One unique biodata - 2 - 33 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૩

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૩

ક્રિશ કોલેજ કેમ નહોતો આવ્યો એ જાણવા માટે હેલીએ યશ પાસેથી ક્રિશનો નંબર લીધો અને ક્રિશને કોલ કર્યો.એક રીંગમાં જ ક્રિશે કોલ રિસીવ કરી લીધો પણ હેલીનો નંબર એની પાસે ન હતો તેથી એને વાત શરૂ કરી.

"હેલો,હૂ ઇસ ધીસ?"

"હેલો ક્રિશ,આઈ એમ હેલી"

"ઓહહ હેલી,હા બોલ"

"વ્હેર આર યૂ?"

"બસ કોલેજના ગેટ પાસે પહોંચ્યો"

"ઓકે કમ"

"ઓકે બાય"

"બાય"કહીને હેલીએ ફોન મુક્યો.

કાવ્યા અને યશ બંને હેલીની સામે જોઈ રહ્યા હતા.એટલે હેલીએ કહ્યું,"ક્રિશ ઇસ કમીંગ,ગેટ પર પહોંચ્યો.બસ આવે જ છે"

"હાશશ...."કાવ્યાએ હળવાશ અનુભવતા કહ્યું.

"સ્ક્યુઝ મી મેડમ,તમે કઈ વાતથી ખુશ થાવ છો?"હેલીએ કાવ્યાને પૂછ્યું.

હેલીના કહેવાથી કાવ્યા શરમાઈ ગઈ.હેલીએ એના માથા પર ટપલી મારી અને બોલી,"મેડ ગર્લ"

એટલામાં ક્રિશ ક્લાસમાં આવ્યો.ક્રિશના આવતા જ કાવ્યાના સવાલો તીરની જેમ એક પછી એક ચાલુ થઈ ગયા,"ક્યાં હતો અત્યાર સુધી?.કોલ પણ ના કર્યો કે હું લેટ આવવાનો છું.એવું તો શું કામ આવી ગયું હતું?.કેટલી ચિંતા થતી હતી મને,એનો કોઈ આઈડિયા છે તને?"

કાવ્યાના સવાલો સાંભળી હેલી અને યશની સાથે સાથે ક્રિશ પણ સ્તબ્ધ થઈ ગયો.બધા એની સામે આશ્ચર્યના ભાવથી જોવા લાગ્યા.કાવ્યા ભાનમાં આવી હોય એમ એ ત્રણને પોતાની તરફ આમ આશ્ચર્યના ભાવથી જોતા જોઈને બોલી,"મતલબ કે અમને ચિંતા થઈ ગઈ હતી કે તું હજી સુધી કેમ ના આવ્યો.બે લેક્ચર મિસ થઈ ગયા ને તારા એટલે"

"બિચારાને શ્વાસ તો લેવા દે"યશ બોલ્યો.

કાવ્યાને રિયલાઈસ થયું કે એને ઓવરરીએક્ટ કર્યું એટલે એને ક્રિશની સામે જોઈને કહ્યું,"સોરી"

"ઇટ્સ ઓકે.સોરી તો મારે કહેવું જોઈએ.મારે કોલ કરવો જોઈતો હતો.સો,આઈ એમ સોરી"ક્રિશે કાવ્યા સામે જોઈને કહ્યું.

"પણ તું હતો ક્યાં અત્યાર સુધી?.ગર્લફ્રેન્ડ જોડે તો........."યશે મજાક કરતા કહ્યું.

એના જવાબમાં ક્રિશ બોલ્યો,"નોટ એટ ઓલ યશ.મમ્મીને ડોકટર પાસે લઈ જવાની હતી.આજની એપોઇન્ટમેન્ટ હતી"

"શું થયું છે આંટીને?"હેલીએ પૂછ્યું.

"થોડા ટાઈમ પહેલા ક્રિશના મમ્મી બીમાર હતા"કાવ્યા બોલી.

"તને કેવી રીતે ખબર?"યશે પૂછ્યું.

"ક્લાસમાં તો ક્રિશે કહ્યું હતું"

"હા,સાચી વાત છે કાવ્યાની.એટલે જ મેં લેટ કોલેજ સ્ટાર્ટ કરી હતી"

"ઓહહ હા,હું ભૂલી ગયો હતો"યશ બોલ્યો.

"તો હવે આંટીને સારું છે ને?"કાવ્યાએ લાગણીભર્યા અવાજે પૂછ્યું.

"યસ,નાવ શી ઇસ ઓલ રાઈટ.આજ તો બસ ચેકઅપ માટે બોલાવ્યા હતા"

"થેન્ક ગોડ"

લેક્ચર સ્ટાર્ટ થવાનું એનાઉન્સમેન્ટ થયું.ક્રિશ વિચારી રહ્યો હતો કે ક્યાં બેસે કારણ કે એ જ્યાં ઉભો હતો ત્યાં બેન્ચના છેડા પર કાવ્યા બેસી હતી એની બાજુમાં યશ અને પેલા છેડે હેલી બેસી હતી.કાવ્યાને સમજાઈ ગયું કે ક્રિશ શું વિચારી રહ્યો હતો એટલે એને હેલી અને યશને થોડા ખસવાનું કહ્યું અને એની બાજુમાં ક્રિશની જગ્યા કરી અને ઇશારાથી જ કહ્યું કે,"અહીંયા બેસી જા"એટલામાં સર આવી ગયા એટલે ક્રિશ કાવ્યાની બાજુમાં બેસી ગયો.

સરે લેક્ચર શરૂ કર્યો.કાવ્યા પહેલી વાર ક્રિશની આટલું નજીક બેસી હતી.એના મનમાં તો જાણે પતંગિયા ઉડી રહ્યા હતા.એના વાળ ફૂલ સ્પીડે ઉડી રહ્યા હોય,આજુ બાજુનું બધું જ થંભી ગયો હોય અને બેકગ્રાઉન્ડમાં ધીમું મ્યુઝિક વાગી રહ્યું હોય અને પોતે અને ક્રિશ સેન્ટરમાં ઉભા રહીને બસ એકબીજાને જોઈ રહ્યા હોય એવુ ખુલ્લી આંખે સપનું જોઈ રહી હતી.એટલામાં પ્રોફેસરનું ધ્યાન કાવ્યા તરફ ગયું.એમને લાગ્યું કે કાવ્યાનું ધ્યાન એ બોલી રહ્યા હતા એમાં ન હતું.પ્રોફેસર કાવ્યાને દેવના કારણે પર્સનલી ઓળખતા હોવાથી એમને કાવ્યાને પૂછ્યું,"હેલો કાવ્યા,વ્હેર ઇસ યોર અટેન્સન?"

પણ કાવ્યાને તો જાણે કંઈ સંભળાતું જ ન હતું.એને તો સરની જગ્યાએ ક્રિશ દેખાઈ રહ્યો હતો એટલે કાવ્યાએ પ્રોફેસરના પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો.ક્રિશ કાવ્યાને ઈશારાથી કહેવા ગયો પણ કાવ્યા તો હજી સપનામાં જ હતી.પછી યશે કાવ્યાના હાથે ધીમે રહીને ચૂંટલી ભરી એટલે કાવ્યા સપનામાંથી બહાર આવી.

"શું છે તારે?,કેમ ચૂંટલી ભરે છે?"કાવ્યાએ ગુસ્સે થઈને યશને કહ્યું.

"સર બોલાવે છે"

કાવ્યા ઉભી થઈ ગઈ અને બોલી,"યસ સર....."

"વ્હેર ઇસ યોર અટેન્સન?"

"સોરી સર"

"પેય અટેનશન ટૂ ઓનલી સ્ટડી"

"ઓકે સર,સોરી"

"ઇટ્સ ઓકે,શીટ ડાઉન"

કાવ્યા બેસી ગઈ.ક્રિશ સામે સ્માઈલ કરી.ક્રિશે ઇશારાથી અંગુઠો બતાવીને પૂછ્યું,"ઓલ ઓકે?"

કાવ્યાએ પણ સામે અંગુઠો બતાવીને કહ્યું,"યા,ઓલ ઓકે"

પછી હેલીએ કાવ્યાને પાછળથી ટપલી મારીને બોલાવી અને આંખો મચકાવી.કાવ્યાએ પણ સામે હેલીને આંખ મારી અને પછી બંને હસી પડ્યા.આમ જ મસ્તી કરતા કરતા લેક્ચર પૂરો થયો.જેવા સર ક્લાસમાંથી ગયા તરત જ કાવ્યાના ફોનમાં રિંગ વાગી.કાવ્યાએ કોલ રિસીવ કર્યો.

"હેલો"

"હા બોલ નીતુ"

"યશ ક્યાં છે?"

"અહીંયા જ છે"

"આજ હું તને લેવા નથી આવતી.તું અને યશ સાથે આવી જજો"

"યશ આપણા ઘરે આવવાનો છે?"

"હા"

"ઓહહ વાવ,માનુજ અંકલ એન્ડ દિપાલી આંટી પણ?......."

"હા"

"અમેઝિંગ,મજા પડશે આજ તો"કાવ્યા ઉછળીને બોલી.

કાવ્યાને ખુશ જોઈને હેલીએ પૂછ્યું,"એવી તો શું વાત છે કે ખુશ થઈ ગઈ?"

"આજ આ બંદર મારા ઘરે આવવાનો છે"

"કાવ્યા......"નિત્યાએ કાવ્યાને ટોકતા કહ્યું.

"સોરી સોરી નીતુ"

"બીજું કોઈ પણ છે તારી બાજુમાં?"

"હા,મારી ફ્રેન્ડ હેલી છે અને......"

"અને..."

"એક ફ્રેન્ડ છે ક્રિશ"

"તો એમને પણ ઇનવાઈટ કર ડિનર માટે"

નિત્યાના આ સજેસનથી કાવ્યા ખુશ થઈ ગઈ અને બોલી,"સાચે જ?"

"હા"

"પણ એ લોકો મારુ નઈ માને,તું જાતે જ ઈનવાઈટ કર એ બંનેને"

"સારું,ફોનનું સ્પીકર ઓન કર"

કાવ્યાએ ફોનનું સ્પીકર ઓન કર્યું.

"હા નીતુ બોલ હવે"

"હેલી એન્ડ ક્રિશ,હેલો બેટા"નિત્યા બોલી.

"હેલો આંટી"હેલીએ કહ્યું.

ક્રિશ એની બુક બેગમાં મુકવામાં વ્યસ્ત હતો તેથી એને નહોતી ખબર કે કાવ્યા કોની સાથે વાત કરતી હતી.એને ફોનની સ્ક્રિન પર જોયું તો કાવ્યાએ નીતુ કરીને નિત્યાનો નંબર સેવ કર્યો હતો તેથી ક્રિશને ખબર ના પડી કે ફોનમાં કોણ બોલી રહ્યું હતું એટલે એને કાવ્યાને પૂછ્યું,"હૂ ઇસ શી?"

"માય મોમ"

"ઓહહ,હેલો આંટી.જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ ક્રિશ"

"ક્રિશ તું અને હેલી આજ કાવ્યા અને યશની સાથે અમારા ઘરે આવજો,ડિનર માટે"

"ઓકે આંટી,આઈ એમ રેડ્ડી.સ્પેશિયલી તમને મળવા માટે.કારણ કે મેં કાવ્યા અને યશ પાસેથી તમારા વિશે બહુ બધું જાણ્યું છે.કાવ્યા કરતા પણ યશ તમારા વિશે વધારે વાત કરતો હોય છે તો મારે તમને મળવું છે"હેલીએ કહ્યું.

"હા તો આવી જાવને બેટા"

"યસ આંટી,આઈ એમ કમીંગ"

"એન્ડ ક્રિશ......"નિત્યા જાણવા માંગતી હતી કે ક્રિશ શું કહેશે.નિત્યાથી વધારે તો કાવ્યાને જાણવાની આતુરતા હતી કે ક્રિશ આવશે કે નહીં.

"આઈ એમ સો સોરી આંટી,બટ આઈ કાન્ટ કમ એટ યોર હોમ,ટુડે"ક્રિશે ના કહેતા કહ્યું.

"કેન આઈ નોવ ધ રિઝન?"નિત્યાએ કારણ પૂછ્યું.

ક્રિશ કંઈ બોલે એ પહેલાં જ કાવ્યાએ ઉદાસ મને જવાબ આપ્યો,"નીતુ,ક્રિશની મમ્મીની તબિયત ઠીક નથી સો....."

"ઓહહ,ઓકે ઓકે.ટેક કેર ઓફ યોર મધર ક્રિશ"

"પછી કોઈ વાર જરૂર આવીશ આંટી,થેંક્યું સો મચ ફોર ઈનવાઇટિંગ મી"

"ધેટ્સ ફાઇન બેટા"

કાવ્યાએ ફોનનું સ્પીકર બંધ કર્યું અને નિત્યાને કહ્યું,"ઓકે નીતુ,હવે અમે નીકળીએ જ છીએ"

"ઓકે,આવો શાંતિથી"

"બાય,જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ"

"તો ચાલો જઈશું હવે?"યશે પૂછ્યું.

"હા,આઈ એમ વેરી એક્સાઇટેડ.હું મમ્મીને ઈંફોર્મ કરું કે હું આજ કાવ્યાના ઘરે જાવ છું"કહીને હેલી એના ઘરે જાણ કરવા માટે ગઈ.

ક્રિશ ઉભો થઈને બોલ્યો,"ઓકે ગાયસ,હેવ ફન.હું નીકળું હવે"

યશ પણ ઉભો થયો અને ક્રિશના ખભે હાથ મુકતા બોલ્યો,"તું આવ્યો હોત તો વધારે મજા આવત.બટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન"

"હમમમ....."ક્રિશ નીચું જોઈને બસ આટલું જ બોલ્યો.

કાવ્યા પણ ક્રિશનો ઉદાસ ચહેરો જોઈને ઉદાસ થઈ ગઈ.એટલામાં હેલી આવી અને કહ્યું,"ચાલો જઈએ"
ગેટ સુધી ચારેય સાથે બહાર નીકળ્યા.પછી ક્રિશે બુક કરાવેલી કેબ આવી ગઈ.

"બાય ગાયસ"

"બાય"હેલી અને યશ બંને સાથે બોલ્યા.

કાવ્યાએ ક્રિશને સ્માઈલ કરવાનો ઈશારો કર્યો અને બાય કહ્યું.ક્રિશે હલકી સ્માઈલ આપી અને બોલ્યો,"સી યૂ ટુમોરો"

પછી કેબમાં બેસીને નીકળી ગયો.કાવ્યા એને જતો જોઈ રહી.

"હેય,આજે આપણે કેબમાં નથી જવું"યશ બોલ્યો.

"તો શું પગપાળા સંઘ કાઢવાનો ઈરાદો છે?"કાવ્યાએ પૂછ્યું.

"અરે ના પાગલ,આજે આપણે ટ્રેનમાં જઈએ"

"ગુડ આઈડિયા,એ બહાને એક નાનું એડવેન્ચર પણ થઈ જશે"

"ઓકે,મને વાંધો નથી.પણ પપ્પાને કોઈ ના કહેતા કે આપણે ટ્રેનમાં આવ્યા"કાવ્યાએ કહ્યું.

"કેમ?"હેલીએ પૂછ્યું.

"આઈ ડોન્ટ નો.પપ્પાને નથી ગમતું.કેમ નથી ગમતું એ તો મને પણ ખબર નથી"

"અચ્છા,ઓકે"

યશ,કાવ્યા અને હેલી કાવ્યાના ઘરે જવા માટે ટ્રેનમાં બેસ્યા.કોલેજથી કાવ્યાનું ઘર લગભગ ૨૦કિલોમીટર દૂર હતું પણ છતાં એમને બે ટ્રેન બદલીને કાવ્યાના ઘરે જવું પડતું.ત્રણેય ટ્રેનમાં બેસી ગયા.

"તે મને સવારે જ કેમ ના કહ્યું કે તું આજ મારા ઘરે આવવાનો છે અને આ પ્લાન ક્યારે બન્યો,મને તો કંઈ ખબર જ નથી"કાવ્યાએ યશને કહ્યું.

"પ્લાન તો ઘણા દિવસથી હતો તારા ઘરે આવવાનો,પણ મોકો નહોતો મળતો"

"યાર,મારા ઘરે આવવા પણ હવે તમારે મોકાની જરૂર છે"

"એવું નઈ પણ,દેવ અંકલ પણ ઓલવેઝ બીઝી હોય છે અને મોમ-ડેડ પણ ઓફીસ,રેસ્ટોરન્ટ અને મમ્મી એના કુકિંગ ક્લાસિસમાં બીઝી હોય છે તો એવો મેળ જ નહોતો પડતો કે આપણું ફેમિલી આમ મળે.આતો પપ્પાને નિત્યા આંટીના કામ રિલેટેડ કંઈક પૂછવું હતું એટલે મેળ પડી ગયો"

"સારું થયું,એ બહાને બધા ભેગા થશે"

"હા"

"આઈ એમ વેરી હેપ્પી ટુડે"કાવ્યાએ ખુશ થતા કહ્યું.

"આઈ ઓલ્સો"યશ બોલ્યો.

બસ આમ જ હેલી,યશ અને કાવ્યાનું નાનકડું એડવેન્ચર પૂરું થયું અને ત્રણેય કાવ્યાના ઘરે પહોંચ્યા.