Reshmi Dankh - 5 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 5

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

રેશમી ડંખ - 5

5

અંધારી આલમના જાસૂસ જગ્ગીને સિમરનના ભૂતકાળ તેમજ એના દોસ્તો વગેરેની માહિતી મેળવવાનું કામ સોંપીને, એની પાસેથી નીકળેલો ભાડૂતી હત્યારો રાજવીર અત્યારે કૈલાસકપૂરે આપેલા સિમરનના સંભવિત ગુપ્ત સરનામાઓવાળા સ્થળો પર લટાર મારી રહ્યો હતો. તે સાવચેતીમાં માનતો હતો. શકયતા નહોતી, પણ તેમ છતાં તે કૈલાસકપૂરે આપેલા સિમરનના આ સરનામાઓ પર એટલા માટે ચકકર મારી રહ્યો હતો કે, કદાચને કૈલાસકપૂર તપાસ કરાવે તો એને જાણવા મળે કે, તે સિમરનની તપાસ માટે આ સ્થળો પર ગયો હતો. તે એમને એમ જ બેસી રહે તો કૈલાસકપૂરને તે કંઈક ગરબડ કરી રહ્યો હોવાની ગંધ જવાનો ભય રહેલો હતો.

અત્યારે રાતના એક વાગ્યાને દસ મિનિટે રાજવીર સિમરનના ત્રીજા સરનામા પર, ‘ગોલ્ડન કલબ'માં પૂછપરછ કરીને કારમાં આગળ વધ્યો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. તેણે સ્ક્રીન પર જોયું, તો એ કૈલાસકપૂરનો મોબાઈલ નંબર હતો.

રાજવીરે મોબાઈલ કાને ધર્યો અને હા, બોલો કૈલાસજી !' એવું બોલ્યો, ત્યાં જ સામેથી કૈલાસકપૂરનો ઊતાવિળયો અવાજ સંભળાયો : ‘રાજવીર ! સિમરને વિક્રાંતનું

ખૂન કરાવી નાંખ્યું !'

‘શું ? !’ રાજવીર ચોકી ઊઠયો.

‘એની લાશ ‘મેગા માટેની પાછળની ગલીમાં પડી છે. હું ત્યાં જ જઈ રહ્યો છું. તું પણ જલદી ત્યાં પહોંચ.’

‘ઠીક છે.’ રાજવીરે કહ્યું, ત્યાં તો સામેથી કૈલાસકપૂરે

મોબાઈલ કટ્ કરી દીધો.

રાજવીરે ‘મેગા માટે' તરફ કાર દોડાવી. તેને સિમરન તરફ ગુસ્સો ચઢયો હતો. ‘તે હજુ થોડાંક કલાક પહેલાં જ સિમરનથી છુટો પડયો હતો અને ત્યાર સુધી સિમરને એ વિક્રાંતનું ખૂન કરાવી નાંખવાની હતી, એ વિશે તેને વાત કરી નહોતી, અરે, તેને જરા સરખો અણસારેય આપ્યો નહોતો.

સિમરને કૈલાસકપૂર સામે માંડેલા ખતરનાક ને ખૂની ખેલનો તે એક મહત્વનો ખેલાડી હતો. આ ખેલના દરેકે દરેક દાવપેચથી તેનું વાકેફ હોવું જરૂરી હતું. તેના ઈગો તેમ જ તેની સલામતી માટે પણ તેને રજેરજ વાતની ખબર હોવી જરૂરી હતી.’ તેની કાર ‘મેગા માટે’ની પાછળની સાંકડી ગલી પાસે પહોંચી ચૂકી હતી. તેણે મગજના વિચારોને વિખેરતાં જોયું, તો એ સાંકડી ગલીની બહાર કૈલાસકપૂરની કાર ઊભી હતી.

કૈલાસકપૂરે હાથથી તેને ગલીમાં કાર લેવાનો ઈશારો કર્યો. રાજવીરે ગલીની અંદર કાર લીધી. ગલીની વચમાં ખરાબ રીતના ચિપાયેલી હાલતમાં કાર ઊભી હતી.

રાજવીર સમજી ગયો. એ વિક્રાંતની જ કાર હતી. તેણે વિક્રાંતની કાર આગળ કાર ઊભી રાખી. કૈલાસકપૂરે તેની કાર પાછળ કાર લાવીને ઊભી રાખી.

રાજવીરે બહાર નીકળીને આસપાસમાં જોયું. કોઈ નહોતું. તેણે હાથના ઈશારાથી કૈલાસકપૂરને બહાર આવવાનું કહ્યું.

કૈલાસકપૂર કારની બહાર નીકળીને તેની નજીક આવ્યો, એટલે રાજવીર વિક્રાંતની કાર તરફ આગળ વધ્યો. તેણે કારની ડ્રાઈવિંગ સીટ પર જોયું. સીટ અને સ્ટેયરિંગ વચ્ચે વિક્રાંતની લાશ દબાયેલી હતી. વિક્રાંતનો ચહેરો એટલો ખરાબ રીતના ઈજા પામેલો હતો કે, એ બિલકુલ ઓળખાતો જ નહોતો.

‘ઓફ !' કૈલાસકપૂરે નિસાસો નાંખ્યો : ‘આ કાર વિક્રાંતની છે અને એ છેલ્લે મારાથી છૂટો પડયો, ત્યારે એણે આ કપડાં જ પહેર્યા હતા અને વળી આના કાંડા પરનું ઘિડયાળ જોઈને એ સમજાય છે કે, આ વિક્રાંત છે. બાકી તો એ બિલકુલ ઓળખાય એવો જ નથી રહ્યો.'

‘ટ્રક જેવા કોઈ ભારે વાહને ખૂબ જોરથી આને ટકકર મારી છે એટલે આની આવી ખરાબ હાલત થઈ છે.' રાજવીરે કહ્યું : ચાલો, આપણે અહીંથી નીકળી જઈએ. કોઈ આપણને અહીં જોઈ જશે તો મુશ્કેલીમાં મુકાઈ જઈશું.’

‘હા !’ કૈલાસકપૂર રાજવીર સાથે કાર તરફ આગળ વધતાં બોલ્યો : ‘રાજવીર ! સિમરન મારા ધાર્યા કરતાં વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. એ વહેલી તકે...’

‘...હું વાયદાનો પાક્કો છું.' રાજવીર બોલ્યો : ‘મેં આપેલા સમય પહેલાં સિમરન મોતને ઘાટ ઊતરી જશે. એ માટે તમે બેફિકર રહેજો.’

જવાબમાં કંઈ પણ બોલ્યા વિના કૈલાસકપૂર પોતાની કારની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો અને રિવર્સમાં જ કાર સાંકડી ગલીની બહારની તરફ લેવા માંડી.

રાજવીર પણ કારમાં બેઠો અને તેણે રિવર્સમાં કાર ગલીની બહાર કાઢી. ત્યાર સુધીમાં કૈલાસકપૂર ત્યાંથી કાર હંકારી ગયો હતો.

રાજવીરે મુંબઈ-ગોવાના હાઈવે પરના જે ફાર્મહાઉસમાં સિમરન હતી, એ ફાર્મહાઉસ તરફ કાર દોડાવી. તે સિમરન પાસેથી વિક્રાંતના મોતનો જવાબ મેળવવા અધીરો બન્યો હતો.

૦૦૦

રાજવીર ફાર્મહાઉસના મેઈન દરવાજા પરનું લેચ-કીવાળું તાળું ખોલીને બેડરૂમમાં પહોંચ્યો તો પલંગ પર સિમરન ઊંઘતી હતી.

‘સિમરન !’ કહેતાં તેણે સિમરનનું બાવડું પકડયું, ત્યાં જ સિમરન ઝબકીને જાગી જતાં બોલી ગઈ : ‘શું થયું ? !’ ‘તે વિક્રાંતને ખતમ કરાવ્યો ?’

‘હા, પણ...,’ સિમરને બેઠી થતાં બગાસું ખાધું : ... એમાં તું આમ બહાવરો કેમ બની ગયો છે ? શું એ તારો ભાઈ...’

‘તે મને તો કહ્યું જ નહિ કે, તું આમ એને...'

‘કેમ ? !’ સિમરન તેની સામે જોઈ રહેતાં બોલી : ‘મારા માટે તને બધું કહેવું જરૂરી છે ? ! શું આપણી વચ્ચે સોદો થયો, ત્યારે આવી કોઈ વાત થઈ હતી ? !'

‘ના, પણ...’

‘રાજ !’ સિમરન આવા ખૂની ને ખતરનાક ખેલની ઉસ્તાદ ખેલાડી હોય એમ બોલી : ‘હું તને જેમ કહું છું, એમ હું મૂંગા મોઢે કરતો જા અને જે થાય છે એ પણ તું ચુપચાપ જોયા કર. એમાં જ તારો ફાયદો રહેલો છે.’

‘હું,’ રાજવીર સિમરનની બાજુમાં બેઠો : તો આનો મતલબ એ કે, આ ખેલમાં તને મારા સિવાય કોઈ બીજું પણ મદદ કરી રહ્યું છે.’

છે.'

‘હા !’ સિમરન મીઠું મલકતાં બોલી : ‘તારો અંદાજ સાચો

‘કોણ છે, એ...? !’ રાજવીરે સિમરનની આંખોમાં તાકી રહેતાં પૂછ્યું.

સિમરને આંખો નચાવી : ‘...મારો એક દોસ્ત છે !'

‘શું કૈલાસકપૂરની લૅપટોપની બેગ એની પાસે જ છે.’ ‘કદાચ.’ અને સિમરન હસી.

રાજવીર સિમરનને જોઈ રહ્યો- વિચારી રહ્યો, તેણે એ સારું જ કર્યું હતું કે, જગ્ગીને સિમરન વિશે તપાસ કરવાનું કામ સોંપી દીધું હતું. જગ્ગીની તપાસમાં એ ભેદ ખૂલી જશે કે, આખરે સિમરનનો આ દોસ્ત છે, કોણ ? !

‘રાજ !’ સિમરનનો અવાજ કાને પડયો, એટલે રાજવીર વિચારોમાંથી બહાર આવ્યો. સિમરને આગળ કહ્યું : ‘તું મારી પાસે આમ દોડીને પાછો આવ્યો છે, તો થોડીવાર આરામ કરી લે.' ને સિમરન પલંગ પર લેટી.

રાજવીર સિમરનની બાજુમાં લેટો, ત્યારે તેના મગજમાંથી વિચાર દોડી ગયો. તે સમજતો હતો એના કરતાં સિમરન વધુ લુચ્ચી, ચાલાક અને ખતરનાક સાબિત થઈ રહી હતી. તેણે સિમરન સાથે ખૂબ જ સંભાળી-સાચવીને કામ લેવું પડે એમ હતું.’

***

રાતના ત્રણ વાગ્યા હતા. કૈલાસકપૂરે પોતાની કંપની ‘લૉટસ ગ્રુપ’ના પાર્ટનર અને દોસ્ત વનરાજને બોલાવીને, એને સિમરન તેનું લૅપટોપ લઈને ભાગી ગઈ હોવાની વાત કરી દીધી હતી.

કૈલાસકપૂરની વાત સાંભળીને વનરાજ ગુસ્સો ઑકી રહ્યો હતો : ‘કૈલાસ ! તને ખબર જ છે કે, એ લૅપટોપ આપણાં માટે કેટલું કીમતી છે. તારે સિમરનથી સાવચેત રહેવાની જરૂર હતી.’

‘એ મારી પત્ની હતી, વનરાજ ! કંઈ દુશ્મન થોડી હતી કે, હું એનાથી સાવચેત રહું ? !' કૈલાસકપૂર પોતાનો બચાવ કરતાં બોલ્યો : ‘એ આવું કંઈ કરશે એવું તો મેં સપનામાંય ધાર્યું નહોતું.'

ન ધારેલું ઘણું-બધું બને છે.' વનરાજ બોલ્યો : ‘તું આટલો પાકટ હોવા છતાં એની ખૂબસૂરતીમાં તણાઈ ગયો. એને આમ ગળે બાંધતાં પહેલાં તારે એના વિશેની આગળ- પાછળની થોડીક માહિતી જાણવાની જરૂર હતી.’

કૈલાસકપૂર કંઈ બોલ્યો નહિ. તેનાથી અગિયાર-બાર વરસ નાના, ચાળીસેક વરસના વનરાજની વાત, એનો આ ગુસ્સો વાજબી હતો. તેની જેમ સિમરન પાસેના લૅપટોપમાં વનરાજનો જીવ પણ પુરાયેલો હતો.

‘સૉરી, કૈલાસ !' વનરાજ એક લાંબો શ્વાસ બહાર છોડતાં બોલ્યો : ‘સિમરન લૅપટોપ લઈ ગઈ અને વિક્રાંતને ખતમ કરી ગઈ એ જાણીને મારો ગુસ્સો ગયો અને હું ન બોલવાનું બોલી ગયો.'

‘તું કહે છે એમ આમાં મારી જ ભૂલ છે.' કૈલાસકપૂરે અફસોસ વ્યકત કર્યો : ‘મારે એની....’

‘...હશે, જે બનવાનું હતું એ બની ગયું, પણ હવે આપણે આમાંથી હેમખેમ પાર કેવી રીતે ઊતરવું એ વિચારવાનું છે.'

તું બાકીના આપણાં પાર્ટનરો બાદશા, ડેની, અને કાબરાને બોલાવી લે, એટલે આપણે....’

‘ના !’ વનરાજ બોલ્યો : ‘એ ત્રણેયને તું આ વાત કરીશ, તો તેઓ ગુસ્સે ભરાશે અને સિમરન પાસેથી લૅપટોપ પાછું મેળવવા રઘવાયા બનશે અને એમાં કયાંક કોઈ ખોટું પગલું લેવાઈ જશે ને સિમરન વિફરશે તો આપણે બધાં કયાંયના નહિ રહીએ. એના કરતાં તું હમણાં એ ત્રણેયને આનાથી દૂર જ રાખ. આગળ હવે સિમરન શું કરે છે, એ જો, પછી જરૂર લાગશે તો આપણે એમને આખી હકીકત જણાવીશું.'

કૈલાસકપૂર વનરાજ સામે જોઈ રહ્યો.

‘કૈલાસ !' વનરાજે કૈલાસકપૂરના ખભે હાથ મૂકયો : હવે તું ચિંતા ન કર. હું તારી સાથે છું. આપણે બન્ને મળીને સિમરન પાસેથી લૅપટોપ મેળવી લઈશું.'

‘ઠીક છે.’ વનરાજનો સાથ મળ્યો એ વાતથી કૈલાસકપૂરને થોડીક રાહત થઈ. જોકે, હવે તેને ખ્યાલ આવી ચૂકયો હતો, સિમરન તેને રાહતનો વધુ લાંબો શ્વાસ લેવા દેવાની નહોતી !

***

અત્યારે રવિવારની સાંજના પોણા છ વાગ્યા હતા. સિમરન સાથે એની નાની બહેન નતાશાને ખતમ કરવા માટેની જે યોજના ગોઠવાઈ હતી, એ પ્રમાણે રાજવીર અત્યારે સિમરન સાથે મુંબઈ-પૂના હાઈવે પર આવેલી ‘હોટલ મનોહર' પાસે આવ્યો હતો.

‘હું આવું છું.’ કારની બાજુની સીટ પર બેઠેલી સિમરનને કહીને રાજવીર બહાર નીકળ્યો અને થોડાંક પગલાં દૂર આવેલી ‘હોટલ મનોહર’ તરફ આગળ વધ્યો.

રાજવીરે ચહેરા પર નકલી દાઢી-મૂછ લગાવ્યા હતા અને માથે કૅપ તેમજ ગોગલ્સ પહેર્યા હતા. જો નતાશા તેને આ ગૅટઅપમાં જુએ અને પછી તેનો અસલ ચહેરો જુએ તો તે એક જ માણસ છે એ ઓળખી શકે એમ નહોતી.

અત્યારે રાજવીરે નતાશાને ખતમ કરવાનું જે કામ હાથમાં લીધું હતું, એ પહેલાં તેણે દસ જણાંને મોતને ઘાટ ઉતાર્યા હતા. પણ એ દસ માણસોને માર્યાનો રાજવીરને રંજ નહોતો. એ દસેય જણાં ગુનેગારો અને બ્લેકમેઈલર હતા. પણ કોઈ સ્ત્રીનું- યુવતીનું ખૂન કરવાની કામગીરી અગાઉ તેણે કદી હાથમાં લીધી નહોતી.

જો તેને પહેલાંથી જ ખબર હોત કે, આગળ જતાં સિમરન તેને આ રીતના એની બહેનનું ખૂન કરવા માટે કહેશે, તો કદાચ તેણે સિમરન સાથે આ રીતના સંકળાતા પહેલાં ફેર-વિચારણા કરી હોત. પણ તે સિમરનના આ ખતરનાક ખેલમાં સામેલ થઈ ચૂકયો હતો અને સિમરન રહી-રહીને પોતાના પત્તા ખોલી રહી હતી. અને એટલે હવે તેણે પણ કંઈક એવું જ કરવાનું હતું.

રાજવીર ‘હોટલ મનોહર'ના કાચના દરવાજાની બાજુમાં, કાચની બારી પાસે પહોંચીને ઊભો રહ્યો અને જાણે કોઈકના આવવાની વાટ જોઈને ઊભો હોય એમ ઊભો રહ્યો અને પછી હોટલની કાચની બારીમાંથી અંદર નજર નાંખી. બારીની નજીકમાં જ રિસેપ્શનીસ્ટનું ટેબલ હતું. ટેબલ પર નતાશા બેઠી હતી અને કૉમ્પ્યુટરમાં નોધ કરી રહી હતી.

તે પહેલી નજરે જ નતાશાને ઓળખી ગયો. તે નતાશાને જોઈ રહ્યો. નતાશા આબેહૂબ એની બહેન સિમરન જેવી જ દેખાતી હતી. નતાશા સિમરનથી એક વરસ નાની હતી, પણ બન્નેના દેખાવમાં જરાય ફરક લાગતો નહોતો. બન્ને જોડકી બહેનો જેવી જ લાગતી હતી. એક સરખાં કપડાં પહેરીને બન્ને બાજુબાજુમાં ઊભી રહી જાય તો કોણ નતાશા અને કોણ સિમરન ? ! એ કોઈ પકડી પાડી શકે એમ નહોતું.

કાચની અંદરના ભાગમાં બેઠેલી નતાશાએ ચહેરો અધ્ધર કર્યો, એટલે રાજવીરે પોતાનો ચહેરો ફેરવી લીધો અને પોતાની કાર તરફ આગળ વધી ગયો.

તે કાર પાસે પહોંચ્યો અને દરવાજો ખોલીને અંદર બેઠો. ‘....જોઈ, નતાશાને ? !' સિમરને પૂછ્યું.

‘હા !' કહેતાં રાજવીરે ત્યાંથી કાર આગળ વધારી : ‘નતાશા તારી ઝેરોક્ષ કૉપી જ લાગે છે. કૈલાસકપૂર સામે એની લાશને તારા શબ તરીકે ખપાવવામાં જરાય મુશ્કેલી નહિ નડે. કૈલાસકપૂર જરૂર છેતરાઈ જશે ને નતાશાની લાશને તારું શબ માની લેશે.’

સાંભળીને સિમરન મલકી.

રાજવીરે થોડેક આગળ કાર પહોંચાડીને ઊભી રાખી.

છ વાગ્યે પોતાની ડયૂટી પરથી છૂટીને નતાશા પૂનાના પોતાના ઘરે પહોંચવા માટે સ્કૂટી પર આ રસ્તેથી નીકળવાની હતી.

તેણે બ્રીફકેસમાંથી રિવૉલ્વર કાઢી અને જાકિટના ખિસ્સામાં મૂકી. તેણે ડેશબોર્ડની કલૉકમાં જોયું. છ વાગ્યાને સાત મિનિટ થવા આવી હતી. તે કારની બહાર નીકળ્યો. જાણે કાર બગડી હોય એવો દેખાવ કરવા માટે તેણે કારનું બૉનેટ ખોલી નાંખ્યું.

તેણે પાછળના રસ્તા પર નજર દોડાવી. દૂરથી સ્કૂટર જેવું વાહન આવતું દેખાયું. તેણે આંખો ઝીણી કરીને જોયું. એ નતાશાની જ સ્કૂટી હતી. નતાશા ફૂટી પર આ તરફ સ્પિડમાં આવી રહી હતી.

રાજવીરે આગળ-પાછળના રસ્તા તરફ જોયું. બીજું કોઈ વાહન આવતું દેખાતું નહોતું.

તેણે નતાશાની સ્કૂટી રોકવા માટે હાથ હલાવ્યો.

નતાશા ફૂટી રોકે તો તેનું કામ આસાન થઈ જાય એમ હતું, પણ જો નતાશા સ્કૂટી ન રોકે તો પણ તે નતાશા પર ઝંપલાવીને, ચાલુ સ્કૂટી સાથે ફેંકાઈને એને રોકી લેવા માટે તૈયાર હતો. પણ નતાશાની સ્કૂટી તેની નજીક આવી, એટલે ધીમી પડી. તેની નજીક લાવીને નતાશાએ સ્કૂટી ઊભી રાખી.

રાજવીરે જાકિટના ખિસ્સામાં પડેલી રિવૉલ્વરને મજબૂતાઈ સાથે પકડી.

તો બાજુમાં જ ઊભેલી કારમાં લપાઈને આ જોઈ રહેલી સિમરનની આંખોમાં ખૂની ચમક આવી ગઈ. તે મનોમન બબડી, બસ, તારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયાં સમજ, મારી વહાલી બેન, નતાશા !'

(ક્રમશ:)