Trutya - paachhala janm no badlo - 9 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૯

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૯

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૯

( ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય વીર ને જુમ્બા ના ખૌફ થી બચવા જંગલ માં મોકલે છે જ્યાં એ ચારે બાજુ ખીલા ખોડે છે અને પાછો આવે છે સભા માં આદિત્ય ને ખબર પડે છે જુમ્બા ની આત્મા હજી બંધાઈ નથી. તે તપાસ કરવા માટે જુમ્બા ની મા પાસે જાય છે જ્યાં તેને જુમ્બા નો ભૂતકાળ જાણવા મળે છે અને એ પણ ખબર પડી જાય છે કે એની માં એક ડાયન છે અને એ જ આ બદલો લઈ રહી છે. આદિત્ય જંગલ માં પહોંચે છે જ્યાં એક આત્મા દ્વારા શરીર માં ઘુસી યુદ્ધ થાય છે જેમાં જુમ્બા ના મૃત્યુ પાછળ ના બધા આરોપી ને મોત ની સજા મળે છે અને પછી જુમબા અને એની માં ની આત્મા ને મુક્તિ મળે છે. અને જુમ્બા આદિત્ય ને એની આગળ ની મંઝિલ જણાવે છે. બીજે દિવસે સાંજે આદિત્ય એની મંઝિલ પર નીકળી પડે છે. )

આદિત્ય વીર અને વિધિ સાથે પોતાની આગળ ની મંજિલ પર નીકળી પડે છે. રસ્તા પર પહોંચતા - પહોંચતા રાત પડી ગઈ હોય છે. વીર ટેમ્પો ચલાવી રહ્યો હતો, વિધિ તેની બાજુ માં બેઠી હતી અને આદિત્ય તેની બાજુ માં બેઠો હતો. આદિત્ય એ વીર ને પૂછ્યું કે આપણે આ ક્યાં રસ્તા પર થી જઇ રહ્યા છીએ ? કારણ કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ કોઈ બીજો જ રસ્તો હતો. જવાબ માં વીર કહે છે કે આપણે કાળગઢ ના શોર્ટકટ થી જઇ રહ્યા છીએ. મેં સાંભળ્યું છે કે આ રસ્તો જંગલ માં થઇ ને નીકળે છે અને બહુ જલ્દી આપણને વિલાસપુર પહોંચાડી દેશે. જવાબ મા આદિત્ય સારું કહે છે.

ચાલો, મિત્રો આપણે એક વાર કાળગઢ નો પરિચય લઈ લઈએ

( એક દિવસ પહેલાની વાત. એક કપલ એટલે કે ગર્લફ્રેન્ડ - બોયફ્રેન્ડ. જંગલ માં થી પસાર થઈ રહ્યું હતું. આગળ જતાં અચાનક જ ચાલુ બાઇક બંધ થઈ ગયું અને તે લોકો રસ્તો પણ ભૂલી ગયા હતા. અને બરોબર સાંજ નો સમય હતો જેના કારણે જંગલ નું વાતાવરણ બહુ ભયાનક લાગી રહ્યું હતું અને એમને ડર પણ લાગી રહ્યો હતો. એટલા માં ત્યાં એક કઠિયારો આવી પહોંચે છે. અને એમનું અહીંયા થોભવાનું કારણ પૂછે છે. કપલ તેમની મુશ્કેલી વિશે જણાવે છે. કઠિયારો જણાવે છે કે અહીંયા આસપાસ માં થોડે દુર બૂંદેલી પાસે બાઇક રીપેર થઈ જશે પણ અત્યારે સાંજ નો સમય છે જેથી ત્યાં જંગલ માં જવું ઠીક નથી. તમે લોકો એક કામ કરો અહીંયા નજીક માં જ મારુ ઘર છે તમે લોકો રાત અહીંયા રોકાઈ જાવ. સવાર માં હું તમને બાઇક રીપેર કરાવી આપીશ ત્યાં જઈ ને અને પછી તમે લોકો નીકળી જજો અને આમ પણ હવે રાત થશે તો જંગલ માં જાનવરો પણ હશે એટલે તમારું આવી રીતે રખડવું ઠીક નથી અને આવું બોલી ને કઠિયારો તે લોકો ને પોતાના ઘર પાસે લઈ જાય છે. ઘર માં દાખલ થતાં જ ત્યાં અંધારું હોય છે. કઠિયારો તે લોકો ને ખાટલા પર બેસવાનું કહે છે અને પોતે પાણી ભરી ને આવું છું એમ કહી ને જાય છે. એટલા માં ઘર ના એક રૂમ માંથી ઉધરસ ખાવા નો અવાજ આવે છે અને સાથે સાથે અવાજ પણ સંભળાય છે કોણ છે બેટા માખન ? જવાબ માં કઠિયારો કહે છે કે માં, આ મુસાફરો છે. રસ્તો ભૂલી ગયા છે એટલે અહીંયા લઈ ને આવ્યો છું અને પોતે પાણી ભરવા જતો રહે છે. ઘર ખૂબ જૂનું હતું અને ખૂબ ડરામણું લાગતું હતું. બંને લોકો ના મન માં કાંઈક શંકા પેદા થાય છે અને બંને લોકો ઘરમાં બીજા રૂમ તરફ જવા ઉભા થાય છે. રૂમ તરફ જતા જોવે છે કે જે રૂમમાંથી અવાજ આવતો હતો ત્યાં એક ખુરશી માં એક ઘરડી ડોશી તેમની સામું તાકી ને બેસી હતી જેનું આખું શરીર કરચલી થી ભરેલું હતું અને ખૂબ કદરૂપી લાગી રહી હતી. કપલ ને જોતા જ તે જોર જોર થી હસવા લાગી. બંને લોકો ખૂબ ડરી ગયા અને ભાગવાની તૈયારી કરી રહ્યા હતા એટલે માં કઠિયારો પાછળ થી આવે છે. તેના હાથ માં ધારદાર કુહાડી હતી. તે પોતાની કુહાડી ઉપાડે છે અને છોકરાનું ધડ શરીર થી એક જ ઝટકા માં અલગ કરી નાખે છે.

તો આ હતો કાળગઢ નો નાનો પરિચય. હવે આપણે આગળ જોઈએ કે આદિત્ય,વીર અને વીધી ની કાળગઢ ની સફર કેવી રહેશે )

વીર પોતાની મસ્તી માં ગાડી ચલાવતો હોય છે. આગળ જતાં અચાનક જ અંધારા માં ગાડી એક ખાડા પાસે આવે છે જે વીર ના ધ્યાન બહાર હોય છે અને એક ઝટકા સાથે જ એમાં ફસાઈ જાય છે. આદિત્ય અને વીર ગાડી ની બહાર ઉતરે છે અને જુએ છે. પણ એ બે લોકો ની હિંમત ગાડી બહાર નીકળી શકે એમ નથી એ વિચારીને ત્યાં રાહ જુએ છે કે કદાચ કોઈ મદદ કરવા વાળું મળી જાય. પણ રાત નો સમય અને જંગલ નું વાતાવરણ એટલે ભાગ્યે પણ કોઈ આવી શકે એમ નહોતું. એ લોકો પોતાની કિસ્મત ને કોશતા હોય છે કે એટલા માં કોઈ દૂર થી આવતું દેખાય છે. એ લોકો જોર થી બૂમ પડી ને બોલાવે છે અને નજીક આવીને જુએ છે કે કોઈ કઠિયારો છે જેના હાથ માં એક કુહાડી હતી. તે લોકો કાઠિયારા ને પોતાની આપવીતી જણાવે છે અને એમની મદદ કરવા માટે કહે છે. કઠિયારો એમની મદદ કરવા માટે માની જાય છે અને ત્રણેય લોકો ટેમ્પા ને ધક્કો મારી ને મહા મહેનતે ખાડા ની બહાર કાઢે છે. ગાડી બહાર કાઢી ને વીર ટેમ્પા માં બેસે છે અને ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પણ ચાલુ ના થતા તેને નિષફળતા મળે છે. વીર નીચે આવે છે અને ટેમ્પો ચાલુ નથી થતો બગડી ગયો લાગે છે એવું જણાવે છે. આટલું સાંભળતા કઠિયારો કહે છે કે તમે લોકો એક કામ કરો. ગાડી રીપેર કરવા માટે મિકેનિક તો કાલે સવારે મળશે અને રાતે અહીંયા જંગલ માં રોકાવું ઠીક નથી. મારુ ઘર અહીંયા નજીક માં જ છે તમે એક કામ કરો રાત અહીંયા રોકાઈ જાવ અને કાલે સવારે ગાડી રીપેર કરી ને નીકળી જજો. આદિત્ય, વીર અને વિધિ ને આ વિચાર યોગ્ય લાગે છે અને તે લોકો કાઠિયારા ના ઘરે જવા માટે રાજી થાય છે. તે લોકો કાઠિયારા સાથે એના ઘરે જવા માટે નીકળી પડ્યા. ઘર માં દાખલ થતાં રૂમ માંથી અવાજ આવ્યો કે કોણ છે માખન બેટા ? અને ફરી એ જ જવાબ સાથે કઠિયારો કહે છે કે મુસાફરો છે માં, રસ્તો ભટકી ગયા છે એટલે અહીંયા લઈ આવ્યો છું. કાલે સવારે જતા રહેશે. અને એના જવાબ માં ડોશી સારું બેટા કહે છે. "તમે લોકો બેસો, હું પાણી લઈ ને આવું છું તમારા માટે" આટલું બોલી ને કઠિયારો બહાર જાય છે. આદિત્ય,વીર અને વિધિ ખાટલા પર જઈ ને બેસવા જાય છે એટલા માં રૂમ પાસે થી કાંઈક વાસણ પડવાનો અવાજ આવે છે અને એ ત્રણેય લોકો તે જોવા માટે તે બાજુ જાય છે. ત્યાં જઈ ને જોતા જ ત્રણેય ની આંખો ફાટી રહે છે. એ લોકો જુએ છે કે એક છોકરી હાથ - પગ બંધાયેલી હાલત માં ત્યાં પડી હોય છે અને પોતાના હાથ - પગ હલાવીને મદદ માંગી રહી હોય છે. એ લોકો એને છોડાવાનો પ્રયત્ન કરે છે એટલા માં માખન ત્યાં હાથ માં તલવાર લઈ ને આવી પહોંચે છે અને પોતાની તલવાર ઉઠાવી ને આદિત્ય પર હુંમલો કરવા માટે જાય છે. એટલા માં વીર ની નજર પડી જાય છે અને તે એને રોકવા માટે પોતાનો હાથ ઉપાડે છે. હાથ ઉપાડતા જ કાઠિયારા ની નજર વીર ના હાથ પર રહેલા તૃત્યા ના નિશાન પર પડે છે. અને તે ડરી ને એકીટશે એની સામે જોઈ રહે છે. તે મજબૂર થઈ ને ઉભો રહે છે અને પોતાની તલવાર ઉગામી શકતો નથી. એટલા માં રૂમ માંથી અવાજ આવે છે. "બેટા, માખન મારી નાખ આ છોકરાઓ ને અને પેલી છોકરી ને મારી પાસે લઈ ને આવ,જલ્દી કર ." આટલું સાંભળતા આદિત્ય પોતાનું અસ્ત્ર કાઢે છે અને માખન ની સામે રાખે છે અને એને રોકવાનો પ્રયત્ન કરે છે. એટલા માં વીર બોલે છે.

વીર :- આદિત્ય, જલ્દી ખીલો કાઢ બેગ માંથી અને મારી નાખ આ સાલા ને.

આદિત્ય :- ના વીર, આ પિશાચ છે. માણસો નું લોહી પીને જીવવા વાળા જાનવરો. આ લોકો લોખંડ થી નહિ મરે, આ તો ફક્ત લાકડા થી મરે છે અને એ પણ વડ ના. તું જ આજુ બાજુ માં જઇ ને તપાસ કર અને ગમે ત્યાં થી વડ નું અણીદાર લાકડું લઈ ને આવ જા.

વીર :- પણ ભાઈ તું અહીંયા એકલો ?

આદિત્ય :- તું મારી ચિંતા ના કરીશ. આ યંત્ર છે મારી પાસે તું વિધિ અને આ છોકરી ને લઈ ને જા. જલ્દી ભાગ સમય બહુ ઓછો છે.

વીર વિધિ અને અજાણી છોકરી ને લઈ ને ભાગે છે અને જંગલ તરફ જાય છે. આ બાજુ આદિત્ય એ માખન ને પોતાના અસ્ત્ર થી રોકી રાખ્યો હોય છે અને એની પાસે બધી પૂછપરછ કરવા લાગે છે. પણ માખન કહે છે કે હું તને બધું કહીશ પણ મને શ્વાસ લેવા દે. આદિત્ય ને તેના પર દયા આવે છે અને તેને છોડે છે એટલા માં માખન અટ્ટહાસ્ય કરે છે અને ચામાચીડિયા નું રૂપ ધારણ કરી ને ત્યાં થી ઉડી ને ભાગી જાય છે. હવે આદિત્ય પાસે કોઈ રસ્તો હોતો નથી એટલે એ તપાસ કરવા માટે બીજા રૂમ માં જાય છે. જ્યાં જતાજ રૂમ આબેહૂબ શણગારેલો હોય છે અને કોઈ સુંદર રાજકુમારી ના ફોટા લગાવેલા હોય છે દિવાલ પર. અચાનક આદિત્ય ની નજર એક અરીસા પર પડે છે જેમાં એને ક્રિષ્ના ની છબી દેખાય છે.આદિત્ય બસ ત્યાં જ જોઈ રહે છે અને પાછળ થી કોઈ આદિત્ય ના ખભા પર હાથ મૂકે છે. હાથ નો સ્પર્શ એટલો બધો નાજુક અને નમણો હોય છે કે આદિત્ય પાછળ ફરી ને પણ નથી જોઈ શકતો અને મોહ માં ખોવાઈ જાય છે. એ હાથ ધીરે ધીરે આદિત્ય ના માથા પર થી ફરતો ફરતો આદિત્ય ની છાતી પર આવી જાય છે અને એના શર્ટ ની અંદર ઘુસી જાય છે જે આદિત્ય ને કામુક કરી નાખે છે અને બધું જ ભુલાવી દે છે. આદિત્ય માં કામુકતા જાગી ઉઠે છે અને એ ભૂલી જાય છે કે એ શું કરી રહ્યો હતો અને ખોવાઈ જાય છે. એ પોતાના બંને હાથ ઊંચા કરી ને એ હાથ ને અડવા માટે જાય છે કે અચાનક તેના હાથ માંથી અસ્ત્ર પડી જાય છે અને આદિત્ય ભાન માં આવે છે. અસ્ત્ર હાથ માંથી પડી જતા તેને ભાન થાય છે કે તેને મોટી ભૂલ કરી નાખી છે કારણ કે આ અસ્ત્ર જ એવું સાધન હતું જેના કારણે આદિત્ય ભૂત - પ્રેત વચ્ચે સહી સલામત ઉભો રહી શકતો અને તેમની સામે લડી શકતો. આદિત્ય નું ધ્યાન ભંગ થતા એના શરીર પર ફરતો હાથ પણ ગાયબ થઈ ગયો અને કોઈ નો જોર જોર થી હસવાનો અવાજ આવવા લાગ્યો. અને સાથે જ બીજો પણ અવાજ આવ્યો ;- " બોલ, કેવી લાગી મારી ચાલ ?

આદિત્ય અસ્ત્ર ઉઠવા માટે ગયો એની પહેલા જ અસ્ત્ર ઢસડીને એના થી દૂર ચાલ્યું ગયું જ્યાં અંધારા માં એક ખુરશી પર ઘરડી ડોશી બેઠી હતી. એટલા માં માખન પણ ફરીવાર ત્યાં આવી પહોંચે છે.

આ બાજુ વીર, વિધિ અને છોકરી ને લઈ ને જંગલ માં ભાગતો હતો ભૂલ થી એ બંને છોકરી થી અલગ થઈ ગયો હતો. અને બંને છોકરી દોડતા દોડતા આગળ નીકળી જાય છે અને એ વીર ને શોધવા લાગે છે. એટલા માં અચાનક છોકરી ને ચક્કર આવવા લાગે છે અને એ બેભાન થઈ ને પડી જાય છે. વિધિ ડરી જાય છે અને એને પોતાના ખોળા માં લઇ છે અને હલાવીને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. તેના શરીર પર નજર નાખતા વિધિ ને એના ગળા પાસે બે દાંત થઈ બચકું ભરેલું નિશાન જોવા મળે છે. એટલા માં એ છોકરી ની આંખો ખુલે છે અને પોતાના બંને લાંબા તીક્ષ્ણ હથિયાર જેવા દાંત બહાર કાઢે છે. વિધિ ડર ના માર્યે ત્યાં થી ભાગે છે અને આગળ જઇ ને એક મોટા પથ્થર પાસે છુપાઈ જાય છે. છોકરી પણ પાછળ પાછળ આવે છે અને આવી ને બોલે છે " વિધિ તું છુપાઈસ નહિ, કોઈ ફરક નહીં પડે, મેં પણ પ્રયત્નો કર્યા હતો છુપાવાનો પણ મને પણ ના છોડી કસ્તુરી એ. તને પણ નહીં છોડે."

એટલા માં વિધિ ના પગ પર એક વીંછી ચડી જાય છે અને ડર ના કારણે એ બૂમ પાડવા જાય છે એટલા માં પાછળ થી વીર આવી ને એનું મો દબાવી દે છે. એ વિધિ ને ઉભી કરે છે અને એનો હાથ પકડીને ભાગવા માંડે છે. વિધિ અને વીર જંગલ માં દોડતા દોડતા આગળ નીકળી જાય છે એટલા માં એમને જંગલ માં એક અજાણ્યો માણસ મળે છે જે ઢીંગણો હોય છે અને જેના હાથ માં લાકડા થીબનાવેલું તીરકામઠું હોય છે. વીર એને જોઈ ને ઉભો રહે છે.

વીર :- કોણ છે તું ? અને અહીંયા શુ કરે છે ?

ઠીંગણો માણસ :- મારુ નામ પહાડસિંઘ છે. પણ તમે તમે કેમ ભાગો છો ?

વીર એને પોતાની મુશ્કેલી જણાવે છે.

પહાડસિંઘ :- તમે લોકો ખૂબ મોટી મુશ્કેલી માં ફસાઈ ગયા છો અને એ પણ આ કસ્તુરી ના જંગલ માં.

વીર :- કોણ કસ્તુરી ?

પહાડસિંઘ :- એ જ જે તમને મારવા માંગે છે. બૂંદેલી ની ઠાકુરાની જે એક પિશાચ છે અને એની ઉંમર ૧૮૦ વર્ષ છે. તે આવી રીતે છોકરીઓ ને ફસાવીને અહીંયા લાવે છે અને એમનું લોહી પીને એમની જવાની ચૂસી લે છે.

વીર :- પણ તને આ બધી કેવી રીતે ખબર ?

પહાડસિંઘ :- કારણ કે મારી મોટી બેન ને પણ એને આમ જ મારી હતી ત્યારથી હું આ જંગલ માં વડનું તીરકામઠું લઈ ને એને મારવાનો મોકો શોધું છું. પણ હવે તમે મારી સાથે ચાલો ત્યાં ના જતા.

વીર :- પણ મારો બ્રધર ત્યાં છે એને અમારે બચાવવો પડશે.

પહાડસિંઘ :- એને હવે ભૂલી જાવ..અત્યાર સુધી માં તો કસ્તુરીએ એનું માથું પણ વાઢી નાખ્યું હશે. એટલે સારું છે કે તમે લોકો અહીંયા થી ભાગી જાવ. જો વીર, વિધિ ખુબજ સુંદર છોકરી છે અને આ સુંદર યુવતીઓ કસ્તુરી ની ભૂખ છે. જો એ તમને પકડી લેશે તો એ વિધિ ને પોતાનો શિકાર બનાવી લેશે અને એની યૌવાની ચૂસીને એને મારી નાખશે. એટલે તમારા માટે એજ સારું છે કે તમે લોકો અહીંયા થી ભાગી જાવ.

વીર અને વિધિ ને પહાડસિંઘ ની વાતો સાચી લાગે છે અને એ લોકો માની લે છે કે કદાચ આદિત્ય મરી ગયો હશે અને એ લોકો ત્યાં જવાનું ટાળે છે. હવે એ લોકો સવાર થવાની રાહ જુએ છે કે ક્યારે સવાર થાય અને આપણે લોકો અહીંયા થી જઈએ.

આ બાજુ માખન પોતાની તલવાર ઉઠાવે છે અને સીધો આદિત્ય ને મારવા માટે જાય છે એટલા માં આદિત્ય ને મનમાં કાંઈક યુક્તિ સુઝે છે અને એ કાઠિયારા ને મારતા રોકે છે અને બોલે છે.

આદિત્ય :- ઉભો રે માખન. મને મારી ને તને શું મળશે ? એના કરતાં મારી પાસે એક રસ્તો છે.

માખન :- બોલ શુ છે રસ્તો ?

આદિત્ય :- હું તને વિધિ લાવી આપીશ અને બદલા માં તું મને છોડી દઈશ અને મારું અસ્ત્ર મને પાછું આપી દઈશ. બોલ છે મંજુર ?

એટલા માં કસ્તુરી બોલી.

કસ્તુરી :- હા છે મને મંજુર. હું મારી જવાની પાછી મેળવવા માટે કાંઈ પણ કરીશ. વિધિ ને લઈ આવ અને તારું અસ્ત્ર લઈ ને જતો રહે જા.

આદિત્ય ત્યાંથી નીકળવા જાય છે એટલા માં ફરી વાર કસ્તુરી બોલે છે.

કસ્તુરી :- ઉભો રે, જતા પહેલા આપણા સોદા પર હાથ તો મિલાવતો જા.

અને આદિત્ય જેવો હાથ મિલાવવા માટે પોતાનો આગળ કરે છે કે તરત જ કસ્તુરી એનો હાથ પકડી લે છે અને એના હાથ પર પોતાના તીક્ષ્ણ દાંત બેસાડી ને બચકું ભરી લે છે. અને આદિત્ય ના હાથ માંથી લોહી નીકળવા લાગે છે જે લોહી કસ્તુરી ચાખે છે અને કહે છે.

કસ્તુરી :- હવે તું જા, તારી પાસે ફક્ત ૬ કલાક નો સમય છે. જો તું ૬ કલાક માં વિધિ ને અહીંયા લઈ ને નહીં આવે તો મારું ઝેર તારા આખા શરીર માં ફેલાઈ જશે અને તું પણ માખન જેમ એક પિશાચ બની જઈશ.

આદિત્ય ત્યાંથી નીકળી જાય છે અને તે વીર - વિધિ ને શોધવા લાગે છે. તેને લાગે છે કે તે પોતે ફસાઈ ગયો છે અને હવે ગમે તે રીતે આમાંથી છૂટવું પડશે. સવાર નો સમય થઈ ગયો હોય છે અને હવે ફક્ત ૪ કલાક જ બાકી હોય છે આદિત્ય પાસે. આ બાજુ સવાર ના પહોર માં વીર - વિધિ જંગલ માં બેઠા હોય છે અને પહાડસિંઘ ઘસઘસાટ ઊંઘતો હોય છે. એ લોકો આ મુસીબત માંથી કઈ રીતે છૂટવું અને શું કરવું એ વિશે વિચારતા હોય છે પણ વીર ને ડર લાગે છે અને એનું મન હવે ત્યાં આદિત્ય પાસે જવા માટે નથી થતું. વિધિ વીર પર ખીજાઈ ને એને ડરપોક કહે છે અને બોલે છે કે તારાથી તો કાંઈ નહીં થાય. આદિત્ય તારા લીધે જ ફસાયો છે અહીંયા. તું જ એને કાળગઢ ના શોર્ટકટ થઈ લઈ ને આવ્યો છે અને એને તને બચાવવા માટે ભાગી જવાનું કહ્યું અને પોતે મુસીબતો નો સામનો કરવા માટે ઉભો રહ્યો એ પિશાચ સામે અને હવે તું એને બચાવવા જવા માટે ના પાડે છે. અને એના પર ગુસ્સે થાય છે અને નાનો એવો ઝઘડો કરે છે અને કહે છે કે તું અહીંયા જ બેસ હું જાઉં છું આદિત્ય ને શોધવા માટે અને કાંઈક મદદ લેવા માટે. વિધિ આમ કહી ને ત્યાંથી નીકળી પડે છે.

વિધિ ને ગયા હજી થોડી જ વાર થઈ હોય છે કે આદિત્ય ત્યાં આવી પહોંચે છે અને એટલા માં પહાડસિંઘ પણ ઉઠે છે. આદિત્ય વીર ને વિધિ વિશે પૂછે છે અને વીર એને થયેલા ઝઘડા વિશે જણાવે છે તથા સાથે એ પણ જણાવે છે કે તે ગુસ્સે થઈ ને મદદ માંગવા માટે બૂંદેલી ગામ તરફ ગઈ છે.

પહાડસિંઘ :- શુ બૂંદેલી ? પણ તે બાજુ તો કોઈ નથી રહેતું. કસ્તુરી એ બધા ને પોતાની જેવા બનાવી દીધા છે અને તે લોકો રાત ના સમયે ચામચીડિયા બની ને ફરે છે અહીંયા.......

To be Continued........

* શુ આદિત્ય નો જીવ બચી શકશે ?

* શુ થશે હવે આગળ વિધિ સાથે ?

* આદિત્ય અને વીર વિધિ ને બચાવી શકશે ?

Facebook :- m.facebook.com/ansh.gajjar.52

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861