Chitan, Paliya.. in Gujarati Magazine by Manjibhai Bavaliya મનરવ books and stories PDF | ચિતન,પાળીયા ..

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ચિતન,પાળીયા ..

સુરા પુરાને પાળીયા,

આપણું લોક સાહિત્ય અને લોક જીવન માં કસ રહેલો હોય છે .આપણા ખમીર અને ગૌરવ એ આપણી સંસ્કૃતિ ની આગવી વિશેષતા ઓ રહેલી છે .

આપણા ઈતિહાસની ગૌરવ ગાથા આજના જમાનામાં પણ અડીખમ રહેલી છે .


હમણાં એક લોક ગીત સાંભળી રહ્યો તો તેમાં કવિએ એ ભાવ સંવેદના મુકી તે આપણને સક કરી દે છે ગીત હતું ..હું પૂછું તને પાળીયા પાદરમાં કેમ ખોબામાં સઇદઉરએ કેમ ચોપડાણા ...

ત્યારે કવિને પાળીયો જવાબ આપતો હોય તેવી પંક્તિ .

વાર ચડે જેદી ગામને માથે વાગતો બુગીયો ઢોલ રે .સૌની મોર સાબદા થવા માટે આમ આય ખોડાણા .


આવી આપણા લોકગીતની મજા છે આવી સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો એ લોક ગાથા ની વહેતી સરવાણી જેવા હોય છે.અને આજના ગીતો થી .વિકૃતિ પણ વહી .


સુરા પુરાને પાળીયા ના ઈતિહાસ કથા વાત એ આજના જમાનામાં સમજવા જ રહ્યા કોઈ જગ્યાએ ખોડાયેલા પાળીયા ને મીત્રો જોવા મળે તો ઘડી થંભી નમસ્કાર કરવાનું ભૂલતા નહીં તે થકુજ આપણી સંસ્કૃતિનો ઈતિહાસ અને પરંપરા થઈ ઊજળા રહ્યા .


અંતરમનને હલબલાવી નાખે તેવા ઈતિહાસના ઉચ્ચાર ઊદ્ગારતા એ પાળીયા હોય છે .


જેમાં આપણા જીવનમાં સંત શૂરા દાની ને મુખ્ય ગણવામાં આવે છે અને આવા જનોના ઈતિહાસ અમર રહ્યા લોકો સદીઓ વહે તો પણ તેના ખમીર અને શૌર્યની વાતો કરતા થાકતા હોતા નથી .


આજની વાતમાં પુરા પુરાને પાળીયા વિશે ચિંતન મનન કરવાની હોઈ છે પુરા એ પોતાના ખમીર ગૌરવ અને નેકટેકથી ઊંચા પાસેથી છલકાતા આવા સુરા પુરાને પાળીયા ની દરેક જગ્યાએ આગવી વાત અને ઈતિહાસ જોડાયેલા હોય છે .

શશુરા એ કહેવાય છે સપુત અને સજ્જનની સાથે ધીગાણામા જાનની બાજી લગાવી ને પોતાના માનવના આદર્શોનું રક્ષણ કરે .
આને તે ખપી જાય પછી તેનું સ્મારક ખાભીએ પાળીયા કહેવાય .

આવી ખાભીમા ખોડાયેલા પાળીયા કાંઈ અમસ્થા થયેલા હોતા નથી ,તે વાર ચડેલા ધીંગાણામાં ગાયની વારે કે માં બહેનોની વારે ચડીને અને ધર્મ સારું કે પોતાના ગામ ગરાસ સારું પોતાનું બલિદાન આપી ને પુછાતા હોય છે .

ખમીર અને ખાનદાનીની એવા શુર લોકોની એ યાદગીરી હોય છે જેના થકી સહુ લોક સમાજમાં રુડાં લાગતા હોય છે .

જે પોતાના બલિદાનથી લોક સભ્યતાની સંસ્કારિતા શીખવે અને અડીખમ રાખવા માટે લોકોને પ્રેરણાનું સ્ત્રોત બની રહે આપણી લોક સંસ્કૃતિની સભ્યતા તેમના પરજ ટકીને આડી એમ ઊભી છે .


આમ લેતા યુગોની એ પરિવર્તન યુગમાં તેમની યાદ તાજી રાખવા માટે ના એ પાળીયા એક લોક દેવત્વ અને સ્મરણગઆથઆમઆ સદા પ્રવૃત રાખીને લોક વાણી વહાવતા રહ્યા છે .



પરંપરાગત લોક જીવન વ્યવહાર કરી ચારિત્ર ્ય તા સંસ્કારિતા અને ઉમદા કાર્યો ના સંભારણા રુપ લોક જીવનને ધબકતુ રાખતા હોય છે .

આમ જીવનની દરેક ધેલછા કય ગુણ થી ચિરકાલિન ચઇરંજઈવતઆ સદા સચવાય ને રહે .

આમ ઈતિહાસ લય ને ચાલી આવતી ઘરઓહર એટલે પાળીયા .

પાળીયા એ આપણી ખુવારી શુરવીરતા અડગતા અને ખમીરને સદાય ભરતા રહે.યા છે વર્ષોનો ઈતિહાસ ના એ સાક્ષી લોક જીવનની સરવાણી ના એ ઘરઓહર સમા પાળીયા કરને કય બોધ પાઠ પરંપરા અને લોક સંસ્કૃતિના રક્ષક અને જતનના બોધ પાઠ આપતા જ રહ્યા .

તેમની વાતો ગીત ઈતિહાસ અને રઉઢઈનઈ ગાથામાં સતત અતિતને તાજા રાખવા માટે તે વવંદનઈય હોય છે .

એટલે આજના જમાનામાં પણ તેનું મહત્વ ભુલવુ જોઈએ નહીં .

એટલે જ આપણા લોક સાહિત્યની રચનાઓ પણ જે પરથી રચઆયનએ લોકોમાં એકત્વ નું ચિંતન કરાવી રહે ..

આમ પુરા પુરાને પાળીયાની એનાથી આપણી ખાસ વિશેષતાને તેમના બલિદાનની જ્યોતિ પર સદા ઝળહળતા રહીએ .

નાનકડા લેખ દ્વારા પુરા પુરાને પાળીયાની ચિંતન કરી આપની સમક્ષ લેખ દ્વારા મુકી રહ્યો .
આપના ભાવ પરતિભાવ જણાવશો .
વાચવા બદલ આભાર .

ચિંતન લેખ .

મનરવ મનજી .

તા૭,૧,૨૦૨૪

સુરાપુરા ને પાળીયા,