શ્રીમદ ભાગવત ગીતામાં વિષ્ણુના મુખ્ય 10 અવતારોનો ઉલ્લેખ છે. ભગવદ ગીતાના જ્ઞાન કર્મસંન્યાસ યોગ ના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે શું જન્મ લઉં છું. દુર્જનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થાઉં છું. વિષ્ણુને પોતાના મુખેથી એ વાત કહી છે એ વિવિધ યુગોમાં નાનાવિધ અવતાર લઈને તેઓ પૃથ્વી પર અવતરે છે.
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવ જાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લઈ, ભક્ત પર આવેલ સંકટને તે ટાળે છે. વિશ્વના આવા મુખ્ય દસ અવતારની દશાવતાર કહેવામાં આવે છે. વૈશાખ સુદ ચૌદસના નૃસિંહ જયંતી મનાવવામાં આવે છે જે વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર છે.પ્રથમ અવતાર મત્સ્ય માછલી ના રૂપમાં,દ્વિતીય કાચબાના રૂપમાં અને તૃતીય વરાહ એટલે ભૂંડ કે ડુક્કર ના રૂપમાં, ચોથો નૃસિંહ કે જેમાં અડધું શરીર મનુષ્ય અને અડધુ સિંહનુંછે જેને શ્રી હરિ વિષ્ણુ નો ક્રોધ અવતાર કહેવામાં આવે છે તે છે. પાંચમું વામન બાળકના રૂપમાં, છઠ્ઠું પરશુરામ, સાતમું રામ, આઠમો અવતાર કૃષ્ણ,નવમો બુધ્ધ અને દસમો કલકી જે અવતાર હજુ થયો નથી પણ એમ માનવામાં આવે છે કે આ અવતાર હવે ભવિષ્યમાં થનાર છે.
કહેવાય છે કે પોતાના ભક્ત માટે ભગવાન સર્વસ્વ આપી દે છે અને તેની રક્ષા માટે ગમે તે સ્વરૂપે અવતરિત થાય છે તેનું આદર્શ ઉદાહરણ નૃસિંહ અવતાર છે. પોતાના ભક્તની વાણી સત્ય થાય અને પોતાની શુદ્ધ વ્યાપકતાને સિદ્ધ કરવા ભગવાને અવતાર લીધો. સજ્જનતાની પાછળ જ્યારે દુષ્ટતા પડી જાય છે, અત્યાચાર અને આતંક જયારે શિખર પર પહોંચી છે ત્યારે તેનો અંત લાવવા સૃષ્ટિની રક્ષા કરવા માટે શ્રી હરિ વિષ્ણુ અવતાર ધારણ કરીને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરે છે. તેમના દસ અવતાર પૈકી નૃસિંહઅવતાર ખૂબ મહત્વનો છે.
શ્રીમદભાગવતમાં અવતારનું વિસ્તૃત વર્ણન છે એમનું આ દર્શન સૌથી અદભુત છે, તેમનું ધડ સિંહનું અને નીચેનું શરીર માનવનું છે. આજે વૈશાખ વદ ચૌદશ નૃસિંહ જયંતીએ નૃસિંહ અવતાર વિશે જાણીએ..
ત્રીજા અવતાર વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષ નો વધ કર્યા પછી ભાઈ હિરણ્યકશિપુ એ મંદરાચલ પર્વત પર કઠિન તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વિચિત્ર પ્રકારનું વરદાન માગ્યું હતું કે હું પશુથી ન મરું કે માનવથી, બહાર ન મરું કે ઘરમાં, દિવસે ન મરું કે ન રાત્રે, અસ્ત્રથી ન મરું કે ન શસ્ત્ર થી, નીચે પૃથ્વી ઉપર ન મરું કે ઉપર ના મરુ. જેથી તેનું મૃત્યુ જ ન થાય એમ સમજીને છકી ગયો. ધર્મ વિરુદ્ધ યુદ્ધ કરી લીધું. જેથી સર્વત્ર હાહાકાર મચી ગયો.ઈન્દ્રને ભય લાગ્યો કે આ અસૂર થી બીજો અસૂર પેદા થશે.તેથી તેની સગર્ભા પત્ની કયાધુ નું અપહરણ કર્યું.પણ નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી, ધર્મનો ઉપદેશ આપ્યો.પરિણામે તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત થયો.તે તેને જરાય પસંદ ન હતું. ભગવાને પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ અને પત્ની કયાધુના અપહરણ કર્યું હોવાને કારણે તેમના પર રોષે ભરાયો હતો એટલે તેને મારવા માટે તમામ પ્રયત્નો કરતો રહ્યો. પરંતુ અસફળ રહ્યો. તેના કોઈ ધમપછાડા કામયાબ ન થયા. બહેન હોલિકા ના ખોળામાં ભક્ત પ્રહ્લાદને બેસાડી તેને મારી નાખવાનું તેનું નિષ્ફળ કાવતરું અને હોલિકા દહનની વાત આપણે સહુ જાણીએ છીએ. અત્ર,તત્ર સર્વત્ર ભગવાન હોવાની વાત કરતા ભક્ત પ્રહલાદ પર ખૂબ ગુસ્સે ભરાઇને છેવટે એક દિવસ પોતે તેને આવેશમાં આવી મારવા તૈયાર થયો. એક લોખંડના થાંભલા ફરતે પ્રચંડ અગ્નિ સળગાવી તેણે પ્રહલાદને બોલાવ્યો અને પડકાર કર્યો: "ક્યાં છે તારો ભગવાન? જો આ થાંભલામાં ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર.આજે તને કોઈ બચાવી શકશે નહીં" એમનકહી મારવા જાય છે ત્યાં જ લાકડાનું સ્તંભ ફાટયો. એ થાંભલામાં એક વિકરાળ, વિચિત્ર અને ભયંકર સ્વરૂપે ભગવાન નું પ્રાગટ્ય થયું. તે નૃસિંહ સ્વરૂપ એવા ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપને પકડી ઘરની પાસે ખોળામાં લઈને નખ દ્વારા ચીરી નાખ્યો ત્યારે તેને આંખોમાંથી અંગારા વરસતા હતા. અત્યંત ક્રોધ સાથે ધ્રુજી ગયા હતા. આ જોઈ તેમને શાંત પાડવા માટે દેવ, ઈન્દ્ર સમાજ જેવા ૧૭ સમાજે પ્રાર્થના કરી છતાં શાંત ન થયા ત્યારે લક્ષ્મીજીએ પણ તેમને સમજાવ્યાં તો પણ તેઓ શાંત ન થયા. ત્યારે તેમનો પરમ ભક્ત પ્રહલાદ તેમની શાંત કરવા આવ્યો અને ભગવાનની આંખોમાંથી અશ્રુધારા છૂટી. તેઓ શાંત થયા. પ્રહલાદને ખોળામાં બેસાડયો અને કહ્યું કે મને માફ કર તને મારી ભક્તિ કરતા અનેક સંકટોનો સામનો કરવો પડ્યો. આમ છતાં તારી શ્રદ્ધા અને વિશ્વાસ અડગ રહ્યા, જેથી મને તારી વ્હારે આવો પડ્યું ભગવાનને ભક્ત પ્રહલાદની રાજ તિલક કર્યું.
આમ નીડરતા અને અનન્ય પ્રભુભક્તિ ભગવાનને પ્રિય છે જે દ્વારા અન્યાય અને અત્યાચારનો સામનો કરવા કુદરત જરૂર સાથ આપે છે એ યાદ કરાવવાનો દિવસ એટલે નૃસિંહ જયંતિ