હું શ્વાસભર્યે હોસ્પિટલના દાદરા ચડી રહ્યો હતો. ઓપરેશન રૂમ સુધી આવતા આવતા હું હાંફવા લાગ્યો ઓપરેશન રૂમની બહાર ઉભા ઉભા, ડોક્ટરના બહાર આવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો,થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા એના ચેહરાના ભાવ જોઈ હું સમજી ગયો, મારા ખંભા પર હાથ રાખી મને આશ્વાસન આપતા ડોક્ટરએ કહ્યું એમની પાસે બહુ ઓછો સમય છે. હું ઓપરેશન રૂમના દરવાજાના કાચની બારીમાંથી એને જોઈ રહ્યો હતો. આ હાલતમાં પણ એના ચેહરા પર એ જ હાસ્ય રમતુ હતુ. તેની મુસ્કાન મને ભૂતકાળની ગલીયોમા પાછી ખેંચી ગઈ.......
********
કહાનીની શરૂઆત થાઈ છે મારા ઘરથી આઈ મીન ટુ સેય તમારા હીરોના ઘરથી
આમને મળો મારી જન્મદાતા, પાલનહાર, તારણહાર અને મારા પિતાની અર્ધાંગની એવી મારી માં રમાબેન
ઓમ જયજગદીશ હરે.... સ્વામી જયજગદીશ હરે....... એક હાથમાં દીવો અને બીજા હાથમાં ટંકોરી લઈને મારી માં આખા ઘરમાં ધૂપદીવા કરતા કરતા એના ફાટેલા અવાજમાં આરતી કરી, પૂજાની થાળી નીચે મૂકી, ભગવાન સામે હાથ જોડી ,માથું ઝુકાવી, રોજની જેમ ભગવાનની સામે પોતાની ઈચ્છઓની લિસ્ટ લઈને બેઠી હતી " હે ભગવાન ! મેં તમારી પાસે કોઈ દિવસ કઈ માંગ્યું નથી ( આવું એમનું માનવું હતું બાકી ભગવાન પણ કેહતા હશે ચલ જૂઠી કેટલું ખોટું બોલે આ બાઈ! પાકિસ્તાનનો ઇમરાન ખાન પણ ઓછું ખોટું બોલતો હશે આનાથી ) હજુ તેમની ઇચ્છાઓની લિસ્ટ શરૂ થાઈ એ પેહલા જ " ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ બડે દીનો કે બાદ....." બહાર હોલમાંથી ગીતનો અવાજ આવ્યો અને જાણે વર્ષોથી તપમાં બેઢેલા કોઈ ઋષિમુનિનો તપ ભંગ થઇ ગયો હોય એમ મારી માં પૂજા રૂમમાંથી બોલી " ક્વ છું સાંભળો છો..... આ તમારી ચિઠ્ઠી ગઈ તેલ લેવા , આ તમારુ ડબલું બંધ કરો દેખાતું નથી ! હું પૂજા કરું છું "
" આને ડબલુ નો કહેવાય ગાંડી ! રેડિયો કેવાય, રેડિયો ! કોઈ દિવસ બાપાના ઘરે જોયો હોય તો ખબર પડે ને !! અને તું જે કરે ને એને પૂજા નો કહેવાય આને તારો પ્રભુ પરનો અત્યાચાર કહેવાય ! અને આમ પણ તારા ફાટેલા ઢોલ જેવો અવાજ સાંભળી સાંભળી ભગવાન પણ કંટાળો હશે એટલે વિચારું લાવને એમને પણ થોડી મોજ કરાવું " કરશનદાસ રમાબેનને મેણું મારતા બોલ્યા
આમને મળો આ છે કરશનદાસ મારા એકના એક પિતા પણ લોકો કસ્યો કહીને બોલાવતા આમ પણ ક...ર..સનદાસ આવડું મોટું નામ બોલવા જાય તો ટ્રેન પણ છૂટી જાય.
ખાખી ઝભ્ભો,ઊંડી ઉતરી ગયેલી આંખો એ આખો પર ગોળ મોટા ચશ્મા, બાયડી ને છોકરાના ચિંતામાં માથાનુ હર્યું ભર્યું ખેતર હવે ઉજ્જડ વેરાન બની ગયું હતું. ઉંમરની સાથે લોકોનો દર્ષ્ટિકોણ બદલાતો હોય છે પણ જ્યારથી મારો જન્મ થયો આમની તો જિંદગી જ બદલાઈ ગઈ.....હાહા, નોકરીમાંથી રિટાયરમેન્ટ લીધા પછી હોલમાં ખુરશી નાખી છાપુ વાંચતા વાંચતા એના જમાનાના ગીતો સાંભળવા એ એમનો નિત્યક્રમ બની ગયો.
ગેસ પર ચા મુકતા મુકતા રમાબેન બોલ્યા " શું બોલ્યા મારો અવાજ ફાટેલ ઢોલ જેવો છે અરે મને મારી નિશાળમાં લતા મંગેશકર કેતા લતા મંગેશકર "
" રામ.. રામ.. લતા મંગેશકરનું આટલું અપમાન મારાથી સહન ના થાય, સારું છે લતાજી એ સાંભળુ નથી નકર બિચારા કે દિવસના પંખે ટિંગાય ગયા હોત હાહાહા " છાપુ બંધ કરતા કરસનદાસએ એના ઘરના પર ટિપ્પણી કરતા કહ્યું .
" બોવ વધારે હસોમા બત્રીસી બહાર આવી જશે , તમને ખબર છે ! મારા ક્લાસનો મણ્યો ( મનુ) ને તો મારી સાથે લગ્ન કરવા તા બોલો " તપેલીમાંથી ચા કેટલીમાં નાખતા રમાબેન જુના દિવસો યાદ કરતા કહ્યું.
ખુરશીમાંથી ઉભા થતા કરશનદાસ ટીખળ કરતા ધીરેથી બોલ્યો " તો પરણી જવું તું ને હું તો બચી જાત....એની માને મણ્યોપણ ભાગ્યશાળી નીકળો હો "
ટેબલ પર ચા અને નાસ્તો મુકતા રમાબેન હોઠ ભીસતા બોલ્યા " શું બોલા ! મને હજી બધું બરાબર સંભળાય છે હો "
ચા પીતા પીતા કરસનદાસ બોલ્યા " રમા સુરજ માથે આવો હજુ તમારા લાડ સાહેબની ઊંઘ પુરી નથી થઇ ઈ વરુણ ધવન ને કે એનો બાપ મુકેશ અંબાણી નથી"
સાડીના ખૂણે હાથ લૂછતા લૂછતા થોડુ હસી રમાબેન બોલ્યા " અરે વરુણ ધવનનો બાપ મુકેશ નઈ ડેવિડ ધવન છે શુ તમે પણ "
થેપલુ ખાતા ખાતા કરશનદાસ ગરમ થતા બોલ્યા " હા હવે જે હોઈ તે મુકેશ કે ડેવિડ પણ જો જે રમા આ તારો લાડકો તને અને મને એક દિવસ વેચીને ખાઈ જશે.. હવે મહારાજા જાગવાના કેટલા લેશે "
" શું તમે પણ કઈ પણ બોલો છો !!" ચા નો કપ હાથમાં લેતા રમાબેન બોલ્યા
"એક સસલાની શું મજાલ કે એ એનાકોન્ડા સામે કઈ બોલે ? ચશ્માં સાફ કરતા કરતા કરસનદાસ બોલ્યા
રમાબેન:" તમે મને એનાકોન્ડા કીધું ?
" રામ... રામ... ના રે મેં પોતાને સસલું કીધું હાહાહા " આટલુ કહી કરસનદાસ ફરી થેપલા પર તૂટી પડ્યા
કરસનદાસ: "બોલાવ બોલાવ તારા લાડલાને બોલાવ"
રમાબેન : "આયુષ ! આયુષ ! બેટા કેટલી વાર ચા ઠંડી થઇ જશે ! જલ્દી આવ ! "
યસ મમ્મી આવ્યો .થોડીવાર પછી ....જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા ! શું પપ્પા આજે બહુ ખુશ લાગો છો તમારા હસવાનો અવાજ અંદર સુધી સંભળાય છે " નાસ્તાના ટેબલ પર ગોઠવાતા હું બોલ્યો
રૂમાલથી હાથ લૂછતા લૂછતા જેમ અર્જુન કમાનમાંથી તીર મૂકે એમ મારા બાપા બોલ્યા " એ બધુ છોડ મને ઈ કે તારું રિજલ્ટ શું આવ્યું ?"
ઓહ્હ સોરી મારો પોતાનો પરિચય આપતા તો હું ભૂલી જ ગયો ! હેલો.. હું છું આયુષ, ઓલા અક્ષયની એડ વાળું લીવર આયુષ નહિ હો.. આયુષ કરશનદાસ મેહતા કોલેજના ફાઇનલ વર્ષમાં છુ. લોકોને ઘણી બધી અલગ અલગ હોબી હોય છે પણ મારા બાપાની ફેવરિટ હોબી છે મારુ માથું ખાવુ રોજ સવારે ઘડિયારનું અલાર્મ નો વાગે એ પેહલા મારા બાપાની મારા નામની શરણાઈ વાગવાની ચાલુ થઇ જાય, મારા બાપા જેટલા નિખાલશ બીજા સાથે હોય એટલું જ કડક વલણ મારા તરફ રાખતા.
યુનિટેડ સ્ટેટએ બીજા વિશ્વ યુદ્ધમાં હિરોશિમા અને નાગાશાકી પર અણુબોમ્બ માર્યો હતો અને જેવી તેની હાલત થઇ હશે એવી જ કફોળી હાલત મારી અત્યારે હતી. જીભનો લવો વળવાનો ચાલુ થઈ ગયો પણ શુ કરુ બાપ બાપ હોતા હૈ બેટા બેટા જવાબ તો આપવાનો જ હતો મોઢામાં થેપલુ ઠુંસી ધીમેથી મેં કહ્યું " છપ્પન "
પોતાનો કાન મારા મોઢા પાસે લાવી પપ્પાએ ફરી પૂછ્યું " કેટલા કીધુ બેટા ?"
હવે મને મારા બાપમા સાક્ષક બરાક ઓબામા દેખાતા હતા અને પોતાની જાતને હું ઓસામા બિન લાદેન અનુભવી રહ્યો હતો બેટા આયુષ આજ મારુ એન્કાઉન્ટર પાક્કુ હતું
માણસનો છોકરો હોવા છતા બકરાની જેમ હું બે બે કરી રહ્યો હતો " પ...પ..પપ્પા છ..છછ....છપ્પન "
" જોયું જોયું રમા મેં કીધુ તુ ને ! ડોફા આ.... આમ પ્રકાશભાઇના છોકરાને જો ! છોતેર ટકા આવ્યા ! કેટલા! છોતેર.... રમા આપણે આને શુ નથી આપ્યુ ! એક પણ વસ્તુની કમી નથી આવવા દીધી ભાઈને, ફોન જોઈતો હતો, ફોન આપ્યો! ભાઈને બાઈક જોઈતી હતી, એ પણ આપી ! અને આ બધુ શુ કામને કે મારા આયુષના ભણતરમાં કોઈ અડચણ ના આવે પણ તારા લાડ સાહેબને ભણવામા રસ જ ક્યાં છે !! ભૂલ થઇ ગઈ મારી કે મે આની પાસેથી આશા રાખી ભૂલ થઇ ગઈ મારી..." મારા બાપા એવી રીતે ખિજાય રહ્યા હતા જાણે મને જન્મ આપીને બહુ મોટી ભૂલ કરી હોય
ઘણી વાર એવું લાગે કે મારા બાપા કરતા હિટલર સો વાર સારો હશે જયારે જોવો ત્યારે પ્રકાશભાઈના છોકરાને જો ! પ્રકાશભાઈના છોકરાને જો ! અરે ઈ શું રૂપાળી રાધા છે કે હું એને જોવ ! બાપ એક નંબરી તો બેટા દસ નંબરી તો હું કેમનો બાકી રહી જાવ મેં પણ એલાને જંગ કરી દીધી.
" બસ પપ્પા... બસ..તમારુ આ રોજનુ થઇ ગયુ છે. જયારે જોવો ત્યારે પ્રકાશભાઇના છોકરાને જો ! નથી જોવો મારે એને.. આલ્યો તમારી ગાડીની ચાવી નથી જોઈતી મારે " ચાવી ટેબલ પર મૂકી નાસ્તાની પ્લેટને ધક્કો મારી હું પણ ગુસ્સામાં નાસ્તો કર્યા વગર ઉભો થઇ ગયો પણ કહેવાય ને છોરું કે છોરું થાઈ પણ માવતર કમાવતર ના થાઈ એક માં પોતાના છોકરાને આમ ભૂખ્યો જતા કેમ જોઈ શકે નિરૂપારોય જેમ અમિતાબને રોકે તે અંદાજમા મમ્મી બોલી " બેટા ઉભો રે! આમ ભૂખ્યા પેટ ન જવાય ,આયુષ! સાંભળ !"
" તારો ગગો કઈ ભૂખ્યો રે એવો નથી કોલેજની કેન્ટીનમા ઠુંસી ઠૂંસીને બે મોઢે ખાશે નહાકી ચિંતા ના કર તુ" પપ્પાએ મમ્મીને સમજાવતા કહ્યું
બોવ મોટી મોટી વાતો કરી ઘરેથી નીકળી તો ગયો પણ હાહરું કોલેજ બસમાં જવુ પડશે. બસ સ્ટેશન સુધીનો એ દસ મિનિટનો રસ્તો મને હિમાલય સર કર્યો હોય એવો અનુભવ કરાવી ગયો.
હાશ...... ફાઈનલી હું બસ સ્ટેશન પોહચી ગયો પણ મારો ગુસ્સો હજી શાંત નહોતો થયો. બસની રાહમાં હું આમથી તેમ આટા મારતા મારતા એકલા એકલા બબડી રહ્યો હતો. ત્યાં જ અચાનક મારી નજર એક છોકરી પર પડી. આજ કાલ છોકરીઓ મેકઅપના થથેડા સાથે જ જોવા મળે અને સાથે ફાટેલા જિન્સ તો જાણે ફેશન બની ગઈ પણ આજ પેહલી વાર કુદરતી સૌંદ્રયના દર્શન કરી રહ્યો હતો. ના કોઈ મેકઅપ ના કોઈ ફેશનેબલ કપડાં છતા પણ એ કેટલી માસુમ અને સુંદર લાગી રહી હતી. એની દિલ ખોલીને હસવાની એ અદા હાયય પણ આજુ બાજુ નજર કરતા ખબર પડી એ મારી જ સામે જોઈને જોર જોરથી હસી રહી હતી.
કોણ હતી તે ?
શુ આયુષ તેનુ નામ જાણી શકશે ?
શું બન્ને ફરી મળશે ?
વધુ આવતા અંકે .......
ReplyForward