Challenge - 11 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચેલેન્જ - 11

ચેલેન્જ

કનુ ભગદેવ

(11)

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ કપૂર…!

‘કેવી રીતે?’ દિલીપે આશ્ચર્યસહ પૂછ્યું.

‘બલરામપુરથી ઉપડેલી સુપરફાસ્ટ ટ્રેન બીજે દિવસે સવારે સાડા દસ વાગ્યે વડોદરા પહોંચે છે. બલરામપુરથી ઉપડ્યા પછી બે મોટા જંકશન પર થોડી થોડી વારના હોલ્ટ કરીને એ ટ્રેન મોડી રાત્રે અહીં લલિતપુરમાં સ્ટોપ લે છે અને પછી વડોદરા તરફ આગળ વધે છે!’ વાત કરતાં કરતાં મહેન્દ્રસિંહે ધડિયાળમાં સમય જોયો, ‘મને લાગે કે કે ટ્રેન ક્યારનીયે અહીંથી પસાર થઇ ગઈ હશે. ખેર, હું રેલ્વે સ્ટેશન પર પૂછપરછ કરાવીશ.’

‘પછી…’

‘પછી શું? સુરત થોભ્યા પછી આ ગાડી છુટીને સીડી વડોદરા પહોંચે છે. વચ્ચે ભરૂચ સ્ટેશન પર એનો સ્ટોપ નથી એટલે હું રેલ્વે પોલીસની મદદથી સુરત સ્ટેશન પર દીનાનાથ માટે સંદેશો પહોંચાડી દઈશ કે એની પુત્રી રાજેશ્વરીનું ખૂન થઇ ગયું છે અને તે તાબડતોડ, બને એટલો જલ્દી લલિતપુર આવીને મને મળે. સુપર ફાસ્ટ ટ્રેનમાં રીઝર્વેશન વગર મુસાફરી નથી થઇ શકતી એ તો તમે જાણો જ છો, એટલે સુરતની રેલ્વે પોલીસ અગાઉથી મેસેજ મળી ગયો હોવાથી ટીકીટ ચેકરની મદદથી સરળતાપૂર્વક ટ્રેનમાંથી દીનાનાથને સંદેશો આપી દેશે.’

દિલીપે પ્રશંશાભરી નજરે મહેન્દ્રસિંહ સામે જોયું.

ખરેખર આ ઇન્સ્પેકટર એક કર્ત્વય્નીષ્ઠ અને ઈમાનદાર માણસ હતો.

‘કેપ્ટન, તમે દીનાનાથનું વર્ણન મને જણાવી દો.’

દિલીપે દીનાનાથનું આબેહુબ વર્ણન તેને કહી સંભળાવ્યું.

એ બોલતો ગયો અને મહેન્દ્રસિંહ એક કાગળ પર લખતો ગયો.

‘કેપ્ટન…’ કાગળને ગજવામાં મુકીને એ બોલ્યો, ‘દીનાનાથ જો અહીં આવીને તમારી વાત સાચી હોવાની મને ખાતરી કરાવી દે એ પછી જ તમારી પોઝીશન કંઈક સુધરશે, કારણ કે અત્યારે ફક્ત તમે એકલા જ શંકાની પરિધિમાં આવો છો. દીનાનાથ અહીં આવે ત્યાં સુધી તમારે અહીં જ રહેવું પડશે.’

‘તમે મને ખૂની માનો છો?’

‘મારી માન્યતાની વાત છોડો. પુરાવાઓ બધા તમારી સામે આંગળી ચીંધે છે. કેપ્ટન, તમે ખૂન નથી કર્યું એ હું અંદરખાનેથી જાણું છું. ગુલાબરાય એક ભ્રષ્ટ અધિકારી છે અને તે તમારી સામેનું કોઈક જુનું વેર વાળવા ખાતર આ ખૂનકેસમાં તમને સંડોવી દેવા માંગે છે એનો અણસાર મને આવી ગયો છે. પોલીસ વિભાગમાં આવો ભ્રષ્ટાચાર જોઇને મારો આત્મા કકળી ઉઠ્યો છે પણ હું લાચાર છું અને છતાયે તમને એક તક આપવા માંગુ છું.’

‘કેવી તક? શેની તક?’ દિલીપે પૂછીને તેની સામે ઉત્સુકતાથી મીટ માંડી.

‘સવાર પડવાને હજુ વાર છે.’ એણે ફરી કાંડા ધડિયાળમાં સમય જોયો, ‘હું તમને સવાર સુધીની મુદ્દત આપું છું. મને તમારા પર ભરોસો છે કે મેં આપેલી છૂટછાટનો તમે દુરુપયોગ નહીં જ કરો. તમે જાઓ અને સવાર સુધીમાં રાજેશ્વરીના ખૂનીને શોધી કાઢો. તમારા છુટકારાનો આ એક જ ઉપાય છે. નહીં તો પછી અનિચ્છાએ મારે રાજેશ્વરીના ખૂનના શકદાર આરોપી તરીકે વિધિસર તમારી ધરપકડ કરવી પડશે. દીનાનાથે તમારા પર પુરેપુરો ભરોસો મુકીને પોતાની દીકરીનું રક્ષણ કરવાની કામગીરી તમને સોંપી હતી. આવતી કાલે તે અહીં આવશે અને જયારે તેને ખબર પડશે કે તમે તેમાં નિષ્ફળ ગયા છો ત્યારે એ ગરીબ બાપનું હૃદય તૂટી જશે.’ કહીને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ થોડી પળો માટે અટક્યો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ ચલાવી.

‘અને એમાં ય જયારે એની પુત્રીના શંકાસ્પદ ખૂની તરીકે બીજા કોઈ નહીં ને તમે જ છો, એ જાણ્યા પછી એના પર શું વીતશે એની તમે જરા કલ્પના કરી જુઓ! હવે રાત થોડી ને વેશ વધારે ભજવવાના છે. માટે તમારે જે કરવું હોય તે જલ્દી કરો. તમારી તપાસની શરૂઆત તમે રાજેશ્વરી ઉર્ફે આરતીને ત્યાં ડીનર લેવા આવેલી તેની બંને બહેનપણીથી કરી શકો છો. જો ખરેખર તમે ખૂન ન કર્યું હોય તો સાચા ખૂનીને શોધી કાઢવાની તમારી નૈતિક ફરજ એટલા માટે છે કે એ છોકરીની સલામતીની જવાબદારી તમે પોતાના પર લીધી હતી. હવે તમે જાઓ. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે.’ મહેન્દ્રસિંહે તેની સામે પોતાનો હાથ લંબાવ્યો.

દિલીપે તેની સાથે હાથ મિલાવ્યા. પછી એણે જવા માટે પીઠ ફેરવી.

‘એક વાત યાદ રાખજો. ગુલાબરાયને ખબર પડી જાય એવી કોઈ વાત તમે મારાથી છુપાવી હોય તો અત્યારે જ મને જણાવી દેજો.’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘જો આવી કોઈ વાત છુપાવી હોય અને તે ગુલાબરાય શોધી કાઢશે તો પછી તે અચૂક પોતાની જબરી લાગવગથી તમને આ ખૂનકેસમાં સંડોવી દેશે.’

‘મેં કંઈ છુપાવ્યું નથી ને હવે પછી છુપાવીશ પણ નહીં.’ કહીને એ બારણા તરફ આગળ વધ્યો. બરાબર એ જ વખતે દલપતરામ અંદર આવ્યો અને મહેદ્રસિંહને રીપોર્ટ આપ્યો કે અજીત મર્ચન્ટ અહીંથી નીકળીને સીધો જ પોતાની હોટલમાં ગયો છે. અને હજુ પણ ત્યાં જ છે.

દિલીપે વધુ સાંભળ્યા વગર બહાર નીકળી, નિર્જન સડક પર થોડું ચાલીને એક પબ્લિક બુથમાંથી નાગપાલના પરિચિત કપૂર સાહેબને ફોન કર્યો.

કપૂર અગાઉ સરકારી લેબોરેટરીમાં રાસાયણિક પરિક્ષણ વિભાગમાં નોકરી કરી ચુક્યો હતો અને થોડાં સમય પહેલાં જ નોકરીમાંથી નીર્વુંત્ત થયો હતો. રાસાયણિક પરિક્ષણના શોખને જાળવી રાખવાં ખાતર એણે પોતાને ઘેર નાની સરખી પ્રયોગશાળા પણ બનાવેલી હતી. તે દિલીપને પણ ખુબ સારી રીતે ઓળખતો હતો.

લગાતાર આઠ-દસ વખત ઘંટડી વાગ્યા પછી કપૂર લાઈન પર આવ્યો.

‘હલ્લો...કપૂર સાહેબ..!’ તેનો અવાજ સાંભળીને દિલીપે કહ્યું અને પછી પોતાના નામથી માંડીને બલરામપુરથી લલિતપુર આવ્યો આને એ પછીના બની ગયેલા તમામ બનાવોની વિગતો વિસ્તારપૂર્વક જણાવ્યા બાદ ઉમેર્યું, ‘કપૂર સાહેબ, હું આપને હમણાં જ પ્લાસ્ટીકની થેલીમાં એક વ્હીસ્કીની ખાલી બોટલ મોકલાવું છું. આ થેલી ટુવાલમાં લપેટેલી છે. બોટલના નીચેના ભાગ વડે ઉપરાઉપરી ઘા મારીને ખૂન કરવામાં આવ્યું છે. તેના પર ખૂનીના આંગળાની છાપ ચોક્કસ હશે એ મારું માનવું છે. પણ સાથે સાથે મરનાર યુવતી અને મારા આંગળાની છાપ પણ છે જ માટે તમે સાવચેતીથી રસાયણિક પરિક્ષણ કરીને રીપોર્ટ તૈયાર કરી રાખજો.’

‘ભલે…’ સામે છેડેથી કપૂરનો અવાજ સંભળાયો.

‘હું આ બોટલ મારા એક મિત્ર સાથે મોકલાવું છું. એનું નામ મહેશ છે. અગાઉ એક વખત આપ પણ તેને મળી ચુક્યા છો.’

‘હશે...અત્યારે બહુ યાદ નથી આવતું. રૂબરૂ જોઇશ એટલે કદાચ યાદ આવી જશે.’

‘કપૂર સાહેબ, આ રીપોર્ટ મારે બને તેટલો જલ્દી જોઈએ છે એટલે જો વાંધો ન હોય તો મહેશ ત્યાં જ બેસશે.’

‘ભલે, મને વાંધો નથી.’

દિલીપે કનેક્શન કાપીને બીજો ફોન પોતાના મિત્ર મહેશને કર્યો. સદભાગ્યે તે હાજર જ હતો. દિલીપે તેને ટૂંકાણમાં બધી હકીકતો કહી સંભળાવી. અને પછી હોટલની પાછલી ગલીમાં આવેલી કચરાપેટીની માહિતી આપી, તેમાં છુપાવેલા ટુવાલ અને વહીસ્કીની ખાલી બોટલ વિષે બધું સમજાવી દીધું. કપૂરનું સરનામું આપ્યા બાદ એને રીપોર્ટ વિષે પણ જરૂરી સુચના આપી દીધી.

ત્યારબાદ એણે ટેલીફોન ડિરેક્ટરીમાંથી ઉષા મહેતાના નંબરો તપાસ્યા.

લલિતપુરમાં પાંચ ઉષા મહેતા હતી. જેમાંથી ત્રણ ડોક્ટર અને એક વકીલ હતી. એણે પાંચમાં નંબર પર ટ્રાય કરી. સદભાગ્યે આ ઉષા મહેતા બીજી કોઈ નહીં પણ મરનાર રાજેશ્વરીની બહેનપણી જ નીકળી.

‘હલ્લો...’ સામેથી એક કંટાળાભર્યો સ્ત્રી સ્વર તેને સંભળાયો.

‘ઉષા મહેતા…?’ દિલીપે પૂછ્યું.

‘હા, તમે કોણ છો?’

‘હું આરતીનો એક મિત્ર બોલું છું.’

‘આરતી જોશી...?’

‘હા….’ દિલીપ પોતાના અવાજમાં નમ્રતા લાવતાં બોલ્યો, ‘ક સમયે તમને તકલીફ આપવા માટે દિલગીર છું...મેડમ...પરંતુ મારે તાત્કાલિક, બલકે હમણાં જ તમને મળવવા આવવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જો તમે…’

‘મિસ્ટર...અત્યારે રાતના ત્રણ ક્યારનાયે વાગી ગયા છે. ખેર, તમે કોણ છો અને શા માટે મળવા માંગો છો?’

‘એ હું રૂબરૂમાં જ તમને જણાવીશ' દિલીપે કહ્યું, ‘તમારે ત્યાં પોલીસના માણસો હજુ સુધી નહીં આવ્યા હોય એમ હું માનું છું.’

‘હેં…? પોલીસ…?’ સામેથી આવતા અવાજમાંથી કંટાળો અને આળસ ભગવાન જાણે ક્યાં આલોપ થઇ ગયા હતા અને એનું સ્થન ભય મિશ્રિત ગભરાટે લીધું હતું, ‘પોલીસનું મારે ઘેર શું દાટ્યું છે તે ખોદવા દોડી આવે…’

‘જુઓ મેડમ…’ દિલીપ કઠોર અવાજે બોલ્યો, ‘એક મોટી પંચાત ઉભી થઇ છે અને ફોન પર આ વિષે કંઈ વાતચીત થઇ શકે તેમ નથી. હું દસથી-બાર મીનીટમાં જ તમારે ત્યાં પહોંચું છું.’ અને જવાબની રાહ જોયા વગર જ રીસીવર મૂકી, ડિરેક્ટરીમાં ઉષા મહેતાના ટેલીફોનન નંબર સાથે એના ઘરનું સરનામું છપાયેલું હતું તે લખીને એ બહાર નીકળો. સદભાગ્યે એક ખાલી ટેક્સી તરત જ તેને મળી ગઈ.

પંદર મિનીટ પછી તે ઉષા મહેતાના ફ્લેટની ઘંટડી વગાડતો હતો.

‘કોણ છે?’ તરત જ અંદરથી સ્ત્રી સ્વર આવ્યો.

‘મેડમ...હું હમણાં જ ફોન પર તમારી સાથે વાત કરી ચુક્યો છું. મારું નામ કેપ્ટન દિલીપ છે.’

લગભગ તરત જ ફ્લેટનું બારણું ઉઘડ્યું અને દ્વાર પર નાઈટ ડ્રેસમાં સજ્જ થયેલી એક સુંદર, મોહક અને આકર્ષક ચહેરો ધરાવતી લાવણ્યમયી, સ્વરૂપવાન યુવતી દેખાઈ. એની વય આશરે ચોવીસ-પચીસ લગતી હતી.

‘મારું જ નામ ઉષા મહેતા છે.’ દિલીપ સામે જોઇને એણે એક આવકારભર્યું સ્મિત ફરકાવ્યું, ‘તમારે વિષે અમને આરતીએ કહ્યું હતું. એણે અમારી પાસે તમારા ખુબ જ વખાણ કર્યા હતા.’ પછી સહેજ બાજુએ ખસીને બોલી, ‘આવો...અંદર આવો…’

દિલીપ અંદર પ્રવેશ્યો.

એ ખુબ જ સુરીચીથી શણગારેલો ડબલરૂમનો ફ્લેટ હતો.

બારણું બંધ કરીને ઉષા તેની પાસે આવી.

‘બેસો…’ એણે એક ખૂણામાં પડેલી ચારેક જેટલી ખુરશીઓ અને સેન્ટર ટેબલ તરફ હાથ લંબાવ્યો.

દિલીપના બેસી ગયા પછી એ પણ એક ખુરશી ખેંચીને બરાબર તેની સામે બેસી ગઈ.

‘હા...હવે કહો…! આ પોલીસનું શું લફરું છે...અને મુદ્દાની વાત એ કે આરતી ક્યાં છે?’

‘એ મૃત્યુ પામી છે.’ કહેતી વખતે દિલીપનો અવાજ એકદમ શાંત હતો.’

પળભર તો દીલીપની વાત ન સમજાઈ હોય એવી દ્રષ્ટીએ તે એની સામે એકીટશે તાકી રહી. એની આંખોમાં દિલીપની વાત ન સમજાઈ હોવાના હાવભાવ છવાયેલા હતા અને મગજ બિલકુલ દિશાશુન્ય થઇ ગયું હોય એમ લાગતું હતું. એ લગાતાર એની સામે તાકી જ રહી.

‘તમે...તમે શું કહ્યું?’ છેવટે એ બોલી.

‘આરતી મૃત્યુ પામી છે….’

‘ઓહ...ગોડ…’ એના ગળામાંથી રૂંધાયેલો અવાજ નીકળ્યો. વિસ્ફરિત થયેલી આંખો પર એણે હાથ મૂકી દીધા. થોડી વાર તે એ જ સ્થિતિમાં બેસી પડી.

‘પ...પણ કેવી રીતે…?’ છેવટે એણે હાથ ખસેડી, દીલીપ સામે જોઇને ખોખરા અવાજે પૂછ્યું, ‘હજુ થોડાં કલાકો પહેલાં તો અમે તેને મળ્યા હતા, અને સાથે જ ડીનર લીધું હતું. એટલી વારમાં એ કેવી રીતે મરી ગઈ? શું તેને કોઈ અકસ્માત થયો છે?’

‘ના...’ દિલીપ એના ચહેરા સામે ધ્યાનથી જોતા બોલ્યો, ‘એનું ખૂન થયું છે.’

‘શું…?’ એના ગળામાંથી આશ્ચર્યભર્યો ચિત્કાર નીકળ્યો. એના બંને હાથની મુઠ્ઠીઓ ખુરશીના પાયા પર વળી ગઈ, ‘આરતીનું ખૂન…? કોણે કર્યું? શા માટે કર્યું? કેવી રીતે કર્યું? કોણ છે એનો ખૂની…?’

‘તમે ત્યાંથી ડીનર લઈને બહાર નીકળી ગયા ત્યારબાદ તરત જ એનું ખૂન કરવામાં આવ્યું છે. તમે તથા તમારી બહેનપણી સરલાં એને જીવતી જોનારા છેલ્લા હતા એવું લાગે છે.’

‘મિસ્ટર દિલીપ…’ એના અવાજમાં રોષ હતો, ‘જે કંઈ બન્યું છે, એ તમે મને ખુલાસાવાર કહો…! એનું ખૂન કોણે કર્યું છે?’

‘થોડાં કલાકો પહેલાં એટલે કે રાત્રે સાડાદસ અગિયાર વાગ્યા પછી અમે બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. તમે તમારી બહેનપણી સાથે ડીનર લઈને ચાલ્યા જાઓ ત્યારપછી તરત જ મારે એને ત્યાં જઈને મળવાનું હતું, અને પછી અમે બહાર ફરવા જવાના હતા.’ દિલીપે કહ્યું, ‘પરંતુ સંજોગવશાત મારે મોડું થઇ ગયું અને હું એને ત્યાં રાત્રે અગિયાર વાગ્યા પછી પહોંચ્યો હતો. મેં જઈને જોયું તો તે પોતાના ઘરમાં મરણ પામેલી હાલતમાં પડી હતી. તમે તમારી બહેનપણી સાથે ડીનર લઈને ચાલ્યા ગયા પછી તરત જ તેનું ખૂન થયું હશે એવું અનુમાન મેં કર્યું છે.’ એના અવાજમાં અચાનક જ રોષ ઉમેરાયો, ‘ખેર, ખૂની કોણ છે એ તો હજુ જાણવા નથી મળ્યું પણ પોલીસની નજરે એના ખુનનો શંકાસ્પદ આરોપી હું જ ઠર્યો છું અને એટલે જ અત્યારે તમારી પાસે આવ્યો છું. જો તમે મને સાથ આપો તો તમારી મદદથી હું સાચા ખૂનીને શોધી કાઢવા માંગુ છું.’

‘પોલીસ તમને ખૂની માને છે?’ એણે આશ્ચર્યસહ પૂછ્યું. આરતીના મૃત્યુના સમાચારના થયેલા આઘાતની અસરમાંથી ઉષા હવે મુક્ત થઇ ગયેલી લાગતી હતી.

‘હા…’ દિલીપે જવાબ આપ્યો, ‘ગઈ સાંજે હું આરતીને મળ્યો હતો એ વાત પોલીસે શોધી કાઢી છે. આ ઉપરાંત આરતીની બાજુમાં રહેતી હેમલતાએ પોલીસની પૂછપરછમાં કહ્યું છે કે આરતીનું ખૂન થયું ત્યારે લગભગ એ જ અરસામાં એણે એક માણસને આરતીની બાલ્કનીમાંથી મારી બાલ્કનીમાં કુદકો મારીને નાસી જતા જોયો છે.’

‘હે ભગવાન…’ ઉષા બોલી, ‘એના ચહેરા પર ફરીથી શોકની રેખાઓ છવાઈ ગઈ.

‘મને તમારી મદદની ખુબ જરૂર છે મેડમ…’ દિલીપે કહ્યું.

‘બોલો…’એ થાકેલા અવાજે બોલી.

‘આરતી વિષે અને ગઈ સાંજની એની પ્રવૃત્તિઓ અંગે તમે કંઈ જાણતા હો તે મને વિસ્તારથી કહો. કદાચ મને ખુનીના સગડ મળે એવી કોઈ કડી મળી પણ આવે.’

‘એ મરી ગઈ છે, એ વાત જ મારે ગળે નથી ઉતરતી.’ ઉષા ખમચાતા અવાજે બોલી, ‘આ બધી વાતો એક સપના જેવી લાગે છે. ગઈ સાંજે તમારા બંનેની પ્રાથમિક મુલાકાત અને વાતચીત પછી એ બેહદ ખુશ હતી. આટલી બધી ખુશ મેં તેને ક્યારેય નહોતી જોઈ. મને થયું કે તમે જ એનું કારણ હતા. તમારાથી એ ખુબ જ પ્રભાવિત થઇ હતી. એ જ એની ખુશીનું એક માત્ર કારણ હતું. પહેલી જ મુલાકાતે જ એ તમને ચાહતી થઇ ગઈ હતી. એ હંમેશા ખુશ રહેવા માંગતી હતી પણ એ માટેની અહીં તેને એકેય તક નહોતી સાંપડી.’

‘તમે આરતીને ત્યાં કેટલા વાગ્યા સુધી રોકાયા હતા?’

‘બરાબર યાદ નથી પણ રાતના સવા-દસ, સાડા-દસથી પોણા અગિયાર અને એમાં કદાચ બે-પાંચ મિનીટ આગળ પાછળ પણ હોય! જોનીના આવ્યા પહેલાં અમે ત્રણે ય ખુશખુશાલ મૂડ અને હળવા ફૂલ જેવા વાતાવરણમાં ગપ્પા માર્યા હતા ને અલકમલકની વાતો કરી હતી. જોકે મોટા ભાગે આરતી જ બોલબોલ કરતી હતી. તમારે વિષે વાત કરતાં જાણે કે તે ધરાતી જ નહોતી. મિસ્ટર દિલીપ! એ વખતે તે ખુબ જ રાજી રાજી થઇ ગયેલી દેખાતી હતી. અમારી બહેનપણી સરલા આવા જ મુડમાં હતી. આરતીને તમારા તરફ ઢળેલી જોઇને હવે તે પોતાની તથા જોનીની વચ્ચેથી ખસી જશે એમ માનીને તે કદાચ મનોમન ખુશ થઇ ગઈ હતી. એના ચહેરા પણ રોનક ફરી વળી હતી. આરતીને પડતી મુકીને જોની હવે પોતાની પહેલાની જેમ ચાહવા લાગશે એવી આશા કદાચ તેને બંધાઈ હતી. સરલા અને જોની, બંને પ્રેમમાં હતા પણ આરતીની મુલાકાત પછી જોની સરલાથી દુર થતો ગયો હતો. જોનીની આવી વર્તણુંકથી સરલા મનોમન દુઃખી થઇ ગઈ હતી અને મનોમાન ધૂંધવાતી પણ હતી. બંનેની વચ્ચે આરતી આવીને આડખીલી રૂપ બન્ની ગઈ છે એમ તે માનવા લાગી હતી. અલબત્ત, એથી તેને આરતી પર સહેજેય રોષ નહોતો તેમ ક્યારેય એણે આ બબતનો અણસાર પણ આરતીને નહોતો આવવા દીધો. થોડાં કલાકો પહેલાં ડીનરના ટેબલ પર આરતી જ યારે પેટ ભરીને વાત વાતમાં તમારાં વખાણ કરવા લાગી ત્યારે તેણે માની લીધું કે એ પોતાની અને જોનીની વચ્ચેથી ખસી જશે. આથી તે પણ ખુશખુશાલ દેખતી હતી.’

‘બરાબર... આ જોની છે કોણ?’

‘શું પોલીસ જોની વિષે કંઈ જ નથી જાણતી?’ ઉષાએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘પોલીસ જોની વિષે જાણે છે કે નહીં એની મને જરાયે ખ્હાબર નથી.

‘કદાચ જોનીએ આરતીનું ખૂન કર્યું હોત બનવાજોગ છે.’ ઉષા વિચારવશ અવાજે બોલી.

દિલીપને આશ્ચર્યનો આંચકો તો વાગ્યો પણ એની એકે ય રેખા તેને પોતાના ચહેરા પર ફરકવા ન દીધી.

‘હા, બનવાજોગ છે. ખેર, આ જોની રહે છે ક્યાં?’

‘એતો હું નથી જાણતી પણ સરલા પાસે ચોક્કસ એનાં રહેઠાણનું સરનામું હશે. હું ફોન કરીને પૂછી જોઉં?’

‘ના, હમણાં નહીં. પહેલાં મને આ જોની વિષે વધુ માહિતી આપો. એ આરતીને ત્યાં કેટલા વાગે આવ્યો હતો?’

‘મારી મોટામાં મોટી કમજોરી એ છે કે સમય મને યાદ જ નથી રહેતો.’ ઉષા પોતાના લમણાં પર આંગળી ટપટપાવટી બોલી, ‘અંદાજે સવા દસથી સાડા દસ વાગ્યા હશે. અમે વાતો કરતાં હતા ત્યારે અચાનક જ ફોનની ઘંટડી વાગી હતી.એ વખતે મને એમ જ લાગ્યું હતું કે મિસ્ટર દિલીપ, કે એ ફોન તમારો જ હતો. કારણ કે વાત પૂરી કર્યા પછી આરતીએ હસ્તે ચહેરે સ્મિત ફરકાવતા અમને બંનેને કહ્યું હતું કે થોડી વાર પછી એક સજ્જન મને મળવા આવવાના છે એટલે તમારે બંનેએ જવું પડશે. ડીનર બાદ અમે ચાલ્યા જવાના અને એ પછી જ તમે આરતીને માંલ્લ્વા આવવાના હતા મિસ્ટર દિલીપ, એટલે મેં માન્યું કે ફોન તમારો જ હશે. એ ફોન પછી આર્તીનનો આનંદ બેવડાયો હતો. આરતીની વાત સાંભળીને મેં તેનીમાંજક પણ ઉડાવી હતી અને તેને કહ્યું હતું કે આમ અજાણ્યા માણસ સાથે એકદમ મેચ ન તવાય. તમ મોદી રાત્રે તેની સાથે બહાર ફરવા માટે પણ જ જવાય. મારી વાત સાંભળ્યા પછી તે ફક્ત સ્મિત ફરકાવીને રહી ગઈ હતી. એણે ખુશ જોઇને હું પણ રાજી થઇ ગઈ હતી કે ચાલો, એણે એની પસંદગીનો બોયફ્રેન્ડ મળ્યો ખરો.’

‘સમજ્યો…’ દિલીપે કહ્યું, ‘વારુ, એ ફોન કોનો હતો એ એણે તમને નહોતું કહ્યું?’

‘ના…’

‘તો એનો અર્ત એવો થયો કે એ ફોન મેં કર્યો છે એવું તમે માત્ર કલ્પી જ લીધું હતું ખરું ને?’

‘હા, અને એનું કારણ પણ હતું.’ ઉષાએ જવાબ આપ્યો, ‘કે તે ડીનર દરમિયાન લગભગ તમારી જ વાતો કરતી અતિ અને તમે અમારા ગયા પછી એણે મળવા આવવાના હતા એ વાત તે અમને જણાવી ચુકી હતી એટલે મેં અનુમાન કર્યું કે એ ફોન તમારો જ છે અને એક સજ્જન મને મળવા આવવાના છે એવી વાત કરીને આરતી નાહક જ અમને સસ્પેન્સમાં રાખવાં માંગે છે.’

‘તો જોની એ પછી જ આવ્યો હતો એમ ને?’

‘હા...આરતીએ રીસીવાર્મુક્યું ત્યારબાદ થોડી મીનીટો પછી જ આવીને એણે ફેટની ઘંટડી વગાડી હતી ત્યારે મને એવું લાગ્યું કે તમે નક્કી થયેલા સમય કરતાં થોડાં વહેલા આવ્યા લાગો છો. એ વખતે હું અને સરલા હાજર હતા એટલે આરતી મનોમન પરેશાન તથા આકુળ-વ્યાકુળ થઇ ગઈ હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા. પરંતુ એણે જયારે બારણું ઉઘાડયું યારે ખબર પડી કે આવનાર તમે નહીં પણ જોની હતો.’

‘પછી શું થયું?’

‘જોનીને અંદર બોલાવવાને બદ્લેઆરતી પોતે જ બહાર જઈને તેની સાતે વાતો કરવા લાગી હતી. બહાર નીકળી ગયા પછી એણે ખેંચીને બારણું બંધ કર્યું હતું પણ તે અર્ધખુલ્લુંરહી ગયું હતું એટલે લોબીમાં ઉભા રહીને તેઓ વાત્ચ્ચિત કરતાં હતા તેનો અવાજ અમને અંદર સંભળાતો હતો. આરતી કહેતીહતી કે અગિયાર વાગ્યાની આસપાસ હું એક વ્યક્તિ (દિલીપ) સત્તે બાર જવાની છું. એ સાંભળીને જોની ઉશ્કેરાયો અતો. જોનીએ તેને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હું તને બીજા કોઈ પુરુષ સાથે જોઇશ તો એનું ખ્હુબ જ ભયંકર પરિણામ આવશે.’ કહીને ઉષા સહેજ અટકી. પછી દિલીપ સામે જોઇને એણે આગળ ચલાવ્યું, ‘મિસ્ટર દિલીપ, સચ્ચી વાત તો એ છે કે જોનીએ ફક્ત ઈર્ષ્યાવશ જ આરતીને ઢાકી આપી હતી. પણ હકીકતમાં તે આરતીને રજ માત્ર પણ ચાહતો નહોતો. એની ધમકી તે માનવસહજ અદેખાઈનું પરીન્નામ હતું.’

‘પછી?’ દિલીપે તેને ચુપ થયેલી જોઇને પૂછ્યું.

‘ત્યારબાદ જોની બહારથી જ પાછો ચાલ્યો ગયો અને આરતી અંદર આવી. એ વખતે સરલાની આંખ્હોંથી આંસુ વહેતા હતા. એ બંનેની વાતચીત સાંભળીને તેને એવું લાગ્યું હતું કે જોની પોતાને તરછોડીને આરતી તરફ ઢળ્યો છે અને તે એના પ્રેમમાં છે. જોનીના આવા વર્તનથી તેને ખુબ જ આઘાત લાગ્યો હતો.’

‘સરલા અંદર તમારી સાથે હતી એવી વાતની ખબર જોનીને પડી હતી?’ દિલીપે પૂછ્યું.

‘ના રે ના...એણે તો સરલાં અંદર અમારી સાથે છે એવી ગંધ બિલકુલ નહોતી આવી.’ ઉષાએ જવાબ આપ્યો.

‘આટલી બધી ખાતરીથી તમે કેવી રીતે કહો છો?’ દીલીપે તેની સામે મીટ માંડતા પૂછ્યું.

‘એટલા માટે કે સરલાની હાજરી હોય તો તે પ્રેમનો પતંગ ઉડાડવા માટે આરતીને ત્યાં આવે જ શા માટે? અને કદાચ આવે તો પણ સરલા હાજર છે એવું જાણ્યા બાદ એણે આરતીને જે કંઈ પણ કહ્યું તે કહે ખરો?’ ઉષા કહેતી ગઈ, ‘સરલા આજકાલ કરતાં ઘણાં સમયથી એની આર્થિક જરૂરિયાત પૂરી પાડતી રહે છે. એ હંમેશા પૈસાની તંગીમાં જ હોય છે એટલે જો સરલાની હાજરીમાં આરતી પાસે પ્રેમબેમની વાતો કરે તો સરલા તરફથી તેને મળતી આર્થિક મદદ તદ્દન બંધ થઇ જાય તેમ છે એટલું તો એ સમજતો જ હતો. મિસ્ટર દિલીપ, હું એટલા માટે ખાતરીથી કહું છું કે સરલા અંદર છ એનો એણે રજ માત્ર પણ અભ્યાસ નહોતો મળ્યો. ઈર્ષ્યાવશ જ એણે આરતીને ભયંકર પરિણામ આવશે એવી ધમકી આપી હતી. બાકી વાતમાં કંઈ માલ નહોતો.’

‘જોનીના ચાલ્યા ગયા પછી અને આરતીના અંદર આવ્યા બાદ તમારા ત્રણેય વચ્ચે બીજી શું શું વાતો થઇ એ કહેશો?’ દિલીપે ઉત્કંઠાભર્યા અવાજે પૂછ્યું.

‘કબાબમાં હડ્ડીની જેમ જોનીના આવ્યા પછી આર ત્રણેયનો મૂડ તદ્દન ઠેકાણે નહોતો રહ્યો અને અધૂરામાં પૂરું કરવું હોય તેમ સરલા ત્યાર પછી આંસુ સારતી હતી એટલે મને ખુબ જ કંટાળો આવ્યો. છેવટે એ બંનેની રજા લઈને હું મારે ઘેર પાછી ચાલી આવી.’

‘ઓહ...તો એનો અર્થ એવો થયો કે તમે સરલાને આરતીના ઘેર જ મુકતા આવ્યા હતા ખરું ને?’

‘હા…’ ઉષાએ કહ્યું, ‘આરતી એણે હૃદયપૂર્વક સમજાવતી હતી કે ટુ નાહક જ માથા પર ખોટો ભાર લઈને રડવા બેથી છો. મારી અને જોનીની વચ્ચે પ્રેમ નામની કોઈ જ વાતું નથી માટે ટુ ચિંતા છોડ. જોનીમાં મને જરાય રસ નથી. માટે ટુ બેફીકર રહેજે. તારો જોની તને જ મુબારક છે. એ બંનેને વાતો કરતી મુકીને હું મારે ઘેર આવવા માટે નીકળી ગઈ હતી.’

***