One unique biodata - 2 - 32 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૨

જાનકીએ દેવ અને અજય માટે લન્ચ ઓર્ડર કર્યું અને કહ્યું,"સર,બહાર તમારા ફ્રેન્ડ આવ્યા છે"

"ફ્રેન્ડ?"દેવના મોઢા પર પ્રશ્નાર્થ ભાવ આવી ગયા.

દેવ વિચારવા લાગ્યો કે,"મારો કયો ફ્રેન્ડ આવ્યો હશે?"

"એને એનું નામ તો કહ્યું હશે ને?"દેવે પૂછ્યું.

"હા,કોઈ મિસ્ટર મા......."જાનકી આગળ કઈ બોલે એ પહેલાં તો કેબિનનો દરવાજો ખુલ્યો અને કોઈએ પૂછ્યું,"કેન આઈ કમ ઇન સર?"

"ઓહહ તો તું છે...આવ આવ....અંદર આવ યાર"દેવે આવકાર આપ્યો અને ઉભો થઈને એને ભેટી પડ્યો.

"તું તો અમને યાદ નથી કરતો પણ અમે તો તને યાદ કરી લઈએ"

"સોરી યાર,આ કામ જ એટલું હોય છે ને...આવ બેસ"

"કાલ યશે મને કહ્યું હતું કે તું એને મળ્યો હતો"

"હા,હું કામથી એમની કોલેજમાં ગયો હતો.ત્યાં યશ મળ્યો હતો.બોલ શું ચાલે છે દોસ્ત?....દિપાલી કેમ છે...મજામાં ને?"

"એક દમ મજામાં.એ અને એના કુકિંગ ક્લાસીસ.હવે તો ઘરમાં પણ સ્ટાર્ટ કરી દીધા છે.રોજ નવું નવું ફૂડ બનાવવાનો ટ્રાય કરે છે અને ટ્રાયલ માટે અમે ફસાઈ જઈએ છીએ"

દેવ અને માનુજ ખડખડાટ હસ્યાં.પછી દેવે કહ્યું,"એવું ના બોલ યાર.નાવ શી ઈસ અ પ્રોફેશનલ કુક.મસ્ત જમવાનું બનાવે છે.મેં તમારા રેસ્ટોરન્ટમાંથી જ જમવાનું ઓર્ડર કર્યું"

"યસ,સર લન્ચ ઓલવેઝ તમારા રેસ્ટોરન્ટમાંથી જ ઓર્ડર કરે છે પણ આજે મને ખબર પડી કે એ એમના જ ફ્રેન્ડનું રેસ્ટોરન્ટ છે"જાનકીએ કહ્યું.

"ઓહહ,થેંક્યું સો મચ.બાય ધ વે,મારી બેન શું કરે છે?"

"અત્યારે તો ઓફીસમાં હશે"

"એની,કાવ્યા અને આંટી સાથે તો અમારે ઘણી વખત વાત થાય છે.બસ તને જ ટાઈમ નથી"

"એવું નથી યાર....."દેવ એક્સ્પ્લેનેશન આપવા જતો હતો પણ ત્યાં જ માનુજે એને રોક્યો અને માનુજ બોલ્યો,"કઈ બોલવાની જરૂર નથી,આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તું બીઝી છે"

(માનુજ.....હમણાં જાનકીએ જેને દેવનો ફ્રેન્ડ કહ્યું હતું એ માનુજ હતો.માનુજ પણ કેનેડા સેટલ થઈ ગયો હતો.માનુજ ઈન્ડિયામાં જે કંપનીમાં જોબ કરતો હતો ત્યાંની જ શાખા કેનેડામાં હતી ત્યાં એને એની જોબ કન્ટીન્યુ રાખી હતી.દિપાલીને કુકિંગનો શોખ હતો એટલે એને કુકિંગ ક્લાસીસ ચાલુ કર્યા અને પછી પોતે પણ બધાને શીખવાડવા પોતાના ક્લાસીસ ખોલ્યા હતા અને સાથે સાથે માનુજ અને દિપાલી બંનેએ પોતાનું રેસ્ટોરન્ટ ઓપન કર્યું હતું.જેમાં ઇન્ડિયાની બધીજ વાનગીઓની સાથે સાથે દિપાલીના ન્યુ ફૂડ એક્સપિરિઅન્સવાળી વાનગીઓ પણ મળતી.અને હા યશ કે જે કાવ્યાનો ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે એ બીજું કોઈ નહિ પણ માનુજ અને દિપાલીનો જ સન છે.)

દેવે જાનકીને કહ્યું,"જાનકી,પ્લીઝ સર માટે અમારા વાળી સ્પેશિયલ ચા"દેવ માનુજ સાથેની વાતચીતમાં ભૂલી જ ગયો હતો કે અજય પણ ત્યાં છે એટલે એને જાનકીને ફરી કહ્યું,"ત્રણ મોકલાવજે"

"ઓકે સર,એનિથિંગ એલ્સ?!"

"નો,થેંક્યું"

"માય પ્લૅઝર સર"કહીને જાનકી કેબિનમાંથી બહાર નીકળી ગઈ.

દેવે અજયને માનુજની ઓળખાણ કરાવતા કહ્યું,"હિ ઇસ માય બેસ્ટ ફ્રેન્ડ માનુજ"અને પછી માનુજને અજયની ઓળખાણ આપતા કહ્યું,"હિ ઇસ માય ન્યુ ફ્રેન્ડ એન્ડ ઓલ્સો બિઝનેસ પાર્ટનર અજય"

માનુજે અજયને હેન્ડસેક કરવા હાથ લંબાવ્યો અને કહ્યું,"હેલો અજય,હાવ આર યૂ?"

"આઈ એમ ફાઇન,નાઇસ ટૂ મીટ યૂ"અજયે હાથ મિલાવતાં કહ્યું.

દેવે અજયની વધારે ઓળખાણ આપતા કહ્યું કે,"હવેથી મારી બધી જ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અજય હેન્ડલ કરશે"

"ઓહહ વન્ડરફુલ,ઓલ ધ બેસ્ટ અજય"માનુજે કહ્યું.

"થેંક્યું દોસ્ત.દેવ,હું બહાર બેસું છું.તમે બંને ઘણા સમયે મળ્યા છો શાંતિથી બેસો અને હા,બિઝનેસ પાર્ટનરની સાથે તું મને ફ્રેન્ડ પણ માને છે એ બદલ થેંક્યું"

"મોસ્ટ વેલકમ"દેવે કહ્યું.

"તું પણ બેસ અમારી સાથે.અમારે એવી કોઈ સિક્રેટ વાત નથી"માનુજે મજાક કરતા કહ્યું એટલે ત્રણેય એક સાથે હસી પડ્યા.

"યા....આઈ મીન....ઑફકોર્સ....તું અહીંયા જ બેસ.ઇવન આજે આપણે ત્રણેય સાથે લન્ચ કરીએ"દેવ બોલ્યો.

"યસ,વન્ડરફુલ આઈડિયા.અને દેવ મારે તને એક બીજી વાત પણ કરવી છે.એક્ચ્યુઅલી તારી સાથે નહીં પણ મારી બેન સાથે કરવી હતી.એટલા માટે થઈને જ અમે આજ તારા ઘરે ડિનર પર આવવાના છીએ"

"ઓહહ,નિત્યાને ખબર છે કે તમે આવવાના છો"

"હા,કદાચ દિપાલીએ કોલ કર્યો હશે"

"અચ્છા"

"તો તમે નિત્યાના ભાઈ છો?"અજયે માનુજને પૂછ્યું.

"યસ,નોટ બાય બ્લડ બટ બાય હાર્ટ❤️"

"નાઇસ"

દેવને અજયનો આ સવાલ ખટક્યો.પણ દેવે એ વસ્તુ ઇગ્નોર કરીને માનુજને પૂછ્યું,"તું નિત્યા વિશે શું કહેતો હતો?"

"એક્ચ્યુઅલી,અમારી બોસ ફિમેલ છે અને એમને અમારી કમ્પનીના બધા જ એમ્પ્લોયસને મોટીવેટ કરવા માટે એક મોટિવેશનલ સ્પીકરની જરૂર છે તો મારા મગજમાં વિચાર આવ્યો કે આપણે આના માટે નિત્યાને મોકો આપવો જોઈએ.અમુક ફિમેલ એમ્પ્લોયર્સના પ્રશ્નોના સોલ્યુશન પણ નિત્યા સારી રીતે લાવી શકશે"

"મને નથી લાગતું કે નિત્યા આ સ્પીચ માટે હા કહેશે"દેવ બોલ્યો.

"બટ વ્હાય?"અજયે પૂછ્યું.

"યા,હોઈ શકે કે એ ના કહે.બિકોઝ એ ફક્ત વુમન એમ્પાવરમેન્ટ માટે જ સ્પીચ આપે છે પણ છતાં મને લાગે છે કે નિત્યાએ આ મોકો છોડવો ના જોઈએ.ઇવન મારી બોસએ એની સ્પીચ સાંભળી છે અને એમણે જ મને નિત્યાને રિકમેન્ડ કરવાનું કહ્યું"

"હા,ઓપચ્યોનીટી તો સારી છે.માની જાય તો સારું"દેવે કહ્યું.

"ના માને તો તું તો છે જ,એને મનાવવા માટે"

"હું એને કઈ પણ કરવા માટે ફોર્સ નહિ કરું"

"જો એના સારા માટે હોય તો પણ નહી"અજય ફરીથી નિત્યાનો પક્ષ લઈને બોલ્યો.

દેવે થોડું અકડાઈને અજયને જવાબ આપતા કહ્યું,"નિત્યા ઇસ અ વેરી ઇન્ટિલીઝન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ.શી નોઝ વેરી વેલ કે એના માટે શું સારું છે ને શુ નહી"

માનુજે પણ દેવની વાતને સહમતી આપતા કહ્યું,"હા,એ તો છે.જોઈએ હવે શું વિચાર છે નિત્યાનો"

ત્રણેય બેસીને વાતો કરતા હતા એટલામાં એક વેઈટર આવીને ચા આપી ગયો.દેવ અને માનુજ જ્યારે પણ મળતા ત્યારે ઇન્ડિયાની જેમ ચાની ટપરી તો કેનેડામાં નહોતી પણ છતાં એમની પ્રથા એમ જ ચાલતી રહી હતી ચા પીવાની.ચા પીતાં જ હતા એટલામાં લન્ચ પણ આવી ગયું.દેવના કેબિનમાં જે અલાયદો રૂમ હતો ત્યાં બેસીને ત્રણેય જણાએ લન્ચ કર્યું.સાથે સાથે દેવ અને માનુજે એમના સ્કૂલ ટાઇમના દિવસો યાદ કર્યા.ડિનર પછી ત્રણેય થોડી વાર ત્યાંજ બેસ્યા.

"ચલો તો હું નીકળું હવે.રાત્રે મળીએ"માનુજ ઉભો થઈને બોલ્યો.

"હા ચોક્કસ,યશને પણ સાથે લાવજે"

"એ તો મે બી કોલેજથી ડાઇરેક્ટ જ જવાનો હતો"

"ધેટ્સ ગુડ"

"ચલ ભાઈ,બાય"માનુજે દેવને ગળે મળતા કહ્યું.

"બાય"

"ઓકે અજયભાઈ,નાઇસ ટૂ મીટ યૂ"

"સેમ ટૂ યૂ માનુજ"

"તું પણ આવને આજ દેવના ઘરે ડિનર માટે"માનુજે અજયને કહ્યું.

"નો નો,તમે જઈ આવો"

"અરે આવને યાર,મજા આવશે"

"ના ના પ્લીઝ,તું મને ફોર્સ ના કર.કેમ કે,હું બહુ જલ્દી માની જાઉં છું"અજયે માનુજને આંખ મારતા કહ્યું.

દેવને કહેવું તો નહોતું પણ માનુજે વાત કરી જ હતી તો એને અજયને પોતાના ઘરે ડિનર માટે ઇનવાઈટ કર્યા સિવાય કોઈ રસ્તો ન હતો એટલે દેવ બોલ્યો,"ચાલ ને અજય,માનુજ સાચું કહે છે"

"ઓકે ધેન,એ બહાને દેવની મમ્મી સાથે પણ મુલાકાત થઈ જશે"

"ઓકે તો ડન,રાત્રે મળીએ દોસ્તો.બાય"માનુજ બોલ્યો.

"બાય"દેવ અને અજય સાથે બોલ્યા.

ત્યારબાદ દેવ અને અજયે થોડું પ્રોજેક્ટ્સને લઈને ડિસ્કશન કર્યું અને પછી બંને છુટા પડ્યા.

*

યશ,કાવ્યા અને હેલી ત્રણ ક્લાસમાં બેસ્યા હતા.બે લેક્ચર પુરા થઈ ગયા હતા પણ હજી સુધી ક્રિશ કોલેજ આવ્યો ન હતો.કાવ્યા એના ના આવવાથી થોડી ઉદાસ હતી.કશું જ બોલ્યા વગર બેસી રહી હતી.હેલીએ આ વાત નોટિસ કરી અને કાવ્યાને પૂછ્યું,"વોટ હેપ્પન?"

"નથિંગ"કાવ્યાએ મોઢું મચકોડતા જવાબ આપ્યો.

"આઈ થોટ,યૂ આર વેઇટિંગ ફોર સમવન"

"નો નો,નથિંગ લાઈક ધેટ"

"સ્યોર?"

"યા.....સ્યોર"

"ઓકે"

"હમમમ"

"બાય ધ વે,યશ......."

યશ ઇઅરપ્લગ લગાવીને લેપટોપમાં કઈક જોતો હતો એટલે એનું ધ્યાન હેલીની વાતમાં ગયું પણ એને કઈ જવાબ ના આપ્યો.કાવ્યાએ જોયું કે યશ હેલીની વાત નથી સાંભળી રહ્યો એટલે કાવ્યાએ યશના કાનમાંથી ઇઅરપ્લગ કાઢી નાખ્યા.

યશે ચિડાઈને કહ્યું,"શું છે તારે બંદરિયા?"

"હેલી ક્યાંરની તને બોલાવે છે,સાંભળતો નથી"

"હા બોલ હેલી,શું કહેતી હતી તું......."

"યશ,વેર ઇસ ક્રિશ?"

આ સાંભળી કાવ્યાએ હેલી સામે જોયું.હેલીએ કાવ્યાને હલકી સ્માઈલ આપી.બંને એકબીજાની વાત વગર કહ્યે સમજી ગયા.

"તને આ બંદરિયાએ કહ્યુંને મને પૂછવાનું?"યશે હેલીને પૂછ્યું.

"અરે ના"

"મને ખબર છે એને જ કહ્યું હશે"

"ઓ બંદર,હું કેમ એને કહું તને આમ પૂછવાનું"

"કારણ કે કાલ રાતથી એને ક્રિશનું કામ હતું.અડધી રાતે ખબર નઈ એને ક્રિશ સાથે શું વાત કરવી હતી કે મને એનો નંબર લેવા માટે ઉઠાડ્યો હતો"

હેલીએ કાવ્યા સામે જોઇને એના કાનમાં કહ્યું,"ઓહોહો......નંબર એન્ડ ઓલ"

"એવું કંઈ જ નથી,મારે પ્રોજેક્ટ બાબતે એનું કામ હતું"

"ઓકે....કુલ બેબી,મેં તો એમ જ કહ્યું"

"એન્ડ બાય ધ વે યશ,હવે મારી પાસે નંબર છે તો હું શું કરવા તને પૂછું.એને જ ના પૂછી લવ"

"હા તો પૂછી લે ને"

"ના,મારે કંઈ કામ નથી"

"તો મને હેરાન ના કર"

હેલી આ ફાઇટિંગ રોકતા બોલી,"હેલ્લો ગાયસ,તમારું મહાભારત પત્યું હોય તો આપણે ક્રિશને પુછીશું કે એ ક્યાં છે અને કેમ કોલેજ નથી આવ્યો?"

"હા,એ તો છે.કેમ નઈ આવ્યો હોય"યશ પણ વિચારવા લાગ્યો.

કાવ્યાને લાગ્યું કે યશ એને પૂછે છે તેથી એને અકડાઈને કહ્યું,"મને શું ખબર કેમ નથી આવ્યો"

"પણ મેં તને પૂછ્યું જ નથી,હું તો એમ જ કહું છું"

એક તો યશના હેરાન કરવાથી કાવ્યા ગુસ્સે પણ થઈ ગઈ હતી અને ક્રિશના ના આવવાથી થોડી અકળાઈને બોલી,"તારો ફ્રેન્ડ છે તું જ પૂછી લે"

"હવે તો તારી પાસે પણ નંબર છે જ ને,તું પણ પૂછી શકે.આફ્ટર ઓલ,હવે તારો પણ ફ્રેન્ડ છે ક્રિશ"

"અરે તમે બંને ચૂપ થશો?"હેલીના આટલું બોલતા જ બંને ચૂપ થઈ ગયા અને હેલી આગળ બોલી,"લાવો,મને નંબર આપો હું જ કોલ કરું"

હેલીએ યશ પાસેથી ક્રિશનો નંબર લીધો અને ક્રિશને કોલ કર્યો.