'લિપ યર'નો ખગોળીય ઇતિહાસ:
જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો તે વર્ષના ચાર વર્ષ બાદ લિપ વર્ષ હતું. તે સમયથી દુનિયામાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામા આવ્યું,ત્યારથી લિપ વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.તો ચાલો આજે જાણીએ લિપ વર્ષનો ખગોળીય ઇતિહાસ...
Bઅંગ્રેજી કેલેન્ડર મા વર્ષના બાર મહિના છે, પરંતુ પ્રત્યેક મહિનાના દિવસો સમાન નથી. ભારતીય પંચાંગમાં વર્ષના બારે મહિનાના દિવસો સમાન છે. પ્રત્યેક મહિનો ૨૯.૫ દિવસનો ચંદ્ર માસ છે. ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ૨૯.૫ દિવસના પૂરી કરે છે. આ થયો ચાંદ્રમાસ. આવા બાર મહિનાના એક વર્ષના દિવસો થાય 354. એની સામે અંગ્રેજી કેલેન્ડર નું એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસનુ છે.
સમયની ગણવાની સરળતા રહે તે માટે સમયના જુદા જુદા એકમો નક્કી કરાયા છે, આમાં ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણે વર્ષ એટલે બાર મહિના અથવા ૩૬૫ દિવસનો સમય ગણાય છે,જેમાં બીજો મહિનો ફેબ્રુઆરી છે.વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે.આ વધારાનો દિવસ મહિનામાં ગણવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી,માર્ચ , જુલાઇ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર પ્રત્યેક મહિનાના 31 દિવસો છે. જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિના પ્રત્યેકના 30 દિવસો છે.એક માત્ર ફેબ્રુઆરી માસ 28 દિવસ નું બનેલો છે.
પૃથ્વી ની બે પ્રકારની ગતિ છે :પ્રથમ ગતિ તેની પોતાની ધરીની આસપાસ એક પ્રદક્ષિણા 24 કલાકની છે, જેનાથી રાત દિવસ થાય છે. પૃથ્વીની બીજી ગતિ એટલે આપણા સૌર મંડળના અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ એક ગ્રહ છે, જે સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીને આ પ્રદક્ષિણા કરતા 365 દિવસ થાય છે. વધુ ચોકસાઇથી કહીએ તો ૩૬૫ દિવસ ઉપરાંત આશરે સાડા પાંચ કલાક નો વધુ સમય પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં લે છે. હવે દર વર્ષે આ રીતે પૃથ્વીની પ્રદક્ષિણા માં સાડા પાંચ કલાકનો વિલંબ થાય છે, પરિણામે દર ચાર વર્ષે પૃથ્વી તેની સૂર્ય આસપાસની તેની પ્રદક્ષિણા માં એક આખો દિવસ મોડી પડે છે. હવે અંગ્રેજી કૅલેન્ડર નો તેની સાથે તાલમેલ કરવા માટે જે વર્ષને ચાર સંખ્યાથી નિશેષ ભાગી શકાય તેવા વર્ષમાં ફેબ્રુઆરી માસના 28 ને બદલે 29 દિવસ ગણવાની પ્રથા દાખલ કરવામાં આવી છે. જેથી જે રીતે પૃથ્વી તેની સૂર્યની પ્રદક્ષિણા માં એક દિવસ મોડી પડે છે તે જ રીતે ફેબ્રુઆરીના 28 ને બદલે 29 દિવસ કરીને અંગ્રેજી કેલેન્ડર પણ એક વધુ દિવસ લે છે, આ રીતે સુમેળ સાધવામાં આવે છે.આ સૂક્ષ્મ ખગોળીય ગાણિતિક ઘટનાની આપણે લીપ યર કહીએ છીએ. જે રીતે ભારતીય પંચાંગ તેના ચંદ્ર માસને કારણે 365 ને બદલે ૩૫૪ દિવસનુ બને છે.
આ રીતે દર વર્ષે ભારતીય પંચાંગ પ્રમાણે નું ભારતીય વર્ષ ૧૧ દિવસ આગળ નીકળી જાય છે.આ નો મેળ બેસાડવા માટે દર 34 મહિને પુરુષોત્તમ માસ ની જોગવાઈ કરીને ભારતીય પંચાંગ ને ચંદ્રમાસ અને સૌર વર્ષ સાથે તાલમેલ ઉભો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે સૂક્ષ્મ ખગોળીય ગણિત મુજબનો વૈજ્ઞાનિક ઉકેલ છે. આ રીતે ૩૪ મિનિટની પુરુષોત્તમ માસ ની જોગવાઈ છે. એટલે કે વર્ષના બાર મહિના ને બદલે 13 મહિના નું ભારતીય વર્ષ એ ભારતનું લિપ યર કહેવાય છે.
જ્યારે દર ચાર વર્ષે વર્ષ ૨૦૦૮, ૨૦૧૨ એ પ્રમાણે 2016ના ફેબ્રુઆરી મહિનાના 28 ને બદલે 29 દિવસ યોજી લીપ યરની જોગવાઈ ઊભી કરવામાં આવેલ છે. પ્રત્યેક લીપ યરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થાય છે.ભારતના સદગત વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ નો જન્મ 29 ફેબ્રુઆરીએ થયેલો તેથી મજાકમાં એમ કહેવાય કે મોરાજી ભાઈ નો જન્મદિવસ ચાર વર્ષે આવતો હોઈ, ચાર વર્ષ અને તેમની ઉંમર એક વર્ષ વધે છે. આમ તેમની ઉંમર બહુ જલદી વધતી નથી!!
આ ઇતિહાસ મુજબ વર્ષ ૨૦૨૧ માં ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ ગણાશે. વર્ષ 2020માં હતું તેથી હવે 2024 નું વર્ષ લીપ યર આવશે.