આંતરરાષ્ટીય થેલેસેમિયા દિવસ
મેડીટરિયમ એનેમિયા, કોલિઝ એનિમિયા થી થતો રોગ કે જે લોહીની આનુવંશિક બીમારી કહી શકાય તેવો થેલેસેમિયા રોગ અંગે જાગૃતિ લાવવા આઠ મે ના દિવસે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
સ્વસ્થ વ્યક્તિ માં રક્તકણોનું આયુષ્ય ૧૦૦ થી ૧૨૦ દિવસનું હોય છે ત્યારબાદ રક્તકણ ફરીથી બને છે. જ્યારે થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિમાં રક્તકણોનું આયુષ્ય ૬૦ થી ૧૦૦ દિવસનું ટૂંકું હોવાથી હિમોગ્લોબીન બનતું નથી. આ દિવસ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ રક્તદાન શિબિર અને રોગ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે. આજના દિવસે આનુવંશિક જન્મજાત એવા થેલેસેમિયા રોગ અંગે થોડી વધુ જાણકારી મેળવીએ. થેલેસેમિયા બે પ્રકારના હોય છે એક માઈનોર થેલેસેમિયા અને બીજુ મેજર થેલેસેમિયા.
માઇનોર થેલેસેમિયામાં બીટા ગ્લોબીન જનીનના જોડકા માંથી એક જનીન ખામીવાળું હોય છે.આ પ્રકારના લોકો સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે પણ તેઓ આ મહારોગના વાહ કહેવાય છે.આ પ્રકારના જનીન ધરાવતી વ્યક્તિને બીમાર કહી શકાય નહીં. અને તેમના માટે કોઈ ઈલાજ ની જરૂર હોતી નથી. માઈનોરના કોઈ લક્ષણો હોતા નથી.પરંતુ જ્યારે લોહીની તપાસ કરાવવામાં આવે ત્યારે જ તે અંગેની જાણ થાય છે. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો તેમના સંતાનો થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે. આરોગ બારમા અને તેરમાં રંગસૂત્રમાં ખામી સર્જાવાથી થાય છે.
બીજો પ્રકાર થેલેસેમિયા મેજર: એક તારણ મુજબ અંદાજે ભારતમાં ૭૦૦૦થી ૧૦૦૦૦ બાળકો થેલેસેમિયા મેજર લઈનેેે દર વર્ષે જન્મે છે. આવી ખામી ધરાવતા બાળકો નું લોોહી ફીકું પડે છે, હાથ પગ દુખેેેેે છે અને થોડા શ્રમથી પણ અશક્તિ આવે છે. તેનાાા લીવર અને બરો લ મોોટા થઈ જાય છે.ચહેરો ક્યારેક બેડોળ થઈ જાા.ય
થેલેસેમિયા રોગ થવાના કારણો :
મુખ્ય કારણ કે જો માતા અને પિતા બંનેમાંથી કોઇ એકને મેજર હોય તો બાળકને થઈ શકે. પણ જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનોર હોય તો બાળક થેલેસેમિયા મેજર થઈ શકે છે.
બીજું કારણ આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી શરીરને લોહતત્વ મળે છે. હાડકા માં રહેલો માવો બોનમેરો અથવા અસ્થિમજ્જા આ તત્વમાંથી હીમોગ્લોબિન બનાવે છે. આખા શરીરમાં ઑક્સિજનનું વહન હીમોગ્લોબિન મારફતે થાય છે. થેલે સેમીયા માંઈનોર વ્યક્તિમાં અસ્થિ મજ્જા શરીરમાં બનેલા લોહ તત્વ નું પૂરતા પ્રમાણમા હીમોગ્લોબિનમાં રૂપાંતર થઈ શકતું નથી.જેને લીધે શરીરના બધા અવયવોને પૂરતો ઓક્સિજન મળી શકતો નથી. અને લાંબે ગાળે અવયવોની કાર્યક્ષમતા ઘટે છે. થેલેસેમિયા માઇનોર ના દર્દી આજીવન ગુણવત્તા યુક્ત ખોરાક લઈને સામાન્ય જીંદગી જીવી શકે છે પરંતુ થેલેસેમિયા મેજરના દર્દીનું આયુષ્ય વધુમાં વધુ પચ્ચીસથી ત્રીસ વર્ષનું હોય છે.
આ રોગ નિવારણ માટે આટલું કરી શકાય:. થેલેસેમિયા રોગ થી બચવા માટે સૌપ્રથમ તો સગાઈ કે લગ્ન પહેલાં જ યુવક અને યુવતી નો બ્લડ ટેસ્ટ કરાવવો જોઇએ. જો બંને થેલેસેમિયા માઇનોર હોય તો લગ્ન ન કરવા જોઈએ, કેમ કે આવા કિસ્સામાં ભવિષ્યની પેઢીને થેલેસેમિયા મેજર થવાના સંજોગો ૯૦ ટકા હોય છે. પણ જો બેમાંથી કોઈ એક્ને થેલેસેમિયા માઇનોર હોય તો લગ્ન કરવામાં કોઇ હરકત નથી.
બીજું ખાસ જરૂરી એવું આ રોગની તબીબી સારવાર મુખ્યત્વે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ની છે, હવે તો સામાન્ય માણસોને પણ આ સારવારની ખબર હોય છે.
અન્ય સારવારમાં નિયમિત સમયાંતરે આવા દર્દીને લોહી ચડાવવું પડે છે. અને શરીરની લોહતત્વની ઊણપને કાબૂમાં રાખી શકાય છે.
complete blood count દ્વારા નિયમિત તપાસ કરી લોહતત્વ લેવાથી પણ અમુક અંશે આ રોગની નાથી શકાય છે.
થેલેસેમિયા મેજર ખૂબ જ નાની એટલે કે છ થી આઠ મહિનાથી બે વર્ષના બાળકથી શરૂ થાય છે આ રોગ ગ્રસ્ત બાળકો કાયમ માટે લોહીની ઉણપ થી પીડાય છે જે માટે તેમને લગભગ દર મહિને એક કે તેથી વધુ વખત લોહી ચડાવવું પડે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એમાં પણ લોહાણા, કચ્છી ભાટિયા, મુસ્લિમ અને રાજસ્થાની જૈનમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આવા જ્ઞાતિના લોકોએ ખાસ જાગૃતિ કેળવી દરેક માં એક નિયમ અપનાવો જરૂરી છે કે સગાઈ પહેલાં દરેક વ્યક્તિ નો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય કે જેથી કરીને જો કોઈને મેજર કે માઈનર થેલેસેમિયા હોય તો ભવિષ્યની પેઢીને વારસામાં ન આપે. અને આવનારી પેઢી ધીમે ધીમે થેલેસેમિયા થી મુક્ત થઈ શકે.
આ ઉપરાંત ખાસ જરૂરી સમયાંતરે રક્તદાન કરી આવા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ કે જેમને કાયમ માટે વારંવાર લોહીની જરૂર પડે છે તેમના મોટી લોહી મોટા પ્રમાણમાં એકત્રિત કરી દેશ સેવા નું મોટું કાર્ય કરી શકાય.
ખાસ સમયાંતરે થેલેસેમિયા ચેક કરવાના ખાસ કેમ્પનું પણ આયોજન થઈ શકે. અને આ થેલેસેમિયા રોગ અંગે જાગૃતિ લાવી શકાય.
હવે તો આધુનિક સારવાર દ્વારા થેલેસેમીયા જેવા જીવલેણ લોહીવિકાર ના રોગ થી બચાવવા સ્વસ્થ લોકો દ્વારા પોતાના રક્તકણોનું દાન કરી, યોગ્ય લોહી મેચ કરી,સ્ટેમસેલ પદ્ધતિ દ્વારા થેલેસેમિયા ગ્રસ્તત દર્દી ને ઉપયોગી થઇ શકાય. બીપી