VISHV RADIO DIVAS in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ રેડિયો દિવસ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

વિશ્વ રેડિયો દિવસ

આકાશવાણી
વિશ્વ રેડિયો દિવસ
ગ્રામીણ અને દુરાંત વિસ્તારમાં માહિતી અને મનોરંજન પહોંચાડવાનું, શિક્ષણ પહોંચાડવાનું,આપતકાલીન પરિસ્થિતિમાં સંચાર અને રાહત માં મદદ પૂરી પાડવાનું રેડીયો એક પ્રભાવશાળી માધ્યમ છે. લોકો સુધી રેડીયો નું મહત્વ પહોંચે, રેડિયોના માધ્યમથી માહિતી વહેંચાય અને પ્રોત્સાહિત થાય તથા આંતરરાષ્ટ્રીય સહયોગ વધે તે હેતુથી દર વર્ષે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૬૭માં સત્ર દરમિયાન નક્કી કરવામાં આવ્યું. આ દિવસે વર્ષ ૧૯૪૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.રેડિયોની ઇતિહાસ કંઇક આ મુજબ છે...
૧૮૯૪ના વર્ષમાં ગુગલી એલ મો માર્કોની નામના ઇટાલિયન વ્યક્તિ વડે પ્રથમ રેડિયો ટ્રાન્સમિશન આધારિત વાયરલેસ ટેલિગ્રાફ સેવા શોધવામાં આવી અને ત્યારથી રેડિયો પ્રસારણ મોટાપાયે વિશ્વભરમાં થાય છે. 1920માં પ્રથમ અમેરિકી લાઇસન્સ ધરાવતા radio station પિટ્સબર્ગ પેન્સિલવેનિયા ખાતે શરૂ થયા. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે માહિતી આપતા કાર્યક્રમ સાથે આ શરૂઆત થઈ હતી. વર્ષ ૧૯૩૩ માં એફ.એમ. પ્રસારણ ની શોધ અમેરિકી એન્જિનિયર એડમીન આર્મસ્ટ્રોંગે કરી અને ત્યારથી આજ સુધી વિશ્વભરમાં એફ એમ રેડીયો લોકપ્રિય છે.હવે તો પાછળથી કેટલાક વર્ષોથી રેડીયો સેવાઓ ઓનલાઇન, લાઈવ striming, પોડકાસ્ટ, એપ્સ અને વિવિધ મોબાઇલ ઉપકરણો પર મોજુદ છે. ૧૯૩૮માં રેડિયોના પ્રભાવનો અનુભવ થયો. ૩૦ ઓકટોબર ૧૯૩૮ના રેડિયો ની ક્ષમતા પ્રદર્શિત કરવામાં આવી.જ્યારે અમેરિકી અભિનેતા અને ફિલ્મમેકર vasanvel એસે હર્બર્ટ જ્યોર્જ વેલ્સની નોવેલ 'the war ઓફ ધ વર્લ્ડ'ની શ્રોતાજનો માટે રૂપાંતર કરી રજુ કરી.
યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ પ્રથમ વાર વિશ્વ રેડિયો દિવસ ઉજવાયો હતો. ૧૯૪૬ માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયો ની શરૂઆત થઈ હતી. 1930માં ભારતમાં radio club of bombay નામ નું પહેલું અને ખાનગી રેડિયો પ્રસારણ શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં કલકત્તા રેડીયો ક્લબની સ્થાપના થઈ. ૧૯૩૫માં સપ્ટેમ્બરમાં શ્રી એમ.બી ગોપાલસ્વામીએ "આકાશવાણી" નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું જોકે તેના એક જ વર્ષ પછી 8 જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી-ખાનગી પ્રસાર કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી સ્વતંત્રતા પછી ૧૯૫૬માં ઓલ ઇન્ડિયા રેડિયો નું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારની સોંપી દેવામાં આવ્યું ૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન નો આરંભ કરાયો.
વર્ષ 1975મા સરકારી સેવાઓ ની માહિતી આપતા છ ભાષા સાથે સિડની અને મેલબોર્ન થી શરૂ થયેલ એસ.બી.એસ રેડિયો પર આજે 74 ભાષાઓ માં પ્રસારણ કરવામાં આવે છે.આ સાથે ચાર સંગીત તરફથી ચેનલ્સ પણ છે.
આજે રેડીયો નું સ્વરૂપ બદલાયું છે.શરૂઆતમાં એન્ટેના ધરાવતો વાળો રેડીયો આજે એક ચિપ જેવા નાનકડા મોબાઇલમાં આવી જાય છે..વર્લ્ડ રેડીયો દિવસની અધિકૃત વેબસાઈટ પ્રમાણે રેડિયો આજે પણ સૌથી ગતિશીલ પ્રતિક્રિયાશીલ અને લોકોની આકર્ષિત કરતું માધ્યમ છે. જો કે ૨૧મી સદીના બદલાવને અપનાવીને રેડીયો નવી રીતે લોકોને જોડે છે.
નાગરિકો તથા પ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતિ કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા, નીતિ ઘડવૈયાઓ ને પ્રોત્સાહન આપવા વિશ્વ રેડિયો દિવસ ની ઉજવણી આજે 13 ફેબ્રુઆરીએ કરવામાં આવે છે. રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોની હ ગુટેરસે જણાવ્યું હતું કે પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિ ના આજના યુગમાં radio લોકોની એકબીજાની નજીક લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રસાર ભારતી ના મુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હંમેશા અપીલ કરતા હોય છે.
૧૯૩૬માં આકાશવાણી ની સ્થાપના થઈ હતી અને આજે રેડિયો પરથી 92 ભાષાઓ અને બોલીઓ માં 607 સમાચાર બુલેટિન પ્રસારિત થાય છે...
હવે તો યુટયુબ અને ફેસ બુક કે ટ્વીટર પરથી live આકાશ વાણી ની દરેક ચેનલ આંગળીના એક ટચ થી સર્ચ કરી તરત જ સાંભળી શકાય છે...તો સાંભળતા રહો આકાશવાણી.....