COMPLAIN BOX - 6 in Gujarati Fiction Stories by Vaishali Paija crazy Girl books and stories PDF | કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૬)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૬)

(આગળ આપણે જોયુ કે ખુશી રેસ્ટોરન્ટ માં આયુષ્યની રાહ જોઈને બેઠી હતી આયુષ એ ખુશી સાથે વાત કરતા ખુશી વિશે જાણવા મળ્યું થોડા દિવસોમાં બન્ને મિત્ર બની ગયા, આયુષ્યની એક્ઝામ શરૂ થવાની હતી પરિક્ષા પેહલા એ ખુશીને મળવા માંગતો હતો હવે આગળ....)

એટલે જ મેં ખુશીને પાર્કમાં મળવા બોલાવી....

ખુશીએ મને અહેસાહ કરાવ્યો કે પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે. પ્રેમ એટલે બંધન નહિ આઝાદી , જેને જોઈને પોતાના બધા દુઃખ ભૂલી જવાય, જેનો હસતો ચેહરો જોઈ દિલ ખુશ થઇ જાય અને મનમાંથી એક અવાજ આવે કે બસ , બસ આ એ જ છે જેને સામે જોઈને મોતને પણ હસતા હસતા બાથ ભરુ.

ખુશી અને હું પાર્કની એક બેન્ચ પર બેઠા હતા. થોડી આડી અવળી વાતો કરી એને હું બોલ્યો " યુ નો વૉટ ખુશી! તારા પેરન્ટ્સ બહુ લકી છે કે એને તારા જેવી છોકરી મળી ડાય,હોશિયાર, સમજુ, બધાની મદદ કરનાર,હસમુખ તારા બાપાની છાતી તો ફૂલીને બે ગણી થઇ જતી હશે ને જયારે એ જોતા હશે ! અને મને જોઈને તો મારા બાપાના તો મોતિયા મરી જાય હાહાહા સવાર પડ્યું નથી કે મારી પ્રોબ્લમ સ્ટાર્ટ થઇ નથી યુ નો ખુશી વાર મને જેલસી થાઈ કે કાશ મારી લાઈફ પણ તારા જેવી હોત એકદમ ટેન્શન ફ્રી, બિન્દાસ....અને મારી લાઈફમાં પ્રોબ્લમ્સ સિવાય બીજું કઈ નથી સારું છે કે તું છો મારી પ્રોબ્લમ સોલ્વ કરવા બાકી મારુ શું થાત યાર સાચે "

" એવું નથી આયુષ, બધા ને બીજાની જ લાઈફ સારી લાગતી હોય છે, જેસા દિખતા હૈ વેસા હોતા નહિ, કોઈ વ્યક્તિ હસે છે એનો મતલબ એ તો નથી કે એને કોઈ પ્રોબ્લમ્સ નથી બની શકે કે એને પ્રોબ્લમ્સ સાથે સારી રીતે ડીલ કરતા આવડતી હોય.એન્ડ હા તારી લાઈફ મારા કરતા સો ગણી સારી છે સમજો "મારા માથામાં ટાપલી મારતા ખુશી બોલી

ખુશીએ મારા હાથમાં એક બોક્સ મુકતા કહ્યું "આયુષ ! આ લે આ બોક્સ ,તને જયારે પણ કોઈ પ્રોબ્લમ હોય કે કોઈ કમ્પ્લેન હોય અને હું તારી આસપાસ ના હોવ, તો તું એક કાગળ પર લખીને એને આ બોક્સમાં નાખી દેજે પછી જોજે ખુશીનું મેજીક આબરકા ડાબર ગીલીગીલી છું અને તારી પ્રોબ્લમ ચપટી વગાડતા ગાયબ " ખુશીની આ જ વાતો મારા દિલને પ્રફ્ફુલિત કરી દેતી.

સમયનું ચક્ર જલ્દી જલ્દી ફરવા લાગ્યું. અને જોતજોતામા મારી પરીક્ષા પણ પુરી થવા આવી. છેલ્લું પેપર આપીને હું ઘરે આવ્યો પણ ઘરે તાળું લટકતુ જોયુ. મમ્મી આમ કીધા વિના કોઈ દિવસ ક્યાય જતી નથી તો આજ કેમ ! આમ હું ઉભા ઉભા વિચારતો જ હતો કે બાજુવાળા કાકાનો છોકરો દોડતો દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો " આયુષભાઈ આયુષભાઈ તમારા પપ્પાને એટેક આવ્યો છે બધા હોસ્પિટલ ગયા છે, તમને પણ ત્યાં જ જવા કીધું છે " આ સાંભળી હું ઢીલો પડી ગયો.

હું ઉતાવળા પગે હોસ્પિટલ પોહ્ચ્યો મમ્મી રડી રડીને બેહાલ થઇ ગયા હતા. મારા કાકા પણ ત્યાં જ હતા મેં કાકા ને પૂછ્યુ એમણે મને બધી વાત કરી ડોક્ટરે કહ્યું કે જો ચોવીસ કલાકમાં એમને હોશ ના આવ્યો તો કેસ વધુ બગડી શકે તેમ છે. હું અંદરથી તૂટી ગયો હતો પણ મમ્મીની હાલત જોઈ વિચાર આવ્યો કે જો હું પણ ઢીલો પડી જાય તો મમ્મીને કોણ સંભાળશે

કલાક જેવો સમય ગયો હશે કે ત્યાં ખુશી પણ આવી ગઈ એને હોસ્પિટલમાં જોઈને મને આશ્રય થયું ખુશીએ જણાવ્યું કે એ મારા ઘરે ગઈ હતી પરીક્ષા કેવી ગઈ એ પૂછવા પણ ત્યાં એને જાણવા મળ્યું કે હું અહીં છું પણ આ શું ખુશી જરાય દુઃખી નહોતી ઉલટાની મને કેહવા લાગી કે હું ખોટી ચિંતા કરું છું આ સાંભળી મને ગુસ્સો આવ્યો એનો હાથ પકડી હું પપ્પાની રૂમમાં લઇ ગયો અને બોલ્યો " આમ જો આમની હાલત જો, તને હસુ આવે છે ! હા હું તો ભૂલી જ ગયો કેમ! તે કોઈ દિવસ પ્રોબલમ જોઈ જ નથી ને ! તારી જિંદગી તો ખુશીઓથી ભરેલી છે, તો તને બીજાના દુઃખ ક્યાંથી સમજાય, ડોક્ટરે કહ્યું છે જો પપ્પાને ચોવીસ કલાકમાં હોશ નહિ આવે તો કેહવું મુશ્કેલ છે..."

પપ્પા પાસે જઈ એમનો હાથ હાથમાં લઇ ખુશી બોલી " પાગલ છે તું આયુષ ,ડોક્ટર તો બોલ્યા કરે અને એ કઈ ભગવાન નથી કે એ કેય એમ જ થાઈ , અંકલ આમ શું પથારીમાં પડ્યા છો ઉભા થાવ તમારો રેડિયો તમારી રાહ જોવે છે અને હા અંકલ આ આયુષ છે ને એ તમને અમરેશપુરી, હિટલર, ઓબામા અને આવા તો કેટકેટલાય નામ પડ્યા છે તમારા ! કાલે તો હદ કરી નાખી મને કેય મારા બાપા યમરાજ છે બોલો આવું કોઈ કેય ભલા....."

ખુશીનું બોલવાનું ચાલુ હતું એ મારી પાસે આવી અને મારો ફોન લઇ એમા જુના ગીતો વગાડવા લાગી મેં એને રોકતા કહ્યું " બસ ખુશી બસ બંધ કર તારા આ નાટક, તને દેખાતું નથી એમની તબિયત ખરાબ છે એમને રેસ્ટની જરૂર છે "

" બસ ,આયુષ બસ,દરેક વ્યક્તિ કોઈના કોઈ દિવસ મરવાનું તો છે જ આપણે તેનું મરવાનું તો ના અટકાવી શક્યે પણ એને જીવતા તો શીખવી શક્યે ને !એમને એ ખુશીઓ તો આપી શક્યે ને ! " ખુશીની વાત સાંભળી હું વધુ રોષે ભરાયો ખુશીનો હાથ પકડી એને રૂમમાંથી બહાર કાઢી બહાર લોબીમાં લાવી મેં ખુશીને ધક્કો મારતા કહ્યું" ગેટ આઉટ,આઈ સેઈડ ગેટ આઉટ, અહીં અમે પપ્પાના સજા થવાની પ્રાર્થના કર્યે છીએ અને તું એમને મારવા માંગે છો? સમજાતું નથી કઈ માટીની બનેલી છો !બધી વસ્તુમાં મજાક ના હોય ખુશી પ્લીઝ, પ્લીઝ તું અહીંથી જા "

ખુશી ત્યાંથી ચાલી ગઈ ત્યાં જ કાકાએ મને અંદર બોલાવ્યો. હું પપ્પાની રૂમ પાસે પોહ્ચ્યો ડોક્ટર, નર્સ, મમ્મી બધા ત્યાં ટોળુ વળીને રૂમની બહાર ઉભા હતા તેમને જોઈને મને મનમાં ધ્રાસ્કો પડ્યો કે પપ્પાને કશુ .......

જિંદગી અજીબ છે ને ! આપણે ક્યારે કોને છેલ્લી વાર જોવી છીએ એ ખબર જ નથી હોતી ......

શું આયુષ ના પપ્પા બચી જશે?
કે આયુષ ના પિતાના લીધે આયુષ અને ખુશીની દોસ્તી તૂટી જશે?
શું ખુશી ફરી આયુષ ને મળશે ?

બસ હવે બે ભાગ અને મારી સ્ટોરી પૂરી...... પણ આશા છે કે તમને સ્ટોરી ગમી હશે ✍✍✍??