Baishakhi in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | બૈશાખી

Featured Books
Categories
Share

બૈશાખી

બૈશાખી

નચ લે ગા લે, હમારે સાથ આઈ હૈ બૈશાખી ખુશિયો કે સાથ.

મસ્તી મેં ઝૂમ ઔર ખીર પૂડી ખા,ઔર ના કર તુ દુનિયા કી પરવાહ...

આવા સુંદર શુભેછા સંદેશાઓ સાથે અન્નદાતાની ખુશાલી અને સમૃધ્ધિ નું પર્વ વૈશાખી 14 એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવશે. ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વૈશાખીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. વૈશાખ મહિનામાં વૈશાખીનો (Baisakhi)તહેવાર ઉજવવામાં આવે છે. રવિ પાક વૈશાખ મહિનામાં પાકે છે અને તેની સારી ઉપજ માટે આ દિવસે અનાજની પૂજા કરીને ભગવાનનો આભાર માનવામાં આવે છે. વૈશાખી (Baisakhi)ઉજવવા પાછળનું મુખ્ય કારણ સારા પાક ઉપરાંત એ છે કે આ જ દિવસે શીખોના દસમા અને છેલ્લા ગુરુ ગોવિંદ સિંહે 1699માં ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ સિવાય મહારાજા રણજીત સિંહને વૈશાખીના દિવસે શીખ સામ્રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. જેણે એકીકૃત રાજ્યની સ્થાપના કરી.

વૈશાખીના દિવસે પવિત્ર સ્નાન, દાન અને અર્ઘ્ય સૂર્ય ભગવાનને અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે, તે મેષ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસથી સૌર વર્ષની શરૂઆત થાય છે.

આ દિવસને વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે બંગાળમાં નબા વર્ષ, કેરળમાં પૂરમ વિશુ, આસામમાં બિહુ.

આ દિવસે પંજાબમાં લોકો વાનગીઓ રાંધે છે, ગુરુદ્વારામાં જાય છે અને ગુરુ ગ્રંથ સાહિબનો પાઠ કરે છે, અને ભાંગડા નૃત્ય કરીને ઉજવણી કરે છે. વૈશાખીના દિવસે, પાકનો એક નાનો ભાગ જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે છે, ગરીબોમાં ખીર અને શરબત વહેંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જનસેવા કરવાથી ઘરમાં બરકત આવે છે અને દરિદ્રતા દૂર થાય છે.

બૈસાખી એ એક તહેવાર છે જે શીખ સમુદાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, અને ભારતના ઘણા ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે લણણીની મોસમની શરૂઆતને ચિહ્નિત કરે છે અને આનંદ, થેંક્સગિવીંગ અને નવી શરૂઆતનો સમય છે. આ શુભ અવસર પર, લોકો પરંપરાગત પોશાક પહેરે છે, ગુરુદ્વારાઓની મુલાકાત લે છે અને પરિવાર અને મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે.

શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે.આ તહેવાર પંજાબના સૌથી મોટા તહેવારોમાંથી એક ગણવામાં આવે છે. રવિપાક લણવાના આનંદના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે.

વૈશાખીના દિવસે જ 13 એપ્રિલ 1699ના રોજ શીખોના ધર્મગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી. શીખ લોકો આ તહેવારને સામૂહિક જન્મદિવસ તરીકે પણ ઉજવે છે. પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે પણ કોઈ જુલમ અને અત્યાચાર તેની પરાકાષ્ઠાએ પહોંચે છે તો તેને દૂર કરવાનો ઉપાય પણ કોઈને કોઈ રીતે મળી જ જાય છે. મોગલ શાસક ઔરંગઝેબનો જુલમ, અન્યાય અને અત્યાચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને શ્રી ગુરૂ તેગ બહાદુરજી દિલ્હીના ચાંદની ચોકમાં શહીદ થયા ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ તેમના અનુયાયીઓને એકઠા કરીને ધર્મ અને માનવતાના આદર્શોની રક્ષા કરવા સદા તૈયાર રહેવા ખાલસા પંથની સ્થાપના કરી. રૂઢિચુસ્ત રીતરીવાજોથી તે વખતના લોકો નિર્બળ અને કાયર થઈ ચૂક્યા હતા. લોકોની કાયરતાનું એક કારણ તેમની માનસિક ગુલામી પણ હતી. જેમને નીમ્ન વર્ગના અને તુચ્છ ગણવામાં આવતા હતા તેવા લોકોમાં ગુરૂ ગોવિંદસિંહજીએ આત્મરક્ષણ માટેની શક્તિનો સંચાર કર્યો.

આ રીતે 13 એપ્રિલ 1699ના દિવસે શ્રીગઢ સાહેબ આનંદપુર ખાતે ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરીને અત્યાચારનો અંત આણ્યો. ગર્વ માત્ર અજ્ઞાની વ્યક્તિને જ હોય એવું નથી. ઘણીવાર જ્ઞાની અને સમજુ વ્યક્તિ પણ તેના જ્ઞાન માટે ગર્વ કરે છે. ગર્વીલો વ્યક્તિ એકદમ સુક્ષ્મ જણાતી બાબત માટે પણ ગર્વ કરે છે. જ્ઞાની, ધ્યાની, ગુરૂ, ત્યાગી અને સંન્યાસી હોવાનો ગર્વ ઘણીવાર એકદમ પ્રબળ થાય છે.ગુરૂ ગોવિંદસિંહજી આ વાત સારી રીતે જાણતા હતા. તેથી તેમણે પોતાનું ગુરૂ તરીકેનું પદ ત્યજી દિધું અને ગુરૂ ગાદી ગુરૂગ્રંથ સાહિબને સોંપીને વ્યક્તિપૂજાના મહિમાને ખતમ કરી નાંખ્યો.

હિન્દુઓ પણ વૈશાખીની તહેવારને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. હિન્દુઓ આ દિવસે પવિત્ર સ્નાન અને પૂજા કરીને તેની ઉજવણી કરે છે. એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા દેવી ગંગા આ ધરતી પર ઉતર્યા હતા. તેની સ્મૃતિરૂપે હિન્દુઓ ગંગા કિનારે પરંપરાગત સ્નાન કરવા એકઠા થાય છે.

કેરલમાં આ તહેવાર વિશુ તરીકે ઉજવાય છે.આ દિવસે પંજાબમાં લોકો ભાંગડા અને ગીદ્દા નૃત્ય કરીને ઉજવણી કરે છે. સાંજે લોકો અગ્નિ પાસે એકઠા થઈને નવા પાકની ઉજવણી કરે છે. આખા દેશમાં શ્રદ્ધાળુઓ ગુરદ્વારામાં જઈને પ્રાર્થના કરે છે. આનંદપુર સાહેબ ખાતે જ્યાં ખાલસા સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં મુખ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારે 4 વાગ્યે ગુરૂ ગ્રંથ સાહેબને ઉત્સાહભેર બહાર લાવવામાં આવે છે. દૂધ અને જળથી પ્રતીકાત્મક સ્નાન કરાવ્યા બાદ ગુરૂ ગ્રંથ સાહેબને તખ્ત પર મૂકવામાં આવે છે.ત્યારબાદ પંચવાણીની સ્તુતિ ગાવામાં આવે છે. દિવસે પ્રાર્થના પૂરી થયા પછી ગુરૂને કડા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રસાદ લીધા પછી લોકો ગુરૂના લંગરમાં સામેલ થાય છે.

તો ચાલો આજના દિવસે સહુને આ શુભેછા સાથે વૈશાખી પર્વ મુબારક પાઠવીએ ---

સુબહ સે શામ તક વાહે ગુરુ કી કૃપા, ઐસે હી ગુજરે હર એક દિન,

ના કભી હો કિસી સે ગીલા શિકવા, એક પળ ના ગુજરે ખુશીયો કે બિન.