Mira of Saurashtra: Gangasti in Gujarati Spiritual Stories by joshi jigna s. books and stories PDF | સૌરાષ્ટ્રની  મીરાં : ગંગાસતી

Featured Books
Categories
Share

સૌરાષ્ટ્રની  મીરાં : ગંગાસતી

સૌરાષ્ટ્રની મીરાં : ગંગાસતી
એક મીરાં ચિતોડમાં થયાં, મીરાંબાઈ અને એક મીરાં સૌરાષ્ટ્રમાં થયા ગંગાસતી. ગંગાસતીએ પ્રભુને તીવ્રતાથી ચાહ્યા, માટે તે મીરાં છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં રાજપરા નામનાં ગામમાં ગંગાસતીનો જ્ન્મ થયો. તેમના પિતાનું નામ શ્રી ભાઈજીભી જેસાજી સરવૈયા હતું. શ્રી ભાઈજીભી રાજપુત ગિરાસદાર હતાં. માતાનું નામ રૂપાળીબા હતું. ગંગાસતીનો જન્મ 1846માં થયો હતો એવું અનુમાન છે. ગંગાબાનાં લગ્ન સમઢિયાળાના રાજ્પુત ગિરાસદાર શ્રી કહળસંગા કલભા ગોહિલ સાથે 1864માં થયાં હતાં. તે કાળની રાજપુત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઈ નામની એક ખવાસ કન્યા સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી. પાનબાઈ એ ગંગાસતી અને તેમના પરિવારની સેવા તો કરી જ પણ તેથીએ વિશેષ તો પાનબાઈ ગંગાસતીનાં શિષ્યા બની ગયાં. ગંગાસતીનાં ભજનો પાનબાઈને ઉદેશીને ગવાયાં છે, રચાયા છે. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટિના અધ્યાત્મ પુરુષ હતા.અધ્યાત્મપથના યાત્રી ગંગાબાને અધ્યાત્મપથના યાત્રી કહળસંગજી પતિ રૂપે મળ્યાતે સુયોગ બંને માટે ધણો શુભાયોગ હતો.પાનબાઈને સાથે ગણીએ તો આ ત્રિપુટીનું મિલન અને સહજીવન ત્રણે માટે શુભયોગ હતો. શ્વસુરગ્રુહે આવ્યા પછી ગંગાબાનો અધ્યાત્મરસ અને અધ્યાત્મ સાધના વધુ ખીલી ઉઠ્યા. પાનબાઈ જેવી સંનિષ્ઠ અને અધ્યાત્મપિયાસુ સેવિકા, સહિયર અને શિષ્યા સદા તેમની સાથે જ હતી.
ગંગાબાને બે પુત્રીઓને જન્મ આપ્યો મોટા પુત્રી બાઈરાજબાનો જન્મ 1866 અને નાનાં પુત્રી હરિબાનો જન્મ 1868માં થયો હતો. ભક્ત કહળસંગ અને ગંગાબાને પુત્ર હતો નહિ. ભક્ત કહળસંગ અને ગંગાબા નાં અધ્યાત્મજીવનની સુવાસ ચારેબાજુ ફેલાવા માંડી, શાંતીથી સાધન ભજન થઈ શકે તે માટે એકાંતસ્થાનની હવે બંનેને જરૂર લાગવા માંડી, આખરે કુટુંબીજનોની સંમતિ મેળવીને ભક્ત કહળસંગ તથા ગંગાબા ગામની બહાર થોડે દુર વાડીમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા, આ ભકતદંપતીની સાથે તેમનાં સેવિકા પાનબાઈ પણ તેમની વાડી પર જ રહેવાં આવ્યાં. એકવાર ભકત કહળસંગ દ્વારા એક મરેલી ગાય સજીવન કરવાની ધટના બની. કોઈક લોકોનાં વ્યંગને કારણે કહળસંગજી સિધિનો ઉપયોગ કરવા તરફ ખેંચાયા. ગાય તો સજીવન થઈ પણ કહળસંગને પરિતાપ થયો. સિધ્ધીનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ તેઓ સમજી ગયાં. પરિણામે તેમણે શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ પોતાના પતિની સાથે જ શરીરનોત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ ભકત કહળસંગે તેમને તેમ કરતાં રોક્યાં, અને પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પુરૂ ના થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી.
પાનબાઈનું અઘ્યાત્મશિક્ષણ તે જ ગંગાસતીનાં ભજનો. કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતા અને તે ભજન પાનબાઈને સંભળાવતા અને સમજાવતાં. આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં પાનબાઈનો અઘ્યાત્મિક શિક્ષણક્રમ પુરો થયો અને બાવન દિવસમાં બાવન ભજનની રચના થઈ. બાવન દિવસ પછે ગંગાસતીએ પોતાના શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. ગંગાસતીના શરીરત્યાગ પછી ત્રણ દિવસ બાદ પાનબાઈએ પણ શરીરનો ત્યાગ કર્યો.
ગંગાસતીનાં ભજનો સંત ઉપનીષદો છે. ગંગાસતીએ ભજનો રચ્યાં નથી પણ ભજનો ગાયા છે. ગંગાસતીનાં આ ભજનોકલમનોસાથ લઈનેકાગળ પરા ઊતર્યા નથી પણ પાનબાઈનાં હ્રદય પરા ઊતર્યા છે. ગંગાસતી પાનબાઈને અઘ્યાત્મપથનો માર્ગ બતાવતા પ્રથમ ભજનમાં જ કહે છે કે.........
મેરૂ રે ડગે ને જેનાં મન નો ડગે ,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે.
ગંગાસતી માત્ર સતી જ નથી, માત્ર સંતજ નથી પણ શૂર પણ છે તેમના ભજન માં તેમની શૂરવીરતા રજુ થાય છે.....
હરિનો મારગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતીલેવું નામ જોને.
ગંગાસતીનાં ભજનો માં ગુઢ રહ્સ્ય હતાં જે આધ્યાત્મિક માર્ગ ને સમજવામાં મદદ કરતા હતા.....
વીજળીનાં ચમકારે મોતી પરોવવું પાનબાઈ!, નહિંતર અચાનક અંધકાર થાશે;
જોતજોતામાં દિવસ વયા ગ્યા પાનબાઈ!,
એકવીશ હજાર છ્સોને કાળ ખાશે........વીજળીને.