ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ લાઈફ વિશે લખું પણ સમયના અભાવના કારણે ઘણું બધું રહી જાય છે. પરંતુ, આજથી હું જ્યારે પણ સમય મળશે એ વિશે લખીશ...... હું કોશિશ કરીશ... મારી હોસ્ટેલમાં ગેટમાં એન્ટર થતા જ ચાર ચિકુડી આવે અને ફરતી મેંદીની વેલ અને કટીંગ કરેલા ઘણા ખરા ઝાડ-છોડ પણ આ ચીકુડી સાથેની મારી યાદો હજુ પણ મારી આંખોમાં કેદ છે. હજી પણ એ દ્રશ્ય મારી આંખોના કેમેરામાં કેદ છે કેટલી નટખટ હશે એ મારી જિંદગીના દિવસો કે જેને યાદ કરીને પણ મારા મોઢા પર સ્મિત આવી જાય છે..મને એ વિશેની મારી યાદો ક્યારેય ભુલાશે જ નહીં.

1

My Hostel Life - 1

ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ લાઈફ વિશે લખું પણ સમયના અભાવના કારણે ઘણું રહી જાય છે. પરંતુ, આજથી હું જ્યારે પણ સમય મળશે એ વિશે લખીશ...... હું કોશિશ કરીશ... મારી હોસ્ટેલમાં ગેટમાં એન્ટર થતા જ ચાર ચિકુડી આવે અને ફરતી મેંદીની વેલ અને કટીંગ કરેલા ઘણા ખરા ઝાડ-છોડ પણ આ ચીકુડી સાથેની મારી યાદો હજુ પણ મારી આંખોમાં કેદ છે. હજી પણ એ દ્રશ્ય મારી આંખોના કેમેરામાં કેદ છે કેટલી નટખટ હશે એ મારી જિંદગીના દિવસો કે જેને યાદ કરીને પણ મારા મોઢા પર સ્મિત આવી જાય છે..મને એ વિશેની મારી યાદો ક્યારેય ...Read More

2

My Hostel Life - 2

જય શ્રી કૃષ્ણ સૌને તો હોસ્ટેલ લાઇફનો પહેલો ભાગ તમે લોકોએ વાંચ્યો જ હશે આજે બીજી એક વાત મને આવે છે તો એ પણ હું અહીંયા તમારી સમક્ષ રજુ કરું છું અને હું આશા રાખું છું કે તમને પણ એ ગમશે કારણ કે મેં તો એ અનુભવેલું છે...તો ચાલો વાત કરીએ ખુબ હાસ્યાસ્પદ કિસ્સો છે આ...હોસ્ટેલમાં જ્યારે અમે ભણતા તો શિડ્યુલ પ્રમાણે રોજ સવારે અમારે પાંચ વાગ્યે ઊઠી જવાનું અને ઊઠીને તરત જ પ્રાર્થનામાં જવાનું ઘણી વખત વરસાદના કારણે બિલ્ડિંગમાં લોબીમાં જ ધોરણ વાઇઝ પ્રાર્થના બોલાવી લેવામાં આવતી તો ક્યારેક મેદાનમાં એટલે કે ચીકુડી ની સામેના મેદાનમાં પ્રાર્થના બોલાવવામાં ...Read More

3

My Hostel Life - 3

જય શ્રી કૃષ્ણતો આપ સહુએ મારી હોસ્ટેલના પાર્ટ વન પાર્ટ ટુ તો વાંચી લીધા હશે આજે પણ હું એક જ રસપ્રદ કિસ્સો અહીં આપ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું અમે જ્યારે નાના હતા ત્યારે એ વાત પર એટલું હસવું ન આવતું પણ હવે જ્યારે પણ ભીંડા ને જોઈએ છે ત્યારે એ વાત ભુલાતી નથી અને ખૂબ હસવું આવે છે કેવું હોય છે આપણું બાળપણ એકદમ નિર્દોષ પણ છતાં પણ તેમાં પણ ઘણી બધી બાબતો હોય છે તો એવો જ એક સરસ મજાનો કિસ્સો હું તમારી સમક્ષ રજૂ કરું છું હું આશા રાખું છું કે આપ સૌને એ ...Read More

4

My Hostel Life - 4

જય શ્રી કૃષ્ણ આપ સૌ ક્ષેમ કુશળ હશો..આપ સૌના આશીર્વાદથી જ હું ફરીથી લખવા માટે પ્રેરાઈ રહી છું એના ખૂબ ખૂબ ધન્યવાદ આપ સહુનો..તો ચાલો આજે વાત કરશું આપણે મારી હોસ્ટેલ લાઇફની એક એવા પ્રકારની કે જે મારા માટે ખૂબ હાસ્યસ્પદ છે તમને પણ વાંચીને એવું લાગશેઆથી વર્ષો પહેલા આઠમું ધોરણ એ માધ્યમિકમાં જ આવતું અને હું આઠમા ધોરણમાં જ્યારે હોસ્ટેલમાં પ્રવેશી ત્યારે પહેલા તો અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું હતું અને પછી અમને પ્રવેશ મળેલો હતો મને એ દિવસ પણ યાદ છે મારા હાલમાં જે મિત્ર છે તેમના ચહેરાઓ પણ હું ભૂલી નથી શકતી કેવા લાગતા હતા અમે..આઠમા ધોરણમાં ...Read More