Friendship is beyond all the benefits of the world in Gujarati Motivational Stories by Rasik Patel books and stories PDF | મૈત્રી એ દુનિયાના તમામ લાભા લાભથી પર હોય છે

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મૈત્રી એ દુનિયાના તમામ લાભા લાભથી પર હોય છે

મૈત્રી એ દુનિયાના તમામ લાભા લાભથી પર હોય છે, સારો મિત્ર મળવો એ ઈશ્વર નું વરદાન છે, જ્યારે બધા સાથ છોડીને જતા રહ્યા હોય ત્યારે સ્નેહાળ મિત્ર આપણા ખભા ઉપર હાથ મૂકીને કહે..હું છું ને યાર !!, કપરી અને વિકટ પરિસ્થતિમાંથી આપણને કોઈ જ સ્વાર્થ વગર બહાર કાઢી શકે તેનું નામ દોસ્ત... યાર... ભાઈબંધ. કેટલાક ઋણાનુબંધન એવા હોય છે જે બધાજ સબંધોથી ઉપર હોય છે અને આવો સબંધ નિસ્વાર્થ મૈત્રીમાં છુપાયેલો હોય છે,


મૈત્રી એ જીવનનું અણમોલ ઘરેણું છે, તો સાચી મૈત્રીનો આસ્વાદ પણ અનેરો હોય છે, એ જેણે માણ્યો હોય તે ધન્ય ધન્ય થઈ જાય, તાળી મિત્રો કરતા એકાદ સહૃદયી મિત્ર એવો હોય કે જેનાથી જીવનમાં ધન્યતાનો અનુભવ થાય, બાળપણના ભાઈબંધોમાં આવો જ નિસ્વાર્થ અને અદકેરો પ્રેમ જોવા મળતો હોય છે અને આવી ભાઈબંધી લાગણીઓથી છલોછલ છલકાતી રહેતી હોય છે, આવી જ કેટલીક સ્મૃતિઓ જીવનને તાજગીથી ભરી દે છે, જે પોતે સંઘર્ષ ના ઘોડા ઉપર સવાર થઈને...સામે આવતા વાવાઝોડાની સામે આપણી ઢાલ બનીને ઊભો રહે...જે સતત આપણા જીવનને મઠારતો રહે.. જીવનની દિશા અને દશા બન્નેમાં આપણી સાથે અડીખમ અણનમ ઉભો રહે તે છે મિત્રતાનું ઉચ્ચ ઉદાહરણ અને આવી જ ભાઈબંધી "મિત્ર" ની વ્યાખ્યાને સર્વોચ્ચ સ્થાને બેસાડે છે તે નિર્વિવાદ છે


આવી જ બેમિસાલ મૈત્રી કરણ અને અંકુશ વચ્ચે હતી
કરણને બચપણથી ડોકટર બનવાનું સ્વપ્ન હતું પરંતુ તેની આર્થિક પરિસ્થતિ એટલી ખરાબ હતી કે તે તેનું ડોકટરનું ભણતર પૂરું કરી ના શકે, સાથે ભણતા પોતાના મિત્ર કરણને અંકુશ પોતાની કોલેજના સમયથી નાણાંકીય મદદ કરતો હતો, કોઈને મદદ કરવા માટે ક્યારેય નફા નુકશાનનું ગણિત માંડવું નહિ તેવો આદર્શ તેને તેના પિતા પાસેથી મળ્યો હતો. આપણે તકલીફ વેઠીને પણ કોઈના જીવનનો સહારો બનવું તેવા મૂલ્યો અને આદર્શો અંકુશને તેના પિતા પાસેથી વારસામાં મળ્યા હતા,


અંકુશના પિતા ૬૦૦૦ કરોડની સંપતિના માલિક હતા,
અંકુશના પિતા દલપતભાઈ ઈચ્છતા હતા કે જેમ કોઈ હીરાના પથ્થરને ચારે બાજુથી ઘસવામાં આવે ત્યારે તે જ પથ્થર એક નવરત્ન હીરાનો આકાર ધારણ કરે છે તેજ રીતે પોતાનો દિકરો અંકુશ પણ પૈસાના અભાવે એક સામાન્ય માણસને પડતી તકલીફો - મુશ્કેલીઓ.. આમ આદમીના સંઘર્ષોનો જાતે જ અનુભવ કરે, અંકુશ ની લાઇફ સ્ટાઇલ એક કરોડપતિના દીકરા જેવી જ હતી પરંતુ તેણે પોતાના પિતાની ઈચ્છાને એક ચેલેન્જની જેમ સ્વીકારી જાતે જ ભાડાનું મકાન શોધ્યું..જાતે જ રેસ્ટોરન્ટમાં સામાન્ય વેઇટરની નોકરી સ્વીકારી..રેસ્ટોરન્ટના કોમન બાથરૂમનો ઉપયોગ કર્યો પરંતુ પોતાના પિતાની જેમ લોકોને મદદ કરવાની ભાવના એવી ને એવીજ રહી જાતે તકલીફ વેઠીને પણ લોકોને મદદ કરતા રહેવું.


પરંતુ હવે મુશ્કેલ સમય તે આવ્યો કે અંકુશ પોતાનો ખર્ચો પણ પોતાની નોકરીમાંથી પૂરો કરી શકતો નહોતો પરંતુ પોતાના મિત્ર કરણ નું ડોકટર બનવાનું સ્વપ્ન અધૂરું ના રહે તે માટે લોકો પાસેથી ઉછીના - ઉધાર લઈ લઈને તે કરણનો ભણવાનો ખર્ચ કાઢતો રહ્યો,ક્યારેક તો જેની પાસે ઉછીના ઉધાર લીધેલા રૂપિયા પાછા નહિ આપી શકવાને કારણે લોકો તેની સાથે મારા મારી ઉપર ઉતરી આવતા પરંતુ તે આ બધું પોતાના જીગરી મિત્ર કરણ માટે સહતો રહ્યો.. માર ખાતો રહ્યો ...હડધૂત થતો રહ્યો...અપમાન સહન કરતો રહ્યો, પરંતુ પોતાના કરોડપતિ પિતાની ઓળખ જાહેર ના કરી, કારણ કે પોતાના પિતાની આટલી મિલકત હોવા છતાં તેને ક્યારેય તેનું અભિમાન નહોતું, તેમજ પોતાનું જીવન પણ એક સામાન્ય વ્યક્તિની જેમ શરૂઆત કરવા માંગતો હતો

અંકુશ જે સમયની... જે ક્ષણની રાહ જોતો હતો તે સમય.. તે ઘડી આજે આવી ગઈ હતી, કરણ એક હૃદય રોગનો સર્વશ્રેષ્ઠ નિષ્ણાત ડોકટર બની ગયો હતો, કરણના સન્માન સમારોહમાં અંકુશ મિત્રતાનું એક સર્વોચ્ય ઉદાહરણ બની ગયો હતો, જ્યારે અંકુશના પિતા દલપતભાઈને પોતાના દીકરાની આવી જિંદાદિલી... દરિયાદિલી અને મિત્ર માટેના બેમિસાલ ત્યાગની જાણકારી મળી ત્યારે તેઓ ખૂબ ગદગદિત થઈ ગયા અને તેમની આંખો માંથી હર્ષના આંસુ પાંપણોની સરહદો તોડીને બહાર આવી ગયા અને પોતે પોતાના દીકરા માટે ગૌરવ અનુભવવા લાગ્યા,


હવે તેમને વિશ્વાસ બેસી ગયો કે મારી કરોડોની સંપતિનો સાચો વારસદાર અંકુશ જ છે, અંકુશના પિતાએ અંકુશનું તમામ દેવું ભરપાઈ કરી દીધું અને આવો દીકરો મળવા માટે પ્રભુનો આભાર માનવા લાગ્યા..
- રસિક પટેલ
M.9825014063