સરકારી પ્રેમ

(0)
  • 288
  • 0
  • 990

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.

1

સરકારી પ્રેમ - ભાગ 1

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હજી ...Read More

2

સરકારી પ્રેમ - ભાગ 2

સરકારી પ્રેમ ભાગ-૨"જો મિત્ર જેટલી પણ મોટી મોટી ક્રાંતિ ઈતિહાસમાં આવી છે એ બધી કોઈ ન કોઈ કાફેથી જ થઈ છે. ફ્રેન્ચ ક્રાંતિ કે રશિયા ની ક્રાંતિ વિષે તો જાણતા જ હશો." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે."શું સર મજાક કરો છો?ચા પીવા માટે તમને બહાના જોઈએ જ." મધુકર મોહન અર્થ સમજી જાય છે.સ્ટેશન ની બહાર નીકળતા જ રેલવે કેન્ટીન હતી. અંહી વ્યાજબી ભાવે જમવાનું તથા ચા પાણી મળી રહેતું. છેલ્લા ચાર મહિનાથી તો મધુકર મોહન રાત્રે અંહી જ જમવાનું કરતો."શું સર ઉદાસ છો?" કેન્ટીન નો નાનો રઘુ મધુકર મોહન ને જોઈ પુછે છે."અરે.. રસ્તોગી સર માટે ચા અને મને ...Read More

3

સરકારી પ્રેમ - ભાગ 3

સરકારી પ્રેમ ભાગ-૩"પણ‌ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે."જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે પોતાની જાતને પાપી માનો છો તો એમ બાકી આ બધું જ વ્યવસ્થા ના ભાગરૂપે સ્વીકારી લેવું જોઈએ." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે." એ તમે જ કરી શકો. હું તો આજે તમારી વાત માનીને કદાચ પહેલીવાર જ આ કામ કરી પછી આ વીસ રૂપિયા અડ્યા વગર જ રઘુને ટીપ તરીકે આપી દઈશ." મધુકર મોહન કહે છે."વાહ ભાઈ. તમે તો સારું કામ અને સારું પરિણામ પણ શોધી લીધું. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે ...Read More

4

સરકારી પ્રેમ - ભાગ 4

મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની ખુશી આગળ આ બધો અસંતોષ સાવ નગણ્ય હતો. સુઈ રહી હતી જ્યારે મધુકર સાવ નજીક પહોંચી ગયો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું.મધુકર ખુબ પ્રેમથી સરિતા ના માથે હાથ મૂકીને અભિનંદન આપે છે. પછી પોતાની સાસુના પગે અડીને આશિર્વાદ લે છે. હવે નજીક જ ઘોડિયામાં સુતેલી પોતાની દીકરીને જોવા નો સમય હતો.મધુકર મોહન ની સાસુ ગોદડીમાં લપેટાયેલી એક સાવ નાની ઢીંગલી મધુકર ના હાથમાં મૂકી દે છે. મધુકર પહેલા તો ઠીક થી તેડી પણ નથી શકતો પછી પોતાના બન્ને હાથમાં ‌બાળકને લઈને સારી રીતે જોવે છે.ગુલાબી ગુલાબી નાના નાના હાથ ...Read More

5

સરકારી પ્રેમ - ભાગ 5

પણ આ સમાજ? સરિતા કહે છે. આ સમાજ આપણી મદદ માટે ક્યાં આવે છે. એ લોકો તો ફક્ત ભુલો શોધવા જ આવે છે. તમે ગમે તે કરો એ લોકો બોલશે જ.. મધુકર મોહન કહે છે. પણ મમ્મીને હજી તો ભાઈ ના ય લગ્ન કરવાના છે. આપણે એમનું વિચારવું પડે. સરિતા કહે છે. તારા ભાઈ ના લગ્ન માં તો આપણી દીકરી સાવ નાની હશે. વળી જો લગ્ન કરવા હોય તો સમાજને શું? મધુકર મોહન કહે છે.પંદર દિવસ પછીઆજે મધુકર ખુબ જ વ્યસ્ત હતો. તેની રજા પુરી થઈ ગઈ હોવાથી એ આજે જ ટ્રેનથી દિલ્હી જવા માટે નીકળવાનો હતો. તેની સાથે ‌સરિતા, મહેચ્છા અને ...Read More