્સાઈટમેંટ હતી. પણ એ ઉત્સુક્તા અને ઉત્સુકતામાં ક્યારે સમ્રાટને નિંદર આવી ગઈ તેને ખુદને ખબર ના રહી.


અચાનકથી તેની નિંદર ખુલી તો તેની નજર ઘડિયાળ પર જતી રહી જેમાં બાર વાગવામાં માત્ર એક જ મીનીટની વાર હતી. તે પોતાની આંખો ચોળતો ચોળતો ઊભો થયો અને તરત જ બારી પાસે સંતાઇને બગીચાને ધ્યાનથી જોવા લાગ્યો. પરંતુ ત્યાં કોઈ ન દેખાયુ. તેણે પોતાનો રૂમ છોડ્યો અને ધીમા પગલે બગીચા તરફ વધી ગયો જેથી ઘરમાં બીજા સદસ્યો ની નિંદર ના ખરાબ થાય.

તે ધીમા પગલે ગાર્ડન મા આવ્યો અને તરત જ એ જગ્યા પર આવ્યો જ્યાં શીખાએ ભૂતને જોયું હતું.

" કોઈ છે ?" સમ્રાટના ચહેરા પર જરા પણ‌ ડર નહોતો.

".......... "

પણ સામેથી કોઈ જવાબ ના મળ્યો કે ના સમ્રાટને ભૂત દેખાયુ.

" મતલબ શીખાએ મજાક કરેલો અમારી સાથે ? કોઈ ભૂત બુત નથી અહીં..... ખાલેખાલી મારી નિંદર બગાડી... કાલે સવારે શીખાનો વારો છે !" સમ્રાટ કહેતા જવા લાગ્યો ત્યાં જ કોઇના ઝાંઝરનો અવાજ સમ્રાટના કાનમા પડ્યો અને તેના પગ જાણે જડ થ‌ઈ ગયા.

સમ્રાટે તરત જ પાછળ ફરીને જોયું અને બોલ્યો , "ક.... કોણ છે ત્યાં ? " આ વખતે તેના ચહેરા પર ડર સાફ સાફ વર્તાઇ આવતો હતો.

"............."

ફરી સામેથી કોઈ જવાબ ના આવ્યો અને એક અલગ જ શાંતિ વાતાવરણમાં રેલાઈ ગઈ.


" ક.... કોણ છે ? જુઓ જે પણ હોય હું ડરતો નથી તમારાથી... " સમ્રાટ ડરતા ડરતા પીપળના વૃક્ષની એકદમ નજીક જતો રહ્યો હતો.

"........."

પણ ફરી ખામોશી સિવાય તેને કંઈ ના મળ્યું.

" આઈ થિંક મારે જવું જોઈએ... જો સાચે જ ભૂત આવી જશે તો... તો.... તો તો મને અટેક જ આવી જશે... હુ તો મારી બડાઇ મારવા માટે બધાં ને કહી રહ્યો હતો કે ભૂત જોવા જોઈએ પણ કોઇ ના આવ્યું... કોઈક સાથે આવ્યું હોત તો આટલો ડર ના લાગત... " બોલતા તે પાછળ ફર્યો કે એક હાડપિંજર આવીને તેના પર પડ્યું અને.....


" બચાવો...... બચાવો... ભૂત ભૂત.... હેલ્પ મી.... " સમ્રાટ ભાગતા ભાગતા સિધો પોતાના રૂમમાં જ‌ઇને ઊભો રહી ગયો અને દરવાજાને બંધ કરી પોતાને બ્લેન્કેટ નિચે છુપાવીને હનુમાન ચાલીસા ના પાઠ કરવા લાગ્યો...


આ સાથે જ ગાર્ડન મા સંતાયેલી શીખા , પ્રીતા , કેશ્વિ અને રાધા બહાર આવ્યા અને સમ્રાટની હરકત પર હસવા લાગ્યા.

" ખરેખર , મજા આવી ગઇ સમ્રાટભાઇને ડરાવવાની. " શીખા બોલી.

" હા , સાચે જ શું ભાગ્યા છે ભૂતને જોઈને... " કેશ્વિ હજુ પણ હસી રહી હતી.

" અરે ઓ ભૂત હવે મારી પાયલ ઊતારી દે એ જતો રહ્યો." રાધા રાજ પાસે ગઈ જે ચારપાઈ પર બેઠો હતો અને એ પણ સફેદ સાડીમાં.

રાજે હસતા હસતા પાયલ ઊતારી ત્યાં શ્યામ પણ પીપળાના વૃક્ષ પરથી નિચે ઊતર્યો જેના એક હાથમાં મીણબતી હતી તો બીજા હાથમાં હાડપીંજર જે એણે સમ્રાટ પર નાખ્યું હતું અને બધાં હસતા હસતા ઘરમાં આવતા જ હતા કે કોઈ બાળકનો અવાજ તે બધાં ના કાનમા પડ્યો,

" કોઈને આમ ડરાવવા ખરાબ વાત કહેવાય છે. "

બધાં એ અવાજ આવતા જ પાછળ ફરીને જોયું તો એક સાતથી આઠ વર્ષનુ બાળક ચારપાઈની પાછળ ની દિવાલ પર આરામથી બેઠું બેઠું એ બધાં ને જ જોઈ રહ્યું હતું. તે બાળકના બંને હાથમાં ચોકલેટ હતી અને તે આરામથી ચોકલેટને ખાઈ રહ્યું હતું.

" કોણ છે તું ? અને અહીં શું કરે છે ?" પ્રીતાએ એ બાળક તરફ જોઈ પુછ્યું.

" હું , હું તો ભૂત છું. " એ બાળકે આરામથી જવાબ આપ્યો અને ફરી ચોકલેટ ખાવા લાગ્યો.

" શું ? શું કહ્યું તું ભૂત છે ? તું ભૂત છે તો હું પણ માઈકલ જેક્શન છું. " શ્યામ બોલ્યો તો બધાં ખડખડાટ હસવા લાગ્યા.

" જો બચ્ચા આ ભૂત બુત જેવું કંઈ ના હોય અને આટલી રાત્રે ફરવું બાળકો માટે યોગ્ય નથી તો તારા ઘરે જા અને આરામથી સુઇ જા. " કેશ્વિ એ બાળકને સમજાવતા બોલી તેને લાગી રહ્યું હતું કે આ બાળક ગામમાંથી કોઈકનો હશે અને અમને ડરાવવા માટે કહી રહ્યો હશે.

" મે કહ્યું ને હું ભૂત છું અને આ જ મારું ઘર છે. " તે બાળક થોડું રોષમાં ભરાયું અને જોરથી બોલ્યું.

" ફરી ભૂત , જો ફરી એકવાર કહ્યું ને કે તું ભૂત છે તો તને એટલો મારીશ એટલો મારીશ કે સાચેજ મારી મારીને ભૂત બનાવી દ‌ઇશ... હવે જા તારા ઘરે." રાજ પણ એ બાળકની વાત સાંભળી ગુસ્સે થી બોલ્યો.

" રાજ જવા દે ને ! બાળક છે... બચ્ચા તુ ઘરે જા અને સુઇ જા અને અમને પણ સુવા દે અને હા ભૂત બુત જેવું કંઈ જ નથી હોતું તો તું આ ભૂત બનીને બીજાને ડરાવવાનું બંધ કરી દે જે !" શીખાએ કહ્યું.

પણ એ બાળક બધાં ને ગુસ્સામાં જોવા લાગ્યું.

" શીખા જવા દે ચાલો આપણે સુઇ જોઈએ કાલે મારે સાચે જ એક્ઝામ છે. " પ્રીતા એ કહ્યું તો બધાં એ એકવાર એ બાળક તરફ જોયું અનખ પાછળ ફરી જવા લાગ્યા કે એ બાળક બોલ્યું ,

" ઉભા રહો ! જોતા તો જાવ હું જ ભૂત છું. "

એ બાળકની વાત સાંભળી બધાં એ પાછળ ફરી જોયું તો બધાં ના પગ નિચેથી જમીન ખસી ગઈ. એ બાળક હજુ પણ એ જ ચારપાઇની પાછળ ની દિવાલ પર બેઠું હતું પણ તે બાળકનો ચહેરો એ બધાં ની સામે હતો અને ડોક કોઇ જીરાફ ની જેમ લાંબી થઈ એ બધાં ની નજીક આવી ગઈ હતી.

" મે કહ્યું ને હું જ ભૂત છું. "

એ બાળકનો ફરી અવાજ અને બધાં ત્યાં જ બેભાન.



સમાપ્ત......