આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા

(7)
  • 4.5k
  • 0
  • 1.9k

સૂરજ ધીમે-ધીમે આકાશમાં ધબકતો ચાલ્યો જતો હતો, શહેરની ગલીઓમાં સાંજની શાંતિ પ્રસરી રહી હતી. એક કોન્ફરન્સ હોલમાં ભારે રોશની વચ્ચે અલગ અલગ કલાના ચાહકો એકઠા થયા હતા. આજનો દિવસ ખાસ હતો—અનાયાની પેઇન્ટિંગ્સનું Exhibition. Anaya—a young and talented Artist. એ હંમેશા હસતી રહે, મસ્તી કરતી રહે. લોકો એને આનંદી અને ઉર્જાશીલ તરીકે ઓળખતા. પણ શું કોઈએ ક્યારેય એને ધ્યાનથી જોયું? શું કોઈ સમજી શક્યું કે એ હસતી આંખોમાં કંઈક છુપાયેલું છે? અનાયાના દરેક ચિત્રમાં હસતા ચહેરા જોવા મળતા, પણ જો કોઈ એ ચહેરાઓની આંખોમાં ડૂબી જાય તો સમજી શકે કે ત્યાં એક અકથિત વેદના સમાઈ છે. કદાચ આ જ એનું રહસ્ય હતું, જે આજે કોઈ એક વાંચી શકશે...

Full Novel

1

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1

સૂરજ ધીમે-ધીમે આકાશમાં ધબકતો ચાલ્યો જતો હતો, શહેરની ગલીઓમાં સાંજની શાંતિ પ્રસરી રહી હતી. એક કોન્ફરન્સ હોલમાં ભારે રોશની અલગ અલગ કલાના ચાહકો એકઠા થયા હતા. આજનો દિવસ ખાસ હતો—અનાયાની પેઇન્ટિંગ્સનું Exhibition.Anaya—a young and talented Artist. એ હંમેશા હસતી રહે, મસ્તી કરતી રહે. લોકો એને આનંદી અને ઉર્જાશીલ તરીકે ઓળખતા. પણ શું કોઈએ ક્યારેય એને ધ્યાનથી જોયું? શું કોઈ સમજી શક્યું કે એ હસતી આંખોમાં કંઈક છુપાયેલું છે?અનાયાના દરેક ચિત્રમાં હસતા ચહેરા જોવા મળતા, પણ જો કોઈ એ ચહેરાઓની આંખોમાં ડૂબી જાય તો સમજી શકે કે ત્યાં એક અકથિત વેદના સમાઈ છે. કદાચ આ જ એનું રહસ્ય હતું, જે ...Read More

2

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 2

રિધમ અને અનાયા ની વચ્ચે એક અનોખી સમજૂતી થઈ ગઈ હતી. રિધમને અનાયા ની આંખોમાં છુપાયેલા એ દુઃખ વિશે માટે કોતુહલતા હતી, અને અનાયા ને પણ લાગ્યું કે કદાચ, એણે પહેલીવાર કોઈ સાચા માણસને પોતાના દુઃખની એક ઝલક બતાવી છે.તે દિવસપછી, રિધમે અનાયાને વારંવાર મળવાનું શરૂ કર્યું. ક્યારેક કેફેમાં, ક્યારેક એની પેઇન્ટિંગ ગેલેરીમાં, તો ક્યારેક શાંત પાર્કમાં, જ્યાં તેઓ કલાકો સુધી વાતો કરતા. અનાયા હંમેશા હસતી અને વાતો કરતી, પણ દર વખતે રિધમ એને જોતો, એને લાગતું કે એ હાસ્ય પાછળ કંઈક છે—એક એવી વાર્તા જે કદાચ હજુ પૂર્ણ થઈ નથી.એક દિવસ, જ્યારે અનાયા અને રિધમ એક ગાર્ડનમાં બેઠા ...Read More

3

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 3

રિધમ અને અનાયા ની મુલાકાતો હવે નિયમિત બની ગઈ હતી. અનાયા પોતાનું દુઃખ વંચાવી રહી હતી, અને રિધમ એની હંમેશા હાજર રહેતો. બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા. અનાયા ને આજે તે પહેલા કરતાં હળવી લાગતી હતી, જાણે કે વર્ષોથી ખૂણામાં બંધ લાગણીઓ ધીમે-ધીમે બહાર આવી રહી હતી.એક દિવસ, રિધમે અનાયા ને એક નવી જગ્યા બતાવવા માટે આમંત્રણ આપ્યું. તેઓ એક સરસ લેકસાઇડ રેસ્ટોરન્ટે ગયા. લેકની શાંતિ અને હળવી પવનમાં એક અલગ જ શાંતી હતી."આ જગ્યાએ તે કેમ બોલાવી?" અનાયાએ પૂછ્યું."કારણ કે તું હંમેશા કહે છે કે પાણી તારા માટે શાંતી લાવે છે, તો મારે તારી સાથે એ ...Read More

4

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - (અંતિમ ભાગ)

અનાયા અને રિધમ વચ્ચેનો સંબંધ હવે માત્ર મિત્રતા નહીં, પણ પ્રેમમાં બદલાઈ ગયો હતો. પણ અનાયા એ હજી સુધી એનો સ્વીકાર કર્યો નથી. રિધમ એને હંમેશા એ જ કહેતો કે, "જીવનમાં એક તક પોતાને પણ આપવી જોઈએ, કારણ કે દરેક ચિત્ર માત્ર એક રંગથી પૂર્ણ થતું નથી."એક રાત, અનાયા લેટ નાઈટ પેઇન્ટિંગ કરી રહી હતી. એ ચિત્ર એક દંપતીનું હતું, જે હાથમાં હાથ લઈને સાંજના સમુદ્ર કિનારે ઉભા હતા. એની આંખોમાં એક અલગ જ ચમક હતી. પણ ચહેરા હજી અધૂરા હતા. એ આખી રાત ચિત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરતી રહી, પણ કશુંક ખૂટતું હતું.એનું બ્રશ ફરીથી ચાલતું અટકી ગયુ. ...Read More