Sangharsh - 5 in Gujarati Fiction Stories by Roshani Patel books and stories PDF | સંઘર્ષ - (ભાગ-5)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સંઘર્ષ - (ભાગ-5)

બહુ વિચારો કર્યા પછી પિહુએ નક્કી કર્યું કે હું મારાં મમ્મી પપ્પાને ગમશે તે જ કરીશ પણ હું ટ્રાય તો તેમને મનાવવાનો છેલ્લી ઘડી સુધી નહીં છોડું.

ઘણો સમય નીકળી ગયો એક્ષામનો ટાઈમ આવી ગયો.પિહુ ખુશ થઈ ગઈ .... સાહીલને એક્ષામના બહાને મળવા થશે. પણ એક્ષામ પહેલા જ મમ્મીએ સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી કે સમયસર જ ઘેર પહોંચી જવુ. પણ વધારે પડતું મમ્મીનું સાહીલ પ્રત્યેનું અક્કળ વર્તન જોઈ પિહુએ પણ નક્કી કર્યું હવે તો હું સાહીલને રોજ મળીને જ આવીશ. હું કાંઈ ખોટું નથી કરતી તો મમ્મીથી ડર શેનો ?

પિહુ રોજ તેની મમ્મીને જ કહીને જતી કે હું સાહીલને મળીને આવીશ તો લેટ થઈ જશે .....મનીષાબેન જાણતા હતા કે દિકરીને કઈ જ ખોટું કરવાનો ઈરાદો નથી એટલે રોજ કહીને જ જાય છે. પણ સાહીલને વધારે પડતું મળવાનું તેને પસંદ નહતું.

એક દિવસ તો મનીષાએ કહી જ દીધું ..." તું સાહીલથી દૂર રહે તેમાં જ તારી ભલાઈ છે ....... હવેથી તારે તેને મળવું નહીં ..."
" પણ કેમ ..... એના પપ્પા ગામડે રહે છે એટલા માટે ....? "

" હા ...."
" હું ગામડે રહેવા તૈયાર છું તો તમને શું પ્રોબ્લેમ છે ? "

" સાહીલ શહેરમાં રહેવા આવી જાય તો, તેના પપ્પાને શું પ્રોબ્લેમ છે ? "
" એ એમનો પ્રશ્ન છે ....હું સાહીલ સાથે ખુશ રહીશ ..."

" આ જવાબ નથી .... સાહીલ તારા માટે શું તેનું ગામડું છોડશે ...?"
" એના પપ્પાને નથી ગમતું ..... શું કરવા બન્ને વચ્ચે આપણે પડવું ...? "

" તો , ગામડું અમને નથી ગમતું ...આ મારો ફાઇનલ નિર્ણય છે ....ઓકે ....." કહેતા મનીષા સીડી પરથી ઉતારવા જતા પગ લપસી ગયો .... તે સીધી નીચે પડી ગઈ .... તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા તો ખબર પડી પગે ફ્રેકચર થઈ ગયું .... પગે પીઓપી લગાવવું પડ્યું ..... હવે તેનાથી ઉભું થઈ શકાય તેમ નહોતું. અમિતભાઈએ ઘરની બધી જ જવાબદારી પિહુને આપી દીધી ...એમ પણ પિહુને વેકેશન પડી જ ગયું હતું.

સાહીલને લઈને મનીષા બહુ સખ્ત વર્તન કરતી પિહુ કઈ સમજી સકતી નહોતી. એક દિવસ પિહુએ તેના પપ્પાની કોઈ વસ્તુ લેવા તેની મમ્મીની તિજોરી ખોલી...... તેને જોયુ કે મમ્મીની બધી જ વસ્તુ આડી અવળી થઈ ગઈ છે, મમ્મીથી કઈ કામ થતું નથી ને મને કેસે પણ નહીં ..... તે સૂતી છે ત્યાં સુધી બધું ગોઠવી દઉં. પિહુએ દરેક કપડાં વાળી હેન્ગરમાં લટકાવ્યા....દરેક વસ્તુ સરસ તેની જગ્યાએ મૂકી....પહેલા હતું તે પ્રમાણે જ ગોઠવ્યું. જવેલરીને તેના બોક્ક્ષમાં મૂકી અંદરના ડ્રોવરમાં મુકવા જતા ત્યાં કોઈ બુક જેવું લાગ્યું.

પિહુ તેને હાથમા લઇ બહાર નીકાળી તો જોયુ .....ડાયરી ...! અને ત્યાં જ ઉભા ઉભા વાંચવા લાગી. ડાયરી ખોલી તેનું પહેલું પેજ વાંચવાનું શરૂ કર્યું " આજે મારી કૉલેજનું રિઝલ્ટ આવ્યું ..... હું બહુ જ ખુશ છું કૉલેજમાં મારો પહેલો નંબર આવ્યો ..... મેં બી.કોમ અને એમ.કોમ કોમ્પલેટ કરી લીધું હવે... બી.એડ. કરી, એક સરકારી શિક્ષક બનવું છે. કદાચ અમારાં સમાજમાં આટલુ કોઈ ભણ્યુ પણ નહીં હોય. હું નસીબદાર છું કે મારાં મમ્મી પપ્પાએ અને ભાઈએ મને ભણવવામાં કોઈ કસર બાકી નથી રાખી."

ત્યાં જ અચાનક મનીષાબેન જાગી ગયા ....." પિહુ શું કરે છે ?"
" કઈ નહીં " બોલતા પિહુએ ફટાફટ ડાયરી અંદર મૂકી દીધી.

" ત્યાં શું કરે છે ?"
" તારા વસ્તુ આડીઅવળી હતી તો થયું ગોઠવી આપું "

" ડ્રોવર કેમ ખુલ્લું છે ?"
" મમ્મી તને ડાયરી લખવાનો શોખ હતો ..."

" નહીં તો .....તે ક્યાં જોઈ ... "
" ખાલી એમ જ પૂછ્યું ...." બોલતા પિહુ તેની મમ્મી સામે જોઈ રહી ..... મમ્મી ક્યારેય જૂઠું નથી બોલતી તો આજે કેમ ? શું હશે આ ડાયરીમાં કે મમ્મી જૂઠું બોલી ...હવે તો વાંચવી જ પડશે .... પણ હવે કદાચ મમ્મીને પણ ખબર પડી ગઈ કે મેં ડાયરી જોઈ લીધી હવે એ મને ત્યાં સુધી નહીં પહોંચવા દેવાની.

" શું વિચારે છે ..... સાહીલને ભૂલી જા બેટા ...."
" એ નહીં બને .... હું તમારી મરજી વગર લગ્ન નહીં કરું પણ કરીશ તો તેની સાથે જ ...." પિહુ ઉંચા અવાજે બોલી.

પિહુનો ગુસ્સો જોઈ મનીષા સમજી ગઈ કે હવે પિહુ તેની જીદ પર આવી ગઈ છે ..... તે બોલી " કઈ વાંધો નહીં ....તારી બેગ પેક કરી લે આપણે મહિનો ફરવા જવા જવાનું છે. "

પિહુ કઈ જ બોલ્યા વગર ગુસ્સો કરતા ચાલી ગઈ ..... " મમ્મી શું બોલે છે અને શું કરે છે ? કઈ જ ખબર નથી પડતી ... અચાનક ક્યાં જવુ હશે ?" વિચારો કરતા તેની બેગ તૈયાર કરી અને જવા માટે તૈયાર થઈ ગઈ.

વધુ આગળના અંકે..... ક્રમશ: