(આગળ આપણે જોયું કે એ છોકરી સાથે વાતની શરૂઆત જ ગેરસમજથી થઇ પણ કોણ જાણે કેમ એ છોકરી સાથે વાત કરી એની સાથે પોતીકાપણું મેહસૂસ થયું. પણ થોડી વારમાં એ છોકરીએ આયુષ્યની પ્રોબ્લમ નું સોલ્યુશન આપ્યું આયુષ એનુ નામ પૂછે એ પેહલા એની બસ આવી ગઈ હવે આગળ......)
સાંજ પડી અને હું કોલેજથી ઘરે આવ્યો એક નજર આજુબાજુ કરી જોતા અંદાજો આવી ગયો કે સિકંદર આઈ મીન મારા બાપા એની રૂમમાં હશે.
આવતાની સાથે મેં મમ્મીને પૂછ્યું " મમ્મી ! તાપમાન કેમ છે ?" આ મારી અને મમ્મીની કોડવર્ડ ભાષા (મારામાં એક્ટિંગ નો કીડો ક્યાંથી આવ્યો એ તો સમજી ગયા હસો ) સામેથી જવાબ આવ્યો "વાતાવરણમાં અચાનક ઉછાળો આવતા આજે માહોલ થોડો ગરમ રહેશે"
હું મનમાં બોલ્યો પેહલા તો ખાલી અનાયા ને મનાવી પડતી પણ હવે આ લિસ્ટમાં પપ્પાનુ નામ પણ એડ કરવું પડશે.
પપ્પાના રૂમમાં જતા મને એવી ફીલિંગ આવતી હતી કે જાણે હું ગદ્દર મુવીનો સનીદેઓલ છું. અને પપ્પાનો રૂમ પાકિસ્તાનની બોર્ડર, પપ્પા આરામ ખુરશીમાં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. મેં બહાર જ ઉભા રહીને કહ્યું "પપ્પા હું અંદર આવી શકુ ?" પાસપોર્ટ વિના આમ પણ પાકિસ્તાનમાં પ્રવેશવાની હિંમત કોણ કરે એટલે પેલા વિઝા ફિર કામ દુજા
મારા તરફ એક નજર નાખી એ બોલ્યા "મહારાજા ક્યારથી લોકોની પરમિશન માંગવા લાગ્યા " આ સાંભળી મારા અંદરનો ડર પરસેવો બની મારા કપાળ પર બાઝી આવ્યો. સાચે જ આટલુ ડર તો મને ત્યારે પણ ન્હોતું લાગ્યું. જયારે મેં પ્રિન્સીપાલની ઓફીસમાં સુતળી બૉમ્બ ફોડ્યો હતો.
હું હિમ્મત કરી પપ્પા પાસે ગયો. તેમના હાથમાંથી પુસ્તક લઇ પપ્પા મારે તમને કશુ કેહવું છે. વાતની શરૂઆત કરતા હું બોલ્યો,પછી જેમ તે છોકરીએ મને સમજાવ્યો હતો. તેમ પપ્પાને હગ કરી મેં તેમની માફી પણ માંગી અને તેમને વચન પણ આપ્યું કે હવેથી હું મારી સ્ટડી પર વધુ ધ્યાન આપીશ અને સાચે જ ચમત્કાર થયો. મારા પર માં ભગવતીની કૃપા વરસી,,મારા બાપા ગદ્દરના અમરેશપુરીમાંથી અચાનક DDLJ ના અમરેશપુરી બની ગયા અને જાણે મને કેહતા હોય "જા બેટા આયુષ જા, જીલે આપણી જિંદગી "
હું અને પપ્પા એક બીજાના ખંભા પર હાથ મૂકી સાથે રૂમમાંથી બહાર આવ્યા આ રામ ભરત મિલાપ જોઈ મારી માં ગોલમાલની તુષાર કપૂર બની ગઈ " અઅઅ આઆઆ "
" અરે અઅઅ થી આગળ પણ વધીશ કે નહિ !"મમ્મીનો મજાક ઉડાવતા પપ્પા બોલ્યા એ સાંજે અમે હસી મજાક કરતા સાથે જમ્યા,
સવાર પડી અને હું કોલેજ જવા નીકળ્યો કે પપ્પા બૂમ મારતા મારતા ઘરના ગેટ સુધી આવીને બોલ્યા" એ આયુષ તું કઈ ભૂલી રહ્યો છે" બધું બરાબર ચેક કરી મેં કહ્યું " ના પપ્પા "
"ડોફા આ ગાડીની ચાવી કોણ તારો બાપ લેશે આ લે પકડ " મારા હાથમાં બાઈકની ચાવી મુકતા પપ્પા બોલ્યા
હું ખુશીથી એમને વળગી પડ્યો પછી યાદ આવ્યું કે અરે યાર મારે એ છોકરીને મળીને થૅન્ક્સ કહેવાનું છે અને એનું નામ પણ પૂછવાનું બાકી રહી ગયુ તું...
મેં ગાડીને કિક મારી અને બસ સ્ટેશન વાળા રસ્તે વાળી એ આશામાં કે આજ એ ગુલાબના દર્શન ફરી થઈ જાય.
શું આયુષ ને તે ગુમનામ છોકરી મળશે?
વધુ આવતા અંકે ...... આશા સાથે કે તમને મારી સ્ટોરી ગમશે તે છોકરી કોણ છે અને એનું નામ શું છે તે જોશું આવતા અંકે ✍✍✍✍????
- Vaishali paija (crazy girl)