Trutya - paachhala janm no badlo - 14 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૪

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૪

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૪

( ગયા ભાગ મા આપણે જોયું કે આદિત્ય લોકેટ ઉઠાવીને નકશા પર ભુક્કો કરી ને મંત્રોચ્ચાર થી તપાસ કરે છે જે એને ચામુંડા નામ ના ગામ નો સંકેત આપે છે. આદિત્ય ચામુંડા જવા નીકળે છે જ્યા રસ્તામાં એને ૨ માણસો મળે છે જે ચામુંડા માં ડાયન નો શ્રાપ છે અને ત્યાં લોકો તરસ્યા મરી રહ્યા છે એવું જણાવે છે. આદિત્ય છતાં પણ આગળ વધે છે ગામ માં જઇ ને તેની મુલાકાત એક માણસ સાથે થાય છે જે તેને એના ઘરે લઈ જઈ ને ૨૦ દિવસ પેલા એ લોકો એ કરેલી ભૂલ જણાવે છે. આદિત્ય એન્જ સાથે એ જગ્યા એ જવા માટે નીકળે છે.)

હવે આગળ.....

ઉભા રહો...એ પાણી ન પીશો..… ઉભા રહો...... આવો અવાજ આવતા વીર, વિધિ અને બધા નું ધ્યાન એ તરફ જાય છે અને એ તરફ જોતા જ તેમને આદિત્ય દેખાય છે. આદિત્ય તેમની પાસે આવે છે અને તે લોકો નું અહીંયા આવવાનું કારણ પૂછે છે. વીર એમની સાથે થયેલી આખી ઘટના જણાવે છે અને પછી આદિત્ય પણ જણાવે છે કે આ પાણી પર એક બ્રહ્મરાક્ષસી નો શ્રાપ છે જેથી કોઈએ આ પાણી પીવું નહિ. અત્યાર સુધીમાં જેટલા પણ મૃત્યુ થયા છે એ બધા પાછળ આ પાણી જવાબદાર છે. આદિત્ય કહે છે કે નક્કી આ પાણી માં જ કોઈ રસ્તો છે જે બ્રહ્મરાક્ષસી સુધી પહોંચે છે. એટલા મા વીર બડાઈ મારતા કહે છે " હું કૂદી જાઉં એ કુવા માં ?, હું જોઈ ને આવીશ કે શું છે આ કુવા ના તળિયા માં ?

આદિત્ય કહે છે કે સારું વીર, એમ પણ તારી તૃત્યા શક્તિ તને મદદ કરશે આ પાણી થી બચવામાં અને તને કાંઈ અસર પણ નહીં થાય. વીર કુવા માં કૂદકો મારે છે. આદિત્ય ની લોકો રાહ જોઈ ને બેઠા હોય છે અને વિચારે છે કે સવાર પડવા આવી છે અને ૩ કલાક થઈ ગયા છે વીર અંદર ગયો એને પણ હજી સુધી એ બહાર આવ્યો નથી. વિધિ ને પણ વીર ની ખૂબ ચિંતા થતી હોય છે અને થાય પણ કેમ નહિ કારણ કે વીર એની નજર માં હીરો જો બની ગયો હતો. બધા કુવા ફરતા ફરી ને ઉભા હોય છે અને કુવા માં ડોકિયું કરી રહ્યા હોય છે એટલા માં પાછળ થી કોઈ નો હાથ આવે છે જે વિધિ ને અડકે છે. વિધિ હેબકીને પાછળ જુએ છે તો વીર હોય છે. વીર ને જોતા જ તરત વિધિ એને બાહો માં ભરીલે છે અને કહે છે ક્યાં ગયો હતો તું, તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી ?

વીર :- ઓહહ...જો તું આવી રીતે Hug કરતી હોય તો હું રોજે ડાયનો નો સામનો કરવા તૈયાર છું. ( વિધિ શરમાઈ જાય છે અને વીર ને માથા પર ટપલી મારે છે.)

આદિત્ય :- વીર, શુ થયું અને તું અહીંયા ક્યાં રસ્તે થી આવ્યો ? તું તો અંદર ગયો હતો ને કુવા મા ?

વીર :- બધું કહું છું પહેલા મને આરામ કરવા દે ભાઈ. ( જે માણસ આદિત્ય ને એના ઘરે લઈ ગયો હતો તે બધા ને પોતાના ઘરે લઈ જાય છે અને ઘરે જઈ ને વીર પોતાની વાત ચાલુ કરે છે) હું જેવો કુવા માં પડ્યો અને અંદર તળિયે ગયો કે તરત જ હું એક ખંડેર માં જઇ ને પડ્યો. ત્યાં અંદર જતા જ મેં જોયું કે અંદર તાંત્રિક વિધિ ની સામગ્રી હતી. એક હવન ચાલુ હતો, બાજુ માં એક કંકુ ની થાળી રાખેલી હતી, એની બાજુ માં બીજી થાળી હતી જેમાં માણસોના હાડકા થી બનેલી માળાઓ ની એક થાળી હતી અને એ સિવાય માટલાં પણ પડેલા હતા જેમાં લોહી ભરેલું હતું. હું જેવો આગળ ગયો કે અચાનક મારા પાછળ કોઈ આવ્યું અને દાંતરડા થી મારા પર હુમલો કર્યો. હું તરત જ પાછળ ફર્યો અને મેં મારા બચાવ માટે મારો હાથ ઊંચો કર્યો અને એ સાથે જ એની નજર મારા હાથ પર રહેલા તૃત્યા ના નિશાન પર પડી અને એ સાથે જ એ ચોંકી ગઈ અને અટકી ગઈ. એ ડરી ગઈ અને કહ્યું, " તૃત્યા ? મને માફ કરી દે મેં તને ઓળખ્યો નહિ તને તૃત્યા ના કુંવર માર્કેશે મોકલ્યો છે ને મને લઈ જવા માટે ?

વીર :- હા, મને એને જ મોકલ્યો છે.

બ્રહ્મરાક્ષસી :- ૨ દિવસ, બસ ફક્ત ૨ દિવસ નો સમય આપો મને. પછી આ ઘડો ભરાઈ જશે અને મારું કર્ઝ ઉતરી જશે. પછી હું સામેથી આ ઘડો લઈ ને માર્કેશ પાસે આવીશ. આ એક બ્રહ્મરાક્ષસી નું વચન છે.

વીર :- સારું, ફક્ત ૨ દિવસ. ચાલ હવે હું જાઉં છું.

બ્રહ્મરાક્ષસી :- ના એમ થોડું જવાતું હશે, તૃત્યા નો અંશ આવ્યો છે અહીંયા તો હું એને ખાલી હાથે થોડી જવા દઉં ? ( તે એક લોહી થી ભરેલો વાટકો ઉઠાવે છે અને વીર ને આપે છે) લે આ પી.

વીર :- આ શું છે ?

બ્રહ્મરાક્ષસી :- તૃત્યા નો ખોરાક છે આ અને હું તને પીધા વગર થોડો જવા દઉં, લે તાજું છે હજી હમણાં જ બલી ચઢાવેલી છે.

વીર :- (ખચકાય છે) ના મારે નથી પીવું, મારે ઉપવાસ છે. ( એની જીભ લપસી જાય છે અને કાંઈ પણ બોલી નાખે છે) અને એમ પણ મારે મોડું થાય છે અને મારે માર્કેશ ને તારા સમાચાર પણ આપવા પડશે ને નહીં તો એ પોતે અહીંયા આવી જશે તને લેવા માટે.

બ્રહ્મરાક્ષસી :- અરે હા, સાચી વાત છે તારી. ઠીક છે જા.

વીર ને તે સામે રહેલી ગુફા તરફ ઈશારો કરી ને ત્યાં થી જવા માટે કહે છે. વીર જવા માટે ડગલું માંડે છે કે એને કાંઈક યાદ આવે છે અને વીર ને ઉભો રાખે છે. તે એક કાળી પટ્ટી લઈ ને આવે છે અને વીર ની આંખે બાંધી દે છે. તે વીર નો હાથ પકડે છે અને એને બહાર સુધી મુકવા માટે આવે છે. બહાર મુકવા આવતી વખતે એ બોલે છે કે જલ્દી ચાલ, એની પહેલા કે સૂરજ ઉગે મારે પાછું આવવાનું છે. બહાર જંગલ માં પહોંચતા જ વીર ને છોડી ને બ્રહ્મરાક્ષસી ગાયબ થઈ જાય છે. વીર જેવો પોતાની પટ્ટી હટાવે છે તો જુએ છે પોતે જંગલ માં ઉભો હોય છે.

***

આદિત્ય :- સારું ચાલો, ફક્ત એટલી તો ખબર પડી કે એને કોઈ માર્કેશ નામના તૃત્યા સાથે સોદો કર્યો છે.

એટલા માં વિધિ આદિત્ય ને બુમ પાડે છે કે જલ્દી આવ, માજી ની તબિયત બહુ ખરાબ થતી જાય છે અને એમના શ્વાસ ખૂબ વધી રહ્યા છે. આદિત્ય દોડી ને રૂમ માં જાય છે અને ત્યાં માજી ની બાજુ માં જઇ ને બેસે છે. આદિત્ય ની નજર એમના ગળા પર જાય છે અને એ જુએ છે કે એમના ગળા માં એક ગાંઠ હોય છે જે ધીરે ધીરે ઉપર એમના મોઢા તરફ આવી રહી હોય છે. આદિત્ય ને ખૂબ અજબ લાગે છે પોતાના ખિસ્સા માંથી પોતાનું અસ્ત્ર કાઢે છે જે બહાર નીકળતા જ ચમકવા લાગે છે અને આદિત્ય ને કોઈ ખતરા નું સિગ્નલ મળી જાય છે. આદિત્ય અસ્ત્ર ને તેમના મો પાસે રાખે છે. કોઈ વસ્તુ ધીરે ધીરે ઉપર થઈ ને એમના મોઢા પાસે આવે છે અને એમાં થી બહાર નીકળે છે. આદિત્ય જુએ છે કે એ વસ્તુ એક મધમાખી હતી જે ધોળા દિવસે પણ ચમકી રહી હતી. આદિત્ય તરત જ એને પકડી લે છે અને પોતાની મુઠ્ઠી માં જકડી રાખે છે.

આદિત્ય :- નક્કી કાંઈક તો રહસ્ય છે આ મધમાખી મા...

વીર :- બ્રધર, આવી જ મધમાખી મેં ગુફા માં જોઈ હતી.

આદિત્ય :- તો હવે આ મધમાખી જ આપણને બ્રહ્મરાક્ષસી સુધી પહોંચાડશે.

આદિત્ય મધમાખી ને છુટ્ટી મૂકી દે છે. આદિત્ય અને વીર બંન્ને મધમાખી નો પીછો કરે છે. મધમાખી ઊડતી ઊડતી જંગલ તરફ જાય છે અને એ બંન્ને પણ જંગલ માં જાય છે. જંગલ માં વચ્ચે પહોંચતા જ વીર ને કાંઈક તીણો અવાજ આવે છે. આ અવાજ વીર ને જાણભેદો લાગે છે અને બોલે છે.

વીર :- બ્રધર, આવો જ અવાજ મને જ્યારે બ્રહ્મરાક્ષસી બહાર મુકવા આવી હતી ત્યારે સંભળાયો હતો. એટલે ગુફા નો રસ્તો આટલા માં જ ક્યાંક હોવો જોઈએ.

તે લોકો આજુ બાજુ નજર ફેરવે છે. થોડી વાર નજર ફેરવતા જ એમને બે પથ્થરો વચ્ચે એક રસ્તો દેખાય છે જે જમીન ની અંદર ઉતરતો હોય છે. તે બંન્ને એ રસ્તા પર જાય છે અને એની અંદર ઉતરે છે જે ગુફા ની અંદર ઉતરતો હોય છે. ગુફા ની અંદર જતા બંન્ને એ જ દૃશ્ય જુએ છે જે પહેલા વીરે જોયું હતું. હવનકુંડ, કંકુ થી ભરેલ વાટકો, હાડકાની માળાઓ અને લોહી થી ભરેલ વાટકાઓ. આદિત્ય અને વીર ધીરે - ધીરે આગળ વધે છે. ગુફા મા બ્રહ્મરાક્ષસી હોતી નથી એટલે ગુફા એકદમ શાંત હોય છે. થોડે આગળ જતા એક માણસ દેખાય છે. આદિત્ય અને વીર ને જોઈ ને એ તરત જ એમના પર હુમલો કરવા માટે આગળ વધે છે પણ આદિત્ય ના હાથ માં રહેલું અસ્ત્ર ના કારણે આદિત્ય તેને રોકી રાખે છે. અસ્ત્ર ના માર ને સહન ન કરી શકતા એ માણસ બુમો પાડે છે અને કહે છે. " તમે બધા મરશો....મરતીકા તમને કોઈ ને નહીં છોડે. બધા ને મારી નાખશે..પહોંચી ગઈ છે...બચાવી લે એને બચાવી શકે તો...અને અટ્ટહાસ્ય કરવા લાગે છે. આદિત્ય સમજી જાય છે કે એ માણસ શુ કહેવા માગે છે. આદિત્ય વીર ને કહે છે. "વીર, જલ્દી કર આપણે જવું પડશે. વિધિ મુશ્કેલી મા છે. આદિત્ય અને વીર દોડતા દોડતા ઘરે જાય છે. ઘરે જઈ ને જોતા જ જુએ છે કે એ માણસ ની પત્ની રડી રહી હોય છે અને એને માથા પર થોડું વાગેલું હોય છે. એને પૂછતાં જ એ રડતી રડતી જણાવે છે કે માજી ને બ્રહ્મરાક્ષસી આવી ને લઈ ગઈ છે અને એને જ અમારી આવી હાલત કરી છે. વિધિ વિશે પૂછતાં એમને જાણવા મળે છે કે વિધિ પણ ક્યારની ગાયબ છે ખબર નહિ એ ભાગી ને ક્યાં ગઈ છે ?

આદિત્ય અને વીર આટલું સાંભળતાં જ ઘર ની બહાર દોટ મૂકે છે અને વિધિ ને શોધવા માટે જાય છે. આદિત્ય અને વીર થોડે આગળ જાય છે અને આદિત્ય ની નજર આગળ તરફ પડે છે. આદિત્ય નીચે નમે છે અને જુએ છે કે જમીન પર તૂટેલી બંગડી પડેલી હોય છે. આદિત્ય બંગડી ઉઠાવે છે જે જોતા જ વીર કહે છે, " બ્રધર, આ તો વિધિ ની બંગડી છે. આ અહીંયા ક્યાંથી આવી અને એ પણ તૂટેલી હાલત માં ?

આદિત્ય :- વીર, મને લાગે છે કે વિધિ ને બ્રહ્મરાક્ષસી બંદી બનાવીને લઈ ગઈ છે, એનો જીવ ખતરા માં છે. આપણે એને બચાવવી પડશે.

વીર :- જો એને મારી વિધિ ને હાથ પણ લગાવ્યો તો હું એને મારી નાખીશ.

આદિત્ય :- તું ચિંતા ના કર. વિધિ ને કાંઈ નહિ થાય. મને લાગે છે એ વિધિ ને લઈ ને ગુફામાં જ ગઈ હશે. વીર ગાડી કાઢ. આપણી પાસે ચાલી ને જવાનો સમય નથી. (વીર ઘર ની બહાર થી ગાડી લઈ ને આવે છે અને બંન્ને નીકળી પડે છે જંગલ તરફ)

આદિત્ય :- વીર, તને યાદ છે ને કે જ્યારે બ્રહ્મરાક્ષસી તને બહાર સુધી મુકવા આવી ત્યારે એને છેલ્લા શબ્દો તને શું કહ્યા હતા ?

વીર :- હા યાદ છે, એને કીધું હતું કે સૂરજ ઉગે એની પહેલા મારે પાછા આવવું પડશે.

આદિત્ય :- હા, હવે ખબર પડી કે બ્રહ્મરાક્ષસી અંધારી ગુફાઓ માં જ કેમ રહે છે અને બહાર કેમ નથી આવતી. સૂર્ય ના કિરણો થી એ ડરે છે.

વીર :- એટલે કે જો આપણે એને સૂર્ય ના કિરણો માં લઇ જઈએ તો આપણે એને મારી શકીએ છીએ.

આદિત્ય :- સાચી વાત છે. મારી પાસે એક યુક્તિ છે એને મારવાની. આપણી પાસે દોરડું હશે ?

વીર :- હા છે. પાછળ ગાડી ની ડેકી માં જ પડયું છે.

આદિત્ય :- સારું, તો હું તને પ્લાન સમજવું છું એ મુજબ આપણે કરવાનું છે. થોડી વાર માં અજવાળું થશે અને આપણે એ પહેલાં આપણો પ્લાન સફળ બનાવવાનો છે. હવે ચાલ ગુફા તરફ. ( ગુફા તરફ જાય છે અને વીર ને આખી યુક્તિ સમજાવે છે)

***

અંધારા માં વિધિ એકલી ઉભી હતી અને કોઈ ની મદદ માટે ની રાહ જોઈ રહી હતી. એને લાગતું હતું કે હમણાં કદાચ આદિત્ય અને વીર આવશે અને એની મદદ કરશે. વિધિ આજુબાજુ નજર ફેરવી રહી હતી પણ આખું ગામ સુમસાન હતું અને એમાં પણ રાત નું વાતાવરણ. વિધિ ના ચહેરા પર ડર સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. થોડી વાર પણ નથી થઈ અને વિધિ ને ધીરે ધીરે કોઈ ના ડગલાં નો અવાજ આવે છે. સામે ની બાજુ જોતા એને અંધારા માં ધીરે - ધીરે કોઈ પડછાયો પોતાની તરફ આવતો દેખાય છે. વિધિ ના ચહેરા પર નો ડર વધી રહ્યો હતો અને તેની સાથે એના દિલ ના ધબકારા પણ વધી રહ્યા હતા. પડછાયો નજીક આવતા જ વિધિ જુએ છે કે એ પડછાયો બીજું કોઈ નહિ પણ આદિત્ય નો જ છે. આદિત્ય ને પોતાની પાસે આવતો જોઈ ને તરત જ વિધિ એને ભેટી પડે છે અને રડવા લાગે છે. રડતા રડતા કહે છે " આદિ, બ્રહ્મરાક્ષસી આવી ને માજી ને લઈ ગઈ. અમે કાંઈ ના કરી શક્યા.

આદિત્ય એને આશ્વાસન આપે છે અને પોતાના થી અલગ કરે છે. અલગ થતા વિધિ વીર વિશે પૂછે છે અને જવાબ માં આદિત્ય કહે છે એ મારી પાછળ જ આવે છે. અમે બ્રહ્મરાક્ષસી ને મારી નાખી છે. રડવાનું બંધ કર અને લે પાણી પી લે. વિધિ એના પર વિશ્વાસ કરે છે અને પાણી પીવા લાગે છે. વિધિ ના પાણી પીતા જ તરત આદિત્ય બ્રહ્મરાક્ષસી નું રૂપ ધારણ કરે છે અને વિધિ નું રૂપ પણ બદલાવા લાગે છે. વિધિ બ્રહ્મરાક્ષસી ના વશ માં આવી જાય છે. બ્રહ્મરાક્ષસી એને લઈ ને ગુફા મા લઈ જાય છે. ગુફા માં લઇ જઇ ને વિધિ ને કહે છે કે, " બસ, તારા પછી ફક્ત એક બલી અને હું માર્કેશ ના કર માંથી મુક્ત થઈ જઈશ અને સાથે એક અટ્ટહાસ્ય કરી મૂકે છે. ગુફા મા બંદી બનાવીને એને કંકુ લગાવે છે અને હડકાઓ થી બનેલી એ માળા પહેરાવે છે. મરતીકા એને સામે પડેલા પથ્થર પર માથું મુકવા માટે કહે છે. વિધિ ત્યાં જઈ ને પોતાનું માથું ત્યાં મૂકે છે. મરતીકા પોતાના હાથ માં રહેલું દાંતરડુ ઉઠાવે છે અને જોર થી એના પર હુમલો કરવા માટે જાય છે એટલા મા ગુફા માં એક ઝીણું પ્રકાશ નું કિરણ પડે છે અને મરતીકા થોભી જાય છે અને બોલે છે.

મરતીકા :- અરે...સૂર્ય ના કિરણો ઊગી નીકળ્યા છે અને હવે સૂર્યાસ્ત પહેલા હું બલી નહીં આપી શકું. હવે સૂર્યાસ્ત સુધી આની રાહ જોવી પડશે. જા, છોકરી તારું આયુષ્ય એક દિવસ વધારી દીધું છે. જીવી લે પોતાની જિંદગી એક દિવસ વધુ. ( આટલા મા પાછળ થી એક અવાજ આવે છે જે વીર નો હોય છે)

વીર :- એક દિવસ નહિ, હજી ઘણા બધા વર્ષો જીવશે આ છોકરી.

મરતીકા :- તું અહીંયા શુ કરી રહ્યો છે અને તને અહીંયા આવવા નો આ રસ્તો કોણે દેખાડ્યો ?

વીર :- તૃત્યા ને બધી જ ખબર હોય છે. હું માર્કેશ નો નવો સંદેશો લઈ ને આવ્યો છું. એ તારી મહેનત થી ખૂબ ખુશ થયો છે અને એણે તને કર માથી મુક્ત કરી દીધી છે.

મરતીકા :- શુ ? તું સાચું બોલી રહ્યો છે ?

વીર :- હા, અને જો તને વિશ્વાસ ન આવતો હોય તો ચાલ બહાર આવી ને તેને મળી લે.

મરતીકા :- એ પણ આવ્યો છે મને મળવા માટે ?

વીર :- હા, જલ્દી ચાલ.

મરતીકા એની સાથે જવા પગ ઉપાડે છે કે તરત જ એને યાદ આવે છે કે બહાર તો અજવાળું થઈ ચૂક્યું છે અને એ થોભી જાય છે.

મરતીકા :- પણ બહાર તો અજવાળું થઈ ગયું છે. હું નહીં આવી શકું.

વીર :- અરે, અજવાળું થવા મા તો હજી ઘણો સમય છે. જલ્દી ચાલ.

મરતીકા :- સારું ચાલ. ( એની સાથે આગળ ચાલવા જાય છે પણ એને કાંઈક દાળ માં કાળું લાગે છે એટલે એ એને એક સવાલ પૂછે છે) માર્કેશ એકલો આવ્યો છે કે પહેલા ની જેમ એના ૪ ભાઈઓ સાથે આવ્યો છે ?

વીર :- ( ગોટાળે ચડી જાય છે) ૪ ભાઇ ઓ સાથે આવ્યો છે.

વીર નો જવાબ મળતા જ મરતીકા તરત એના પર હુમલો કરવા જાય છે પણ વીર બચી ને નીચે નમી જાય છે અને આઘો જતો રહે છે.

મરતીકા :- કોણ છે તું ? માર્કેશ ને ફક્ત એક જ ભાઈ છે. હવે તું પણ મારી બલી ચઢીશ. હું કોઈ આમ ડાયન નથી જે તૃત્યા ને ના મારી શકે. હું તૃત્યા ને પણ મારી શકું છું. ( એના પર ફરી હુમલો કરવા જાય છે)

હુમલો કરવા જતાં જ આદિત્ય નો અવાજ આવે છે. આદિત્ય સિડી પર થી નીચે ઉતરે છે અને પોતાના અસ્ત્ર થી હુમલો કરી ને મરતીકા ને રોકી રાખે છે. આદિત્ય વીર ને કહે છે કે જલ્દી અહીંથી ભાગ અને જઇ ને ગાડી ચાલુ કર જા. વીર બહાર તરફ ભાગે છે. આદિત્ય એ પોતાની શક્તિ થી મરતીકા ને રોકી હોય છે પણ મરતીકા પોતાની શક્તિ નો ઉપયોગ કરી ને એનું અસ્ત્ર ફેંકી દે છે.

To be Continued.....

★ આગળ શું થશે આદિત્ય અને મરતીકા વચ્ચે ?

★ શુ એ લોકો વિધિ ને બચાવી શકશે ?

★ મરતીકા નો વિનાશ થશે કે આદિત્ય નું મોત ?

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861