Snehnirjar - 2 in Gujarati Love Stories by Vidhi Pala books and stories PDF | સ્નેહનિર્જર - ભાગ 2

Featured Books
Categories
Share

સ્નેહનિર્જર - ભાગ 2

પ્રકરણ 2 લાગ્યો કસુંબીનો રંગ

ગતાંકથી ચાલુ

"બેટા, ગીતિ કેમ નથી આવી હજુ?" શ્યામિકાબેન એ કર્તરીને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું. બંને બહેનો એક જ યુનિવર્સિટીમાં હતા એટલે મોટા ભાગે સાથે જ ઘરે આવતા. ડિપાર્ટમેન્ટ અલગ હતા, તેથી જ્યારે રાહ જોવાની હોય ત્યારે કેફેટેરીયા માં બેસી રાહ જોતા. હવે તો બંન્નેના મિત્રો પણ એકબીજાનાં સારા એવા દોસ્ત બની ગયા હતા.

"હા મોમ, એણે તમને કૉલ કર્યો હતો, પણ બિઝી આવતો હતો એટલે મને કેવા નું કહ્યું છે. એને આવતા વાર લાગશે. એ તેના આર્ટ સેન્ટર માં મિટિંગ માટે ગઈ છે. વધારે તો મારે પણ વાત નથી થઈ, પણ લગભગ આઠ વાગશે એવું કહેતી હતી." આખો ગ્લાસ ઘટઘટાવીને કર્તકી બોલી.
શ્યામિકાબેન તેનાં મોટાં મમ્મી તો ખરાં જ સાથે સાથે તેના માસી પણ છે. તેના લગ્નમાં જ તો તેમના દેર વિસ્મય અને બહેન સંક્ષિતાની આંખો મળી હતી. કર્તકી અને ગીતિ હંમેશા તેના કાકા-કાકી/માસા-માસી ને માતા પિતા જ ગણતા. એક ને મમ્મી પપ્પા કેહતા તો બીજા ને મોમ ડેડ.

"સારું, તું ફ્રેશ થઈ જા પછી કોફી બનાવી આપું".

"ઓ કે મોમ. " બોલી , તેમના ગાલ પર કિસી આપીને તેના રૂમમાં ગઈ.

કોફી પીધા બાદ શ્યામિકાબેન તેમની ઓફીસમાં કામ કરવા ગયા અને કર્તકી લેપટોપમાં કંઈક કામ કરતી હતી. ત્યાં ઘરની ડોરબેલ એકધારી વાગી.

"અરે આવું આવું ગિતું. બે મિનીટ પણ શાંતિ નથી આ છોકરી ને." દરવાજો ખોલ્યા સાથે જ ગીતિ તેને ચોંટી ગઈ અને ઠેકડા મારવા લાગી.

"તને કોઈ જેકપોટ લાગ્યો છે કે શું? કે પછી પેલો કુરકુરિયો મળી ગયો?" કર્તકી ગીતિને છંછેડતા બોલી.

"અં, તને કેટલી વાર કહ્યું તું એને એવું ના કે. જ્યાં સુધી તેનું નામ નથી ખબર ત્યાં સુધી તો એ મારો શ્યામ જ છે. લાવ હથેળી શ્યામ લખી દઉં, લાવ હથેળી શ્યામ લખી દઉં.... " ગીતિ ઓશીકું હાથમાં લઈ ડાન્સ કરતાં કરતાં આખા હોલમાં ફરી રહી હતી.

"પણ આટલી ખુશ કેમ છો એ તો કે!"

"ગેસ વ્હોટ?"

"ના તું જ કે."

"તને ખબર છે ને કે દર વર્ષે યંગ ટેલેન્ટને વિસ્તારવા માટે નેશનલ આર્ટ ગેલેરીમાં 10 આર્ટિસ્ટને સિલેક્ટ કરે છે."

"હા યાર, એમાં તો કેટલાં બધાં વિઝિટર્સ આવે છે અને પેઇન્ટિંગની હરાજી પણ થાય છે."

"એમાં મારા પાંચ પેઇન્ટિંગ્સ સિલેક્ટ થયા છે. અને તને ખબર છે, સિલેક્ટ થયેલા દસ લોકોમાંથી સૌથી વધુ મારા પેઇન્ટિંગ્સ સિલેક્ટ થયા છે. આઈ એમ સો સો સો હેપી" ગિતિનું ઊછળવાનું ચાલુ જ હતું.

રાતે બધા જમતાં જમતાં એ જ નક્કી કરતાં હતાં કે કેટલા લોકોને આમંત્રણ આપવું. એમના પરિવારજનો ને મોમ ડેડ કાર્ડ આપવા જશે જ્યારે મિત્રોને બંન્ને બહેનો કાર્ડ અને મેસેજ દ્વારા આમંત્રિત કરશે એવું નક્કી થયું.

મોડી રાત સુધી ચર્ચા વિચારણા બાદ બંને બહેનો સૂતી. ગીતિને ઊંઘ જ આવતી ન હતી. વારે વારે તે પોતાના ચિત્રો નીરખ્યા રાખતી હતી. પણ બીજા દિવસે કોલેજ પણ જવાનું હતું એટલે તેણે મોબાઈલની ગેલેરી બંધ કરી. મ્યુઝિક પ્લેયરમાં તેના પ્રિય ગીત ચાલુ કરી સાંભળતા સાંભળતા સૂઈ ગઈ.

સવારે ગીતિ અને કર્તરી કૉલેજ જતા હતા ત્યારે ફેસબુકમાં એક નોટિફિકેશન આવ્યું. ગયા મહિનામાં તેઓ જ્યાં સમારંભમાં ગયા હતા તેનો એક વધુ વિડિઓ પોસ્ટ થયો હતો. એક નવું ગીત આવ્યું હતું, એ પણ ગીતિના શ્યામ દ્વારા ગવાયેલું. તેણે મોબાઈલને કાર સાથે કનેક્ટ કરી તે ગીત સાંભળ્યું.

"હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...."

ગીત પૂરું થતાં કર્તકી બોલી, " અરે ગીતું, આપણે આ ગ્રુપમાં પણ તારા ચિત્રોના પ્રદર્શનનું કાર્ડ મૂકીએ તો?"

"તે તો મારા મનની વાત કહી દીધી!"

"મનની કે પછી દિલ ની!"

"શું તું પણ યાર", વાળની લટ સરખી કરતાં તે ગાડીની બહાર નીકળી. "કાશ મારો શ્યામ પણ એ પ્રદર્શન જોવા આવે."

"ફિંગર્સ ક્રોસ અને હોપ ફોર ધ બેસ્ટ". કહી કર્તકી તેના ડિપાર્ટમેન્ટ તરફ આગળ વધી. "ચલ, ત્રણ વાગે મળીયે હવે. આજે મારે લંચ બ્રેકમાં રિપોર્ટ બનાવવાનો છે. તું એકસીબીશનની તૈયારી કર. બાય."

"બાય."


કેવું લાગ્યું આપને આ પ્રકરણ તે ચોક્કસ જણાવજો.
અને આગળનું પ્રકરણ ટૂંક સમયમાં જ રજૂ કરીશ જે વાંચવાનું ભૂલશો નહિ. જેમાં હોઈ શકે ગીતિના શ્યામની એન્ટ્રી થઈ જાય! ☺️