વિશ્વ પુસ્તક દિવસ
માત્ર સાડા ત્રણ અક્ષરનો શબ્દ ' પુસ્તક ' જેે કોઈ પણ વ્યક્તિના 'એકલતાના આજીવન સાથી' કહી શકાય, એવા પુસ્તકોનો દિવસ એટલે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ. ૧૯૯૫માં યુનેસ્કોની સામાન્ય સભામાં માહિતી અને જ્ઞાનના પ્રસાર, પુસ્તકોનું પ્રભાવક સ્થાન, સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં પુસ્તકોનો ફાળો, સહિષ્ણુતા અને સંવાદિતા સર્જવાની પ્રક્રિયામાં પુસ્તકોનું સામર્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આમ તો 23 એપ્રિલે મહાન સાહિત્યકાર અને પ્રખર સાહિત્યસર્જક વિલિયમ સેકસપિયર નો જન્મદિન અને મૃત્યુ તિથિ છે, તો સાથે અન્ય બે મહાન લેખકો સર્વાંટીસ અને ગાર સિલાસો દુલાવેગા ની મૃત્યુતિથિ છે.તેમના સાહિત્ય જગતના પ્રદાનને ધ્યાને લઇને તેમના લેખનકાર્ય થી પ્રેરાઈને સમગ્ર વિશ્વ પુસ્તકો સાથે જોડાય એ વિચારથી યુનેસ્કો દ્વારા 23 એપ્રિલ 1995 થી વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
રેડિયો, ટેલિવિઝન,મોબાઈલ,કોમ્પ્યુટર અને અન્ય મનોરંજનના સાધનોની શોધ થઇ ન હતી ત્યારે પુસ્તકો જ માણસના સાથી હતા. પરંતુ આજની વ્યયસ્ત જીવનશૈલીમાં ઘણા બધા લોકો પુસ્તકો અને તેના વાંચનથી વિમુખ થતા જાય છે, ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો એ સમયે lockdown માં લોકોને પુસ્તક અભિમુખ થવાનો અવસર મળ્યો છે. lockdown દરમિયાન લોકો પાસે જો મનગમતા પુસ્તકો નું કલેક્શન હોય તો તે વાંચવાનું ઉત્તમ સમય મળી રહ્યો હતો. પણ જેમની પાસે ઘરે પુસ્તકો ન હોય તેઓ ઇન્ટરનેટના માધ્યમથી e books વાંચી અને વાંચનભૂખ સંતોષી શકે છે.તથા કપરા સમય સામે ઝઝૂમવાની માનસિક શક્તિ કેળવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ને ધ્યાને રાખી, ઈ બુક પબ્લીકેશન અને વેબસાઈટ બ્લોક નું ચલણ આપણે ત્યાં વધ્યું છે. જેના દ્વારા ઘરે બેઠા પુસ્તક ડાઉનલોડ કરી વાંચી શકાય છે અને મિત્રો સાથે તેની લિંક શેર કરી વધુ લોકોને વંચાવી પ્રચાર પ્રસાર પણ કરી શકીએ છીએ. યુનેસ્કો દ્વારા રીડિંગ અને કોપીરાઈટના પ્રચાર હેતુ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલ યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે અને લોકોમાં પુસ્તકો વાંચવા ની પ્રેરણા જાગી તે હેતુથી વિશ્વ પુસ્તક દિન ઉજવાય છે. પુસ્તકોનું સતત વાંચન કરવાથી માનવ મનમાં સકારાત્મક વિચારોના બીજ રોપાય છે, જે સંસ્કારોનું વટ વૃક્ષ બને છે. તેથી જ પુસ્તકો એ પ્રત્યાયન માધ્યમો નથી પણ માનવ ચેતનાને જાગૃત કરવાનું સાચું માધ્યમ છે. આમ જોવા જઈએ તો પુસ્તકો એ વૈચારિક ક્રાંતિ ના બીજ રોપે છે એમ પણ કહી શકાય.રિચાર્ડ બરી કહે છે, "પુસ્તક એવો શિક્ષક છે કે જે માર્યા વગર,કડવા વચન કે ક્રોધ કર્યા વગર, દાન-દક્ષિણા લીધા વગર જ્ઞાન આપે છે!" આ અર્થમાં વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. સીસરો કહે છે કે ,"વિચારોના યુધ્ધમાં પુસ્તકો સબળ શસ્ત્રો છે."
આજે પુસ્તકોના મોટા પ્રમાણમાં પ્રકાશનું થતા રહે છે જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણું અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાંા
પુસ્તકો પ્રસિદ્ધ કરનારી કેટલીક પ્રકાશન સંસ્થાઓ છે: જેમ કે લોકમિલાપ, નવ જીવન, પરિચય ટ્રસ્ટ ,યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત ખેત વિકાસ પરિષદ, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, દલિત સાહિત્ય અકાદમી, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય વગેરે...તો નેશનલ બુક ટ્રસ્ટ અને ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ ના નામની રાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાઓ બહાર પાડેલા પુસ્તકો સ્વતંત્ર લેખનો વિષય છે.તેમની કિંમત પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે નક્કી કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો શિષ્ટ વાંચન નો ઉપયોગ કરતા થાય.
પુસ્તકો વિશે કેટલીક અવનવી વાતો જાણીએ તો : સૌથી વધુ ભાષાઓમાં છપાયેલું પુસ્તક બાઇબલ છે.જ્યારે જૂનામાં જૂનું છાપેલ પુસ્તક ઈ. સ. 868 માં હીરા કા સૂત્ર ચાઇનીઝ ભાષા માં થયેલું ભાષાંતર નું પુસ્તક છે. જેના કાગળ નું માપ 480 સેમી ×૩૦ સેમી છે. તો મોટામાં મોટું પુસ્તક સુપર બુક 1976માં યુએસએમાં પ્રસિદ્ધ થયેલું 270 સેમી × 300 સેમી માપનું 252 kg નું છે.૧૮૮૫માં ફ્રાન્સમાં લૂઇ હેનરી જીન ફારિગવલે એ લખેલી મેન of goodwill સૌથીી લાંબી નવલકથા
છે.જ્યારે સૌથી વધુ સંખ્યા ના પુસ્તકો પ્રસિદ્ધ થયા હોય તેવા લેખક આફ્રિકાના કથલીન લિન્ડસે તરિકે ઓળખાતા શ્રીમતી મેરી ફોલ્કનરે (1903-1973) છે. જેમણે 904 પુસ્તકો પ્રસિદ્ધ કરેલા. વિશ્વનું મોટું ઐતિહાસિક પુસ્તક એટલે મહાભારત વેદ વ્યાસએ સંસ્કૃતમાં એક લાખ શ્લોક માં લખેલું છે. છાપેલી અને બાંધેલી સૌથી નાની પુસ્તિકા સ્ટ્રાય klayde માં ૧૯૮૫માં છપાયેલી બાળકોની વાર્તા ની પુસ્તિકા છે જે 1 મીમી ×1 mi માપમાં 22 જીએસએમ કાગળ પર છાપેલી છે.જેના પાના ફેરવવા માટે સોયનો ઉપયોગ કરવો પડે છે .વિશ્વના પ્રાચીન પુસ્તકો નું એક ૧૬૦૦ વર્ષ જૂનું કોપ્ટિક સોલતર દ્વારા 1992માં રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. 226 પાનાનું હસ્ત લિખિત પુસ્તક ધી book of henry the lion : "ડ્યુક ઑફ સેક્સો" લન્ડન માં 8.14 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે ૬૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.આમ આ પુસ્તક વિશ્વનુ સૌથી કીમતી પુસ્તક કહેવાય છે.
આમ તો હાલે પુસ્તકો ને સાચવવા અને સંવર્ધન કરવા તથા લોકોની વાંચન ભૂખ સંતોષવા અનેક નાના-મોટા પુસ્તકાલય રહેલા છે. હવે તો જમાના સાથે તાલ મિલાવતા ઇ પુસ્તકાલયો પણ અમલમાં આવતા જાય છે. જેનો નવી પેઢી બહોળો ઉપયોગ કરી,ડીઝીટલ વાંચન તરફ વળી છે. ફૂટપાથ પર gurjari બજારમાં મળતા પુસ્તકો પણ સસ્તા ભાવે મળી રહે છે તો એ સાથે પુસ્તક મેળાઓ યોજીને તેમાં ડિસ્કાઉન્ટ આપીને મુકાતા પુસ્તકો બહોળા સમુદાયને ઉપયોગી બની રહે છે તો હાાલ પુસ્તક પરબ જે માતૃભાષા અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવે છે, જે વ્યક્તિને આંગણે કે ઘરની સાવ નજીક પહોંચીને તેમને પુસ્તકો પહોંચાડે છે. આમ જોવા જઈએ તો કોઈ પણ સારા પ્રસંગમાં આપણે ચાંદલો અથવા કવર અથવા અન્ય ભેટ આપતા હોઈએ છીએ,તેની બદલે કોઈ સારું પુસ્તક ભેટમાં આપવાની ટેવ પાડવી જોઈએ. આપણા બજેટને પોસાય તેવા નાના-મોટા તમામ પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. અને હવે તે ઓનલાઈન પણ મંગાવી શકાય છે. આથી જન્મદિવસ, લગ્ન પ્રસંગ, મકાન વાસ્તુ, દુકાન ઉદ્ઘાટન જેવા તમામ પ્રસંગોએ પુસ્તક ભેટ આપવાની ટેવ પાડીએ, જે વ્યક્તિને આજીવન મિત્ર બનીને રહે છે. ઉમાશંકર જોશી કહે છે કે "ગુજરાત તેના સામયિકો થી રળિયાત છે" સુરુચિપૂર્ણ સામયિકો અને વિચારપત્રો કે વ્યવસાય સમાચાર સામયિકો પણ સાંપ્રત અને સારું વાંચન પૂરું પાડે છે. બાળકોમાં અને યુવાનોમાં નિયમિત વર્તમાન પત્ર તથા સામયિકો વાંચનની ટેવ પાડવી ખૂબ જરૂરી છે જોકે એમાં પણ સમયને અનુરૂપ ઇ પેપર અને ઈ મેગેઝીન પણ મળી રહે છે,જે દ્વારા પણ નવી પેઢીને વાંચન તરફ વાળી શકાય છે.
તો ચાલો આજે જ સંકલ્પ લઈએ કે કોઈ એક સારું પુસ્તક વાંચીશ અને વંચાવીશ. રોજ રાત્રે એક
પુસ્તકમાંથી ઓછામાં ઓછી ચાર લીટી વાંચી ને તેના પર મનન કરીને સુઈ શ. સારા નરસા પ્રસંગ ને અનુરૂપ પુસ્તકો જ ભેટ આપવાની ટેવ પાડી, વાંચન અભિમુખ બનીએ અને સૌને બનાવીએ. એચ આજના વિશ્વ પુસ્તક દિવસ ની સાર્થકતા.