World Wetland Day in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ જળ પ્લાવિત દિવસ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

વિશ્વ જળ પ્લાવિત દિવસ

વિશ્વ જળ પ્લાવિત દિવસ
પૃથ્વી પરના એવા વિસ્તારો કે જે જળચક્ર, જમીનમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં, કુદરતમાં કાર્બન અને નાઈટ્રોજન નુ સમતોલન જાળવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.ખેતીવાડીના બચાવ માટે ઉપયોગી છે તે 'જળ પ્લાવિત વિસ્તાર' નું મહત્વ સમજાવવા ના હેતુથી 2 ફેબ્રુઆરી 1971થી 'આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ' તરીકે ઉજવાય છે. આ વિસ્તારમાં વધારાનું પાણી જમા થવાથી જમીનની ખારાશ પણ અટકાવી શકાય છે. ઉપરાંત આ વિસ્તારો જૈવવિવિધતા ની બાબતમાં પણ સમૃદ્ધ છે.
જળ પ્લાવિત વિસ્તાર એટલે કળણ, નીચાણનો ભેજવાળો ભૂમિભાગ અથવા પાણી કે જે કુદરતી અથવા કૃત્રિમ રીતે, કાયમી કે હંગામી રીતે સ્થિર કે વહેતુ, ખારાશ વાળું કે મીઠું, અને દરિયાઇ પાણી કે જ્યાં ઓટ વખતે 6 mi ઊંડાઈ હોય તેવો વિસ્તાર.
વિશ્વના લગભગ ૬ ટકા જમીન પર જળ પ્લાવિત વિસ્તારોમાં આવેલા છે.ગુજરાતમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 17.5 ટકા વિસ્તારમાં જળ પ્લાવિત વિસ્તાર ફેલાયેલો છે. તેની આસપાસમાં જ મોટી સંખ્યામાં માનવ સભ્યતા સ્થાયી થઇ છે અને વિકસી છે. કુદરતી કે માનવસર્જિત જલપ્લાવિત વિસ્તારો દ્વારા વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય આર્થિક અને સામાજિક લાભો થાય છે. ગુજરાત રાજ્યમાં આશરે ૨૩ હજાર નવસો જલપ્લાવિત વિસ્તારો આવેલા છે. જેમાં દરિયાકાંઠા, અંતરિયાળ કે નાના જળપ્લાવિત વિસ્તાર નો સમાવેશ થાય છે. તળાવ કે સરોવર રાજ્યના અનેક ગામો અને શહેરોની શોભા વધારી રહ્યા છે.
જળપ્લાવિત વિસ્તાર દ્વારા અનેક લાભ થાય છે.જેમાં છોડ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો માટે વસવાટ અને આશ્રયસ્થાન પણ મળી રહે છે. તેના દ્વારા પ્રવાસનની વિપુલ તકો પણ ઊભી થાય છે. સાથોસાથ દુષ્કાળ કે પૂર જેવી કપરી પરિસ્થિતિમાં ઢાલ તરીકે કામ કરે છે.જળપ્લાવિત વિસ્તાર ના કારણે અનેક લાભ મળતા હોવા છતાંય તેના સંરક્ષણ અને સંચાલનમાં દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે.આ સુંદર જળપ્લાવિત વિસ્તારોની ટકાવી રાખવા માટે વહીવટકર્તા અને લોક સમુદાયો વચ્ચે સંકલન અને સમન્વય કરવું ખૂબ જ મહત્વનું છે.
ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા ટકાઉ જળપ્લાવિત વિસ્તાર વ્યવસ્થાપન પર 2915 સમુદાયોના સભ્યોનું ક્ષમતાવર્ધન કરવામાં આવ્યું છે. ગુજરાતના 200 ગામ કે જે જળપ્લાવિત વિસ્તાર ની આસપાસ આવેલા છે, તે ગામોના લોકસમુદાયમાં જળપ્લાવિત વિસ્તાર ના પ્રકાર તેની અગત્યતા અને તેના વ્યવસ્થાપન અંગે વિગતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન ગુજરાત ઇકોલોજી દ્વારા થઇ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા જૈન સમુદાયની ધ્યાનમાં રાખી જળપ્લાવિત વિસ્તાર વ્યવસ્થાપન અંગેની તાલીમ કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
જળપ્લાવિત વિસ્તાર થી થતા મુખ્ય ફાયદાઓ માં...જૈવિક વિવિધતા જળવાય છે, તાપમાનમાં ઘટાડો થાય છે, ભૂગર્ભજળ રિચાર્જ થાય છે અને પરિસર તંત્ર જળવાય છે.અનુકૂળ સંજોગો માં જળપ્લાવિત વિસ્તાર તેટલા જ એક ઘઉંના ખેતર કરતાં આઠ ગણું વધુ જૈવિક જથ્થો ઉત્પન્ન કરી શકે છે. જેમા મત્સ્ય ઉત્પાદનથી અઢળક આર્થિક લાભ થાય છે. દુનિયાનું બે તૃતીયાંશ જેટલી માછલીઓનું ઉત્પાદન જળપ્લાવિત વિસ્તારોમાં થાય છે. જળપ્લાવિત વિસ્તાર ખેતી માટે ભૂગર્ભજળ, જળસંગ્રહ,પૂર નિયંત્રણ, દરિયાકિનારાની અકબંધ જાળવણી,ઇમારતી લાકડા નું ઉત્પાદન, પાણી શુદ્ધિકરણ અને મનોરંજન વગેરે માટે ઘણા મહત્વના છે. સમુદ્રી કિનારા પાસે આવેલ જળપ્લાવિત પરિસ્થિતિ તંત્ર વિશ્વના સૌથી અગત્યનું અને સૌથી વધુ નુકસાન પહોંચવાની સંભાવના વાળા છે.
જળપ્લાવિત વિસ્તારોમાં વસતા સસ્તન, જળચર પ્રાણીઓ, માછલીઓ અને પૃષ્ઠવંશી પ્રાણીઓ વિનાશના આરે આવી ગયા છે. આ વિસ્તારોમાંથી વધતી જતી જળ નિકાસ, આયોજન વગર ની જમીન નો ઉપયોગ, પ્રદૂષણ અને પશુ-પક્ષીની જાતિના વધુ પડતાં સંહારને લીધે આ વિસ્તારના વન્યજીવન પર અસ્તિત્વનો ખતરો છે. કેટલાક જળપ્લાવિત વિસ્તાર ના પક્ષીઓ અને પ્રાણીઓ સ્થળાંતર પણ કરતા રહે છે. ભારત અને ગુજરાતમાં આવેલ કેટલાક જળપ્લાવિત વિસ્તાર માં તળાવ કે તલાવડી ના રૂપે આવેલા ઇનલેન્ડ જલપ્લાવિત વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જલપ્લાવિત વિસ્તારો ના સંરક્ષણ માટે નું એક સંમેલન 1971માં ઈરાનના રામસરમા યોજવામાં આવ્યું હતું. જેને 'રામસર કન્વેન્શન'કહે છે. જે જળપ્લાવિત વિસ્તારના સરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહકારનો પ્રયત્ન કરે છે. આ સંમેલનમાં મુખ્ય હેતુ જળ પ્લાવિતવિસ્તારમાં થતા ઘટાડાને રોકવાનું અને સંરક્ષણ ના કાર્યક્રમ હાથ ધરવાનું હતું.
જળ પ્લાવિત વિસ્તાર ની મુખ્ય ત્રણ રીતે ઓળખી શકાય છે
૧)hydrophytes: દરિયાઇ વનસ્પતિ કે જે વધુ પાણી ભરાઇ રહેતું હોય તેવા વિસ્તારોમાં થાય છે.
૨)Hydric soil : એવી જમીન કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે
૩)હાઇડ્રોલોજી :જમીનની સપાટી અને વાતાવરણમાં રહેલું પાણીનું પ્રમાણ.
જલપ્લાવિત વિસ્તારો ના નામ ઘણી રીતે પાડવામાં આવે છે. જેમકે જળપ્લાવિત વિસ્તાર ની પર્યાવરણ,તે વિસ્તારનું હવામાન તે વિસ્તારમાં થતી વનસ્પતિ, પાણી નું સ્થળ, પ્રાણીઓની સંખ્યા, જમીનના પ્રકાર વગેરેને આધારે.
ગુજરાત રાજ્યનું જંગલખાતું લગભગ ૧૨૦૦ જેટલા જળપ્લાવિત વિસ્તાર નું રક્ષણ કરી રહ્યું છે. જે પૈકીના ઘણાખરા વિસ્તારો નું રક્ષણ ખાનગી કંપનીની હસ્તક હોવાથી આવા વિસ્તારોના રક્ષણ માટે લોકભાગીદારીની ખૂબ જરૂરિયાત છે.
વર્લ્ડ વેટલેન્ડ ડે'ની ઉજવણી વર્ષ ૨૦૨૧ ની થીમ ' વેટલેન્ડસ એન્ડ વોટર' છે. વેટલેન્ડ માં મળતા પાણીના ફોર્સને સાચવો અને તેની સંગ્રહ કરવો તથા તેનું બગાડ અટકાવો..
કચ્છના નાના અને મોટા રણ, પેરિયે, વઢવાણ,ખીજડીયા અને thol નો જળ પ્લાવિત વિસ્તારોમાં સમાવેશ થાય છે.
ચાલો..આજે જ આવા અઢળક ઉપયોગીતા ધરાવતા જલપ્લાવિત વિસ્તારો ની જાળવણીમાં ઉપયોગી અને મદદરૂપ થવા કટિબદ્ધ બનીએ.