Trutya - paachhala janm no badlo - 13 in Gujarati Horror Stories by Anand Gajjar books and stories PDF | તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૩

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૩

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૧૩

(ગયા ભાગ મા આપણે જોયું કે હવેલી માં ભૂકંપ નું વાતાવરણ સર્જાય છે. નીચે મંદિર માં જઇ ને તપાસ કરતા ત્યાં શૂટકેસ ખુલી હોય છે. આદિત્ય ને નહારસિંહ ની આત્મા જણાવે છે કે આ બધું કેમ અને કોણ કરી રહ્યું છે. આદિત્ય બધા ને લઈ ને ઘર માં છુપાઈ જાય છે અને વીર વિધિ નકશો શોધે છે. નકશો મળી જતા એ લોકો સમરસિંહ નો નાશ કરે છે અને સાથે સાથે નકશા નો પણ વિનાશ થાય છે. અને રહી જાય છે તો ફક્ત એક લોકેટ.....)

હવે આગળ......

આદિત્ય લોકેટ ઉઠાવે છે જેના પર તૃત્યા નું નિશાન હોય છે. આદિત્ય કહે છે કે આ લોકેટ જ મને વિક્રાલ સુધી પહોંચાડશે. સમરસિંહ નો નાશ થતા હવેલી મા બધા ને શાંતિ નો અનુભવ થાય છે. આદિત્ય પહેલા જઇ ને પોતાનો મોબાઈલ ઉઠાવે છે પણ એના બે કટકા જોતા એને મોબાઈલ નકામો લાગે છે અને એમ જ પડ્યો રહેવા દે છે. એને વિચાર આવે છે કે હવે એ સમીર ને ફોન કઈ રીતે કરશે અને સમીર તથા ક્રિષ્ના નો નંબર પણ મોબાઈલ માં જ હતો જે એને યાદ પણ નહોતો. આદિત્ય પોતાની કિસ્મત ને કોસે છે અને જવાદે છે. આદિત્ય વીર અને વિધિ સાથે ત્યાં થી રજા લઈ ને નીકળે છે. લગભગ સવાર નો ૫ વાગ્યા નો પહોર થવા આવ્યો હોય છે અને એ લોકો હવે બહુ સમય બગાડવા નથી માંગતા એટલે ત્યાંથી નીકળી પડે છે. તેઓ ગાડી લઈ ને નીકળી પડે છે આગળ જતાં જંગલ જેવો રસ્તો શરૂ થાય છે અને ચારે બાજુ વૃક્ષો હોવાના કારણે ઠંડી નું વાતાવરણ હોય છે જેના કારણે એમને ઠંડી લાગવા માંડે છે. આદિત્ય વીર ને ગાડી ઉભી રાખવાનું કહે છે અને તાપણું કરવાનું કહે છે. ત્રણેય જણા જંગલ માં જાય છે અને લાકડા શોધી ને તાપણું કરે છે. તાપણું કરતા કરતા આદિત્ય પોતાના બેગ માંથી લોકેટ કાઢે છે અને એની સાથે સાથે એક બુક પણ કાઢે છે જેમાં ભૂત પ્રેત વિશે સંપૂર્ણ માહિતી હોય છે. તે લોકેટ ને જોઈ ને બુક માં કાંઈક વાંચે છે. (આદિત્ય ને વાંચતા જોઈ ને વિધિ...)

વિધિ :- આદિત્ય, આ લોકેટ તને વિક્રાલ સુધી કઈ રીતે પહોંચાડશે ?

આદિત્ય :- એક મિનિટ, તમને બધું સમજાવું છું. વીર મને એક પથ્થર આપ જો.

વીર આદિત્ય ને એક પથ્થર આપે છે. આદિત્ય બુક માંથી એક પાનું ફાળે છે જેમાં એક નકશો દોરેલો હોય છે. એ પાનાં ને એક મોટા ચોરસ એવા પથ્થર પર મૂકે છે અને પછી મન માં કાંઈક મંત્રો બોલે છે. અંતે એ લોકેટ ને પથ્થર થી તોડી નાખે છે અને એનો ઝીણો ભુક્કો કરી નાખે છે. પછી કહે છે કે આ ભુક્કો નકશા પર જુદી જુદી જગ્યા એ નાખતા એક એવી જગ્યા પર ભેગો થશે જ્યાં આ લોકેટ બનાવવા માં આવ્યું છે. આદિત્ય આ ભુક્કો નકશા પર નાખે છે અને એ સાથે નકશો ચમકવા લાગે છે અને બધો ભુક્કો એકઠો થઈ ને એક જગ્યા એ ભેગો થાય છે. વીર અને વિધિ આ બધું આશ્ચર્ય થી જોઈ રહે છે. બધો ભુક્કો એક ચામુંડા નામ ના ગામ પર આવી ને એકઠો થઈ જાય છે. ચામુંડા નામ જોતા વીર બોલે છે કે મેં તો આ ગામ ના નામ વિશે સાંભળેલું છે. અહીં થી બહુ બધું દૂર પણ નથી અને મેં અડધે સુધી નો રસ્તો પણ જોયેલો છે.

આદિત્ય :- ખૂબ સરસ વીર, આ ગામ મા આપણને એક એવો માણસ મળશે જેણે આ લોકેટ બનાવ્યું હશે અથવા આના વિશે જાણતો હશે અને તે કદાચ કોઈ તૃત્યા હશે અથવા તો એને ઓળખવા વાળો.

વીર :- એનો મતલબ, હવે આપણે ચામુંડા જવું પડશે ?

ચામુંડા ગામ પર એક નજર....

( ચામુંડા ગામ નું જંગલ જ્યાં છેલ્લા કેટલાય દિવસ થી ગામ લોકો જવાનું ટાળે છે અને બધા જ લોકો આખું ગામ ખાલી કરી ને જતા રહ્યા છે. એક તરસ્યો માણસ જંગલ માં પાણી પીવા માટે રખડે છે અચાનક કૂવો દેખતા ત્યાં જઈ ને ડોલ વડે પાણી કાઢે છે અને પીએ છે. પાણી પીતા અચાનક તેના પર વશીકરણ થઈ જાય છે. એ સાથે કુવા માંથી એક પ્રતિબિંબ દેખાય છે જે પોકારે છે..તરસ છીપી ગઈ તારી તો આવી જા મારી પાસે અને એ સાથે જ પેલો માણસ કુવા માં ફૂદી પડે છે. કુવા માં પડતા જ તે એક ગુફા માં પ્રવેશે છે જ્યાં એક સ્ત્રી તાંત્રિક પૂજા કરી રહી હતી જે ઉભી થઇ ને એના માથા પર કંકુ લગાવે છે અને ગળા મા હડકાઓ ની બનાવેલી માળા પહેરાવે છે. પછી તે સામે રહેલ પથ્થર પર માથું ટેકવા માટે ઈશારો કરે છે અને એના વશમાં રહેલ પુરુષ રાજી રાજી માથું મૂકી દે છે. એ સાથે જ સ્ત્રી પોતાના હાથ માં રહેલ દાંતરડું ઉગામે છે અને એક ઝાટકે એનું ધડ શરીર થી અલગ કરી નાખે છે. એ સાથે એના શરીર માંથી એક ચમકતી મધમાખી નીકળે છે જે સ્ત્રી ના કાન માં ઘુસી જાય છે. તે પોતાના શ્વાસ વડે પુરુષ ની આત્મા ચૂસી લે છે અને અટ્ટહાસ્ય સાથે બોલે છે..… ચામુંડા ની હજી એક આત્મા મારી થઈ ગઈ......)

સવાર માં અજવાળું થતા આદિત્ય, વીર વિધિ ચામુંડા તરફ જવા માટે રવાના થાય છે. વીર ને થોડો રસ્તો ખબર હોય છે ત્યાં સુધી એ લોકો આગળ જતા જાય છે. ચામુંડા નજીક આવતા જ એક ચળકતી મધમાખી આવે છે જે ગાડી ચલાવી રહેલ વીર ના હાથ પાસે આવે છે અને એના તૃત્યા ના નિશાન ને અડકતા જ વીર ને ચૂંટકી ભરી હોય એવો અનુભવ થાય છે અને માખી ઉડી ને પાછી જતી રહે છે. થોડે આગળ જતાં જ એમને રસ્તા મા બે માણસો ઉભેલા દેખાય છે જે કદાચ લિફ્ટ માટે રાહ જોઈ ને ઉભા હતા. વીર એમની પાસે જઈ ને ગાડી ઉભી રાખે છે.

આદિત્ય :- અહીંથી ચામુંડા કેટલું દૂર છે ?

અજાણ્યો શખ્સ :- તમે ક્યાં મરવા જઇ રહ્યા છો સાહેબ, અમે ત્યાંથી જ ભાગીને આવ્યા છીએ. સાહેબ શ્રાપ છે એ ગામ પર.

વીર :- કેવો શ્રાપ ?

અજાણ્યો શખ્સ :- સાહેબ, લોકો તડપી તડપી ને મરી રહ્યા છે ત્યાં પાણી વગર, બે દિવસ થઈ ગયા અમે પાણી નથી પીધું ત્યાનું.

વિધિ ના હાથમાં પાણી જોઈને એ લોકો પાણી માગે છે. વિધિ એમને પાણી આપે છે અને એ એટલા તરસ્યા હોય છે કે બધું જ પાણી પી જાય છે.

આદિત્ય વીર અને વિધિ ને કહે છે કે હવે આગળ ખૂબ ભય છે તેથી મારે તમને મારી સાથે લઈ જઈ ને નુકશાન નથી પહોંચાડવું. તમે બંન્ને અહીંયા થી જ પાછા વિલાસપુર જતા રહો. વિધિ ની ના પાડવા છતાં આદિત્ય એમને પરાણે ત્યાંથી મોકલે છે. આદિત્ય ગાડીમાંથી ઉતરી જાય છે અને બદલામાં વીર પેલા બંને લોકો ને લિફ્ટ આપી દે છે. એ બંને લોકો આદિત્ય ને ચામુંડા તરફ જવાનો રસ્તો બતાવે છે અને પોતે ગાડી માં બેસી જાય છે. જતા જતા એ અજાણ્યા શખ્સ કહે છે કે ધ્યાન રાખજો સાહેબ, બધા ત્યાં થી ભાગ્યા છે. કહેવાય છે કે ત્યાં કોઈ ડાયન નો શ્રાપ છે.

આદિત્ય :- સારું છે, ચાલો બીજું કોઈ નહીં તો કાંઈ નહિ પણ મને ખાલી ત્યાં ડાયન તો મળશે. અને હસવા લાગ્યો. આદિત્ય વીર અને વિધિ ને આવજો કહી ને ત્યાં થી ચાલતો ચાલતો નીકળે છે. તે પોતાના ની ઘડિયાળ માં જુએ છે તો સાંજ નો સમય થવા આવ્યો હોય છે અને થોડી વાર માં અંધારું થવાની શકયતા હતી એટલે એ જલ્દી જલ્દી ચાલે છે. વીર અને વિધિ ગાડી લઈ ને જતા હોય છે અચાનક આગળ જતાં ગાડી ફરીવાર બંધ પડી જાય છે જેને રીપેર કરતા કરતા વીર ને રાત પડી જાય છે. જેવી ગાડી ચાલુ થાય છે કે એક મધમાખી આવી ને પેલા અજાણ્યા શખ્સ ના કાન માં ઘુસી જાય છે જેના કારણે એને ખૂબ તરસ લાગવા લાગે છે. તે પાણી માંગે છે પણ બોટલ માં પાણી હોતું નથી. તે કહે છે કે અહીંયા જંગલ માં સામે જ એક કૂવો છે હું ત્યાં જઈ ને પાણી પી આવું છું અને બંને શખ્સ ત્યાં પાણી પીવા માટે જાય છે.

***

આદિત્ય ચાલતો ચાલતો ગામ ના દરવાજા પાસે પહોંચે છે. ત્યાં પહોંચતા પહોંચતા રાત પડી ગઈ હોય છે. આદિત્ય ગામ ની અંદર દાખલ થાય છે. આખા ગામ માં અંધારું છવાયેલું હતું અને આખું ગામ સુમસાન હતું. આખા ગામ મા કોઈ પણ દેખાતું નહોતું. આદિત્ય ધીમે ધીમે આગળ વધે છે. એને આગળ જતાં એક ઘટાદાર વૃક્ષ દેખાય છે જ્યાં ઓટલો હોય છે અને પાણી નું માટલું ભરેલું હોય છે. આદિત્ય ત્યાં જઈ ને બેસવાનું વિચારે છે. નજીક જતા જ અચાનક આદિત્ય ની પાછળ થી એક હુમલો થાય છે અને અને એક શખ્સ ગુસ્સા મા લાકડી થી માટલું તોડી નાખે છે અને જોર થી બોલવા લાગે છે. આ બધું તારા કારણે જ થયું છે....મનહુસ પાણી...તું જ છે જેના લીધે આવી હાલત થઈ અમારી....અચાનક હુમલો જોઈ ને આદિત્ય ડરી જાય છે અને એના તો ધબકારા પણ વધી જાય છે. આદિત્ય એને પકડે છે અને શાંત કરે છે.

આદિત્ય :- હોશ માં તો છો ભાઈ, શુ કરી રહ્યા છો ?

શખ્સ :- આ પાણી ને લીધે મારી માં મરવાની છે.

આદિત્ય પૂછે છે તો કહે છે તમે કોણ છો અને આદિત્ય એને આખી વાત જણાવે છે. એ શખ્સ આદિત્ય ને એના ઘરે લઈ જાય છે. આદિત્ય ઘરે જઈ ને જુએ છે તો એ શખ્સ ની માં મરણ પથારી ને પડેલી હોય છે જે પોતાના દીકરા ને આવતો જોઈ ને તરત જ પાણી ની માંગણી કરે છે પણ જવાબ મા એ શખ્સ કહે છે કે માં, મેં આખું ગામ અને આખું જંગલ ફેંદી વાળ્યું પણ મને પાણી ક્યાંય ના મળ્યું. મને માફ કરી દે માં હું તારા માટે પાણી ન લાવી શક્યો. આદિત્ય એ પૂછ્યું કે તમારા ગામ માં પાણી નથી કે શું ?

જવાબ માં શખ્સે કહ્યું કે પાણી તો મળી રહે છે પણ એના પર કોઈ ડાયન નો શ્રાપ છે. જે કોઈ પણ આ પાણી ને પીવે છે બીજા દિવસે એનું કપાયેલું માથું જંગલ માંથી મળી આવે છે. આ શ્રાપ ના કારણે આખું ગામ છોડી ને જતું રહ્યું અને ખાલી મારી માં ની આવી ખરાબ હાલત હોવાના કારણે હું, મારી પત્ની અને મારી માં ફક્ત અહીંયા રહી ગયા.

આદિત્ય :- ડાયન નો શ્રાપ પણ કેમ અને ક્યારથી ?

શખ્સ :- છેલ્લા ૨૦ દિવસ થી. ૨૦ દિવસ પહેલા અમને ચામુંડાવાસીઓ ને જંગલ માં એક ઘડો મળ્યો હતો જે નીચે મુકેલો હતો અને એક વાદળી રંગ ના કપડાં થી ઢાંકેલો હતો અને એની ઉપર એક નાની એવી કાળા રંગ ની ઢીંગલી મુકેલી હતી. નાદાની માં અમે એ ઘડો ખોલી ને જોયુ તો એ લોહી થી ભરેલો હતો. અમને લોકો ને લાગ્યું કે કોઈ ગામવાળા એ મજાક કરી છે અને અમે એ ઘડો ફોડી નાખ્યો અને લોહી ઢોળી નાખ્યું. બસ ત્યારથી અમારો ખરાબ સમય ચાલુ થઈ ગયો.

આદિત્ય :- બહુ મોટી ભૂલ કરી છે તમે લોકો એ. આદિત્ય એ પોતાના બેગ માંથી બુક કાઢી અને તેમાં કાંઈક વાંચવા લાગ્યો. પછી આદિત્ય ફરીવાર બોલ્યો. ૧૦ ડાયન મરે છે ત્યારે એક બ્રહ્મરાક્ષસી પેદા થાય છે અને તમે બ્રહ્મરાક્ષસી ની તપસ્યા ભંગ કરી છે. એ માટલા માં ભરેલું લોહી એનો ખોરાક હતો અને એને ઢોળી ને તમે લોકોએ એને તરસી કરી છે. એટલે હવે એ તમને લોકો ને તરસ્યા મારી રહી છે. પેલા શખ્સ ની માં હજી પણ પાણી પાણી કરી રહી હોય છે. આદિત્ય કહે છે કે મારે આ શ્રાપ ને તોડવો પડશે એ પણ એ બ્રહ્મરાક્ષસી ને મારી ને અથવા રોકી ને. તમે એક કામ કરો મને જંગલ માં એ જગ્યા એ લઈ જાવ જ્યાં થી તમને એ માટલું મળ્યું હતું. આદિત્ય અને અજાણ્યા શખ્સ જંગલ તરફ એ કુવા પાસે જવા માટે રવાના થાય છે જ્યાંથી તેમને એ માટલું મળ્યું હતું.

***

આ બાજુ પેલા બંને શખ્સો પાણી પીવા માટે કુવા પાસે જાય છે. ત્યાં જઈ ને જોતા સાચે જ ત્યાં કૂવો હોય છે. રાત ના સમયે એમ પણ જંગલ માં અંધારું હતું અને ચંદ્રમા ના અજવાળા માં જંગલ જેટલું સુંદર લાગી રહ્યું હતું એટલું ખૂબ ડરાવણું પણ લાગી રહ્યું હતું. ત્યાં જઈ ને પેલા શખ્સે ડોલ પાણી માં ફેંકી અને તેમાંથી પાણી બહાર કાઢ્યું. સૌથી પહેલા તો એક શખ્સે પાણી પીધું અને જેવું પેલા એ પાણી પીધું કે એનું આખું ચહેરા નું રૂપ બદલી ગયું. એની આંખો અને હોઠ સફેદ રંગ ના થઇ ગયા અને તે કોઈક ના વશીકરણ માં આવી ગયો. આ સાથે જે એને એક પ્રતિબિંબ દેખાયું કુવા માં જે એને પોકારી રહ્યું હતું કે આવ…. આવીજા..… છીપાઇ ગઈ તારી તરસ...તો આવી જા મારી પાસે...અને એ સાથે જ એ શખ્સ પોતાના બે પગ ના સહારે કુવા ની પાળ પર ઉભો રહી ગયો. આ દૃશ્ય જોઈ ને બીજો શખ્સ સાવ ડરી ગયો. તેનું મોઢું બંધ થઈ ગયું. અને એ સાથે જ એ શખ્સે પાણી માં છલાંગ લગાવી દીધી. જ્યાં અંદર જઇ ને તેની સાથે પણ એજ પ્રવૃત્તિ થઈ. એક રાક્ષસી દ્વારા કંકુ લગાવી એને ગળા માં હાડકાઓ નો હાર પહેરાવવા મા આવ્યો અને અંતે એનું ધડ અલગ કરી નાખવામાં આવ્યું. પેલો ખૂબ જ ડરી ગયેલો શખ્સ દોડતો દોડતો વીર અને વિધિ પાસે ગયો અને ત્યાં જઈ ને જે કાંઈ પણ બન્યું એ જણાવવા લાગ્યો. વીર અને વિધિ એની સાથે કુવા પાસે ગયા. વીરે વિધિ ને કહ્યું કે તું થોડી વાર અહીંયા ઉભી રહે અને ડરતી નહિ. હું કુવા મા કૂદકો લગાવું છું અને તપાસ કરી ને આવું છું. અને આ સાથે જ વીર કુવા મા છલાંગ લગાવે છે. થોડી વાર પછી વીર કુવામાંથી બહાર નીકળે છે. તે કુવા માં જોઈ ને આવ્યો હોય છે પણ તેને કશું જ મળતું નથી એટલે તે ખાલી હાથે પાછો આવે છે. એ લોકો હવે પાછા ગાડી તરફ જવા માટે જાય છે એટલા માં એમને કુવા માંથી કાંઈક અવાજ આવે છે અને તેઓ પાછા વળે છે. કુવા પાસે આવી ને જોતા તેમને કુવા માં કોઈ વસ્તુ તરતી હોય એવું લાગે છે પણ અંધારું હોવા ના કારણે એમને સ્પષ્ટ દેખાતું નથી. વીર ડોલ ઉઠાવીને કુવા માં ફેંકે છે અને વસ્તુ સાથે બહાર કાઢે છે. બહાર લાવી ને જોતા જ એમની આંખો પહોળી થઇ જાય છે કારણ કે ડોલ મા હજી તાજેતર માં જ પાણીમાં પડેલા શખ્સ નું ધડ હોય છે. આ જોઈ ને વિધિ સાવ ડરી જાય છે અને ચીસ નાખી ઉઠે છે. વિધિ ને ઉબકા આવવા લાગે છે અને આ જોઈ ને વીર તરત જ એને ડોલ ભરી ને એને પાણી આપે છે અને એના ખોબા પાસે ધરે છે. વિધિ જેવું એ પાણી પીવા માટે જાય છે કે જોર થી એક બૂમ સંભળાય છે.

ઉભા રહો… એ પાણી ન પીશો.. ઉભા રહો.....

To be Continued.....

Anand Gajjar

Mo - 7201071861