Hitopradeshni Vartao - 15 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 15

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 15

15.

ગુરુ એમજીએ નવી કક્ષા શરૂ કરી.

વાર્તામાં કહ્યું "ભૃગુપુર નામના એક નગરમાં એક વાણિયો રહેતો હતો. એ ખૂબ ધનવાન હતો પણ એને એના ધન થી સંતોષ ન હતો. એની લાલચ એટલી હતી કે ધન કમાવા એ ગમે તેવા સાહસ કરવામાં પાછો પડતો નહીં. નસીબને સહારે બેસનારો, આળસુ અને ડરપોક માણસ પાસે લક્ષ્મી ક્યારેય નથી આવતી.  તો ધન કમાવામાં આ વિઘ્ન આવે છે- ડર, બીમારી, આળસ, સ્ત્રી , સંતોષ, જન્મભૂમિ પ્રત્યે પ્રેમ.

જે થોડામાં સંતોષ માની બેસી જાય છે તે ધનિક બની શકતો નથી પણ મહત્વકાંક્ષા હોય પોતાની પાસે ન હોય તે મેળવવાની તીવ્ર ઈચ્છા હોય એને મેળવ્યા વગર રહેતો નથી. આમ માણસે સતત પુરુષાર્થ કરવો જોઈએ. ઘણા સાહસિકો પુષ્કળ ધન કમાય અને મન ભરી તેનો ઉપયોગ સારા કાર્યોમાં કરે જ્યારે કેટલાક ને કાયમ અસંતોષ જ હોય છે. ગમે એટલે સંપત્તિ હોય, પોતાનાથી વધુ સંપત્તિ હોય એવી કોઈક વ્યક્તિને જુએ એટલે એ પણ સંપત્તિ ભેગી કરવા આંધળી દોટ મૂકે છે. વાણિયો આ પ્રકારનો હતો. એની પાસે એટલું ધન હતું કે સાત પેઢી સુધી ખૂટે નહીં છતાં વધુ ધન કમાવા પોતાના દીકરાને પરદેશ મોકલ્યો. દીકરો પણ બાપ જેવો હતો એ નીકળી પડ્યો ધન કમાવા. સારું મુહૂર્ત જોઈ ગાડું જોડ્યું. ગાડાં ને બે અલમસ્ત બળદ હતા. મૂહુર્ત જોઈને મોહલત જોઇને દીકરાએ પ્રયાણ કર્યું એને શહેરમાં પહોંચવા એટલી ઉતાવળ હતી કે બળદને બેફામ દોડાવ્યા.  એમાં એક બળદને કંઈ ઠોકર વાગતા પગમાં મોચ આવી ગઈ એટલે એની ચાલ ધીમી પડી ગઈ. છોકરો ગુસ્સે થયો. એણે તો કોઈ ગામ નજીક આવતાં એ બળદને છોડી મૂક્યો અને નવો બળ લઇ ગાડે જોડ્યો અને ગાડું હંકારી મૂક્યું. બળદ બિચારો માલિકને કોસતો ત્યાં જ પડી રહ્યો. હવે આ લંગડા બળદને ગામમાં કોણ સંઘરે? એને ત્યાં ખાવા પીવાના વાંધા પડવા લાગ્યા. એ ચારો ચરતો નજીકના જંગલમાં પહોંચી ગયો.

એનું નસીબ જોર કરતું હશે. એવું કહેવાય છે કે મોતની ઘડી આવે ત્યારે સંસારની કોઈ શક્તિ ટાળી શકતી નથી. પણ હા, જેના નસીબમાં જીવવાનું લખ્યું હોય એને ભયંકરમાં ભયંકર આફત આવે છતાં વાળ પણ વાંકો થતો નથી. નસીબના જોરે જંગલમાં લીલો ચારો ચરી બળદ સાજો અને અલમસ્ત બની ગયો. પહેલેથી શરીર તો સારું હતું, હવે શરીર વધારે તાકાતવાન બન્યું જંગલનું ખાવાનું અને મસ્તીથી રખડવાનું. એને તો લહેર પડી ગઈ.

હવે જંગલમાં એક સિંહ રહેતો હતો. જંગલનો રાજા પણ સ્વભાવે ડરપોક. એક દિવસ એ પાણી પીવા નદીએ આવ્યો એનો ભેટો પેલા બળદ સાથે થઈ ગયો. એણે જીવનમાં આવું મોટું પ્રાણી ક્યારે જોયું નહોતું.

એણે દૂરથી જ જોયું તો બળદ નદીમાં ઉભો ઉભો પાણી પીને મોટા ઓડકાર ખાતો હતો અને પૂંછડું આમતેમ પાણીમાં પછાડતો હતો. આવો અવાજ પણ એણે પહેલા સાંભળ્યો ન હતો એટલે બળદના દેખાવથી અને એના ઓડકારના અવાજથી સિંહ ડરી ગયો. પાણી પીધા વગર જ પોતાની ગુફામાં નાસી આવ્યો. એ ગુફામાં ભરાઈ વિચારવા લાગ્યો કે આવી ભયંકર ગર્જના કરવાવાળું અલમસ્ત નવું પ્રાણી ક્યાંથી આ જંગલમાં આવ્યું? એને પોતાની રાજગાદીની ચિંતા થવા માંડી.

સિંહના બે શિયાળ મંત્રીઓ હતા. એમનું નામ હતું કર્ટક અને દમનક. બંને હોશિયાર હતા. એમણે સિંહને ચિંતિત હાલતમાં પાછો ફરતો જોયો. એમને ખબર હતી કે સિંહ પાણી પીવા જાય છે અને તે પ્રમાણે પાણી પીતી વખતે સિંહ નદીમાં નહાય પણ છે. એને નદીમાં નહાવાનો શોખ છે. આજે એમ જ પાછો આવ્યો એટલે તેમને શંકા પડી કે કંઈક ગરબડ છે.

" ભાઈ દમનક, મહારાજ પાણી પીવા ગયા પણ તરત પાછા કેમ આવી ગયા?"

" હા, મને કંઈ ગરબડ લાગે છે કેમ કે મહારાજના મોં પર ચિંતા હતી. એ આપણો રાજા છે એનો અર્થ એવો થોડો કે આપણે એની સતત ચિંતા કરવાની "

"અરે દમનક, શા માટે નહીં? એ આપણા અન્નદાતા છે. આપણા માલિક છે. આપણે એના ભલા નો વિચાર કરવો જોઈએ."

"બરાબર. એમની ફરજ છે આપણું રક્ષણ. પણ તું તને સોંપેલું કામ કર એને બોલાવી પૂછ કે કોઈ કામ સોંપે ત્યારે જરૂર કરજે. પણ કહ્યા વગર બીજાની બાબતમાં માથું મારવું યોગ્ય નથી. આપણે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવવી જોઈએ. બીજાની બાબતમાં ટાંગ અડાડાવી ન જોઈએ. એ વાત પરથી એક વાત યાદ આવી."

" કઈ વાત?"

" એક ગધેડાની.એને ડોઢ ડહાપણ માં બધાને સલાહ આપવાની ટેવ હતી તો એને શું હાલત થઈ, ખબર છે?"

" કહો ને મને એ વાર્તા."

" તો સાંભળ "કહી દમનકે ગધેડાની વાર્તા કહી સંભળાવી.