Prem ke Dosti? - 13 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 13

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 13

जिंदगी बड़े इतफाक लाती है,कोई कभी अपना तो कभी पराया निकलता है

“અમે લોકો શિવ રંજની ઉતર્યા છીએ,તું ક્યાં છે ??”રવિએ અમદાવાદ આવીને પ્રતિકને ફોન કરીને પૂછ્યું.

બસ હું થોડી વારમાં ત્યાં પહોચું છું ,પ્રતિકે જવાબ આપ્યો.

આ અહી પણ સમયે નહિ પહોંચે મને ખુબજ ભૂખ લાગી છે ,હું જમવાનું ચાલુ કરી દઈશ,દર્શને કહ્યું.

તને જમવા સિવાય કઈ સુજે છે?થોડી વાર રાહ જો આવે જ છે.રવિએ જવાબમાં કહ્યું.

આ આવ્યો જો તારું બાઈક લઈને ,દુર થી આવતા પ્રતિકને જોઈ પ્રગ્નેશ બોલ્યો.

પણ પ્રતિકને બધા એક સાથે જોતા જ રહ્યા બે દિવસ પહેલા જે પ્રતિકને એ લોકો મુકીને ગયા હતા એ પ્રતિકે હવે લાંબી દાઢી ટ્રીમ કરી,લાંબા વાળ કપાવી નાખ્યા હતા,લઘર વઘર દેખાતો પ્રતિક હવે જીન્સ – ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ માં આવી ગયો હતો.બધા લોકો તેને અચરજ થી જોતા રહ્યા હતા.

કેમ છો પાર્ટી ?? મજા માં ?કેવી રહી ટ્રીપ ?પ્રતિકે પૂછ્યું.

પ્રતિકને આ રીતે ખુશ હમણાંથી કોઈએ જોયો ના હતો.

આને ટ્રીપ ના કહેવાય ભાઈ લગનનું નક્કી કરવા ગયા હતા.દર્શેન કહ્યું

અને કેમ આટલો ખુશ છે આજે તારી ઓલી મળી ગઈ લાગે છે ?પ્રગ્નેશે પૂછ્યું.

બસ એવું જ સમજ ભાઈ કે મળી ગઈ.પણ અત્યારે ચાલો મને ખુબજ ભૂખ લાગી છે પહેલા જમી લઈએ .

શું થયું પછી કંઈ રીતે માન્યા અનુરાગ દેસાઈ તમારા લગ્ન માટે?પ્રતિકે મોઢાંમાં રોટલી નું બટકું મુકીને કહ્યું.

તું કંઈ રીતે જાણે છે કે પ્રિયાના પપ્પાનું નામ અનુરાગ દેસાઈ છે.?દર્શન ના સવાલે પ્રતિકથી મોં માં મુકેલું કોળિયું ગળી જવાયું અને ૧૦ સેકંડ માટે કંઈ બોલ્યો નહિ અને રવિ તેની સામે જોઈ રહ્યો.

અરે યાર રવિએ પ્રિયા ના ઘરના એડ્રેસનો મેસેજ કર્યો હતો તેમાં એમનું નામ લખ્યું હતું. સિમ્પલ છે , “વ્યોમકેશ લાલ બક્ષી”

પાંચ સેકંડ હક્કા બક્કા રહેલા રવિએ હવે પાણી પીધું.

ખબર નહિ બસ માની ગયા,પહેલા તો ના ના કરતા હતા,ઘણા પ્રશ્નો પૂછ્યા પછી હા પાડી.પ્રિયાને ખુબજ લાડથી ઉછેરી છે એટલે ચિંતા તો થાય જ ને.રવિએ કહ્યું

માની ને ગયા ને તો બસ.હવે રાજકોટ જાનમાં જઈને નાચવાનું.પ્રતિકે ખુબજ ઉત્સાહ પૂર્વક કહ્યું.

ભાઈ થોડી તારી લાગણીઓને બ્રેક માર, અમારા લગ્ન રાજકોટમાં નહિ પણ અહી અમદાવાદ માં જ થવાના છે અને બધું આયોજન તારે કરવાનું છે, તો તૈયાર થઇ જા દોસ્ત.રવિએ પ્રતિકને કહ્યું.

આ બંને લોકો એ પ્રિયાના પપ્પા પાસે તારા ખુબજ વખાણ કર્યા છે,કે પતકો બધું મસ્ત ગોઠવણ કરી દેશે ખોટી મોટી મોટી હાંકતા હતા તારી કે બધા કોન્ટેકટ છે તારી પાસે,દર્શેને પ્રતિકને હેરાન કરતા કહ્યું.

હા તો બધું આયોજન કરી જ દઈશ ને તું શું કામ મરચા લે છે,તું સાલા સુધર્યો નહિ હો.પ્રતિકે કહ્યું.

ચાલો ચાલો જમી લો બધા ... દર્શને કહ્યું અને બધા હસવા લાગ્યા.

ચાલ મારા ઘરે આવે છે ને આજે??મારે તારું થોડું કામ છે.

પણ.....

પણ બણ કંઈ નહિ આપડે પહેલા દર્શન ના ઘરે જઈએ છી અને તારો સામાન લઈ આવી થોડા દીવસો તારે મારા ઘરે જ રહેવાનું છે.રવિએ પ્રતિકને કહ્યું.

સારું,પ્રતિકે ફક્ત એટલુજ કહ્યું.

અમે લોકો પણ નીકળી છી તો.પ્રગ્નેશે રવિને કહ્યું અને બધા લોકો ત્યાંથી છુંટા પડ્યા.

તમે લોકો કંઈ રીતે જાશો મારું બાઈક લઇ જાઓ.દર્શેન કહ્યું.

ના ના અમે લોકો કેબ માં જતા રહેશું,બાઈક તારે જોઈએ ને.અને તારે પણ ત્યાં આવું હોય તો ચાલ.રવિ એ દર્શેન ને કહ્યું.

ના ભાઈ ના મારે તો કાલે સવારે મિટિંગ છે તેની તૈયારી કરવાની છે.તમે તમ તારે જાવો.

કેબ માં રવિએ રાજકોટમાં બનેલી તમામ ઘટના ની વિગતવાર માહિતી પ્રતિકને આપી.અને દર્શનના ઘરેથી તે બંને રવિના ઘરે ક્યારે પહોંચી ગયા એ ખબર ના રહી.

પ્રિયા વગરનું આ ઘર ખુબજ ખાલી લાગે છે.ખબર નહિ પણ થોડાજ સમયમાં મને પ્રિયાની ટેવ પડી ગઈ છે.રવિએ પ્રતિકને કહ્યું

સાચી વાત છે પ્રેમ માં એવુજ થાય છે પણ તારે મને શું એવી અગત્યની વાત કહેવી હતી કે બધા ની સામે ના થઇ શકે??

બધી વાત કરું છું તને,પહેલા તું ફ્રેશ તો થઇ જા,ચા પીશ તું રવિએ ચા ની ઓફર કરી.

તું ક્યારથી ચા બનાવતા શીખી ગયો ?

પ્રિયાએ બનવતા શીખવાડી.

થોડી વાર પછી બંને મિત્રો રવિના બેડરૂમ માં ચા ની ચૂસકી લેતા હતા.

બીજું શું શું શીખવાડ્યું પ્રિયાએ ?પ્રતિકના અવાજ માં થોડોક ટોન્ટ દેખાતો હતો.

છતાં રવિ હસીને બોલ્યો ના ના બીજું કંઈ નહિ.પણ યાર મને ચિંતા થાય છે બધું થઇ જશે ને સરખું.?

અરે થઇ જ જાય ને તું શું કામ ચિંતા કરે છે??

ચિંતા એ વાતની છે કે છેલ્લા કેટલાય દિવસો થી પ્રિયા સતત ચિંતામાં જ રહે છે,એ તેના ભૂતકાળને લઇ ડરી ગઈ છે, એ હમણાથી બહુજ ગુમ સુમ રહે છે.મેં તેને કહ્યું કે તારા ભૂતકાળ વિષે મારે કંઈ નાથી જાણવું અને હું કોઈ પણ પરિસ્થિતિમાં તને સાથ આપીશ, તેમ છતાં પણ એ હમણાથી દુ:ખીજ રહે છે.રવિએ પોતાની ચિંતા જણાવી.

થોડો સમય આપ તેને, થઇ જશે બધું સરસ.બહુ ચિંતા ના કર.તે આવી પરિસ્થિતિમાંથી બહાર આવી હોય ચિંતા થવી એના માટે સ્વાભાવિક છે.પ્રતિકે કહ્યું.

બીજો પ્રોબ્લેમ એ છે કે કાવ્યા કાલ સાંજ થી સતત મને ફોન અને મેસેજ કરે છે.તેને કેમ ખબર પડી હશે મારી અને પ્રિયાની?.એ કહે છે કે એક વાર મળવું છે.રવિએ ચા પૂરી કરતા કહ્યું.

તો એક વાર મળી લે.વિષય પૂરો થાય.અને રહી વાત એને ખબર પડવાની એને નહિ બધાને ખબર છે તારી અને પ્રિયાની. આપડા દર્શેન ભાઈ એ કાલે તમને ફોટો માં ટેગ કરીને બધા ફોટોસ સોસીયલ મીડિયા માં મુક્યા હતા.એટલે તું ખોટી ચિંતા છોડ અને સુઈ જા.

પપ્પા આજે હું ખુબજ ખુશ છું.પણ તમે બીજી કોઈ તપાસ કર્યા વગર રવિ અને મારા લગ્નની હા કેમ પાડી દીધી ??એજ રાત્રે પ્રિયાએ તેના પપ્પા ને પૂછ્યું.

છોકરો પાણી વાળો છે,મેં એની આંખોમાં તારા માટે પ્રેમ જોયો છે.અને કદાચ હું નાં પણ માન્યો હોત તો એ મને મનાવીનેજ જાત અનુરાગ દેસાઈ બોલ્યા.

અને પપ્પા તમે મને પ્રતિક વાળી વાત કેમ છુંપાવી કે એને કોરોનામાં તમારી આટલી બધી સેવા કરી હતી .પ્રિયાએ પૂછ્યું

એને જે તારી અને આપણા ઘરની બદનામી કરી હતી એ તેનું પ્રાયશ્ચિત કરતો હતો,સારું હતું કે એ સમયે તારા ચહેરા પર રંગ હતો, વધારે લોકો તને ઓળખીના શક્યા પણ જે ઓળખી શક્યા એ લોકોના ફોન મને આવતા.હું એ વ્યક્તિને નફરત કરું છું.અને તારા નસીબ પણ એવા કે એજ વ્યક્તિના બેસ્ટ ફ્રેન્ડ જોડે તારા લગ્ન થવા જઈ રહ્યા છે.મને તો એજ બીક હતી કે આ લગ્ન નહિ થવા દે પણ...

પણ શું પપ્પા ?

પણ બણ કંઈ નહિ સુઈ જા અને વહેલી તૈયાર થઇ જાજે કાલે બ્રાહ્મણ લગ્ન નું મૂહર્ત કાઢવા આવાના છે.

પપ્પા તમે હજી પણ કોઈ વાત મારા થી છુપાવો છો.સાચું કહોને પ્લીઝ.

તો સાંભળ ગઈ કાલે વહેલી સવારે પ્રતિકનો મને ફોન આવ્યો હતો.તારા અને રવિના લગ્ન માટે મને વિનંતી કરતો હતો,કહેતો હતો કે,” જો તમે માની જાસો તો હું સમજીકે તમે મને માફ કર્યો,અને રવિ બહુજ સારો છોકરો છે પ્રિયાને ખુબજ ખુશ રાખશે.તમને ચિંતા છે ને કે હું લગ્ન માં વિધ્ન બનીશ પણ એ બંને ના લગ્ન પછી હું તેમની જિંદગીમાંથી જતો રહીશ.”

એવું કહ્યું પ્રતિકે ?પપ્પા એ સાવ બદલાઈ ગયો છે,મને પણ કહ્યું છે કે તારે રવિ જોડે લગ્ન કરવાના જ છે.એની હાલત તો મારા થી જોઈ નથી જતી પપ્પા.નોકરી નથી કરતો અને અમદાવાદમાં એની વાર્તાઓ માટે આમ તેમ ભટક્યા કરે છે.પ્રિયાએ કહ્યું.

તને હજી પણ લાગણી છે તેના પર,?પ્રિયાના મમ્મીએ પ્રિયાને પૂછ્યું.

લાગણી છે કે નહિ એ ખબર નથી પણ એની આ હાલતની જવાબદાર હું છું.પ્રેમ તો એ હજી મને કરે છે પણ પ્રેમ કે દોસ્તી માંથી તેને દોસ્તી પસંદ કરી અને એનો મને તેના પર ગર્વ થયો છે કે મેં પણ એક સમયે કોઈ સારા વ્યક્તિને પ્રેમ કર્યો હતો.

એ એની હાલતનો જવાબદાર તે પોતે છે,પણ જે થયું એ સારું થયું.તું સૂઈજા હવે ,અનુરાગ દેસાઈ એ પ્રિયાને કહ્યું.

****

“Thank you for every thing, પહેલા જેવો થઇ જા અને નોકરી પાછી ચાલુ કરી દે પ્લીઝ.નહિ તો મને આખું જીવન અફસોસ રહેશે.”પ્રિયાનો મેસેજ પ્રતિકના ફોન માં આવ્યો હતો જેનો રીપ્લાય કર્યા વગર પ્રતિકે મેસેજ ડીલીટ કરી નાખ્યો.

ચાલ રવિ હું નીકળું છું.મારે આજે મારે અંબાજી જવાનું છે રાતે મોડું થઇ જશે તો ત્યાંજ રોકાઈ જઈશ ,ચાલ મળીએ પ્રતિકે રવિને કહી તેના ઘરે થી નીકળ્યો.

“મેં જે કામ આપ્યું હતું એ કામ થઇ ગયું? આજે એ કામ થઇ જવું જોઈએ “,પ્રતિકે આજે પણ કોઈને ફોન કરીને કહ્યું.

આ તરફ પ્રિયા અને તેના મમ્મી પપ્પા એ લગ્ન નું મુર્હત જોવડાવી નાખ્યું હતું.લગ્નનું મુર્હત બરાબર બે મહિના પછી આવ્યું.

એ ખુશખબરી દેવા પ્રિયા ક્યારની રવિને ફોન કરતી હતી પણ રવિ દ્વારા એક પણ ફોન રીસીવ થયો ન હતો.તબિયત થોડી ખરાબ હોવાને લીધે આજે રવિ ઓફીસથી વહેલો ઘરે આવી ગયો હતો.સખત માથાના દુખાવા થી એ માથા પર રૂમાલ બાંધી સુતો હતો.તેની ઉંઘ એટલી પાકી હતી કે તેને ખબર જ ના રહી કે ક્યારે કાવ્યા આવીને તેના માથા પર હાથ ફેરવતી હતી.અને તેના માથા પર એક ચુંબન કર્યું.અને તેના હાથ પર માથું રાખીને સુઈ ગઈ.

રાત્રીના નવ વાગી ચુક્યા હતા કાવ્યા રવિની છાતી પર હાથ ફેરવતી હતી અને તેના હોઠ પર ચુંબન કરવાની તૈયારીજ માં હતી કે રવિની આંખો ખુલી, કાવ્યને પોતાની પાસે આ રીતે જોઈ રવિ પોતે થોડો અચરજ માં હતો અને કાવ્યાને પોતાના પાસે થી ધક્કો મારી થોડી દુર કરી અને પોતે બેડ પરથી ઉભો થઈ ગયો.

“કાવ્યા તું અહી ?અને તું આ શું કરી રહી હતી.”રવિએ પૂછ્યું

કાવ્યાએ રવિને હગ કરીને કહ્યું,રવિ આઈ લવ યું.મને માફ કરી દે પ્લીઝ મારી સાથે લગ્ન કર. આઈ લવ યું, લવ યું કહીને તેના ચહેરા પર અઢળક ચુંબનો કરવા લાગી.

કાવ્યા બી હેવ યોર સેલ્ફ ,દુર રહે મારાથી. અને આ શું કપડા પહેર્યા છે. રવિએ કાવ્યાએ પહેરરેલી સાવ શોર્ટ નાઇટી સામે જોઈ ને કહ્યું.

તારો પસંદ નો કલર છે ને આ?.પેલી પ્રિયામાં શું રાખ્યું છે,હું છુ ને.કાવ્યાએ કહ્યું

તું અહી આવી કઈ રીતે? ઓહ નો આજે મેં દરવાજો ખુલો રાખી મુક્યો હતો.રવિએ કહ્યું.

દરવાજો ખુલો હોય કે ન હોય તારા ફ્લેટ ની એક ચાવી હજી મારી પાસે છે.કાવ્યા બોલી.

તું જા પ્લીઝ અહી થી.રવિએ ગુસ્સે થી કહ્યું.

હું ક્યાંય નથી જવાની તારા ઘરમાંથી કે તારા જીવનમાંથી.કાવ્યા એ જોરથી રાડ પાડીને કહ્યું.

આટલા ફોટોસ પૂરતા છે તમારા લગ્ન તોડવા માટે,કહીને પ્રિયાએ રવિ જયારે સુતો હતો ત્યારના તેના અને રવિના ફોટોસ અલગ અલગ એન્ગલ થી પાડ્યા હતા.

પ્લીઝ કાવ્યા,આવું શું કામ કરે છે?

ત્યાં અચાનક પ્રતિક ઘરમાં આવે છે અને બેડરૂમ પાસે ઉભો રહીને આ દ્રશ્ય જોવે છે અને બોલે છે આ શું થઇ રહ્યું છે અને કાવ્યા તું કેમ અહી અને આવા કપડામાં??

પ્રતિક તુજ સમજાવ હવે આને રવિએના કપાળ પર પરસેવો,મુંજવણ અને થોડો ગુસ્સો હતો.

એ શું સમજાવતો મને? અત્યારે તો હું જાઉં છું પણ યાદ રાખજે તારા જીવનમાંથી નહિ જાઉં. કાવ્યા એ જતા જતા કહ્યું.

થોડા કપડા વ્યવસ્થિત પહેરીને બહાર નીકળજે તને તો આબરુની નથી પડી પણ અહી રવિની ખુબજ સારી આબરૂ છે. પ્રતિકે કાવ્યાને કહ્યું..

પતકા તું કંઈક કર...રવિએ પ્રતિકને કહ્યું

તું ચિંતાના કર હું છુ ને ....પ્રતિકે રવિને ગળે લગાવતા કહ્યું.

ક્રમશ: