The journey from a broken marriage to a wise marriage in Gujarati Moral Stories by Rasik Patel books and stories PDF | ભગ્ન લગ્નજીવન થી સુજ્ઞ લગ્નજીવન ની સફર

Featured Books
Categories
Share

ભગ્ન લગ્નજીવન થી સુજ્ઞ લગ્નજીવન ની સફર

અમન અને મોના ના લગ્નજીવન ને આમતો વર્ષો વિતી ગયા, ૩૦ વર્ષ નું સુખી કહી શકાય તેવું પરંતુ શુષ્ક લગ્નજીવન..કે જેમાં જીવંતતા કરતા નિર્જીવ પણું વધારે દેખાય,એમ છતાં સામાજિક મર્યાદા ને કારણે બન્ને એક જ છત નીચે રહેતા હોવા છતાં રોબોટ જેવી યંત્ર વત જીવન જીવી રહ્યા છે, આમતો બન્ને ને એકબીજા પ્રત્યે કોઈ જ ફરિયાદ નથી પરંતુ એકબીજા પ્રત્યે ઉમળકો પણ નથી, લાગણી ની શૂન્યતા એ બન્ને ના જીવનને અજગરની જેમ ભરડો લીધો છે કે જેમાં બન્ને.... ના.. એકબીજા ને છોડી શકે કે ના.. સાથે રહી શકે એમ છતાં રગ્સિયા ગાડા ની જેમ જીવન જીવી રહ્યા છે, બે સુંદર બાળકો ના માતા પિતા હોવાને નાતે પણ સાથે રહેવા મજબૂર છે, આટલા વર્ષો ના લગ્નજીવન માં અમન ને એવું સતત લાગ્યા કરે કે અમે એક બીજા માટે બન્યા નથી, કહેવાય છે કે જોડીઓ ઉપરથી નક્કી થઈ ને આવતી હોય છે,પરંતુ ક્યારેક ઉપરવાળા ની ભૂલ ના કારણે અમન અને મોના જેવી જોડી બની જતી હોય છે, કોઈ લીકેજ છત માંથી જેમ પાણી ના બિંદુઓ ટપક્યાં કરે તેમ બન્ને ના જીવનમાંથી પણ નિસાસા ના આંસુ ટપક્યાં કરે છે, ઉંમરનો એક પડાવ ઓળંઞી લીધા પછી જ્યાં શરીર પણ ફરિયાદ કરતું હોય, તેવા સમયે બન્ને ને એક બીજા ની હુંફ ની જરૂર હોય..સાનિધ્ય ની જરૂર હોય...સાથ ની જરૂર હોય..તેવા સમયે બન્ને એક જ રૂમમાં હોવા છતાં બન્ને એક બીજા થી હજારો કિલોમીટર દૂર હોય તેવો બન્ને ને અહેસાસ થઇ રહ્યો છે, સાથે અને જોડે હોવા છતાં જોજનો દુર હોય તેવું નીરસ જીવન બન્ને જીવી રહ્યા છે, હળવાશ ના સમય માં પતિ પત્ની નું સાથે બેસવું, બન્ને નો એક બીજાને સ્પર્શ જ પરમ સુખ ની અનુભૂતિ કરાવતો હોય, વળી પત્ની હળવા હાથે પોતાની નાજુક કોમળ આંગળીઓ વડે પતિના માથાં માં માલિશ કરતી હોય, વળી પત્ની ના છુટા વાળ ની ઝુલ્ફો પતિના મોઢા ઉપર છવાયેલી હોય, બન્ને મૌન બેઠા હોય તો પણ એક બીજામા ખોવાયેલા હોય , એક બીજા માં સમાયેલા હોય તેવી અદભૂત અવસ્થા માં જીવતા યુગલ થી એકદમ વિરુદ્ધ જીવન અમન અને મોના જીવી રહ્યા છે, તેઓ નથી ક્યારેય ઝગડતા..નથી એક બીજા ના દોષો જોતા, નથી કોઈ ફરિયાદ કરતા એમ છતાં બન્ને ને એવું લાગ્યા કરે કે જીવનમાં કશુંક ખૂટે છે..જે ભરપાઈ થઈ શકે તેમ નથી, અમન નોકરી પર જાય..નોકરી પરથી પરત આવે..મોના પણ નોકરી કરે છે, બન્ને એક બીજા ને ખૂબ વફાદાર પણ છે એમના જીવનમાં લગ્નેતર સબંધ ને કોઈ જ સ્થાન નથી, મોના ને એવું થયા કરે કે પતિ મારી સાથે ઝઘડો કરે..ઊંચા અવાજે બોલે ..મારા પર ગુસ્સો કરે..પરંતુ અમન નો શાંત સ્વભાવ આવું બધું કરતો નથી, એક વાર મોના ને થયું કે આજે તો અમન મારા ઉપર ગુસ્સે થાય તેવું કૈંક કરું, તેણે જાણી ને ચા માં ખાંડ ની જગ્યા એ મીઠું નાખી દીધું..અને રાહ જોવા લાગી કે અમન હમણાં મારી ઉપર ગુસ્સે થશે, પરંતુ અમન એ ખારી ચા નું પોઝિટિવ રૂપાંતર કરી બોલ્યો આજે તો ઘણા દિવસે ખારી ચા મળી ગળું ચોખું થઈ ગયું, હવે ગુસ્સો અમન ની જગ્યાએ મોનાને આવવા માંડ્યો કે હે ભગવાન... આવા માણસ જોડે કેવી રીતે જીવવું.અમન ની પ્રકૃતિ ઠંડી..નહિ કોઈ ઉત્સાહ..ઉમંગ કે નહિ કોઈ રસાસ્વાદ વાળું જીવન, ઈશ્વર પણ આવા યુગલ ને પૃથ્વી ઉપર ઉતારી પ્રયોગો કરતા રહે છે, બધી જ સુખ સુવિધા હોવા છતાં..આર્થિક સમૃદ્ધિ નો ઝગમગાટ ઘરના આંગણા ને શોભાવતો હોવા છતાં કૈંક ખૂટવાની વાત નો અહેસાસ બન્ને ના લગ્નજીવનને છીન
ભીન કરી રહ્યો છે, બધું હોવા છતાં કંઈ નથી તેવું બન્ને ને લાાગ્યા કરે છે, સાથે હોવું જોડે હોવું એ જ તો છે સુખ આનંદ ની વ્યાખ્યા...અમન અને મોના નું જીવન એવું એક તળાવ છે કે જેનું પાણી તો શાંત છે... સાલસ છે....છતાં પાણી ડોહળાયેલુ છે, કોઈ જ ઉથલપાથલ નથી..કોઈ જ ચહલ પહલ નથી...જીવંતતા નથી...બન્ને વચ્ચે કોઈ જ અનુરાગ નથી છતાં જીવી રહ્યા છે..ના કોઈ ઉમંગ..ના કોઈ હેત..બસ વર્ષ ઉપર વર્ષ પસાર થઈ રહ્યા છે અને ઉંમર ના એક પડાવે બન્ને પહોંચી ગયા છે, વાન પ્રસ્થાન ઘર નો દરવાજો ખટ ખટાવી રહ્યું છે...બન્ને વચ્ચે વર્ષોથી ચાલતા અબોલા બન્ને માટે ઘાતક શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે, મૌન આરાધના પણ છે અને ઘાતક પણ છે,લગ્નજીવન માટે વાતચીત અને સંવાદ એક ઘરેણું છે તો સામે અબોલા લગ્નજીવનનું ભંગાણ પણ બની શકે છે, મોના ને પણ સતત લાગ્યા કરે કે અમન તરફથી તેને જે હુંફ.. સથવારો.. સાનિધ્ય નો અનુભવ થવો જોઈએ તે નથી થતો .અમન ને પણ એવું લાગે છે કે તેનું ઘર કોઈ ઘર નથી પણ કોઈ હોટેલ નો રૂમ છે જેમાં બન્ને મહેમાન બનીને રહીએ છીએ.. બન્ને ને સુંદર મજાના બે બાળકો છે બન્ને USA સેટલ થયેલા છે, અમન અને મોના ના જીવન વિશે બન્ને બાળકો ને પણ ખ્યાલ છે, પરંતુ કોઈ ઝઘડો હોય તો સુલેહ થાય પણ અમન અને મોના વચ્ચે કોઈ ઝઘડો થતો જ નથી, બન્ને ની મનોસ્થિતિ કોઈ સુષુપ્ત જ્વાળામુખી જેવી છે જે ફાટી પણ શકતો નથી અને એની અંદરનો લાવા ધગધગે છે જે બહાર પણ નીકળી શકતો નથી,સમય તેનું કામ કરી રહ્યો છે..રોજ દિવસ ઉગે છે અને સાંજ આથમે છે ..અને એ સમય આવી ગયો કે જ્યાં બન્ને ના હ્રદય ના તાર ઝણઝણી ઉઠયા અને બન્ને એક બીજા માં સમાઈ ગયા..ઈશ્વર પણ ઘણા સમય થી રાહ જોતા હતા કે આ યુગલ એક થાય, એકરૂપ બની જાય.. જ્યાં ફકત પ્રકૃતિ હોય,પ્રકૃતિ નો સંવાદ હોય અને બસ આ યુગલ હોય...સમગ્ર સૃષ્ટિ બન્ને ના વધામણાં લેતી હોય અને દેવો પણ હાથમાં પુષ્પવર્ષા લઈ ઉભા હોય એ ઘડી આવી ગઈ...બન્યું એવું કે હીરો હોન્ડા બાઇક ઉપર જતા બન્ને ને એક ડમ્પર અથડાયું..બન્ને ખૂબ જ લોહીલુહાણ થઈ ગયા,અમન ને હાથ અને પગની આંગળીઓ માંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું, મોના ને માથામાં ઊંડો ઘા હતો જેમાંથી લોહી સતત નીકળતું હતું અને મોના ને પગ ના ઢીંચણ માંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું, માથામાં લાગેલા ઉંડા ઘા ને કારણે મોના વારંવાર બેભાન થઇ જતી હતી, અમન સતત એમ્બ્યુલન્સ માટે phone કરતો હતો પરંતુ સફળ ન્હોતો થતો..મોના ની હાલત ઘણી ગંભીર થઈ રહી હતી.. અમને તાત્કાલિક બન્ને હાથે મોના ને ઊંચકી હોસ્પિટલ તરફ રીતસર દોડવા માંડયો,મોના ને ઉચ્ક્યા પછી મનન નો પગનો ઘા વધારે ડેન્જર બની ગયો અને તેમાંથી લોહીની ધાર વસુટી..તેનું એક જ ધ્યેય હતું કે હું જીવું કે મરું પણ મારી મોના ને હોસ્પિટલ પહોંચાડીને જ રહીશ.. આખરે હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ મોના બેભાન થઈ ગઈ.. મલ્ટી નેશનલ હોસ્પિટલ માં આ પહેલો પ્રસંગ હતો કે કોઈ પુરુષ.. પોતે લોહી નીતરતો હોવા છતાં લોહીથી લથબથ કોઈ સ્ત્રી ને ખભે નાખી દોડતો હોય અને મદદ મદદ ની બૂમો પાડતો હોય..આખરે મોના ની સારવાર તત્કાલીન ચાલુ થયી પરંતુ અમન હોસ્પિટલ ના દરવાજા માં જ ફસડાઈ પડ્યો અને બેભાન થયી ગયો,૧૦ દિવસ ની બન્ને ની સારવાર પછી બન્ને ને સારૂ લાગવા માંડ્યું.. મોના ની સારવાર કરતી હોસ્પિટલ ની નર્સ અનિતા એ જ્યારે મોના ને વાત કરી કે આખી હોસ્પિટલ માં તમારા પતિ "મેન ઓફ ધી મેચ" "Talk of the hospital" બની ઞયા છેં,પોતે લોહી લુહાણ હોવા છતાં પોતાની પત્ની ને ઉંચકીને જે રીતે દોડ્યા તે વાત સાંભળી મોના ના હ્રદય માં અમન માટે અગાધ પ્રેમ નું ઉંડાણ ઊભું થઇ ગયું, જેમ પ્રથમ વરસાદ પછી ભીની માટીમાં નાની કુંપણ ફૂટે તેમ મોના ના દિલમાં અમન માટે લાગણી ની પ્રથમ કુંપણ ફૂટી જે હવે વટ વૃક્ષ બની ને અમન ને ભીંજવી દેવાની હતી..અમન ના દિલમાં પણ મોના માટે લાગણી નું ઝરણું વહેવા માંડ્યું હતું જે ધોધ માં પરિવર્તિત થવાનું હતું, મોના અને અમન હોસ્પિટલ થી ઘરે આવ્યા..તો જે ઘર બન્ને ને સૂકું ભાંઠ ભાસતું હતું તે જ ઘર આજે પહેલી વાર હુંફ નો હાશકારો બની રહ્યું હતું, બન્ને ની આંખો એક બીજા ને સદીઓથી ઓળખતી હોય તેવી રીતે જોઈ રહી હતી, બન્ને ના સુજ્ઞ લગ્નજીવન ની સાચી સફર હવે ચાલુ થઈ રહી હતી અને સાચી દિશા અને દશા તરફ આગળ વધી રહી હતી અને વધતી રહેશે તેવી આશા નિર્વિવાદ છે
રસિક પટેલ.."નિર્વિવાદ"