રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો અભ્યાસ કરે છે.. અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે........
વિસ્મૃતિ - ભાગ 1
રિયા - 22 વર્ષની એક સામાન્ય છોકરી.. હાલ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટી ઑફ લંડન માં msc in physics નો કરે છે..અભીર - રિયા નો બેસ્ટ ફ્રેન્ડ.. 23 વર્ષનો એક અમીર પટેલ.. હાલ રિયા ની સાથે જ લંડન માં msc in maths નો અભ્યાસ કરે છે..પ્રિયાંક - એક જાણીતો બિઝનેસ ટાયકૂન .. જે હાલ માં ઈન્ડિયા માં પોતાનો ફેબ્રિક બિઝનેસ ચલાવે છે..મીરા - રિયા ની બાળપણ ની સહેલી, દોસ્ત.. હાલ માં ઈન્ડિયા માં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરે છે...ચાર જુદી જુદી જિંદગીઓ.. ચાર સાવ અલગ માણસો છતાં એક બીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે.................ભાગ - 1Mile End, Londonસવારની મસ્ત ગુલાબી ઠંડી ...Read More
વિસ્મૃતિ - ભાગ 2
Mubai, Indiaપ્રિયાંક - પ્રિયાંક બંસલ.. એક મારવાડી કુટુંબ માંથી આવતો 24 વર્ષ નો છોકરો... તેના પિતા જયેશભાઈ ને ફેબ્રિક બિઝનેસ હતો.. વર્ષો થી તેઓ આ બિઝનેસ માં જોડાયેલા હતા.. તેમણે દિવસ રાત એક કરી ને ખૂબ મોટું નામ મેળવ્યું હતું.. જેને તેમનો એકમાત્ર દીકરો પ્રિયાંક સારી રીતે સંભાળી રહ્યો હતો.. જયેશભાઈ નો જે બિઝનેસ ફક્ત ગુજરાતમાં જ હતો.. તે પ્રિયાંક ના સંભાળ્યા પછી આખા ઈન્ડિયા માં ફેલાવા લાગ્યો હતો.. ને તેમની શરૂઆત તેમણે મુંબઈમાં પોતાની બ્રાન્ચ ખોલવાથી કરી હતી... ને આજ તે બ્રાન્ચ ને ખૂબ સારો નફો થયો હતો તેની પાર્ટી હતી.. જેમાં માયાબેન જેમની મુંબઈ માં એક કપડાની ...Read More
વિસ્મૃતિ - ભાગ 3
લંડન, ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને એક શાંત કાફેસાંજના ચાર વાગ્યા હતા. લંડનની ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર ક્રિસમસ પછીની રોશની હજુ પણ રહી હતી. વચન મુજબ, એબી રિયાને પિક-અપ કરવા માટે તેના પીજી પર પહોંચી ગયો હતો. રિયાએ પેલો લાઈટ પિંક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે લંડનની ઠંડીમાં ખીલેલા ગુલાબ જેવી લાગતી હતી."વાહ! આજે તો મારી 'ફિઝિક્સ પ્રોફેસર' કોઈ મોડેલથી ઓછી નથી લાગતી," એબી એ કારનો દરવાજો ખોલતા મસ્તી કરી. રિયાએ જવાબમાં બસ એક હળવું સ્મિત આપ્યું.લંડનની થીજવી દેતી ઠંડીમાં પણ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર લોકોની ભીડ ઓછી નહોતી. તેઓ 'સેલ્ફ્રીજીસ' મોલમાં પહોંચ્યા. એબીની મમ્મી, કામિનીબેનનો આ રવિવારે જન્મદિવસ હતો. કામિનીબેન લંડનમાં ...Read More
વિસ્મૃતિ - ભાગ 4
ક્વીન મેરી યુનિવર્સિટી લાયબ્રેરી, લંડનલંડનનું આકાશ આજે થોડું ભૂખરું દેખાઈ રહ્યું હતું. જાન્યુઆરીની થીજવી દેતી ઠંડીમાં આખું શહેર બરફની ઓઢીને સૂતું હતું, પણ રિયાની આંખોમાં ગઈકાલથી ઊંઘનું એક ટીપું પણ નહોતું... ગઈકાલે સેલ્ફ્રીજીસના પેલા શાંત કાફેમાં અભીરે જ્યારે મજાકમાં 'રી-પુ' શબ્દ ઉચ્ચાર્યો, ત્યારથી રિયાના મગજમાં વિચારોનું એક વંટોળ સર્જાયું હતું... એ નામ સાંભળતા જ તેના મગજમાં જે વીજળી જેવો ઝબકારો થયો હતો, તે કોઈ સામાન્ય ઘટના નહોતી. તેને લાગતું હતું કે તેના ભૂતકાળના બંધ દરવાજા પર કોઈ સતત ટકોરા મારી રહ્યું છે...સવારે વહેલા ઉઠીને, નિહારિકા હજુ ઊંઘતી હતી ત્યારે જ રિયા તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. તેને આજે ...Read More
વિસ્મૃતિ - ભાગ 5
લંડન, અંદાજે સાંજના પાંચ વાગેલંડનનું આકાશ આજે માત્ર ભૂખરું નહોતું, પણ જાણે કોઈ અશુભ સંકેત આપી રહ્યું હતું. થીજવી જાન્યુઆરીની ઠંડીમાં રિયા લગભગ દોડતી પોતાના પીજી પર પહોંચી... તેના પગ બરફ પર લપસી રહ્યા હતા, પણ તેના મનમાં ચાલતા વિચારોની ગતિ એ બરફ કરતાં પણ વધુ તેજ હતી... તેનું હૃદય કોઈ નગારાની જેમ ધબકતું હતું, અને દરેક ધબકારે તેને અભીરના એ શબ્દો યાદ આવતા હતા.. ‘રી-પુ’...પીજીમાં પગ મૂકતા જ તેણે હાશકારો અનુભવ્યો કે નિહારિકા હજુ યુનિવર્સિટીમાં જ હતી. રિયા અત્યારે કોઈની પણ સાથે વાત કરવાના મૂડમાં નહોતી. તેણે ધ્રૂજતા હાથે પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. લંડનની એ શાંતિમાં ...Read More
વિસ્મૃતિ - ભાગ 6
નમસ્કાર મિત્રો, અંગત કારણોસર હું વાર્તાનો આગળનો ભાગ લખી શકી નથી. પરંતુ હવેથી તેના નિર્ધારિત સમયે જ વાર્તા ના ભાગો જ આવશે..તમારી ધીરજ અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર! જોડાયેલા રહેજો. ..................................................રિયાનું પીજી, લંડનલંડનની એ રાત રિયા માટે ક્યારેય પૂરી ન થનારી એક લાંબી સફર જેવી હતી. પીજીના ખૂણામાં બેસીને તે આખી રાત જાગતી રહી. બહાર પેલો કાળો પડછાયો ક્યારે ગાયબ થયો તેની તેને ખબર જ ન પડી, પણ તેના મનમાં જન્મેલો ડર હજુ પણ જીવતો હતો. મુઠ્ઠીમાં ભીંસેલી પેલી ચિપ જાણે તેના હાથમાં ડામ આપી રહી હતી.બીજી બાજુ, લંડન હીથ્રો એરપોર્ટ પર સવારના ધુમ્મસ વચ્ચે પ્રિયાંક બંસલનું પ્રાઇવેટ ...Read More
વિસ્મૃતિ - ભાગ 7
લંડન, સાંજના લગભગ 6 વાગ્યેઆકાશમાંથી રૂ જેવા પોચા બરફના ટુકડાઓ ધીમે-ધીમે જમીન પર પથરાઈ રહ્યા હતા, જે લંડનની સડકોને સફેદ મખમલી ચાદરમાં લપેટી રહ્યા હતા. લંડનની આ થીજવી દેતી બરફીલી સાંજ પ્રિયાંક બંસલ માટે કોઈ આજીવન કેદની સજાથી ઓછી નહોતી.શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા એક આલીશાન એપાર્ટમેન્ટના ઝાંખા અંધારામાં બેઠેલો પ્રિયાંક બારીના કાચ પર પોતાનું માથું ટેકવીને શૂન્યમનસ્ક ઉભો હતો. સામેના રસ્તા પર આવેલા રિયાના પીજીની લાઈટો ચાલુ થઈ રહી હતી, પણ પ્રિયાંકના જીવનમાં અંધકાર ઘટ્ટ થઈ રહ્યો હતો.રૂમમાં એક વિચિત્ર સન્નાટો હતો, માત્ર ખૂણામાં પડેલા જૂના ગ્રામોફોન પર એક ગીત અત્યંત ધીમા અવાજે ગુંજતું હતું. એ સૂર પ્રિયાંકની અત્યારની ...Read More
વિસ્મૃતિ - ભાગ 8
લંડન, સાંજના 7 વાગ્યેલંડનની એ સાંજ ધીમે-ધીમે વધુ ઘેરી બની રહી હતી. 'ધ વિન્ટેજ બીન' કેફેની અંદર પીળો પ્રકાશ કોફીની સોડમ વચ્ચે રિયા અને પ્રિયાંક સામસામે બેઠા હતા. રિયાના મનમાં હજારો સવાલો ઉમટી રહ્યા હતા, જ્યારે પ્રિયાંક માત્ર રિયાના ચહેરા પરની નિર્દોષતાને પોતાની આંખોમાં કેદ કરી રહ્યો હતો..."તો મિસ્ટર... તમે હજુ તમારું નામ તો સરખું કહ્યું નથી," રિયાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું. "પ્રિયાંક બંસલ... રાઈટ? લંડનમાં તમે બિઝનેસ કરો છો, પણ તમારી વાતો કોઈ જૂના જમાનાના પ્રેમી જેવી કેમ છે?"પ્રિયાંક સહેજ મલકાયો, તેના હોઠ પર એક ભેદી સ્મિત હતું. "કદાચ એટલે કે હું હજુ પણ એ જૂના જમાનામાં ...Read More