Relationship ... Relationships in Gujarati Comedy stories by Nidhi Satasiya books and stories PDF | રીલેશન...સંબંધો

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

રીલેશન...સંબંધો


Relation એટલે સંબંધ રાઈટ પણ આ રીલેશન કેવું હોવું જોઈએ? કોની સાથે હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? આના બધા અલગ અલગ જવાબો આપશે પણ શું સાચે જ કોઈ રીલેશન એટલું મહત્વનું હોય છે જેટલું કદાચ આપણે માનીએ છીએ.આ રીલેશન પણ એક હાઈવે જેવું છે સેફ છે પણ ખતરા નો ભય હંમેશાં હોય😆👍🏻

મારા મતે તો નથી દરેક રીલેશન માત્ર સ્વાર્થ માટે કે સ્વાર્થ ને લઈને જ હોય છે, એ પછી આપણા માટે ગમે તેટલું મહત્વનું કેમ નો હોય છતાં પણ તેમાં સ્વાર્થ તો રહેલો જ હોય છે.

દુનિયા નું સૌથી બેસ્ટ રીલેશન પેરેન્ટ્સ નું હોય છે જે વગર સ્વાર્થે આપણને પ્રેમ પણ કરે છે અને એ સંબંધ જીવનભર નીભાવે પણ છે, એ પછી ભલે ને એમના બાળકો તેમને તુચ્છકારે , ભલે એમને વૃધ્ધાશ્રમમાં મુકી દે છતાં પણ તેમના માટે તો તેમનો બાળક જ બેસ્ટ હોય છે. જે દુનિયાનો સૌથી વધુ સુંદર રીલેશન હોય છે...


આના સિવાય આપડી લાઈફમાં બીજા ઘણાબધાં રીલેશન એવા હોય છે જેને આપડા સાથે કંઈ જ લેવા દેવા ન હોય પોતાના સ્વાર્થ અથવા તો મજબુરી માટે હોય છે....

1. સગાસંબધીઓ :-

આ રીલેશન છે ને એ આપણને પરાણે મળે છે મતલબ એટલે ન‌ઈ કે આપડે જોઈતું છે અને મળે ના જોઈતું હોય તોય મળવાનું એટલે મળવાનું... જે ખતરનાક રીલેશન છે.
ઘરે આવે ને તો એમના કરતાં પણ વધુ કંટાળાજનક એમની વાતો હોય છે. ઘરે આવે તો એમ ન‌ઈ કે ચા પાણી પી ઈએ અને હાઈ, હેલો તબીયત પાણી પુછી ને જતાં રહીએ..🤦🏻 કલાક સુધી કુંટુંબના બધા ની પચાંત થ‌ઈ ના જાય ને ત્યાં સુધી જવાનું નામ ન લે...આટલું જ નહી પાછું એમને આપણા ભણવામાં બોવ ઈન્ટરેસ્ટ હો...

ક્યારેક તો એમ થાય કે તમારા લીધે જ ભણીએ છીએ...દેખાવ કરવા...અને અમુક તો એટલા સોલીડ હોય ને આવે ચા પાણી પીએ અને બે કલાક વાતો ના વડા કરીને કહેશે ચાલો જ‌ઈએ....તોય જાય ન‌ઈ હો બીજી કલાક વધુ બેસે ને એજ કલાકમાં દસ વાર કહેશે ચાલો જ‌ઈએ🤷🏻🤦🏻. અરે, વ્હાલા જવું હોય તો જાને અમે થોડી સાંકળે તને બાંધી રાખ્યો છે..😅


2) પાડોશીઓ....


આ રીલેશન છે ને ગજબનું હો👍🏻 મતલબ એ છે ને આપડી લાઈફમાં સીસીટીવી નું કામ કરે. બધી જ ખબર હોય હો આપડા ઘરની. આજે ઘરમાં શું આવ્યું, કોણ આવ્યું, શું જમ્યા,શું નવી વસ્તુ આવી અરે, એમને તો ત્યાં સુધી ખબર હોય કે આજે આપડા ઘરે શું શું શાકભાજી આવ્યું 🤦🏻🤷🏻 મતલબ છે ને ચોવીસે કલાક નજર તો આપડા ઘરમાં જ હોય....બધી જાણકારી રાખે આપડી..‌છે ને સોલીડ રીલેશન.....😄


3) જસ્ટ ફ્રેન્ડ વાળું રીલેશન


આ રીલેશન છે ને યુનિક છે બોસ...મતલબ આવા દોસ્તોને માત્ર એકજ દિવસે આપડી યાદ આવે બર્થડે પર..બાકી વર્ષમાં એકપણ વાર સાચે ખોટેય મેસેજ નો આવે...અને બર્થડે પર પણ એટલે મેસેજ આવે કે પાછી એમનેય સામે બર્થડે વિશ જોઈતી હોય..ફોર્માલીટી માટે અને આપડા પર એવી નજર રાખે ને કે આણે આજે શું પહેર્યું , કેવો લુક છે..બસ આ માટે જ આ રીલેશન હોય છે..માત્ર નામનું બાકી આ રીલેશન કંઈ કામનું નથી.....👍🏻😆


4) વ્હોટ્સએપ ફ્રેન્ડ.


આ દોસ્તો ને તો ખબર ન‌ઈ શું કામ કરતાં હશે ગૃપ નો ઢગલો બનાવશે પણ મેસેજ એકપણ ન‌ઈ હોય.🤦🏻 બીઝી લોકો..શરુઆતમાં જ્યારે ગૃપ બને ને ત્યારે પહેલાં દિવસે મેસેજ ના આંકડા ચાર પાંચ હજાર તો પહોંચી જ જાય...પછી ધીમે ધીમે સાવ સુમસામ થ‌ઈ જાય...અરે એટલું સુમસામ હોય કે ભુતને આટો મારવો હોય તોય વિચાર કરવો પડે🤷🏻🤦🏻‍♀️ ભુતિયા જગ્યા થી કમ ના હોય એ ગૃપ.....વિચિત્ર અને બીઝી રીલેશન..‌‌😄



5) બેસ્ટ ફ્રેન્ડ


માતાપિતા પછી કોઈ બેસ્ટ રીલેશન હોય તો એ આ છે.જે દરેક વાતે આપડો સાથ આપે , મદદ કરે હા થોડા અપલખણા હોય , વાયડા હોય, ઉંધા સીધા નામ પણ રાખે છતાં પણ જરુર પડે આ જ રીલેશન સૌથી આગળ હોય આપડા માટે🤗


6) ઓનલાઇન રીલેશન


આ રીલેશન છે ને સારું પણ છે અને ખરાબ પણ, ઓનલાઇન રીલેશન સાથે વાત કરવામાં મજા અવી જાય 😃 કેમકે એ પણ થોડા પાગલ હોય આપડી જેમ જેને આપણે ક્યારેય ન જોયા હોય તેની સાથે અટેચ્મેન્ટ થ‌ઈ જાય, જેમની સાથે વાત કરીને દિવસ બની જાય છતાં પણ આ રીલેશનમા કયારેય પણ expectations ના રાખવી, કેમકે આપડે ઓળખતા નથી એમને એમના વ્યક્તિત્વ ને તો એમના પર ભરોસો પણ કેમ આવે🤔 એવું નથી કે દરેક લોકો ખરાબ જ હોય અમુક સારા પણ હોય જેમકે મારી ટ્વીન્સ ગેંગ🥰 પણ આ સિવાય અમુક લોકો એવા હોય ને જે ઇરિટેટ કરે.🤦🏻 બોર કરે🤷🏻 જાણે આપણે આખો દિવસ ઓનલાઇન જ હોય એમના મેસેજ નો રીપ્લાય આપવા.


અહીં તો માણસ ને બીઝી રહેવું પણ પાપ છે. જો મેસેજ નો રીપ્લાય ન આપીએ તો એમ ન‌ઈ કે શાંતી રાખીએ કામમાં હશે....ન‌ઈ પણ મેસેજ નો ઢગલો કરી દેશે...જાણે ગુજરી ના ગયા હોય🤷🏻એ ભાઈ ખમ ઓનલાઇન તો થવા દે પછી રીપ્લાય આપુ ને🤦🏻 ન‌ઈ આમનું જો હાલતું હોય ને તો આ લોકો તો શોક સભા પણ ગોઠવી દે એવા છે ઓનલાઇન😜
જવા દો... Complicated રીલેશન છે...જે ક્યારેય ન સમજાય.....



હાશ કેટલું લખી નાખ્યું થાકી ગ‌ઈ પણ તમે ના થાકતા હો વાંચજો જો થાકી જાવ તો જ્યુસ ની વ્યવસ્થા કરું છું પી લેજો🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹. અને તમારુ જે ફેવરિટ રીલેશન હોય એ વીશે કોમેન્ટમાં જણાવજો...આળસ ના કરતાં મારી જેમ👍🏻😆

અને એક વાત યાદ રાખજો કોઈપણ રિલેશનમાં જરુર થી વધારે expectations ના રાખવી...કેમકે વધુ આશા એટલે મળવી નિરાશા.. 🙋🏻 આવજો ત્યારે.....