MANAV ADHIKAR DIVS in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | માનવ અધિકાર દિવસ

Featured Books
Categories
Share

માનવ અધિકાર દિવસ


10 ડિસેમ્બર - આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ

મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી અને કોઇ છીનવી પણ શકતું નથી. આમ માનવ જીવને અર્થપૂર્ણ, સંતોષ જનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારનાં સ્વાતંત્રયને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝૂંટવાય નહી તેવી મુળભૂત આકાંક્ષાઓ છે. માનવી જન્‍મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જિજીવિષા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્યપણ છે. સમગ્ર વૈશ્વિક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્‍યા જ કરે છે. જેનું મુખ્‍ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્‍યના અધિકારોની અવગણનાપણ છે. એટલે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે., બે વિશ્વયુદ્ધમાનવતા, માનવ મૂલ્ય અને માનવ સંસ્કૃતિનાં વિધ્વંસક પરિબળો હતા. ભયાનક અંધકારમાંથી પ્રકાશનો ઉદય થયો અને અંતે યુનાઇટેડ નેશન્સે 10 ડિસેમ્બર 1948માં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હુમન રાઇટસ્ (માનવ અધિકાર અંગે વિશ્વવ્યાપી ઘોષણાપત્ર)ની જાહેરાત કરી. અને તેથી વિશ્વમાં 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારપછી આવા અધિકારોની જોગવાઇ કરતા જુદા-જુદા 20 દસ્તાવેજોને અને સમજુતીઓની જોગવાઇ થઇ હતી. દુનિયાનાં 120 દેશોએ દસ્તાવેજોને અનુમતી આપી છે. જ્યારે ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના 1993માં થઇ અને ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી.તેનો ઊદેશ દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર મળી રહે તે છે.નાગરિકની શાંતિ, પ્રતિષ્ઠા અને પોતાના અસ્તિત્વમાટેનો આ ઊદેશ આજે પણ આપણને મળી રહ્યો છે.

માનવઅધિકારએ માનવી સાથે થઈ રહેલ જુલમો રોકવા અને તેના સંઘર્ષોને એક નવી ઉડાન આપે છે.માનવઅધિકાર એટલે કોઈ પણ માનવી ની જિંદગી, આઝાદી, બરાબરી અને તેના સમ્માનનો અધિકાર તે જ માનવ અધિકાર. આમાં ખાસ સ્ત્રી-પુરુષ સમાનતા,ઊંચ નીચ ભેદભાવ,બાદબાકી-બકાતીકરણ-અલગતાલક્ષી વ્યવહાર પર ભાર મુકવામાં આવ્યો છે.આ ૩ મોરચે સમજ,સભાનતા અને સક્રિયતા કેળવાય ત્યારે આપણું પ્રજાસતાક સ્વરાજ્યમાં સમાજ,રાજ્ય,દેશની ઉન્નતિ થાય.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્‍યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્‍લેંડમાં બનાવાયેલ લેખીત દસ્‍તાવેજમેગ્નાકાર્ટા'ના ને ગણી શકાય. આ દસ્‍તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્‍ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો મેગ્નાકાર્ટા' દસ્‍તાવેજથી ઇગ્‍લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા. ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્‍ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્‍તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્‍યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્‍ત ન થવાથી તે ખ્‍યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્‍ધના માઠા પરિણામો ભોગવવા પડેલ ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્‍તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત માનવ અધિકાર' શબ્‍દોનો પ્રયોથ કરવામાં આવેલો. ૨૮ સપ્ટેમ્બર ,૧૯૯૩ના રોજ હ્યુમન રાઇટ્સ એક્ટ સમગ્ર વિશ્વમાં અલગથી અમલમાં આવ્યું. આના પર ૧૨ ઓક્ટોબર, ૧૯૯૩ ના રોજ સરકારે રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનની રચના કરી હતી. આ કમિશન રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ કાર્ય કરે છે. જેમ કે વેતન, એચ.આય.વી એડ્સ, આરોગ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર વગેરે.

માનવ અધિકાર' શબ્‍દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્‍દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્‍તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ કે અન્‍ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્‍યક્‍તિ-વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્‍સાઓમાં કોર્ટમાંજ ફરિયાદ કરી જ શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) તેમજ રાજ્‍ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરિયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્‍ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે. તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિના લોકો રાષ્‍ટ્રીય અનુસુચિતજાતિ અને અનુસુચિત જાતિઆયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્‍ત કરી શકે છે.

વર્તમાન સમયમાં જો આપણે મુક્‍તપણે આપણે આપણાં અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્‍માન આપતા શીખવું જ પડશે અને ત્‍યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્‍યક્‍તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકીશું.