જુલાઈનું પ્રથમ સપ્તાહ –વન મહોત્સવ સપ્તાહ :
ઉર્જા સ્ત્રોતોનો ઉપલબ્ધ પુરવઠો અને વધતી માંગને કારણે આજે દેશમાં ઉભી થયેલી ઉર્જાની કટોકટી જોતા પૂ.ગાંધીજી નું વાક્ય યાદ આવે છે: ‘‘Earth provides enough to satisfy every man’s need,but not for every man’s greed.’’ સમગ્રપૃથ્વી પર કુદરતે જરૂરિયાત મુજબ સુવ્યવસ્થિત સુચારુ આયોજન કરી સુંદર અને સમતોલ પર્યાવરણ આપ્યું છે પણ માનવીની વધતી જતી સ્વાર્થવૃત્તિ અને લોભને કારણે તેમાં અસમતોલન થયું છે. અમર્યાદિત વધતી જતી વસ્તીને માટે વસવાટ અને ખોરાકમાટે ખેતી કરવા,ઉદ્યોગો સ્થાપવા વનોનો નાશ કરતો માનવી એ જાણતો નથી કે આ હદે વનો અને વૃક્ષોનો નાશ કરીશું તો ભવિષ્યમાં આપણા જ ભવિષ્ય માટે પ્રશ્નાર્થ ઉભો થવાનો છે.!
ભારત સ્વતંત્ર થયું પછી ઈ.સ.૧૯૪૯માં કેન્દ્ર સરકારના ખેતી અને વન વિભાગના મંત્રી ,ગુજરાતના પનોતા પુત્ર તથા વૃક્ષપ્રેમી શ્રી કનૈયાલાલ મુન્શીએ વૃક્ષો વાવવા અને જતન કરવાનો વનમહોત્સવનો કાર્યક્રમ આપ્યો ત્યારથી દર વર્ષે જુલાઈનું પ્રથમ સપ્તાહ વનમહોત્સવ સપ્તાહ તરીકે ઉજવાયછે.
પુરાણોમાં અનેક મહાપુરુષો અને તેમની સિદ્ધિઓ વૃક્ષો સાથે જોડાયેલી છે.તો શ્રીમદ ભગવદ ગીતામાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું.યમુનાકિનારે કદમ્બના ડાળે બેસી વાંસ ના વૃક્ષની વાંસળી વગાડી કાન્હાએ રાધા ,ગોપ-ગોપીઓ અને આખા ગોકુલ ગામને કેવું ઘેલું કર્યું હતું! તો જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પર્યાવરણીય સમતુલા જાળવવા અને જંગલના વસાહતીઓને પુરતું રક્ષણ આપવા જ અહિંસાનો સિદ્ધાંત આપ્યો હતો.ભગવાન બુદ્ધે વૃક્ષ નીચે તાપ કરીને જ મોક્ષનો માર્ગ મેળવ્યો હતો..તો અનંતની શોધમાં નીકળેલા નીલકંઠવરણીએ જંગલોમાં ભટકીને જ મહાજ્ઞાન મેળવી સમાજનું હિત કર્યું છે..જે વૃક્ષોનું ઓછું મહત્વ આકે છે ??તો મહર્ષિ વાલ્મીકિએ તો પ્રખ્યાત ગ્રંથ રામાયણમાં આખો એક અરણ્યખંડ રચ્યો જેમાં ખુદ ભગવાન શ્રીરામ ૧૪ વર્ષ વનમાં રહ્યા.યુદ્ધ વખતે બેભાન થયેલા લક્ષ્મણ માટે હનુમાનજી સંજીવની વનસ્પતિ દ્વારા તેમને ફરી ઉભા કરે છે તે વનો નું ઔષધિ તરીકેનું મુલ્ય પુરાણકાળથી છે એમ બતાવી ‘છોડમાં રણછોડ’ ઉક્તિ સાર્થક કરે છે.
આવા પરોપકારી સંત સમાન અને કુદરતની અમુલ્ય સંપતિ એવા વૃક્ષનું મહત્વ સમજીએ અને સમજાવીએ.વન વગર જીવન શક્ય નથી એથી તેનું જતન કરવું અને સંવર્ધન કરવું એ દરેક નાગરિકની અમુલ્ય ફરજ છે.દર વર્ષે રાજ્યના વનવિભાગ દ્વારા આ સપ્તાહ દરમ્યાન સંસ્થાઓ અને વ્યક્તિઓને વિના મુલ્યે રોપવિતરણ તથા વૃક્ષારોપણ જેવી પરવૃતિઓ હાથ ધરવામાં આવે છે જે સરાહનીય તો છે જ..પણ...તે ઉપયોગી અને ફળદાયી ત્યારે જ બને જયારે તેને એટલા જ હોશપૂર્વક અને સંભાળપૂર્વક ઉછેરી મોટા કરવામાં આવે..કેમકે એ દિવસ પૂરતા દેખીતી રીતે સફળ થયેલા આવા કાર્યક્રમો એ વાવેલા રોપ કે છોડની પાછળથી કરવાની જાળવણીની ઉદાસીનતા સરવાળે લાંબા ગાળે નિષ્ફળતાની સાક્ષી પૂરે છે. અનેક આધુનિક ઉપકરણોની શોધ અને અતિ વપરાશથી તથા વૃક્ષો વાવી ઉછેરવા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાને પરિણામે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી કરી છે.આ સમસ્યાનો એક માત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહીત છાયો,ફળફૂલ,લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ આપતા વૃક્ષો જ છે.ઉપરાંત બિનપરંપરાગત અને પ્રદુષણ વધારતા ઉર્જસ્ત્રોતોનો બિનજરૂરી વપરાશ ઘટાડી,પરંપરાગત ઉત્જસ્ત્રોતો વાપરી,પર્યાવરણ બચાવીએ.એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.
તો વન બચાવવા સાથે એટલુ જ અગત્યનું છે જમીન બચાવવી.જેના માટે ઉતમ ઉપાય છે. સજીવ ખેતી..એક સમયે સામાન્ય કરતા મોંઘી લાગતી સજીવ ખેતી લાંબા ગાળે ખુબ ફાયદાકારક છે તે જાણી,,સમજી સરકારે પણ તેને મહત્વ આપવા માંડ્યું.વિશ્વવિધ્યાલયો,વૈજ્ઞાનિકો,ખેડૂતમંડળોને આ માટે ઉતેજન મળતા સજીવ્ખેતીને વેગ મળ્યો.રસાયણમુક્ત ખેતી કરવા દેશી બિયારણોની જાળવણી અને વિતરણ વ્યવસ્થા માટે વિજ્બેંકો ચલાવવામાં આવી.વિવિધ સેન્દ્રીય ખતરો,છાણીયું,કમ્પોઝ,વર્ગીકાલ્ચાર,પંચગવ્ય વગેરે અમૃતજળ,ગોબરગેસપ્લાન્ટની રબડી,વગેરે કે જે પોષક તત્વો પુરા પડી,જમીનનું બંધારણ સાચવી રાખે છે,તેના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું.તો પાક સરંક્ષણ માટે પણ લીમડો,સીતાફળ,ધતુરો,આકડો,લસણ જેવા જંતુનાશકોમાંથી જંતુનાશક અર્ક બનાવી વાપરવા લાગ્યા. એકવીસમી સદીમાં પણ હજુ સજીવખેતી વિષે કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે જેવી કે આ પદ્ધતિ મોંઘી છે,જૂની છે,પણ હકીકતમાં કૃત્રિમ રસાયણો,જંતુનાશકો,હાઇબ્રીડથી ભરપુર પાક ખાવાથી લાંબા ગાળે શરીરમાં નેક ભયંકર રોગોને આમંત્રણ આપવાને બદલે કુદરતી તત્વોનો ઉપયોગ કરી,કુદરતી રીતે જ થયેલી ખેતી દ્વારા તૈયાર થયેલા શુદ્ધ પાકને અપનાવી,જીવન તંદુરસ્ત અને સ્વસ્થ બનાવીએ.
આમ, વૃક્ષોની ઉપયોગિતાને યાદ રાખી વૃક્ષો વાવવા,ઉછેરવા,જતન કરવાના અને પૃથ્વીનું- કુદરતનું ઋણ ચૂકવવાના અમુલ્ય અવસરમાં ‘એક બાળ એક વૃક્ષ’ અપનાવી વનોના વધારાના ઉત્સવમાં સહભાગી થઈ સ્વભવિષ્ય ઉજ્જવળ બનાવવા કટિબદ્ધ થઈએ...