ભારતીય રેલ્વે દિવસ
૧૬ એપ્રિલ ૧૮૫૩ માં ભારતમાં રેલ્વેની શરૂઆત મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી.જે 34 કિલોમીટર સુધીનું અંતર આવલી લેતા ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા..ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે ભારતીય રેલવે વિભાગ લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે
ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું. કંપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે(Great Indian Peninsular Railway) (GIPR) અને ઈસ્ટ ઈન્ડિયન રેલવે(East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી. રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી. દોઢ વર્ષ બાદ 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. નું અંતર આવરી લેતા 34 કિલોમીટરમાં ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા. તે દિવસે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી હતી. બોરીબંદરના સ્ટેશન પર જનમેદની ઉમટી પડી હતી.બોરી બંદરના પ્લેટફોર્મ પર 14 કોચ સાથેની ટ્રેન તૈયાર હતી. તેને ત્રણ સ્ટીમ એન્જિનો જોડેલાં હતાં. ટ્રેનમાં આશરે 400 પેસેંજર ગોઠવાઈ ગયા. જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર સર જમશેત્જી જીજીભોય અને જગન્નાથ શંકર શેઠ સહિત ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ, અન્ય પ્રતિષ્ઠિત અંગ્રેજ અને હિંદુસ્તાની આગેવાનો ગોઠવાયા. મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડ ન આવ્યા, પણ તેમનાં પત્ની લેડી ફોકલેંડ વિશેષ આમંત્રિત મહેમાન હતાં.બપોરના સાડા ત્રણ વાગ્યા સુધીમાં આ તમામ મહેમાનો ગોઠવાઈ જતાં એકવીસ તોપોની સલામી અપાઈ. બપોરે 3 35 વાગ્યે પ્લેટફોર્મ છોડી, ત્રણ સ્ટીમ એંજિન લોકોમોટિવથી ચાલતી, 14 કોચની ભારતની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેને થાણે તરફ પ્રયાણ કર્યું. બોરી બંદરથી 34 કિલોમીટરની – આશરે 45 મિનિટની – સફળ મુસાફરી પછી ટ્રેન હેમખેમ થાણે પહોંચી.થાણામાં સમારંભ પછી, વળતી મુસાફરી કરી, સાંજના સાતેક વાગ્યે ટ્રેન બોરીબંદર મુંબઈ પાછી ફરી. આમ, સોળમી એપ્રિલ 1853ના રોજ મુંબઈમાં ભારતની (એશિયાની પણ) સર્વ પ્રથમ સ્ટીમ લોકોમોટિવ સંચાલિત જાહેર રેલવે ટ્રેન સેવાનો આરંભ થયો.બીજે દિવસે, રવિવાર 17મી એપ્રિલના રોજ પૂરી બોરીબંદર-થાણા ટ્રેન જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર અને પારસી ઉદ્યોગપતિ જમશેત્જી જીજીભોયના પરિવાર અને તેમના આમંત્રિત પરિચિતો માટે રિઝર્વ્ડ કરાઈ હતી.ત્યાર પછી બોરીબંદર થાણે રેલવે ટ્રેન વ્યવહાર નિયમિત શરૂ થયો.
ભારતીય રેલવે એ ભારત સરકારનું સૌથી મોટું તંત્ર છે. દેશમાં 1,15,000 કિ.મી. સુધી બિછાવેલા પાટા પર આજે રોજની 12,617 ટ્રેનો દોડે છે. દેશના 8338 સ્ટેશનો પરથી રોજ 3 કરોડ લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરીને નિયત સ્થળે પહોંચે છે. દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન હાવરા સ્ટેશન છે અને સૌથી મોટું જંકશન મથુરા જંકશન છે જયાંથી દેશમાં અલગ અલગ દિશામાં જતી 7 જેટલી રેલવે લાઇન ફંટાય છે. સૌથી નાનું સ્ટેશન ઓરિસ્સાનું આઇબી સ્ટેશન છે. દેશમાં સૌથી પહેલી ટ્રેનના પાટા સને ૧૮૩૭ માં મદ્રાસ પાસેના રેડ હિલ્સથી ચિંતાદ્રીપેટ સુધી નંખાયેલા હતા અને 25 Km. સુધી ટ્રેન દોડતી થયેલી પણ ખરેખર તો તેનો પાકા રસ્તા બનાવવા માટેના પથ્થરો અને ગ્રેનાઇટના પરિવહન માટે જ ઉપયોગ થતો. અન્ય રાજયોની માંગ વધતા 1845માં રેલવેની યોજના બનાવાઇ તે છેક 16 એપ્રિલ 1853માં બોરીબંદરથી થાણા સુધીની 34 કિ.મી.ની સૌ પ્રથમ રેલવેલાઇન ચાલુ કરાઇ હતી.
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેન 18 ડીસે. 1880ના રોજ ભાવનગર-ગોંડલ વચ્ચે દોડી હતી. સૌરાષ્ટ્રના રાજવીઓનું રેલવે બાબતે મોટું પ્રદાન છે. સૌરાષ્ટ્રમાં કુલ 2235 કિલોમીટર રેલવે ટ્રેકનું રાજવીઓએ નિર્માણ કર્યું હતું. અને તેના પર ટ્રેનો દોડતી હતી. ભાવનગર રાજયે 1881માં ધોળાથી ઢસા મોરબી રાજયે 1881માં વઢવાણતી વાંકાનેર ગોંડલ રાજયે 1889માં ધોરાજીથી પોરબંદર, જૂનાગઢ રાજયે 1888માં જેતલસરથી જૂનાગઢ, 1889માં જૂનાગઢ - વેરાવળ, 1892 માં જેતલસર રાજકોટ વચ્ચે જુનાગઢ રાજકોટ જેતપુર રાજયે સહભાગીથી રેલવે લાઈન નાંખી હતી. જામનગર રાજયે 1897 માં જામનગર - રાજકોટ વચ્ચે, પોરબંદર રાજયે 1890માં પોરબંદર - જેતલસર - ધોળા રેલવે લાઈનો બિછાવી હતી આમાંથી કેટલીય લાઈનો આઝાદી પછીના 'લોકશાહી મહારાજાઓ' એ નષ્ટ કરી નાંખી છે. જેમાં કુંકાવાવ-દેરડી, શાપુર સરાડિયા, ચોટીલા - તાન જસદણ બોટાદ સહિત અનેક લાઈનોનો સમાવેશ થઈ શકે તેમ છે.
વડોદરાના ગાયકવાડ રાજવીએ ભારતની પ્રથમ નેરોગેજ ટ્રેન બળદથી દોડાવ્યા બાદ મોરબીના રાજવી વાઘજી ઠાકોરે ઘોડા જોડેલી ટ્રામનો પ્રારંભ કર્યો હતો તેમાં બેસવાના બાંકડા હતા પરંતુ દરવાજા ન હતાં! આગળ જતા તેમાં ઘોડાઓને બદલે ડીઝલ એન્જીન લગાવાતું હતું. ૧૯૨૩ માં રાજકોટ રાજવીએ રાજકોટ - બેડી વચ્ચે ટ્રામ ચાલુ કરી હતી, વઢવાણ જોરાવરનગર વચ્ચે ઈસ્ટ ઈંડીયા કંપનીની બી.બી.સી.આઈ. ખાનગી કંપની 'ભારત ટ્રામ-વે' નામથી ટ્રામ ચલાવતા હતાં. તેનું સંચાલન ત્રંબકલાલ દવે કરતા હતા આથી તે ''ત્રંબક ટ્રોલી''તરીકે પ્રખ્યાત થઈ હતી. જોરાવરનગર- સાયલા વચ્ચે તથા ધોરાજીમાં પણ ટ્રામ દોડતી હતી આજે ટ્રામ જોવી હોય તો કલકત્તા જવું પડે! રાજવી કાળમાં સૌરાષ્ટ્રમાં નેરોગેજ - મીટરગેજ - બ્રોડગેજ એમ ત્રણેય પ્રકારની રેલવે લાઈનો હતી અત્યારે ગેજ કન્વર્ઝનમાં યાંત્રિક યુગ હોવા છતાં વર્ષોના વર્ષો વીતી જાય છતાં મીટરગેજમાંથી બ્રોડગેજમાં કન્વર્ઝન થતું નથી. અંગ્રેજોએ તો પર્વતોને કોતરી રેલવે લાઈનો નાંખી છે, તો રામેશ્વરના દરિયામાં 100 વર્ષ પહેલા પુલ બાંધી રેલવે દોડાવી છે. રેલવે નિર્માણમાં સર ભગવતનું મોટું યોગદાન છે. તેણે રેલ-વે ઈન્ફ્રાસ્ટ્રકચર માટે લાખો રૂપિયા વાપર્યા હતાં. ગોંડલમાં રેલવેની બોગીઓ પણ બનતી હતી. સલૂનો પણ બનતા હતાં આવું એક સલૂન આજે પણ ગોંડલમાં છે.
ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી ગ્રીન રેલવે બનવાના પંથે છે. એ 2030 પહેલાં કાર્બનનું સહેજ પણ ઉત્સર્જન નહિ કરીને 'નેટ ઝીરો કાર્બન એમિટર' બનશે. રેલવેએ જણાવ્યું કે જેનાથી પ્રદૂષણ ઘટતા પર્યાવરણ રક્ષા થાય છે એ રેલવેના વીજળીકરણની કામગીરી 2014 પછી લગભગ દસ ગણી વધી છે.રેલવેતંત્ર ઇલેક્ટ્રિક ટ્રેક્શનના આર્થિક લાભોને ધ્યાનમાં રાખીને બાકી બ્રોડગેજ રૂટનું ડિસેમ્બર-2013 સુધીમાં વીજળીકરણ કરવા માગે છે. ટ્રેનોમાં હેડ-ઓન-જનરેશન સિસ્ટમ, બાયો-ટોઇલેટ તથા એલઇડી લાઇટનો ઉપયોગ કરીને એને વધુ પર્યાવરણને સાનુકૂળ બનાવાશે. સાથે જ, પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.રેલવે, વધુ ઊર્જા કાર્યક્ષમ તથા કાર્બન-ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને લો કાર્બન ગ્રીન ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં રૂપાંતર કરી રહ્યું છે.39 વર્કશોપ, 7 પ્રોડક્શન યુનિટ, 8 લોકોશેડ તથા એક સ્ટોર્સ-ડેપોને હરિયાળી પહેલના કાર્યક્રમમાં આવરી લેવા માટે રેલવેએ જુલાઇ, 2016 માં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) સાથે એક સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. છેલ્લા બે વર્ષોમાં દેશના 600 થી વધુ રેલવે સ્ટેશનોએ આઇએસઓઃ 14001 મેળવવા માટે એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ માટે ઉપરોક્ત સ્ટેશનોને પ્રમાણિત કરાયા છે. કુલ 718 સ્ટેશનોને ઉપરોક્ત સર્ટિફિકેશનમાં આવરી લેવાયા છે.
હાલમાં,ભારતીય રેલવે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ટ્રેનના રૂટ અને અન્ય સુવિધાઓ વિશે પણ ભારતીય રેલવે દ્વારા માહિતી આપવામાં આવી છે.ભારતીય કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ AC પ્રવાસી ટ્રેન ચલાવશે. આ ગરવી ગુજરાત યાત્રા૨ 28 ફેબ્રુઆરી 2023એ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થઇ.. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે.પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.
રેલ્વે દિવસ નિમિતે ચાલો પ્રવાસે છુક છુક ગાડીમાં....