Challenge - 20 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 20

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચેલેન્જ - 20

ચેલેન્જ

કનુ ભગદેવ

(20)

અસલી ગુનેગાર અને ઉપસંહાર…!

‘હા… ‘ અજીત માર્ચંતના અવાજમાં સ્વસ્થતા હતી, ‘મારી પત્ની ગંભીર રીતે બીમાર હતી તેમ છતાં હું અહીં આવ્યો હતો.’

‘શા માટે…?’ દિલીપે પૂછ્યું, ‘શું તમને તમારી પત્ની પ્રત્યે મોહ નહોતો રહ્યો?’

‘ના, એવું નહોતું.’

‘તો પછી…?’

‘’હકીકતમાં સખત બીમાર હોવા છતાં પણ મંજુલા ડોકટરો માનતા હતા એટલી જલ્દી મૃત્યુ નહીં પામે એનો મને ખુબ જ વિશ્વાસ હતો કારણ કે પોતાના મૃત્યુ પહેલા છેલ્લી વાર ભત્રીજી રાજેશ્વરીને મળવા માટે ઝંખતી હતી. એની આ ઝંખના એટલી બધી તીવ્ર હતી કે એકવાર તે જમદુતને પણ પાછો મોકલશે એવું એની હાથ પરથી મને લાગતું હતું. તેની જીભ પર રાજેશ્વરીનું જ રતન હતું. એ કહેતી હતી કે અજીત, જ્યાં સુધી હું રાજેશ્વરીનું મોં નહીં જોઉં, ત્યાં સુધી મરવાની નથી માટે તમે બેધડક મારા ભાઈને માળો અને રાજેશ્વરીને એકવાર મારી પાસે તેડી લાવો. મારા ભીનો સ્વભાવ ખુબ જ દુષ્ટ છે. જો એ તમને રાજેશ્વરીને મોકલવાનો ઇનકાર કરે કે રાજેશ્વરી બીજે ક્યાંક હોય તો તેનું સરનામું આપવાની ના પાડે તો તમે એણે મારી છેલ્લી ઈચ્છા વિષે જણાવજો. એણે કહેજો કે મોતના આરે આવીને ઉભેલી તમારી બહેને તમને કરબદ્ધ વિનંતી કરી છે. મારી પત્નીની હઠ પાસે નમતું તોલીને હું જઈને દીનાનાથને મળ્યો. પણ એ પાષણ હૃદયનો માનસ પીગળ્યો નહીં. ઉલટું એ મને ભાંડવા લાગ્યો. જો કે ભૂલભૂલમાં કે ઉતાવળિયા સ્વભાવને કારણે તે બોલી ગયો કે રાજેશ્વરી લાલીતપુરમાં...પણ પછી તરત જ એણે પોતાની ભૂલ સમજાઈ હોવાથી તે તરત જ ચુપ થઇ ગયો. પણ મારા માટે આટલું જ બસ હતું.’ સહેજ અટકીને અજીતે દીનાનાથ સામે આગ ઝરતી નજરે જોયું અને તેને ઉદ્દેશીને બોલ્યો, ‘દીનાનાથ. તમે તમારી જાતને બહુ હોશિયાર અને ચાલાક માનો છો પણ વાસ્તવમાં તમે બેવકૂફ છો. લલિતપુર બોલીને તમે ભલે અટકી ગયા પણ હું તરત જ સમજી ગયો કે રાજેશ્વરી ચોક્કસ લલિતપુર શહેરમાં હોવી જોઈએ. તમે કદાચ ઝાડની ડાળીએ ડાળીએ રખડ્યા હશો દીનાનાથ, પણ હું પાંદડે પાંદડે ભટક્યો છું. લલિતપુર જઈ પોલીસની મદદ મેળવીને રાજેશ્વરીને શોધી કાઢીશ એવું મેં એ જ વખતે નક્કી કરી લીધું હતું અને એ મુજબ અહીં આવ્યો હતો.’ મર્ચન્ટે દીનાનાથ પરથી નજર ખસેડીને પુનઃ દિલીપ સામે જોયું અને બોલ્યો, ‘બસ, આ જ કારણસર મને ખાતરી હતી કે જ્યાં સુધી રાજેશ્વરી મળશે નહીં ત્યાં સુધી મારી પત્ની શ્વાસની દોરી ટકાવી રાખશે.’

‘સમજ્યો…’ દિલીપે અજીત મર્ચન્ટ સામે જોતા કહ્યું, ‘મિસ્ટર અજીત, તમે આટલા બધા હોશિયાર, ચપળ અને બુદ્ધિશાળી હશો એવું તો મેં ધાર્યું જ નહોતું. ખેર, તમાર્રા કહેવા પ્રમાણે દીનાનાથે તમારી પાસે ઉતાવળમાં બાફી માર્યું હતું કે રાજેશ્વરી લલીતપુરમાં છે. એણે પોતાનું વાક્ય પૂરું કર્યું નહોતું પણ મિસ્ટર દીનાનાથ તરત જ સમજી ગયા હતા કે તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદા પાડી શકો તેમ છો. તેઓ સમજી ગયા કે રાજેશ્વરીને શોધવા માટે તમે લલિતપુર જઈ પહોંચશો.એટલે દિવાકર નામના પોતાના એક સંબંધી કે સ્નેહીને લઈને મારી ઓફિસે આવ્યા. જોગાનુજોગ દિવાકર મારો પણ જીગરી દોસ્ત છે. પોતાની દીકરીના રક્ષાન માટે દીનાનાથે મને અહીં લલિતપુર મોકલ્યો.’ કહીને દિલીપે દીનાનાથ સામે જોતા પૂછ્યું, ‘મારી વાત બરાબર છે ને મિસ્ટર દીનાનાથ?’

‘હા…’ દીનાનાથે હકારમાં માથું હલાવ્યું.

‘હું તમને હજી પણ એક તક આપવા માંગુ છું મિસ્ટર મર્ચન્ટ કે પેલા ટેલીફોન સંદેશનું રહસ્ય જણાવી દો.’

‘મિસ્ટર દિલીપ, તમે હજુ પણ મૂળ પોઈન્તને ભૂલી જાઓ છો.’ મર્ચન્ટે કહ્યું.

‘કયો પોઈન્ટ…?’

‘એ જ કે ખૂન વખતે મારી પાસે તો કોઈ હેતુ હતો જ નહીં. અલબત્ત, મારા સાલે, મારા પર આક્ષેપ મુક્યો છે. પણ એની સાથે સાથે તમે પણ ભૂલી ગયા છો કે એ વખતે ખૂનની કોઈ યુજના ઘડી કાઢવા અથવા ઘડી કાઢેલી યોજનાનો અમલ કરવાથી મને કોઈ જ લાભ નહોતો થવાનો કારણ કે મારી પત્ની મંજુલા તો રાજેશ્વરી કરતા થોડા કલાકો અગાઉ જ મૃત્યુ પામી હતી. પહેલા મારી પત્ની ગઈ અને પછી રાજેશ્વરી!’

‘ખોટી શેખી રહેવા દો મિસ્ટર મર્ચન્ટ..!’ દિલીપનો અવાજ કઠોર થયો, ‘તમે સાચી વાત છુપાવવાનો પ્રયાસ કરો છો.’

‘કઈ વાત…?’ અજીત મર્ચન્ટના ચહેરા પર કુત્રિમ આશ્ચર્ય છવાયું.

‘એ જ કે તમારી પત્ની મૃત્યુ પામી છે, એની ખબર તમને રાજેશ્વરીનું ખૂન થઇ ગયા પછી જ પડી હતી.’

અજીત મર્ચન્ટનો ચહેરો ધૂળની પૂણી જેવું થઇ ગયો.

એના ચહેરા પરથી લોહી ઉડી ગયું.

‘એટલે આ રીતે ખૂન કરવાનો હેતુ તમારી પાસે પણ હતો જ!’ દિલીપના અવાજમાં બરછીની ધાર જેવી તીખાશ હતી.

મર્ચન્ટની નજર નીચી ઢળી ગઈ.

‘મિસ્ટર મર્ચન્ટ…’ દિલીપ ફરીથી બોલ્યો, ‘હવે તમે ફટાફટ સવાલોના જવાબ આપવા માંડો.

મર્ચન્ટે તેની સામે જોયું.

‘પૂછો….’ એણે નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘તમે ડીલક્સ હોટલમાં ઉતર્યા છો એની મરનાર રાજેશ્વરીને કેવી રીતે ખબર પડી હતી? બીજા શબ્દોમાં તમે એ જ હોટલમાં જ મળશો એવું એણે ક્યાંથી જાણ્યું હતું કે જેના કારણે એણે તમને તમારી ગેરહાજરીમાં ફોન કર્યો હતો?’

‘મિસ્ટર દિલીપ, આ વિષે ખરેખર મને કંઈ ખબર નથી.’

‘જરા યાદદાસ્તને કસી જુઓ મિસ્ટર મર્ચન્ટ!’ દિલીપે કહ્યું, ‘વિલિયમ ઉર્ફે જોની તમને મૂનલાઈટ ક્લબમાં લઇ ગયો હતો અને તે રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીને પણ સારી રીતે ઓળખાતો હતો એટલે તમે કદાચ તમારી ભત્રીજી વિષે એની સાથે વાતચીત કરી હોય એ બનવાજોગ નથી?’

અજીત મર્ચન્ટ વિચારમાં પડી ગયો.

‘સાંભળો…’ એણે વિચારમાં પડેલો જોઇને દિલીપ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘તમારી સાથેની વાતચીતમાં જોનીને ખબર પડી ગઈ હોય કે તમે આરતી જોશીના ફુઆ થાઓ છો. એ વખતે આ વાત કદાચ તમને મહત્વની ન લાગી હોય માટે તમે યાદ કરવાનો પ્રયાસ કરી જુઓ.’

‘ના...અમારી વચ્ચે આવી કોઈ વાતચીત થઇ જ નથી.’ અજીત મર્ચન્ટના અવાજમાં મક્કમતા હતી.

‘જોની…’ દિલીપ હવે જોની તરફ ફર્યો, ‘તને કંઈ યાદ આવે છે?’

‘ડીલક્સ હોટલમાં પોતાના ફુઆ ઉતર્યા છે એ જાતની કોઈ વાત તને આરતીએ કહી હતી?’

‘ના…’

‘તો પછી ડીલક્સ હોટલમાં અજીત મર્ચન્ટ ઉતર્યો છે એવી કોઈ વાત તે આરતી જોશીને કરી હતી?’

‘ના...આ વિષે હું કંઈ જ જાણતો નથી તેમ મેં કોઈને કશુયે કહ્યું નથી.’ કહીને તે ફરીથી આંખો નીચી ઢાળી ગયો.

દિલીપ હવે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ તરફ ફર્યો.

‘તમે આ વાતને આટલું બધું મહત્વ શા માટે આપો છો?’ મહેન્દ્રસિંહે દિલીપને પરેશાન જોઇને પૂછ્યું.

‘ઇન્સ્પેક્ટર સાહેબ, આ સવાલના જવાબમાં જ ખૂનનું રહસ્ય છુપાયેલું છે. તમે જરા વિચારી જુઓ કે અજીત મર્ચન્ટે આપણને શું કહ્યું હતું?’

‘એણે કહ્યું હતું કે મારી ગેરહાજરીમાં રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનો ટેલીફોન આવ્યો હતો. એ વખતે આરતીનો સંદેશો ડીલક્સ હોટલના રીસેપ્શનીશ્ટે લખી લીધો અને જયારે અજીત મર્ચન્ટ બહારથી પાછા ફર્યા ત્યારે રીસેપ્શનીશ્ટે એ સંદેશો તેને આપ્યો હતો ખરું ને?’

મહેન્દ્રસિંહે હકારમાં માથું હલાવ્યું.

‘હવે મારો મુખ્ય સવાલ એ છે કે પોતાના ફુઆ અજીત મર્ચન્ટ ડીલક્સ હોટલમાં ઉતર્યા છે એની ખબર આરતી જોશીને કેવી રીતે પડી? તમે હમણાં જ સાંભળ્યું કે અ બાબતની કોઈ પણ માહિતી પોતાની પાસે હોવાનો ઇનકાર આ બંનેએ કર્યો છે. હું એમ માનતો હતો કે જોની પાસેથી અગર અજીત મર્ચન્ટ પાસેથી જ આરતીને પોતાના ફુઆ વિષે માહિતી મળી હશે પણ મારી માન્યતા ખોટી નીકળી અને આનો હવે ફક્ત એક જ જવાબ હોઈ શકે છે. ‘ કહેતો કહેતો દિલીપ મશીનની જેમ દીનાનાથની તરફ ફર્યો. એની એક આંગળી ખંજરની જેમ દીનાનાથ સામે લંબાઈ, ‘અને એ જવાબ તમે છો મિસ્ટર દીનાનાથ!’

‘મારા જેવા ગરીબ માણસની મશ્કરી શા માટે કરો છો મિસ્ટર દિલીપ?’ કહેતા કહેતા દીનાનાથના હોઠ પર ભોળું-ભટાક હાસ્ય ફરકી ગયું.

‘ના હું મશ્કરી નથી કરતો.’ દિલીપના અવાજમાં પુરેપુરી ગંભીરતા હતી, ‘આ કામ તમારા સિવાય બીજા કોઈ કરી શકે તેમ હતું જ નહીં. અજીત મર્ચન્ટ લાલીતપુરમાં છે અને તે જ્યારે લલિતપુર જાય છે ત્યારે હંમેશા ડીલક્સ હોટલમાં જ ઉતરે છે એની તમને ખબર હતી એટલે આ રીતે તમને કેસમાં આંટી ઘૂંટી ઉભી કરીને તેમાં અજીત મર્ચન્ટને ફસાવી મારવાની તક મળી ગઈ.’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો?’

‘એ જ કે આરતી જોશીનું ખૂન કર્યા પહેલા તેને ધાકધમકી આપીને, બળજબરીપૂર્વક તેની પાસે ડીલક્સ હોટલમાં મિસ્ટર સ્જીત મર્ચન્ટને ફોન કરાવ્યો હતો.’

ચશ્માના કાચની પાછળ દીનાનાથની આંખોના ભવા સંકોચાતા સ્પષ્ટ દેખાયા.

‘મેં ફોન કરાવ્યો હતો એમ…?’ એ કટાક્ષભર્યા અવાજે બોલ્યો, ‘મિસ્ટર દિલીપ, સી.આઈ.ડી ખાતામાં બહુ સારો પગાર મળે છે એટલે બદામનું સેવન કરો તો તમને પોષાય તેમ છે. ભલા માણસ તમે એટલો તો વિચાર કરો કે જયારે ખૂન થયું ત્યારે હું વડોદરા જતી સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સાહેબનો સંદેશો રેલ્વે પોલીસ મારફત મને ભરૂચના રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં જ મળ્યો હતો.’

‘સાચી વાત છે એ વખતે તો તમે ટ્રેનમાં જ હતા પણ ખૂનના સમયે નહીં!’ દિલીપે કહ્યું, ‘તમારી બહેન મંજુલાના મૃત્યુના સમાચાર મળતા જ, વિમાની રકમ મેળવવાનો સમય આવી ગયો છે તે તમે તરત જ સમજી ગયા એટલા માટે મારી સાથે ફોન પર વાતો કર્યા પછી તમે કોઈક ટ્રાવેલ એજન્ટની મુઠ્ઠી ગરમ કરીને બલરામપુરથી વડોદરા જતી સુપર ફાસ્ટ ટ્રેનની ટિકિટનું રીઝર્વેશન કરાવી લીધું અને યોજનાના પહેલા ચરણ રૂપે તમે બલરામપુરથી ટ્રેનમાં બેસી ગયા પણ બીજું સ્ટેશન બલરામપુર કેંટ આવ્યું એટલે ચુપચાપ ત્યાં ઉતરી ગયા. ત્યાંથી તમે સીધા એરપોર્ટ પર ગયા અને પ્લેનમાં બેસીને લલિતપુર આવી પહોંચ્યા. ખૂનની રાત્રે અંદાજે સવા દસથી સાડા દસની વચ્ચે તમે આરતીને ફોન કર્યો અને તેને પોતાના ફ્લેટમાં એકલી મળવા માટેની સુચના આપી. એ વખતે ત્યાં આરતીની બે બહેનપણીઓ પણ મોઝુદ હતી. એ બંને બિચારી તો એવું માની બેથી કે તે ફોન આરતીના તદ્દન નવા, થોડા કલાક પહેલા જ તાજા તાજા પ્રેમીનો છે જયારે હકીકતમાં એ ફોન તમારો હતો મિસ્ટર દીનાનાથ! આરતીએ પછી મને એક સજ્જન...સદ્ગૃહસ્થ મને મળવા આવવાના છે. એ વખતે તેના ચહેરા પર બેહદ તાજગી હતી. એ તાજગી પરથી પણ બંનેએ માન્યું કે જમવાના ટેબલ પર આરતીએ પોતાના જે પ્રેમી વિષે મીઠી મીઠી વાતો કરી હતી, એનું સ્પષ્ટ નામ ન ઉચ્ચારતા આરતી તેને સદગૃહસ્થ અને સજ્જન નામના શબ્દોમાં છુપાવે છે. પરંતુ એ બંનેને ખબર નહોતી કે ફોન કોઈક જુદી જ વ્યક્તિનો છે. બંને બહેનપણીઓએ કરેલી ટકોરના જવાબમાં, વાત બાંધેભરમ રહે એટલા ખાતર આરતી સ્મિત ફરકાવીને ચુપ રહી હતી. લગભગ પોણા અગિયાર અને અગિયાર આસપાસ તમે આરતીને ત્યાં જઈને એણે મળ્યા અને કોઈ પણ રીતે તેની પાસે એના ફુઆ અજીત મર્ચન્ટને ડીલક્સ હોટલમાં ફોન કરાવ્યો. પછી તમે એનું ખૂન કરી નાંખ્યું. અને ત્યારબાદ લાલીતપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયા. વડોદરા જનારી એ જ સુપરફાસ્ટ ટ્રેન રાત્રે લગભગ અઢી વાગ્યે અહીં આવે છે અને એનો સ્ટોપ પણ લે છે. તમે બીજી વખત એ ટ્રેનમાં બેસી ગયા. ટ્રેન આગળ વધી ગઈ ત્યારબાદ એક એક સ્ટેશન પર તમે પોલીસના આગમનની અપેક્ષા રાખીને જ બેઠા હતા. તમારી આ [અપેક્ષા છેવટે ભરૂચ ફળી. એ વખતે દેખાવ ખાતર તમે એકદમ હાંફળાફાંફળા થઇ ગયા હશો ખરું ને મિસ્ટર દીનાનાથ?’

‘મિસ્ટર દીનાનાથ…’ દીનાનાથનો અવાજ એકદમ સ્વસ્થ હતો, ‘ગુજરાતી ભાષામાં પરીકથા અને જાસુસ કથા લખી શકે એવા લેખકોની બહુ મોટી ખોટ છે. તમે તો પરીકથા કમ જાસુસ કથા બંનેનું એકબીજામાં મિશ્રણ કરીને બહુ સારી રીતે લખી શકો તેમ છો. આ સી.આઈ.ડી ની નોકરીને નમસ્તે કરીને માંડો નવલકથા ઘસડવા! જો પ્રકાશકોની તમારા ઘેર લાઈન ન લાગે તો મને ફટ કહેજો.’ કહેતા કહેતા અચાનક જ એના મગજમાંથી મશ્કરીની છાંટ ઉડી ગઈ અને એનું સ્થાન ગંભીરતાએ લીધું. એ બોલ્યો ત્યારે એનો અવાજ એકદમ કઠોર અને નઠોર હતો, ‘મને ખૂની કહેતા તમને શરમ આવવી જોઈએ. વિમાની રકમ મેળવવા માટે મેં મારી દીકરીનું ખૂન કર્યું એમ તમે કહેવા માંગો છો?’

‘હા, પણ તમારી દીકરીનું નહીં!’

‘તો પછી…?’

‘સાંભળો...રાજેશ્વરીએ પોતાનું કોઈ નામ બદલ્યું જ નહોતું પણ ખરેખર આરતી જોશી નામની એક બીજી છોકરી હતી અને આ છોકરીનો ચહેરો તમારી દીકરીને લાગ્બહ્ગ મળતો આવતો હતો. આરતી જોશી નામની આ બીજી છોકરી ખરેખર જ ફિલ્મ અભિનેત્રી બનવા માટે ફાંફા મારતી હતી. પરંતુ એ બિચારીનો કોઈ ભાવ પૂછતું નહોતું. એકાદ મહિના પહેલા તેને પોતાની નિષ્ફળતા માટે ખુબ લાગી આવ્યું હતું અને એ કારણે તતેણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. એ બિચારી કદાચ તમારી પાસે વિડીયો ફિલ્મમાં કામ મેળવવા માટે આવી હતી અને પોતાની નિષ્ફળતા અંગે બધી વાતો તમને જણાવી દીધી હતી. બસ, તરત જ તમે વિમાની રકમ મેળવવા માટે યોજના ઘડી કાઢી. એક દયાળુ અને પરગજુ પ્રોડ્યુસર તરીકે તમે એના મનમાં તમાર્રે વિષે સારી છાપ ઉપસાવી અને તેને ફિલ્મ અભિનેત્રી બનાવવાની લાલચ પણ આપી. એટલું જ નહીં, તમારે પોતાને ખર્ચે તમે એણે અહીં લલિતપુરમાં અભિનય તાલીમ સેન્ટરમાં તાલીમ લેવાના બહાને મોકલી આપી. અહીં એના ફ્લેટનું ભાડું પણ તમે જ ચુકવ્યું હતું. રહેવા-કરવા વિગેરે બધા જ ખર્ચની રકમ તમે એડવાન્સમાં જ એણે આપી દીધી હતી. બિચારી ગરીબ છોકરી આરતી જોશી એમ માનતી હતી કે પરમાત્માના રૂપમાં તમે એણે મળી ગયા છો. એ ગરીબને શું ખબર કે તમે એણે જાળમાં ફસાવી છે, અને તમારી બહેન મંજુલા મૃત્યુ પામે એટલી જ વાર છે. ત્યારપછી તમે એનું ખૂન કરી નાખવાના હતા. આવી એકેય વાતની એ બિચારીને કલ્પના જ ક્યાંથી હોય? સાંભળો, મિસ્ટર દીનાનાથ, તમારી દીકરી આરતી જોશી નહીં પણ રાજેશ્વરી હતી. એકાદ મહીના પહેલા તેણે બલરામપુરની એક અવાવરું વાવમાં કુદીને આપઘાત કર્યો હતો.લાશની ઓળખ માટે તમે એ વખતે દિવાકર સાથે ગયા હતા. લાશ જોતા જ એ તમારી દીકરી રાજેશ્વરી છે તે તમે જાની ગયા હય પણ એ વખતે તમે ઇનકાર કર્યો હતો કે, ના આ મારી પુત્રીની લાશ નથી. જો તમે એમ કહ્યું હોત કે આ મારી દીકરીની જ લાશ છે તો વિમાની રકમ તમારી બહેન મંજુલા મારફત અજીત મર્ચન્ટ પાસે પહોંચી જાય તેમ હતું. અને અજીતને તમે એક પૈસો પણ આપવા નહોતા ઈચ્છતા. બસ, એટલા માટે તમે આ યોજના ઘડી કાઢી. તમારી બહેન વધુ નહીં જીવે એની તમને પુરેપુરી ખાતરી હતી. વિમાની રકમ મેળવવા માટે તમારી બહેનના મૃત્યુ પછી પણ રાજેશ્વરી જીવતી હતી એટલું જ તમારે પુરવાર કરવાનું હતું. મિસ્ટર દીનાનાથ, તમે સાચે જ ખુબ જ હોશિયાર છો. મારા મિત્ર દિવાકરની સાથે આવીને તમે મને પણ ખુબ જ સિફતથી છેતરી તમારી રમતનું પ્યાદું બનાવીને તમારી યોજનામાં સામેલ કરી દીધો હતો. મિસ્ટર મર્ચન્ટ રાજેશ્વરીને શોધે છે એની તમને ખબર હતી. જો એ તેને શોધી કાઢે તો તરત જ તમારો ભવાડો છતો થઇ જાય તેમ હતો.’

‘કેવી રીતે?’

‘એટલા માટે કે મિસ્ટર મર્ચન્ટ રાજેશ્વરીને ઓળખાતા હતા એટલે જો તેઓ આરતી જોશીને શોધી કાઢે તો એ પોતાની ભત્રીજી રાજેશ્વરી નહીં પણ બીજી જ કોઈક છોકરી છે તે વાત તરત જ સમજી જાય તેમ હતું કારણ કે એની ભત્રીજી રાજેશ્વરી તો એકાદ મહિના પહેલા જ મૃત્યુ પામી હતી. અને કદાચ આ જ કારણસર તેઓને જયારે આરતીની લાશ દેખાડવામાં આવી ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. મારી વાત સાચી છે ને મિસ્ટર મર્ચન્ટ?’

અજીત મર્ચન્ટે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

આ ધડાકાથી ત્યાં હાજર રહેલા એકેએક માણસો સ્તબ્ધ બની ગયા.

દિલીપે દીનાનાથ સામે જોઇને પોતાની વાત આગળ ચલાવી.

‘મિસ્ટર દીનાનાથ, તમે મને તમારી કથિત દીકરીના રક્ષણ માટે રોકીને એક તીરથી બે શિકાર કરવા માંગતા હતા. તમે શરૂઆતથી જ મિસ્ટર મર્ચન્ટ ભયંકર માનસ છે એવું મારા મગજમાં ઠસાવી દીધું હતું એટલે હું મિસ્ટર મર્ચન્ટની આરતી સાથે મુલાકાત નહીં જ થવા દુ તેની તમને પૂરી ખાત્રી હતી. મિસ્ટર અજીત આ રીતે તમારો પહેલો શિકાર બન્યા. બીજું તમાર મારો ઉપયોગ એક સાક્ષીના રૂપમાં કરવા ઈચ્છતા હતા એટલે તમારો બીજો શિકાર હું બન્યો. આરતી જોશી ‘આરતી જોશી' તરીકે ઓળખાય નહીં એટલા માટે તમે એનો ચહેરો છુંદી નાખ્યો હતો. તમે મને બલરામપુરમાં કેસ સોંપતી વખતે જે ફોટો આપ્યો હતો તે તમારી સાચી દીકરી રાજેશ્વરીનો નહીં પણ આરતી જોશીનો જ હતો એટલે આરતીના મૃત્યુ પછી પણ હું કહી શકું તેમ હતો કે ફોટાવાળી યુવતી તમારી દીકરી જ છે. મારી સાક્ષી પછી કોઈ જ કાનૂની ગડબડ થવાની શક્ય નહોતી. બસ, આ કારણસર જ તમારે માયા હોટલની મારી રૂમમાંથી ડ્રેસિંગ ટેબલ પર પડેલો આરતીનો ફોટો ઉઠાવી જવો પડયો. તમને ભય હતો કે જો રાજેશ્વરીનો કોઈ પરિચિત એ ફોટો જોઈ જાય અથવા તો હું રાજેશ્વરીને ઓળખતા હોય તેવી કોઈ વ્યક્તિને એ ફોટો દેખાડીશ તો એ ફોટાવાળી યુવતી રાજેશ્વરી નથી પણ બીજી જ કોઈક છે તે પુરવાર થઇ જશે. મિસ્ટર દીનાનાથ, કોઈ પણ અપરાધની ગમે તેવી સંગીન યોજના બનાવો, તો પણ તેમાં એકાદ નબળી કડી રહી જ જાય છે. તમે પણ આમાં ભૂલ કરી ગયા છો. તમારી પહેલી ભૂલ આરતી પાસે મિસ્ટર મર્ચન્ટને ફોન કરાવવાની થઇ અને બીજી ભૂલ એ કે તમે ફોટો ચોરી લીધો. આ બે જ વાત એવી હતી કે જેના વિષે તમારા સિવાય બીજાં કોઈને ય ખબર નહોતી. ફોટો મારી પાસે છે એવું એક માત્ર તમે જ જાણતા હતા અને સૌથી મહત્વની વાત એ કે માયા હોટલમાં મારી રૂમની બાલ્કની આરતીના ફ્લેટની બાલ્કનીની એકદમ સામે છે એ વાત પણ તમે એકલા જ જાણતા હતા. બોલો, હવે તમે શું કહેવું છે?’

‘એટલું જ કે ઝડપથી જાસુસકથાઓ લખવા માંડો.’ દીનાનાથ પરાણે પરાણે સ્મિત ફરકાવતા પોતાના અવાજમાં સ્વસ્થતા લાવવાનો પુરેપુરો પ્રયાસ કરતા બોલ્યો.

પણ એમાં તે સફળ નહોતો થયો.

એના અવાજમાં થરથરાટ હતો અને આંખોમાં વ્યાકુળતાના પડછાયા ફરી વળ્યા હતા.

‘દિવાકર, રાજેશ્વરીનો ફોટો લાવ!’ દિલીપે કહ્યું.

દિવાકરે એના હાથમાં પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો મુક્યો.

દિલીપે ઉષા સામે ફોટો લંબાવીને પૂછ્યું.

‘તમે આ છોકરીને ઓળખો છો?’

‘ના…’ કેટલીયે વાર સુધી ધારી ધારીને ફોટાવાળી યુવતીનો ચહેરો જોયા પછી છેવટે ઉષાએ નકારાત્મક ઢબે માથું ધુણાવ્યું, ‘અલબત્ત, આનો ચહેરો આરતી સાથે થોડોઘણો જરૂર મળતો આવે છે. પણ આરતીની આંખની બંને ભ્રમરો એકબીજાથી ઘણી દુર હતી જયારે આ યુવતીની ભ્રમરો એકદમ નજીક છે.’

ત્યારબાદ દિલીપે એ ફોટો જોનીને વટાવ્યો પણ એણે ફોટાવાળી યુવતીને પોતે નથી ઓળખાતો એમ કહીને તેને પાછો આપ્યો.

છેવટે દિલીપે રાજેશ્વરીનો ફોટો અજીત મર્ચન્ટના હાથમાં મુક્યો.

‘હે ભગવાન...આ તો મારી ભત્રીજી રાજેશ્વરીનો ફોટો છે.’ અજીત મર્ચન્ટે તરત જ આશ્ચર્યસભર અવાજે કહ્યું.

સૌની મીટ દીનાનાથના ચહેરા સામે મંડાઈ.

ઘડી પહેલા સિંહની જેમ ઘુરકાયા કરતો અને હાકોટા-પડકારા ભરતો દીનાનાથ અત્યારે બકરી જેવો થઇ ગયો હતો. એના સમગ્ર ચહેરા પરથી લોહી ઉડી ગયું હતું. આંખો ચકળવકળ થતી હતી અને જાણે કંપવા થયો હોય એમ એનો દેહ ધ્રુજતો હતો.

‘બોલો, હવે શું કહેવું છે?’ દીલીપે તેની સામે જોતા પૂછ્યું.

‘તમે ખરેખર ખુબ જ હોશિયાર અને ચપળ જાસુસ છો મિસ્ટર દિલીપ!’ દીનાનાથે કહ્યું, ‘હું મારો ગુનો કબુલ કરું છું. તમે કહેલી બધી જ વાતો એકદમ સાચી છે. વિમાની રકમ હું અજીતના હાથમાં આવવા દેવા નહોતો માંગતો. મારી દીકરી રાજેશ્વરી…’ સહસા એના ગળે ડૂમો ભરાયો, ‘ખરેખર જ એક મહિના પહેલા આપઘાત કરીને મરી ગઈ હતી. વિમાની રકમ અજીતને ન મળે એટલા માટે મેં આરતીને અહીં મોકલી હતી. આ શહેરમાં તેને કોઈ જ ઓળખતું નહોતું. મંજુલાના મૃત્યુ પછી આ દુનિયામાંથી તે હંમેશને માટે ગુમ થઇ જવાની હતી. મંજુલા મૃત્યુ પામી ત્યારપછી પણ રાજેશ્વરી જીવતી હતી એવું મારે પુરવાર કરવાનું હતી. એ પુરવાર થઇ ગયા પછી વિમાની રકમ મેળવવા માટેનો એક માત્ર હકદાર હું જ રહી જતો હતો.’

એ જ વખતે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ કપૂર અંદર આવ્યો.

એના એક હાથમાં આંગળાની છાપનો ફક્ત એક જ કાગળ હતો અને બીજા હાથમાં બાકીના બધા જ કાગળ હતા.

‘શું રીપોર્ટ છે કપૂર સાહેબ?’ દિલીપે પૂછ્યું.

‘આ છાપ…’ એણે પોતાના હાથમાં એક જ કાગળ હતો તેને ઉંચો કરતા કહ્યું, ‘બોટલના ઉપરના મોંવાળા ભાગ અને મરનાર આરતી જોશીની બાલ્કનીની તથા માયા હોટલના તમારા રૂમની બાલ્કનીની રેલીંગો પરથી જે છાપ મળી આવી છે તેની સાથે આબેહુબ મળતી આવે છે. આ બધી છાપો એક જ માણસની છે.’

‘લાવો…’ દિલીપ બોલ્યો.

કપૂરે એ કાગળ ટેબલ પર તેની સામે મૂકી દીધો.

દિલીપ અને મહેન્દ્રસિંહ બંનેએ તેના પર નજર કરી.

એ કાગળ પર દીનાનાથનું નામ તથા તેની સહી હતી.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…!’ દીનાનાથ તેની સામે પોતાના બંને હાથ લંબાવીને ધ્રુજતા અવાજે બોલ્યો, ‘કાનૂની કાર્યવાહી માટે તમારે જે કંઈ પુરાવાઓની જરૂર હોય તે ખુશીથી એકઠાં કરી લો. મને કોઈ વાંધો નથી. હું મારો અપરાધ ફરી એકવાર કબુલ કરું છું.’

અચાનક દીનાનાથનો દેહ ખુબ જોરથી કંપ્યો. એના હાથમાંથી ચશ્માં નીચે પડીને તૂટી ગયા.

‘હા, મેં જ આરતીનું ખૂન કર્યું છે. મેં જ ખૂન કર્યા પહેલા તેની પાસે અજીત મર્ચન્ટને ફોન કરાવ્યો હતો.’

સહસા એણે બંને હથેળીમાં મોં છુપાવી દીધું અને ધ્રુસકા ભરવા લાગ્યો.

મહેન્દ્રસિંહે તેના ખભા પર હાથ મુક્યો.

આંસુથી તરબતર ચહેરે દીનાનાથે તેની સામે જોયું.

પછી મહેન્દ્રસિંહના સંકેતથી એક પોલીસે આગળ વધીને તેના હાથમાં બેડી પહેરાવી દીધી.

***