One unique biodata - 2 - 31 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૧

સવારના લગભગ પોણા નવ વાગ્યા હતા.કાવ્યા હજી એના રૂમમાં નિરાંતે સૂતી હતી.એના રૂમની બારી આગળ લગાવેલા કર્ટન્સમાંથી તડકાનું એક કિરણ એના મોઢા પર પડી રહ્યો હતું.જેના કારણે અજવાળું આવવાથી એની ઊંઘમાં ખલેલ પહોંચી રહી હતી તેથી એ બીજી તરફ મોઢું ફેરવીને સુઈ ગઈ.એટલામાં એના ફોનમાં એલાર્મ વાગ્યું એટલે એ ઝટકો મારીને ઉભી થઈ ગઈ.કારણ કે,કાવ્યા જે ટાઈમનું એલાર્મ મૂકીને ઊંઘતી એ પહેલાં જ એ ઉઠી જતી અને એલાર્મ બંધ કરી લેતી પણ આજે તો એલાર્મ રણકયું હતું.એને લાગ્યું કે,"હું આટલી બેભાન અવસ્થાવાળી ઊંઘમાં કેવી રીતે સુઈ ગઈ.મને તો આવી ઊંઘ કોઈ દિવસ નથી આવતી પણ મજા આવી ગઈ.આજ એવું ફીલ થયું કે જાણે વર્ષોની ઊંઘ પુરી થઈ હોય"
કાવ્યા ઉભી થઈને બારી પાસે ગઈ.કર્ટન્સ ખસેડ્યા.રૂમમાં આવતા સૂરજના પ્રકાશને લીધે જાણે બધું જીવંત થઈ ગયું.કાવ્યાના સ્ટડી ટેબલ પર મૂકેલ મનીપ્લાન્ટના પાંદડા ચમકવા લાગ્યા.કાવ્યા સૂરજની સામે આંખો બંધ કરીને ઉભી રહી અને મનમાં જ ખુશ થવા લાગી.એને કાલની ક્રિશ સાથે થયેલી વાતો યાદ આવી.કાવ્યાના ચહેરા પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ.એક્ઝેટ એ ટાઈમે નિત્યા રૂમમાં આવી.

કાવ્યાને સ્માઈલ કરતી જોઈ નિત્યાએ પૂછ્યું,"વાહ,આજ તો મેડમ બહુ વધારે જ ખુશ લાગી રહ્યા છે"

"ગુડ મોર્નીગ નીતુ,જય શ્રીકૃષ્ણ"કાવ્યાએ નિત્યાને હગ કરતા કહ્યું.

"જય શ્રી કૃષ્ણ,મને તારું લેપટોપ જોઈએ છે"

"લઈ જા ને યાર"

"પણ છે ક્યાં?"

"બેગમાં છે"

નિત્યા બેગમાંથી લેપટોપ કાઢતા કાઢતા ફરીથી પૂછ્યું,"તે તારી હેપ્પીનેસનું રીઝન ના કહ્યું મને....."

"લો બોલો,હેપ્પી રહેવા માટે પણ કઈ કારણ જોઈએ?"

"આજકાલ કારણ વગર કોઈ હસતું નથી"

"હા,એ પણ છે.કઈ નઈ મમ્મી,બસ એમ જ....."

"ઓકે,હું હમણાં તને રિટર્ન આપું"

"વાંધો નઈ,આજ મને જરૂર નથી"

"ઓકે,ચલ રેડી થઈને બ્રેકફાસ્ટ માટે આવી જા"

"ઓકે બોસ"

નિત્યાના ગયા પછી કાવ્યા વિચારવા લાગી,"મારી ખુશીનું કારણ હું પોતે જ હજી સરખી રીતે નથી સમજી શકી તો તને શું સમજાવું નીતુ.આ ફિલિગ્સ શું છે એ ખબર નથી પડી રહી.બસ મજા આવે છે એટલી ખબર છે.જે દિવસે મને સમજાઈ જશે એ દિવસે સૌથી પહેલા હું તને જ કહીશ"

કાવ્યાએ એનો ફોન હાથમાં લીધો એટલે એને યાદ આવ્યું કે એને ક્રિશનો નંબર તો એડ નથી કર્યો.નંબર સેવ કરવા ગઈ ત્યાં ફરી પાછી કન્ફ્યુઝ થઈ ગઈ પછી એણે આંખો બંધ કરી અને કાલની કનવર્ઝેશન યાદ કરી અને એના મોઢા પર સૌથી પહેલા બે શબ્દો આવ્યા,"મિસ્ટર પ્રોટેક્ટિવ"

"કાવ્યા,જલ્દી આવ.તારા માટે સ્પેશિયલ નાસ્તો બનાવ્યો છે"બહારથી જસુબેનનો અવાજ આવ્યો.

આ સાંભળી કાવ્યાએ ફટાફટ ક્રિશનો નંબર મિસ્ટર પ્રોટેક્ટિવ ના નામે સેવ કર્યો અને બાથરૂમમાં જતી રહી.પછી તૈયાર થઈને બહાર ગઈ.બહાર જઈને જોયું તો ડાઇનિંગ ટેબલ પર એના ફેવરીટ નાસ્તો હતો.એ જોઈને એકદમ ખુશ થઈ ગઈ અને ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરતા જસુબેનને પાછળથી હગ અને કિસ કરતા બોલી,"થેક્યું જસુ,મારા માટે આલું પરોઠા બનાવવા માટે"

"પેલું અંગ્રેજીમાં શું કહેવાય છે બર્યું.......વેલકમ....કેવું વેલકમ?"

"મોસ્ટ વેલકમ?"

"હા,મોસ્ટ વેલકમ"

કાવ્યા જેવું આલું પરોઠાને એની પ્લેટમાં લેવા ગઈ ત્યાં જસુબેને એને રોકી અને કહ્યું,"સ્ટોપ,જા પહેલા કાન્હાજીના દર્શન કરી આવ"

"જસુ,મારે એના માટે મંદિરમાં જવાની જરૂર નથી.મારી શ્રધ્ધા છે એટલે બધું આવી ગયું"

"જા,નહિ તો પરોઠા નઈ અડવા દવ"

"ઓકે"કાવ્યાએ મોઢું બગાડતાં કહ્યું અને મંદિરમાં કાન્હાજીની મૂર્તિ સામે હાથ જોડીને ઉભી રહી.એની આંખો આપોઆપ બંધ થઈ ગઈ અને મનમાં ભગવાન પાસે માંગવા લાગી કે,"હે કાન્હાજી,આજ હું જે રિઝનથી હેપ્પી છું એ રિઝનને હંમેશા મારી લાઈફમાં રહેવા દેજો"

કાવ્યા પ્રાર્થના કરીને બ્રેકફાસ્ટ ટેબલ પર ગઈ અને આલું પરોઠાની પહેલી બાઈટ લેતા કહ્યું,"વાવ નાની,શું પરોઠા છે.આઈ લવ ઇટ,મારો પહેલો પ્રેમ"

"થેંક્યું"

"વાહ જસુ,આજ તો તું બેક ટૂ બેક ઇંગ્લિશમાં વાત કરી રહી છે"

"શું કરું,સંગ એવો રંગ"

એટલામાં નિત્યા આવી એટલે કાવ્યાએ મજાકમાં પેલું ગીત ગાવાનું શરૂ કર્યું,

"છુપાના ભી નહી આતા
જતાના ભી નહી આતા
હમેં તુમસે મહોબ્બત હૈ
બતાના ભી નહી આતા"

આ સાંભળી નિત્યા થોડી હસીને બોલી,"તારી કેસેટ ચોંટી ગઈ છે કે શું"

"મને ગમે છે યાર આ સોન્ગ.કેમ,તને કંઈ પ્રોબ્લેમ છે?"

"ના ના,મને શું પ્રોબ્લેમ હોય"

"પણ તું જેને સંભળાવવા માટે ગાઈ રહી છે એ નઈ સાંભળી શકે"

"કેમ?,પપ્પા ક્યાં છે?ક્યારના દેખાતા નથી.હજી સુવે છે કે શું?"

"તારા પપ્પા અને ઊંઘે અને એ પણ અત્યાર સુધી"

"દેવ તો ક્યારનોએ ઓફીસ પહોંચ્યો"

"ઓહહ"

"નીતુ તે બ્રેકફાસ્ટ કર્યું?"

"હા"

"મસ્ત બનાવ્યા છે નઈ?"

"મમ્મીના હાથમાં તો જાદુ છે.બાય ધ વે,લે તારું લેપટોપ"

"કામ પતિ ગયું?"

"હા,એક ડ્રાફ્ટ જ મેઈલ કરવાનો હતો"

"અચ્છા,તારા લેપટોપને શું થયું છે"

"ચાર્જ નથી"

"ઓહહ,તારા જોડે પણ એવું બને છે એમ ને"

"ઑફકોર્સ"

"મને લાગ્યું અમારા જેવા ઈનડિસિપ્લેઇન માણસો જ આટલું અગત્યનું કામ ભૂલી જાય.તું તો બધું જ પરફેક્ટલી હેન્ડલ કરતી હોઈશ"

"બિલકુલ નહીં.હા,અગત્યનું કામ યાદ રાખવું જરૂરી છે પણ અમુક વાર ભૂલી જવાય.બિકોઝ,હું પણ એક માણસ જ છું"

"એ તો છે"

"જેમ તમને કોલેજમાં પ્રોફેસર ઠપકો આપે એમ અમારી પર પણ અમારા બોસ અમુક વાર ભડકે"

"તો તું શું કરે?"

"કંઈ નહીં સાંભળી રહેવાનું.ભૂલ હોય કે ના હોય સાંભળી લેવાનું.હું એમાં પોતાની જાતને નીચું નથી સમજતી કે હું આટલું પરફેક્ટલી કામ કરું છું તો પણ મારા બોસ મને બોલે છે.હું એમાંથી શીખું છું અને આગળ વધુ છું"

"વાહ નીતુ,આ લાઈફ લેશનને હું મારી લાઈફમાં ચોક્કસ ફોલોવ કરીશ"

જસુબેને કાવ્યાના ખભા પર હાથ મુકતા કહ્યું,"ચોક્કસ કરજે કાવ્યા.નિત્યા જે પણ કહે છે અને કરે છે એ બધું જ તું ફોલોવ કરજે.ખૂબ જ આગળ વધીશ"

"યસ જસુ,નીતુ તો મારી રોલ મોડલ છે"

"આવું ના બોલો"નિત્યાએ કહ્યું.

"કેમ?"કાવ્યાએ પૂછ્યું.

"જ્યારે કોઈ તમારું રોલ મોડલ બનવા માગતું હોય ત્યારે તમારે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરવાની જવાબદારી રહે છે"

"હા પણ એ જવાબદારી તારા માટે બોજ નથી એ અમે જાણીએ છીએ"

"હા નીતુ,તારે એમાં જરા પણ એફર્ટ્સ કરવાની જરૂર નથી.તારું વ્યક્તિત્વ જ એવું છે"

"ઓહહ,થેંક્યું થેંક્યું થેંક્યું.મને આ લાયક સમજવા માટે"

"ઓકે,હું હવે કોલેજ માટે નીકળું છું"

"આપણે સાથે જ જઈએ.મારે પણ ઓફીસ માટે નીકળવું છે.હું મારું પર્સ લઈને આવું"

"ઓકે"

નિત્યા અને કાવ્યા બંને સાથે નીકળ્યા.

*

દેવ અને અજય બંને સવારના મીટિંગમાં હતા.કોંફરન્સ રૂમમાં અમુક બાબતોને લઈને ચર્ચા થઈ રહી હતી.ત્યાં બેસેલા બધા જ પોતાના મંતવ્યો જણાવી રહ્યા હતા.

(દેવને એના કામમાં બધું જ બેસ્ટ પસંદ હતું.કોઈ જ બાબતે કઈ જ કચાસ ના રહી જાય એ બાબતનું દેવ પૂરેપૂરું ધ્યાન રાખતો હતો.આખરે વિદેશમાં એજ્યુકેશન બાબતે લેવાના નિર્ણયો એના માટે ઘણા ટફ રહ્યા હતા.ત્યાનું વાતાવરણ,ત્યાંની લાઇફસ્ટાઇલ મુજબ બધું જ યુનિવર્સિટીઓને ચલાવવી કંઈ નાની બાબત નહોતી.ઇન્ડિયાથી આવેલ દરેક સ્ટુડન્ટસ માટે દેવની યુનિવર્સિટીમાં અલગથી સ્લોલરશીપ મળતી.એ સ્ટુડન્ટસને કોઈપણ વાતની તકલીફ ન પડે એવું મેનેજમેન્ટ દેવનું હતું.આખરે એ જ સપનું લઈને તો દેવ કેનેડામાં આવ્યો હતો.દેવે એની મહેનતના લીધે એના બધા જ સપના સાકાર થતા જોયા હતા.દેવ સલોનીના કટાક્ષ ભર્યા શબ્દોને જ કારણે પણ એ મોટો માણસ બની ગયો હતો.એક પરફેક્ટ બિઝનેસમેન.)

ત્રણ કલાકની મીટિંગ પછી દેવ કોંફરન્સ રૂમમાંથી એના પર્સનલ કેબિનમાં ગયો.અજય પણ દેવની સાથે સાથે જ દેવના કેબિનમાં ગયો.દેવે અજયને લન્ચ માટે પૂછતાં કહ્યું,"આઈ એમ હંગ્રી યાર,વિલ યૂ હેવ લન્ચ વિથ મી"

"ઓકે,જમવામાં ક્યાંય ના નહીં કેવાનું"અજયે હસતા હસતા કહ્યું.દેવ પણ આ વાત પર ખડખડાટ હસ્યો.

"ઓકે વન્ડરફુલ,શું લઈશ તું?"

"જે પણ તું ઓર્ડર કરે"

"તને મારી ચોઇસ ગમશે?"

"હા,આઈ લાઈક યોર ચોઇસ"

અજયના જવાબથી દેવને થોડું અજીબ ફીલ થયું.પણ એને વાતને હસવામાં કાઢી લીધી અને જાનકીને કોલ કરીને પોતાના અને અજય માટે લન્ચ ઓર્ડર કરવા માટે કેબિનમાં બોલાવી.જાનકીએ ઓર્ડર લખ્યો અને ત્યાંની ફૂડએપ પરથી જમવાનું ઓર્ડર કર્યું.

"સર,બહાર તમારા ફ્રેન્ડ આવ્યા છે"

"ફ્રેન્ડ?"દેવના મોઢા પર પ્રશ્નાર્થ ભાવ આવી ગયા.

દેવ વિચારવા લાગ્યો કે મારો કયો ફ્રેન્ડ આવ્યો હશે?

"એને એનું નામ તો કહ્યું હશે ને?"દેવે પૂછ્યું.

"હા,કોઈ મિસ્ટર મા......."જાનકી આગળ કંઈ બોલે એ પહેલાં તો એના કેબિનનો દરવાજો ખુલ્યો અને કોઈએ પૂછ્યું,"કેન આઈ કમ ઇન સર?"