Once Upon a Time - 13 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 13

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 13

આર્થર રોડ જેલના કમ્પાઉન્ડમાં જોયેલી એ સુંદર યુવતીને મળવાની સમદની ઉત્કંઠા વધી ગઈ હતી. એ યુવતી પહેલી જ નજરે એની આંખોમાં વસી ગઈ હતી. જેલરે એ યુવતીની કરમકુંડળી કહ્યા પછી તો સમદને એ યુવતીમાં વધુ રસ જાગ્યો હતો. એ છોકરીનું નામ શિલ્પા ઝવેરી હતું. એ અત્યંત રૂપાળી અને આકર્ષક યુવતી એક સમયના શિવસેના લીડર બંડુ શિંગારેને મુંબઈની મેટ્રોપોલીટન કોર્ટમાંથી પોલીસની હિરાસતમાંથી ભગાવી ગઈ હતી. એ ગુના હેઠળ એની ધરપકડ થઈ હતી અને એને આર્થર રોડ જેલમાં પુરાવું પડ્યું હતું.

આ સીધીસાદી દેખાતી છોકરી આરોપીને કોર્ટમાંથી ભગાવી ગઈ હતી એ વાત સમદને અત્યંત રોમાંચક લાગી હતી. શિલ્પા ઝવેરી ગુજરાતી છોકરી છે એ જાણીને એને વધુ આશ્ચર્ય થયું હતું. જેલરે એને કહ્યું હતું કે આ છોકરીએ પોતાની જ્ઞાતિના યુવાનને પરણીને માત્ર દોઢ વર્ષમાં છુટાછેડા લીધા હતા અને પછી એ બંડુ શિંગારેના પ્રેમમાં પડી હતી. બંડુ શિંગારે સાથે એણે લગ્ન કરી લીધા હતાં. જો કે લગ્ન પછી બંડુ શિંગારે સાથે પણ એને બનતું નહોતું.

જેલમાં સમદ અને શિલ્પાની ઓળખાણ થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. સમદ ખાનના પ્રેમમાં પડેલી શિલ્પાએ એને પરણી ગઈ. તેણે વહીદા ખાન નામ ધારણ કરી લીધું.

***

‘મુઝે કલ કોર્ટ મેં પેશ કરેંગે...’

સમદ ખાન શિલ્પા ઝવેરીમાંથી વહીદા બનેલી તેની પ્રેમિકાને કહી રહ્યો હતો.તેણે વાત પૂરી કરી એ સાથે શિલ્પાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘ડૉન્ટ વરી, જાન. મૈં સમ્હાલ લૂંગી.’

***

બીજા દિવસે મુંબઈ પોલીસની એક ટીમ સમદને એક મર્ડર કેસની સુનાવણીમાં હાજર રાખવા સેશન્સ કોર્ટમાં લઈ ગઈ.

એ વખતે શિલ્પા ઝવેરી ઉર્ફે વહીદા ખાન વાવાઝોડાની જેમ કાર લઈને સેશન્સ કોર્ટના પ્રાંગણમાં ધસી આવી અને પોલીસ કશી પ્રતિક્રિયા આપે એ પહેલા તો તે સમદ ખાનને તેમની નજર સામે ભગાવી ગઈ હતી!

‘વેલ ડન, જાન!’ કાર ભગાવી રહેલી શિલ્પાના લીસા-ગોરા ગાલ પર પ્રેમથી હાથ પસવારતા સમદે તેને શાબાશી આપી.

શિલ્પા તેની સામે જોઈને મીઠું મલકી.

એ સમયમાં સમદ અને દાઉદની દુશ્મની ચરસીમાએ પહોંચી ગઈ હતી. અને સમદ જેલમાંથી બહાર આવવા માગતો હતો. અને તેણે શિલ્પાને કહ્યું હતું કે મને કોર્ટમાં લઈ જાય એ વખતે તું કાર લઈને આવજે અને મને ભગાવી જજે. શિલ્પા એ રીતે તેના જૂના પ્રેમી એવા શિવસેના નેતા બંડુ શિંગારેને કોર્ટમાંથી ભગાવી ચૂકી હતી એટલે તેને માટે એ તો ડાબા હાથના ખેલ સમાન કામ હતું.

શિલ્પા કોર્ટમાંથી ભગાવી ગઈ એટલે એને શાબાશી આપી રહેલા સમદને જોકે ત્યારે કલ્પના પણ નહોતી કે એણે ટૂંક સમયમાં પોલીસની હિરાસતમાં જવું પડશે અને એ પણ સામે ચાલીને!

***

શિલ્પા ઝવેરી સમદને કોર્ટમાંથી ભગાવી ગઈ એ પછી થોડા દિવસો બાદ જ સમદનો સાથીદાર કાલિયા એન્થની બીજા કેટલાક ગુંડાઓ સાથે આર્થર રોડ જેલમાંથી ભાગી છૂટ્યો. જેલર અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાંખીને એ બધા જેલમાંથી નાસી છૂટવામાં સફળ થયા હતા. કાલિયા એન્થની જેલમાંથી બહાર આવીને ફરી વાર સમદ માટે કામ કરતો થઈ ગયો હતો.

બીજી બાજુ આલમઝેબ મુંબઈ પોલીસથી અને દાઉદ ઈબ્રાહીમથી ભાગતો ફરતો હતો. દાઉદ ગૅંગની વધી રહેલી તાકાત જોઈને આલમઝેબને મુંબઈમાં રહેવામાં પોતાની સલામતી ન લાગી એટલે એ ગુજરાત ભણી પોબારા ગણી ગયો. અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ લતીફ સાથે એણે દોસ્તી કરી લીધી.

અમદાવાદ અને ભરૂચમાં છુપાતા રહીને આલમઝેબે મુંબઈમાં ‘ઓપરેશન્સ’ ચાલુ રાખ્યા હતા. મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર ગુજરાતની ધરતી ઉપર શરૂ થવાનો એ વખતે કોઈને અણસાર સુદ્ધાં નહોતો. મુંબઈમાં અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ તેજ બની ગઈ હતી. સમદ-અમીરજાદા ગેંગ અને દાઉદ ગેંગ વચ્ચે નાનાં-મોટાં છમકલાં થતાં રહેતા હતાં. મુંબઈ પોલીસ માટે આ ગેંગવોર માથાના દુખાવા સમાન બની ગઈ હતી અને મુંબઈ પોલીસના અધિકારીઓને લાગ્યું હતું કે આ બધાને ઠંડા પાડવા ગોળીની ભાષામાં વાત કર્યા વિના છૂટકો નથી.

સમદ ખાન શિલ્પા ઝવેરીના પ્રેમમાં ગળાડૂબ બની ગયો હતો ત્યારે બીજી બાજુ દાઉદના માણસો શબ્બીરની હત્યાનો બદલો લેવા માટે દિવસરાત એક કરી રહ્યા હતા. દાઉદના માણસો ગમે ત્યારે હુમલો કરશે એવા ડરથી સમદ, અમીરજાદા, અને આલમઝેબના માણસો એકલા બહાર નીકળવાનું ટાળતા હતા. આ દરમિયાન એક ઘટના એવી બની કે સમદના માણસો ફફડી ગયા. દાઉદ સાથે ઝઘડો કરીને અમીરજાદાના કેમ્પમાં ગયેલો મહમ્મદ કાલિયા જેને પોતાની સાથે અમીરજાદાની ગેંગમાં લઈ ગયો હતો એ જાફર જમાલ સિદ્દીકી અને અફઝલ દાઉદ ગેંગની નજરમાં હતા. ખુદ મોહમ્મદ કાલિયા અને અફઝલ તો દાઉદના માણસોના હાથમાં ન આવ્યા પણ જાફર સિદ્દીકી દાઉદના માણસોની ઝપટમાં આવી ગયો.

જાફર સિદ્દિકી પાયધૂની વિસ્તારનો દાદો હતો. તે મનોહર સુર્વે ઉર્ફે મન્યા સુર્વેનો ખાસ દોસ્ત હતો અને તે બંને મોટે ભાગે સાથે જ જોવા મળતા હતા. મન્યા સુર્વે ખતરનાક ગુંડો હતો. અને ભલભલા ગુંડાઓ પણ તેનાથી કાંપતા હતા. 1981ના છેલ્લા દિવસો દરમિયાન એકવાર જાફર ભિંડીબજારના જંકશન પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે દાઉદ ગેંગના બે ડઝન જેટલા ગુંડાઓ તેને ઘેરી વળ્યા. અને તેઓ જાફર પર તૂટી પડ્યા. જાફર પર દાઝ ઉતારવા માટે દાઉદના માણસોએ તેના પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો. તેમણે જાફરને મારતા-મારતા મહમ્મદ અલી રોડ ઉપર એક કિલોમીટર સુધી દોડાવ્યો. એ વખતે મન્યા ત્યાં જઈ ચડ્યો. તેણે જોયું કે દાઉદના માણસો જાફરને બેરહેમીથી ફટકારી રહ્યા છે. તેના મનમાં ખુન્નસ ઊભરાઈ આવ્યું. બે-ચાર ગુંડા હોત તો તો મન્યા સુર્વે એમને ભારે પડી ગયો હતો પણ અહીં તો વીસથી વધુ ગુંડા હતા એટલે મન્યા સુર્વેએ ચૂપ મરી રહેવા સિવાય છૂટકો જ નહોતો. તે દૂરથી જાફરને માર ખાતા જોઈ રહ્યો. છેવટે દાઉદના ગુંડાઓએ જાફરને ગોળી મારી. એ પછી મન્યાથી રહેવાયું નહીં. તેણે જોયું કે એ જગ્યાએ બેસ્ટના બસ સ્ટોપ પર એક બસ આવીને ઊભી રહી છે. મન્યા પરિણામની પરવા કર્યા વિના જાફર તરફ ધસ્યો. તેણે જમીન ઉપર ઢળી પડેલા જાફરને ઊંચકી લીધો અને બસ સ્ટોપ પરથી ઉપડીને ગતિમાં આવી રહેલી બેસ્ટની બસમાં નાખ્યો અને પછી તે પણ દોડતી બસમાં ચડી ગયો.

દાઉદના ગુંડાઓ જોતા જ રહી ગયા અને મન્યા ગંભીર રીતે ઘવાયેલા જાફરને ભગાવી ગયો.

ઘવાયેલા જાફરને તે થાણે ઉપનગર પાસેના એક અંતરિયાળ વિસ્તારના એક ઝૂંપડામાં લઇ ગયો. તેણે જાફરના શરીરમાંથી ગોળી કાઢી જાફરની જિંદગી બચાવી લીધી. એ વખતે એ બંનેએ દાઉદ ગેંગ સામે બદલો લેવા સોગંદ ખાધા.

જો કે એ વખતે મન્યાને ખબર નહોતી કે મોત તેના માથા પર ભમી રહ્યું છે. મન્યા સુર્વેએ ઘણા માણસોના ઢીમ ઢાળી દીધા હતા પણ ક્યારેક પોતેય ગોળીનું નિશાન બની શકે તેવું તો તેણે સપનેય નહોતું વિચાર્યું, પણ મોત ઝડપથી મન્યાની નજીક સરકી રહ્યું હતું!

(ક્રમશ:)