Reshmi Dankh - 6 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રેશમી ડંખ - 6

6

મુંબઈ-પૂના હાઈવે પર, ‘હોટલ મનોહર’ની નોકરીમાંથી છૂટીને સ્કૂટી પર પૂના તરફ જઈ રહેલી સિમરનની બહેન નતાશાને રાજવીરે રોકી, એટલે કારમાં લપાઈને આ જોઈ રહેલી સિમરનની આંખોમાં ખૂની ચમક આવી ગઈ ને તે મનોમન બબડી ઊઠી હતી, ‘“બસ, તારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયાં સમજ, મારી વહાલી બેન, નતાશા !'’

અને તેના મનનો આ બબડાટ પૂરો થયો, ત્યાં જ નતાશાએ રાજવીરને પૂછ્યું : ‘શું થયું ? ! તમારી કાર...’ પણ નતાશા પોતાનો આ સવાલ પૂરો કરે એ પહેલાં જ રાજવી ગજબની ઝડપ બતાવી. તેણે જાકિટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને નતાશાના કાન નીચે ગણતરીપૂર્વકનો ફટકો મારી દીધો.

નતાશા ‘પોતાની સાથે શું બની રહ્યું છે ? !' એ સમજે એ પહેલાં તો એ બેહોશીમાં સરી ગઈ. એ સ્કૂટી સાથે ગબડી પડે એ પહેલાં જ રાજવીરે એને પકડી લીધી.

નતાશાને બેહોશ થયેલી જોઈને સિમરન ઝડપથી કારની બહાર નીકળી.

‘જલદી !’ રાજવીરે કહ્યું, ત્યાં જ સિમરને રાજવીર પાસે પહોંચીને ફૂટી પકડી લીધી.

રાજવીરે નતાશાને ઊઠાવી એટલે સિમરને સ્કૂટીને બાજુની ઝાડીઓ તરફ ધકેલી.

રાજવીરે બેહોશ નતાશાને કારની પાછલી સીટ પર લેટાવી અને દરવાજો બંધ કરીને જોયું, તો સિમરન નતાશાની સ્કૂટી સાથે ઝાડીઓ નજીક પહોંચી ચૂકી હતી.

રાજવીરે પાછળ જોયું. દૂરથી એક કાર આ તરફ આવી રહી હતી.

‘સિમરન, જલદી !' તેણે કહ્યું.

‘હા !'નો જવાબ આપતાં સિમરન ફૂટી સાથે એ ઝાડીઓમાં દાખલ થઈ ગઈ ને દેખાતી બંધ થઈ ગઈ.

રાજવીરે કારનું બાર્નેટ બંધ કર્યું, ત્યાં જ પાછળથી આવી

રહેલી કાર તેની પાસેથી પસાર થઈ ગઈ.

રાજવીર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો એની થોડીક પળો પછી સિમરન ઝાડીઓમાંથી બહાર નીકળી અને ઝડપભેર તેની બાજુની સીટ પર ગોઠવાતાં બોલી : રાજ ! આપણાં સારા નસીબે ઝાડીઓ પાછળ એક મોટો ખાડો હતો. મેં એ ખાડામાં સ્કૂટી નાંખી દીધી. એ હવે કોઈની નજરે નહિ ચઢે.'

‘ગુડ !’ કહેતાં રાજવીરે કાર ચાલુ કરી અને પૂના તરફ વળાવવા માંડી, એટલે સિમરન બોલી ઊઠી : ‘આ તું કાર કાં લે છે ? આપણે તો એવી વાત થઈ છે ને કે, આપણે બેહોશ નતાશાને મુંબઈ લઈ જવાની છે અને એને મારી કારમાં બેસાડીને અકસ્માતનું એવું દશ્ય ખડું કરવાનું છે કે, કૈલાસકપૂર એ માની લે કે, હું મરી ગઈ છું, પછી તું આમ....

‘હા, પણ સિમરન !' તારી આ યોજના ખામી ભરેલી છે.'

ખામી ભરેલી...? !' અને સિમરને રાજવીરનું બાવડું પકડી લીધું : ‘એમ નહિ, તું કાર ઊભી રાખ અને પહેલાં મારી સાથે બરાબર વાત કર.

‘ઠીક છે.' કહેતાં રાજવીરે રસ્તાની બાજુ કાર ઊભી રાખો.

રાજવીર આમ નતાશાને બેહોશ કર્યા પછી યોજના કરતાં જુદી રીતના વર્તી રહ્યો હતો, એટલે સિમરન રાજવીર પર ગુસ્સે ભરાઈ હતી, પણ એ ગુસ્સો ગળી રહી હતી. રાજવીરને અત્યારે દુશ્મન બનાવવાનું એને પાલવે એમ નહોતું. કૈલાસકપૂર પાસેથી રૂપિયા પડાવવા માટેની એની યોજનામાં જેમ નતાશાનું મહત્વ હતું, એમ રાજવીરના સાથ અને સહકારની પા એટલી જ જરૂર હતી. અને એટલે જ એ રાજવીર સાથે સાચવી સંભાળીને કામ લઈ રહી હતી.

‘રાજ !’- એન્ને રાજવીરને કહ્યું : “મેં તને પહેલેથી જ આ યોજના સમજાવી હતી. તે યોજનાને કબૂલ-મંજૂર પણ રાખી હતી અને એ પ્રમાણે તું નતાશાને મારી નાંખવા પણ તૈયાર હતો અને હવે...’

‘તું કહેતી હોય તો હું હમણાં જ નતાશાને ખતમ કરી દઉં, પણ પછી તારી યોજના નિષ્ફળ નીવડે તો મારો વાંક કાઢીશ નહિ. *

...પણ યોજના નિષ્ફળ જાય કેવી રીતના ? !' સિમરનને હવે મૂંઝવણ થવા લાગી : “હું નતાશાને મારા કપડાં પહેરાવી દઈશ. મારું ખૂન કરવાની જવાબદારી કૈલાસે તને સોંપી છે, એટલે તું મારી ચિપાયેલી કારમાં, લોહીલુહાણ થયેલી નતાશાની લાશ બતાવીશ એટલે કૈલાસ તુરત માની લેશે કે, તું મારું ખૂન કરવામાં સફળ થયો છે.'

‘હા, પણ પછી લેપટોપની બેગનું શું ? !' રાજવીર બોલ્યો : ‘તું પહેલાં મને લૅપટોપ લાવી આપ, પછી...'

‘શું તું મને મૂરખ સમજે છે ?' સિમરન બોલી ઊઠી : ‘મને તારી પર વિશ્વાસ નથી. કૈલાસકપૂર હોય કે, રાજવીર, મને કોઈ પુરુષ પર ભરોસો નથી. એ લૅપટોપમાં તો મારી જિંદગી સલામત છે. હું જાણું છું કે, જ્યાં સુધી એ લૅપટોપ મળશે નહિ, ત્યાં સુધી કૈલાસ મારું ખૂન કરાવશે નહિ, અને તું મારું ખૂન કરી શકીશ નહિ.’

‘સિમરન !’ રાજવીર બોલ્યો, ‘હું તારા પક્ષમાં-તારી સાથે છું, એ તું કેમ ભૂલી જાય છે ? !’

‘તું મારા પક્ષમાં નથી, પણ તને રૂપિયા મળે છે, તારું ભવિષ્ય સુધરે છે, એટલે તું મને સાથ આપી રહ્યો છે.’ સિમરન બોલી : ‘ટૂંકમાં લૅપટોપની બેગ કયાં છે, એ હું તને હરિગઝ નહિ જણાવું. એ લૅપટોપ હું મારી પાસે જ રાખીશ અને કૈલાસકપૂરને બ્લેકમેઈલ કરતી રહીશ.’

તું એમ કરીશ તો કૈલાસકપૂરને તારા જીવતા હોવાની શંકા જશે અને હું પણ તારા આ ખેલમાં સામેલ હતો એવી ગંધ આવ્યા વિના નહિ રહે.’ રાજવીર બોલ્યો : ‘એના કરતાં તું પહેલાં એને બરાબરનો ખંખેરી લે, એ પછી આપણે નતાશાની લાશ સાથે એ લૅપટોપની બેગ પણ કૈલાસકપૂરને પાછી આપી દઈશું.'

સિમરને તુરત કોઈ જવાબ આપ્યો નહિ. એણે મનોમન થોડુંક વિચાર્યું અને પછી બોલી : ‘ઠીક છે, પણ નતાશા મને જુએ એ હું ઈચ્છતી નથી. એને હું મારી પાસે રાખી શકું એમ નથી.'

‘આપણે એને કયાંક સંતાડી દઈશું.' રાજવીર બોલ્યો : ‘એ દરમિયાન તું કૈલાસકપૂર પાસેથી રૂપિયા પડાવવાનું કામ શરૂ કરી દેજે. પણ શું તને એ વિશ્વાસ છે ને કે, એ લૅપટોપમાં કંઈક એવું છે જેને કારણે એ તને મો માંગ્યા રૂપિયા આપશે.’

‘હા..,’ સિમરન વિશ્વાસભર્યા અવાજે બોલી : ‘..એ લૅપટોપમાં કંઈક એવું છે કે, મારા મોં માંગ્યા રૂપિયા આપ્યા વિના કૈલાસના બાપ-દાદાનોય છૂટકો નથી.’

બસ, તો થોડાંક અઠવાડિયા પછી હું તને.., એટલે કે તારી બહેન નતાશાને મારી નાંખીશ.' રાજવીર બોલ્યો : ‘કૈલાસકપૂરના આદમીઓની હાજરીમાં જ હું નતાશાનું ખૂન કરીશ, જેથી કૈલાસકપૂરને કોઈ જાતની શંકા ન રહે. હા, એ વખતે નતાશાએ તારાં કપડાં પહેર્યા હશે અને એ સિમરન તરીકે જ ઓળખાતી હશે.'

‘ઠીક છે.’ સિમરન બોલી.

‘એ પછી તું કૈલાસકપૂરને છેલ્લો ફટકો લગાવી દેજે,’ રાજવીર બોલ્યો : ‘એ વખતે જે મળશે એ આપણે ફિટી- ફિફટી કરી લઈશું.’

‘હા, પણ.., ' સિમરન બોલી : ‘...ત્યાં સુધી આપણે નતાશાને રાખીશું કયાં ? !'

રાજવીર જવાબ આપે એ પહેલાં જ પાછળની સીટ પરથી નતાશાનો કણસવાનો અવાજ સંભળાયો.

સિમરને પાછું વળીને જોયું. નતાશાની આંખો બંધ હતી, પણ એ સળવળી રહી હતી : ‘રાજવીર, નતાશા હોશમાં આવી રહી હોય એવું લાગે છે. એ મને જોઈ જોશે તો બાજી બગડી જશે.'

રાજવીર કારની બહાર નીકળીને પાછલી સીટ પર નતાશા પાસે પહોંચ્યો. તેણે નતાશાનું માથું એક બાજુ નમાવીને કાન નીચે મુકકો માર્યો. નતાશા ફરી શાંત થઈ ગઈ-બેહોશીમાં સરી ગઈ.

રાજવીર પાછો ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

સિમરન થોડી વાર ચૂપ રહી પછી બોલી : ‘તે કહ્યું નહિ કે, આપણે નતાશાને રાખીશું કયાં ?'

‘પૂના !’ રાજવીર બોલ્યો : ‘મારા એક સંબંધીને ત્યાં !’ તારો એ સંબંધી વિશ્વાસપાત્ર તો છે ને ?’

‘હા..,’ રાજવીરે કહ્યું : ‘..એ મારી મા છે.' અને તેણે કાર ચાલુ કરીને પૂના તરફ દોડાવી મૂકી.

૦૦૦

રાજવીરે પોતાની પાલક મા સુમિત્રાના ઘરના પાછલા ભાગમાં કાર ઊભી રાખી, ત્યારે રાતના અગિયાર વાગવા આવ્યા હતા.

‘હું હમણાં આવ્યો !' સિમરનને કહીને રાજવીર કારની બહાર નીકળ્યો અને સુમિત્રાના ઘર તરફ આગળ વધી ગયો.

તેણે પાછળના દરવાજા પાસે પહોંચીને દરવાજો ખટખટાવ્યો.

જાણે સુમિત્રા જાગતી જ હોય એમ થોડીક પળોમાં જ દરવાજો ખુલ્યો અને પડછંદ શરીરવાળી સુમિત્રા દેખાઈ : ‘રાજુ, તું ? !' સુમિત્રાના ચહેરા પર ખુશી આવી ગઈ : ‘ઘણાં દિવસે ભૂલો પડયો.’

‘હા, મા !’ કહેતાં રાજવીર ઘરમાં દાખલ થયો.

સુમિત્રા રાજવીરની સગી મા નહોતી. તે સાવ નાનો હતો, ત્યારે તેનો બાપ તેની માને છૂટાછેટા આપીને ચાલ્યો ગયો હતો. એ પછી તે ચારેક વરસનો થયો ત્યારે તેની મા ગુજરી ગઈ હતી. તેની પાડોશમાં રહેતા, નિસંતાન પતિ-પત્ની બલવંત અને સુમિત્રાએ તેને ખોળે લઈ લીધો હતો.

તે પાલક પિતા બલવંત પાસે ગુંડાગીરી શીખ્યો હતો. આ માટે રાજવીર કદી તેના પાલક પિતા બલવંતને દોષ આપતો નહોતો. બલવંતે તો તેને ઈમાનદારીપૂર્વક પોતાનો ધંધો શીખવ્યો હતો.

સમય જતાં તેઓ ઝૂંપડપટ્ટી છોડીને આ મકાનમાં રહેવા આવી ગયા હતાં.

ચાર વરસ પહેલાં બલવંત મર્યો ત્યારે એ વારસામાં રાજવીરને અંધારી આલમના આગેવાનોના સંબંધો આપતો ગયો હતો. અને ચાર વરસમાં રાજવીરે ગુનાખોરીમાં ઉસ્તાદી મેળવી લીધી હતી.

ત્રણેક વરસ પહેલાં તે દિલ્હી જઈને વસ્યો હતો અને હમણાં દોઢ-બે મહિનાથી મુંબઈમાં હતો, પણ તે મા સુમિત્રાને ભૂલ્યો નહોતો. તે રેગ્યુલર સુમિત્રાને ખર્ચી-પાણી મોકલતો રહેતો હતો અને કયારેક કયારેક મળવા પણ આવી જતો હતો. સુમિત્રા તેની સગી મા હોય એવા તેને લાડ-પ્યાર આપતી હતી.

‘નાસ્તો કરવો છે, ને ? !' રાજવીર સોફા પર બેઠો એટલે સુમિત્રાએ પૂછ્યું : ‘તું ભૂખ્યો હોઈશ ને ?’

‘હા !’ રાજવીર બોલ્યો : ‘ચા-બિસ્કીટ હશે તો ચાલશે.’ અને રાજવીરે ધીરેથી આગળ કહ્યું : ‘બે જણાં માટે ચા-નાસ્તો બનાવજે.’

‘મારે નાસ્તો નથી કરવો.' સુમિત્રા બોલી.

‘હું તારી નહિ, મહેમાનની વાત કરી રહ્યો છું, મા !’ ‘મહેમાન ? !’ સુમિત્રાએ પૂછ્યું : ‘કયાં છે, મહેમાન ?’

‘બહાર કારમાં !'

‘જા, બોલાવી લાવ.’

‘એ.., એ એક યુવતી છે.’

સુમિત્રાની મોટી આંખો વધુ મોટી થઈ : “અરે વાહ, બેટા ! તે વળી છોકરીઓ સાથે ફરવાનું કયારથી શરૂ કરી દીધું.’

રાજવીર મલકો.

જા, લઈ આવ એને.’ સુમિત્રા હેતભર્યા અવાજે બોલી.

‘પછી લઈ આવું છું. પહેલાં તું મારી પાસે બેસ અને મારી વાત સાંભળ.’

‘ઠીક છે, લે હું આ બેઠી.' અને સુમિત્રા રાજવીરની બાજુમાં બેઠી : ‘હવે કહે, શું કહેવું છે ?'

‘મા, મારી સાથે જે યુવતી છે એને હું તારી પાસે થોડાંક

દિવસ માટે મૂકી જવા માંગું છું.'

હું કંઈ ગેસ્ટ હાઉસ થોડી ચલાવું છું કે, એને અહીં રાખું.'

‘ ‘મા !' રાજવીર બોલ્યો : ‘તારે એને કેદી તરીકે રાખવાની છે અને એ અહીંથી ભાગી ન જાય એની તકેદારી પણ તારે જ રાખવાની છે.' રાજવીરે તેની મા ને પસંદ પડે એવી અંધારી આલમની ભાષામાં વાત કરી.

સુમિત્રા રાજવીરને વેધક નજરે જોઈ રહી : ‘હું કોઈ છોકરીને વળી શા માટે કેદી તરીકે રાખું ?'

રાજવીરને લાગ્યું કે, જો તે માને સમજાવી-મનાવીને કામ નહિ લે તો બાજી બગડી જશે. એકવાર જો મા નતાશાને અહીં રાખવાનો નન્નો ભણી દેશે, પછી તે આકાશ-પાતાળ એક કરશે તોય એ હા નહિ ભણે. ‘મા !’ તેણે સુમિત્રાને લાડ કરતાં કહ્યું : ‘મે તારી પાસે કદી કોઈ વાત કે વસ્તુ માટે જિદ્ કરી નથી. પણ આજે તારે મારી વાત માનવી પડશે. હું વિશ્વાસ મૂકી શકું એવું બીજું કોઈ છે નહિ. તું જ કહે, તારા સિવાય મારું દુનિયામાં બીજું છે, પણ કોણ ? !'

રાજવીરની આ વાતે ધારી અસર ઉપજાવી. સુમિત્રાની સખત થયેલી આંખોમાં હેત ઊભરાવા લાગ્યું. એણે રાજવીરને પૂછ્યું : ‘તું મને એ છોકરી વિશે કંઈ કહીશ.'

‘મા !’ રાજવીરે કહ્યું : ‘મે જે કામ હાથમાં લીધું છે એની સફળતા માટે મારે એ યુવતીને સંતાડવી જરૂરી છે. તારે એ ભાગી ન છુટે અને એને કોઈ જોઈ ન જાય એવી રીતના કેદ કરી રાખવાની છે. અને આ માટે મકાનનો પાછળનો બારી વિનાનો રૂમ બરાબર રહેશે. ’

તો ?' ‘પણ, રાજુ !' સુમિત્રા બોલી, ‘એ ચીસાચીસ કરશે

‘નહિ કરે. એ ગભરાયેલી રહેશે. એ પોતાનો જીવ બચાવવા માટે ચુપ રહેવાનું જ પસંદ કરશે. વળી એ તને જોઈને એવી કોઈ હિંમત પણ નહિ કરે. તારે બસ એ ભાગી ન જાય એની જ તકેદારી રાખવાની છે.' રાજવીરે કહ્યું : ‘અને આમ તારી કેદમાં રહીને એ યુવતીને છેવટે તો ફાયદો જ થવાનો છે.’

‘રાજુ !’ સુમિત્રાના અવાજમાં ચિંતા આવી : ‘તું કોઈ મુશ્કેલીમાં સપડાયો લાગે છે. તારા અવાજમાં મને ચિંતા વર્તાય છે. મને કહે, આખરે...'

‘...અત્યારે તને વિગતે વાત કરવાનો મારી પાસે સમય નથી.' બહાર કારમાં બેઠેલી સિમરન અંદર આવી ચઢે એ પહેલાં તે મા સાથેની વાતને આટોપી લેવા માંગતો હતો : ‘ટૂંકમાં તને કહું મા, તો હું મુસીબતમાં છું, અને આ મુસીબત મેં સામે ચાલીને નોતરી છે. અત્યાર સુધી પરિસ્થિતિ મારા કાબૂમાં છે, પણ સ્થિતિ કાબૂ બહાર ન જાય એ માટે મારે સાવચેત રહીને એ માટેના પગલાં લેવાના છે.’

‘ઠીક છે.’ આવી-બધી વાતોથી ટેવાયેલી સુમિત્રાએ કહ્યું : ‘જા, લઈ આવ એ છોકરીને. હું તારા માટે આ જોખમ લેવા તૈયાર છું.’ અને સુમિત્રાએ તેની પીઠ પર હેતથી ધબ્બો માર્યો.

‘થૅન્ક-યૂ, મા !’ કહેતાં રાજવીર ઊભો થયો.

ત્યારે બહાર, કારમાં બેઠેલી સિમરન પોતાના મોબાઈલ ફોન પર કોઈકની સાથે ધીમા પણ સ્પષ્ટ અવાજમાં વાત કરી રહી હતી : '...રાજવીરે આપણી યોજનાની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. એ આપણાં માટે જોખમી પુરવાર થઈ શકે એમ છે !' અને સિમરન ચૂપ થઈ. સિમરનની આ વાતના જવાબમાં સામેની વ્યક્તિએ જે કહ્યું એનાથી સિમરનના ચહેરા પરની ચિંતા વિખરાઈ : 'હં.., તો ઠીક છે..., ' અને એ હસીને આગળ બોલી : ‘...ન રહેગા બાંસ, તો ન બજેગી બાંસૂરી !'

(ક્રમશઃ)