જોશ

(359)
  • 47.4k
  • 5
  • 32.7k

રાત્રિના શાંત, સૂમસામ વાતાવરણમાં અચાનક જ ગુંજી ઊઠેલી કોઈક સ્ત્રીની ચીસ સાંભળીને પ્રયોગશાળામાં, પોતાના કામમાં અત્યંત વ્યસ્ત પ્રોફેસર વિનાયક એકદમ ચમક્યો. એણે હાથમાં રહેલ પ્રયોગ માટેની કાચની ટ્યૂબ સ્ટેન્ડમાં ભરાવી અને પછી ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો. હજી તો એ પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો, ત્યાં જ એણે પોતાના બેડરૂમમાંથી એક સ્ત્રીને પોતાની તરફ દોડી આવતી જોઈ. લોબીમાં પથરાયેલા બલ્બના અજવાળામાં એ તરત જ એને ઓળખી ગયો. આવનાર સ્ત્રી એની પત્ની મમતા હતી. એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. નજીક આવતાં જ એ વિનાયકને વળગી, એની છાતી પર માથું ટેકવીને જોરજોરથી ઊંડા શ્વાસ ખેંચવા લાગી. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી અને જાણે કોઈકે સમગ્ર લોહી નિચોવી લીધું હોય એમ ચહેરો સફેદ રૂ જેવો થઈ ગયો હતો. ભયમાં અતિરેકને કારણે એની આંખો વિસ્ફારિત બનેલી હતી અને ડોળા ચકળ-વકળ થતા હતા.

Full Novel

1

જોશ - ભાગ 1

Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતાવરણમાં અચાનક જ ગુંજી ઊઠેલી કોઈક સ્ત્રીની ચીસ પ્રયોગશાળામાં, પોતાના કામમાં અત્યંત વ્યસ્ત પ્રોફેસર વિનાયક એકદમ ચમક્યો. એણે હાથમાં રહેલ પ્રયોગ માટેની કાચની ટ્યૂબ સ્ટેન્ડમાં ભરાવી અને પછી ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો. હજી તો એ પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો, ત્યાં જ એણે પોતાના બેડરૂમમાંથી એક સ્ત્રીને પોતાની તરફ દોડી આવતી જોઈ. લોબીમાં પથરાયેલા બલ્બના અજવાળામાં એ તરત જ એને ઓળખી ગયો. આવનાર સ્ત્રી એની પત્ની મમતા હતી. એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. નજીક આવતાં જ એ વિનાયકને વળગી, એની છાતી પર માથું ટેકવીને જોરજોરથી ઊંડા શ્વાસ ખેંચવા ...Read More

2

જોશ - ભાગ 2

૨ : દુષ્ટ આત્મા... ! પ્રોફેસર વિનાયકને બેડરૂમમાં પ્રવેશતો જોઈને સુનિતા તથા દેવયાની ઊભી થઈ ગઈ. મમતા પલંગ પર હતી. પતિને જોઈ એણે પણ બેઠા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિનાયકે તેને એમ કરતી અટકાવીને લાગણીભીના અવાજે કહ્યું, 'સૂતી રહે મમતા... ! અત્યારે તને આરામની ખૂબ જ જરૂર છે.' મમતાએ એક ઊંડો શ્વાસ ખેંચીને બેઠા થવાનો પ્રયાસ પડતો મૂકી દીધો. દેવયાની તથા સુનિતાએ ફરીથી એકવાર મમતાને સમજાવી અને પછી વિનાયકની રજા લઈ, અભિવાદન કરીને વિદાય થઈ ગઈ. વિનાયકે દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી તે મમતાની પાસે આવીને બેસી ગયો. એણે ધ્યાનથી મમતાના ચહેરાનું નિરીક્ષણ કર્યું. મમતાનો ચહેરો એકદમ ફિક્કો ...Read More

3

જોશ - ભાગ 3

૩ : લોહીની તપાસ...! બીજે દિવસે સમાચાર મળતાં જ ઇન્સ્પેક્ટર વામનરાવ એક સિપાહીને લઈને આવી પહોંચ્યો. સૌથી પહેલાં એણે પાસેથી વિગતો મેળવી. ત્યારબાદ પ્રોફેસર વિનાયકને પૂછપરછ કરી અને છેવટે રૂમમાં મોજૂદ પ્રતાપસિંહને ઉદ્દેશીને પૂછ્યું, ‘રાત્રે મમતા મૅડમ સાથે જે કંઈ બન્યું, એની વિગતો જાણ્યા પછી તમે લોકોએ પેલા હાથની તપાસ કરી હતી?' 'હાથની તપાસ કરવાની અમને જરૂર નહોતી લાગી...!' પ્રતાપસિંહે જવાબ આપ્યો. 'કેમ?' વામનરાવે વારાફરતી સૌ કોઈના ચહેરા સામે વેધક નજરે જોતાં પૂછ્યું. અત્યારે ત્યાં પ્રતાપસિંહ ઉપરાંત શશીકાંત, પ્રભાકર, તેમ જ પ્રભાકરની પત્ની દેવયાની પણ મોજૂદ હતાં. ‘આનો અર્થ એ થયો કે તમારામાંથી કોઈનેય મમતા મૅડમની વાત પર ભરોસો ...Read More

4

જોશ - ભાગ 4

૪ : ભેદી હિલચાલ બીજે દિવસે વામનરાવ આરતી ઉર્ફે રજનીને લઈને રવાના થઈ ગયો.. રસ્તો ઊબડખાબડ હોવાને કારણે એની જીપ ઊછળી પડતી હતી. જ્યારે તેઓ પુરાતત્ત્વખાતાની વિશાળ ઈમારતના કંપાઉન્ડમાં પહોંચ્યા, એ વખતે તેમણે જોયું તો પ્રોફેસર વિનાયક સાઈટ પર જવાની તૈયારીમાં હતો. એ પુરાતત્ત્વખાતાની વાન પાસે ઊભો હતો. અમુક કર્મચારીઓ વાનમાં બેસી ચૂક્યા હતા. વાન પાસે પહોંચીને વામનરાવે જીપ ઊભી રાખી અને પછી નીચે ઊતરતાં બોલ્યો, 'હલ્લો, પ્રોફેસર સાહેબ !' વિનાયકે એના અભિવાદનનો જવાબ આપ્યો અને પછી પ્રશ્નાર્થ નજરે જીપમાંથી ઊતરી રહેલી રજની સામે જોયું. 'પ્રોફેસર સાહેબ !' એની નજરનો અર્થ પારખીને વામનરાવ બોલ્યો, 'એનું નામ આરતી છે ...Read More

5

જોશ - ભાગ 5

૫ : ભૂતકાળનો પ્રેમી ખુરશી પર બેઠેલી રજની મમતાની એક-એક હિલચાલને ખૂબ જ ધ્યાનથી નીરખતી હતી. મમતાએ રૂમના તમામ બંધ કરીને પડદા સરકાવી દીધા અને પછી આવીને રજનીની સામે બેસી ગઈ. એનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો. એના હોઠ સખતાઈથી બિડાયેલા હતા અને આંખોમાં વેદના તરવરતી હતી. રૂમનું શાંત વાતાવરણ ખૂબ જ રહસ્યમય લાગતું હતું. 'આરતી... !' છેવટે મમતાના હોઠ ઊઘડયા. જાણે કોઈક ઊંડી ગુફાની દીવાલો સાથે ટકરાઈ ટકરાઈને આવતો હોય, એવો એનો અવાજ હતો, 'સૌથી પહેલાં તો તને સાચી હકીકત જણાવી દેવા માટે મને શા માટે ભરોસો બેઠો એનો ખુલાસો કરું છું. સાંભળ, આજે જ્યારે ઇન્સ્પેક્ટર વામનરાવ તને ...Read More

6

જોશ - ભાગ 6

૬ : મમતાનું ખૂન બીજે દિવસે સવારનો નાસ્તો રજનીએ પોતાના રૂમમાં જ ફર્યો અને પલંગ પર બેસીને ગઈ કાલના વિશે વિચારવા લાગી. મમતાએ પોતાના ભૂતકાળ વિશે જે કંઈ જણાવ્યું હતું તે ખૂબ જ આશ્ચર્યજનક અને મૂંઝવણમાં મૂકી દે તેવું હતું. એના દિમાગમાં અનેક સવાલો ગુંજતા હતા. શું ખરેખર ભાસ્કર વિદેશી જાસૂસ હતો ? શું એ નિર્દોષ હતો? જો હા, તો પછી કોણે તેને ફસાવ્યો હતો અને ફસાવવા પાછળ એનો હેતુ શું હતો ? જો ખરેખર ભાસ્કર માર્યો ગયો હતો તો પછી મમતાને ધમકીભર્યો પત્ર કોણ લખતું હતું? ભાસ્કરના નાના ભાઈ રાજેશ કે પછી બીજો કોઈક? પત્ર લખનારનો મુખ્ય ધ્યેય ...Read More

7

જોશ - ભાગ 7

૭ : મા-બાપનો ભય રઘુવીર ચૌધરી ! આધેડ વય... ગોરોચીટ્ટો ચહેરો... લાંબા અને કાળા વાળ...! માંજરી આંખોવાળા એલ.આઈ.સી. ના જાસૂસ વિશે એમ કહેવાતું કે એની નજરબાજ જેવી, બુદ્ધિ બિરબલ જેવી અને નિશાન અર્જુન જેવું હતું. આ રઘુવીર ચૌધરી થોડા દિવસોથી વિશાળગઢની એક ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. હમણાં એની પાસે કોઈ કેસ નહોતો. કોઈ પણ વીમાધારકનું પોલિસીની પાકતી મુદત પહેલા મોત નીપજે ત્યારે વીમાની રકમ ચૂકવતા પહેલાં જે તે વીમાધારકની ફાઈલ સૌથી પહેલાં રઘુવીર ચૌધરી પાસે જ મોકલવામાં આવતી. રઘુવીર મૃત્યુ સંબંધિત માહિતી પરથી જ તારવી લેતો કે મરનારનું મોત કુદરતની રીતે થયું છે કે પછી એનું ખૂન કરવામાં ...Read More

8

જોશ - ભાગ 8

૮ : દિવ્યાની ભેદી હરકત દિવ્યાનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં સાવચેતી... ! અત્યારે તે પ્રોફેસર વિનાયકના ડ્રોઇંગ રૂમમાં દિવ્યા ઉપરાંત અત્યારે ત્યાં પ્રોફેસર વિનાયક તથા ઇન્સ્પેક્ટર વામનરાવ પણ હાજર હતો. 'મિસ દિવ્યા !' સહસા વામનરાવે વેધક નજરે દિવ્યા સામે જોતાં કહ્યું, પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ મમતા મૅડમનું ખૂન બપોરના બે ને પાંત્રીસ મિનિટથી ચાલીસ મિનિટની વચ્ચે થયું છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા રૂમમાં બેસીને નવલકથા વાંચતાં હતાં, એવું તમે તમારી જુબાનીમાં જણાવ્યું છે બરાબર ને?' 'હા...' દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું. 'કોઈના પર ખૂની હોવાની શંકા ઊપજે, એવું કશુંય તમે જોયું હતું?' 'ના...' ‘બનવાજોગ છે કે તમે કંઈ જોયું ...Read More

9

જોશ - ભાગ 9

૯ : પાણી કે તેજાબ અચાનક રજનીની ઊંઘ ઊડી ગઈ તો એણે આંખો ઉઘાડીને નીંદર ઊડવાનું કારણ જાણવાનો પ્રયાસ પછી એને બહારના ભાગમાં ગુંજતો શોર સંભળાયો. એણે ઘડિયાળમાં સમય જોયો. રાતના એક વાગ્યો હતો. એ ઝડપભેર પલંગ પરથી નીચે ઊતરીને બહાર નીકળી. એની નજર રજનીકાંતના ફલેટ પર પડી. એ ઉતાવળા પગલે એ તરફ આગળ વધી. વરંડામાં તેને સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ, દેવયાની, માધવી ઊભેલા દેખાયાં. જયારે ફાધર જોસેફ તથા કર્નલ ઈન્દ્રમોહન પોતપોતાના રૂમમાંથી નીકળીને એ તરફ જ આવતા હતા. વરંડામાં પહોંચીને એણે જોયું તો પ્રોફેસર વિનાયક, સુનિતા, રઘુવીર ચૌધરી તથા પ્રભાકર દિવ્યાના રૂમમાં મોજૂદ હતા. રૂમમાંથી દિવ્યાના ચિત્કારો પણ ગુંજતા ...Read More

10

જોશ - ભાગ 10

૧૦ : શિકારીની જાળ રૂમનું વાતાવરણ અત્યંત રહસ્યમય હતું. દિવ્યાનો મૃતદેહ પલંગ પર પડયો હતો. એના શરીરને સફેદ ચાદર ઢાંકી દેવામાં આવ્યું હતું. માત્ર ચહેરો જ દેખાતો હતો. પલંગની બાજુમાં એક ખુરશી પર નર્સ બેઠી હતી. એ કોઈક નવલકથા વાંચવાનો દેખાવ કરતી હતી. મૃતદેહ પાસે બેસીને નવલકથા વાંચી પણ કેવી રીતે શકાય ? રૂમમાં નાઇટ બલ્બનું અજવાળું છવાયેલું હતું. રઘુવીર ચૌધરી પલંગની નીચે જ્યારે વામનરાવ એક દરવાજા પર લટકતા પડદાની પાછળ છુપાયેલો હતો. ડૉક્ટર શરદકુમાર તથા રજનીકાંત બીજા રૂમમાં હતા. દિવ્યાના રૂમની બહાર એક સિપાહી બેઠો બેઠો ઝોલાં ખાતો હતો. જોકે આ માત્ર એનો ઢોંગ જ હતો. બાકી અંદરખાનેથી ...Read More

11

જોશ - ભાગ 11

૧૧ : વામનરાવની તપાસ પ્રોફેસર વિનાયક પોતાના રૂમમાં જ હતો. આજે તે સાઈટ પર નહોતો ગયો. વામનરાવે વગાડેલી ડોરબેલના એણે પોતે જ દરવાજો ઉઘાડયો. એનો ચહેરો ગંભીર અને આંખો ઉદાસ હતી. જાણે હમણાં જ એણે આંસુ લૂંછ્યાં હોય એવું તેની આંખો પરથી લાગતું હતું. એણે ફિક્કું હાસ્ય કરીને બંનેને આવકાર્યા. ત્રણેયે સોફાચેર પર બેસી ગયા. 'ખૂની વિશે કંઈ જાણવા મળ્યું ઇન્સ્પેક્ટર સાહેબ?' વિનાયકે પૂછ્યું. 'હજુ સુધી તો એનો પત્તો નથી લાગ્યો પ્રોફેસર સાહેબ !' વામનરાવ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'પરંતુ એક ને એક દિવસ તો ચોક્કસ એના ચહેરા પરથી નકાબ ઊતરશે જ. ખેર, તમારા ડિપાર્ટમેન્ટમાં જે લોકો છેલ્લા ...Read More

12

જોશ - ભાગ 12

૧૨ : રજનીનું અપહરણ સાંજ આથમી ગઈ હતી. ધરતી પર ધીમે ધીમે અંધારું છવાતું જતું હતું. પ્રતાપસિંહ પોતાના રૂમની વરંડામાં ઊભો હતો. એ જ વખતે પોલીસની જીપ કંપાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી. પછી તેમાંથી પોલીસની વર્દીમાં સજજ એક સબ. ઇન્સ્પેક્ટર નીચે ઊતરીને, તેની નજીક આવીને બોલ્યો, 'ગુડ ઇવનિંગ મિસ્ટર...! 'પ્રતાપસિંહ... ! મારું નામ પ્રતાપસિંહ છે અને હું અહીંનો સિક્યોરિટી ઓફિસર છું.' 'મારું નામ સબ. ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર દીક્ષિત છે અને મને વામનરાવ સાહેબે અહીં મોકલ્યો છે.' 'કેમ ? શા માટે ?' પ્રતાપસિંહે વેધક નજરે એની સામે જોતાં પૂછ્યું. 'ઇન્સ્પેક્ટર સાહેબને મિસ આરતીનું કંઈક કામ પડયું છે એટલે તેમને લેવા માટે મને ...Read More

13

જોશ - ભાગ 13

૧૩ : નાગપાલનું આગમન વામનરાવનો સંદેશો મળતા જ નાગપાલ કારમાં બેસીને ઇમારતમાં આવી પહોંચ્યો. 'નાગપાલ સાહેબ !' વામનરાવ ઝડપથી નજીક પહોંચીને વ્યાકુળ અવાજે બોલ્યો, 'અહીં તો મને અપહરણ કરનારાઓ સુધી પહોંચી શકાય એવી કોઈ કડી નથી મળી.” 'સૌથી પહેલાં તો મને એ જણાવ કે નકલી પોલીસ સબ. ઇન્સ્પેક્ટર સાથે કોણે વાત કરી હતી?' નાગપાલે પૂછ્યું. 'મિસ્ટર પ્રતાપસિંહે !' વામનરાવે જવાબ આપ્યો. “તો સૌથી પહેલાં હું તેમની સાથે જ વાત કરવા માંગું છું.' એ જ વખતે પ્રતાપસિંહ તથા રઘુવીર ત્યાં આવી પહોંચ્યા. 'મિસ્ટર પ્રતાપસિંહ... !' બંનેનો પરિચય જાણ્યા બાદ નાગપાલે પ્રતાપસિંહ સામે જોતાં ગંભીર અવાજે પૂછ્યું, 'જે શખ્સ નકલી સબ. ...Read More

14

જોશ - ભાગ 14

૧૪ : રૂપિયાની રમત રૂમમાં અત્યારે ત્રણ જણ મોજૂદ હતા. રૂસ્તમ, રાણા તથા તેમનો સાથીદાર પીટર ! ત્રણેય એક ટેબલની આજુબાજુમાં બેઠા હતા. ટેબલ પર વ્હિસ્કીની બોટલ પડી હતી. તેમના હાથમાં વ્હિસ્કી ભરેલા ગ્લાસ જકડાયેલા હતા. જેમાંથી તેઓ ધીમે ધીમે ઘૂંટડા ભરતા હતા. 'આપણો એક સાથીદાર માર્યો ગયો.' સહસા પીટર બોલ્યો. એનો સંકેત દામોદરનાં મોત તરફ હતો. 'પીટર...' રાણાએ કહ્યું, 'અપરાધની દુનિયામાં કોઈનાય જીવની ગેરંટી નથી હોતી.' 'તું સાચું કહે છે.' રૂસ્તમ બોલ્યો, 'એટલા માટે જ તો મેં આ જાકુબીનું કામ છોડવાનો નિર્ણય કર્યો છે. આપણે જે સોદો કરવાના છીએ એમાં મારા ભાગે બે કરોડ રૂપિયા તો જરૂર આવશે. ...Read More

15

જોશ - ભાગ 15 (છેલ્લો ભાગ)

૧૫ : કબૂલાત બીજે દિવસે ફાધર જોસેફ વિશે વામનરાવને જે માહિતી મળી એણે તેને એકદમ આશ્ચર્યચકિત કરી મૂક્યો. એણે નાગપાલને પોલીસ હેડક્વાર્ટરે બેસાડીને ફાધર જોસેફ વિશે મળેલી માહિતી વિશે જણાવી દીધું. એટલું જ નહીં, પ્રોફેસર વિનાયકનાં આંગળાંની છાપના ફોટોગ્રાફ્સ પણ તેને આપી દીધા. નાગપાલે ગજવામાંથી એક કવર કાઢ્યું અને કવરમાંથી અમુક આંગળાંની છાપના ફોટાઓ સાથે વામનરાવે આપેલ ફોટાને સરખાવી જોયા. વળતી જ પળે એની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ત્યારબાદ એણે રઘુવીર તથા સુનિતાને લોકઅપમાંથી બહાર કાઢીને વામનરાવની ઑફિસમાં બોલાવીને પોતાની સામે બેસાડયા. 'મૅડમ...!' નાગપાલે સુનિતા સામે જોતાં ગંભીર અવાજે કહ્યું, 'મારી વાતનો સાચો જવાબ આપજો. શું ખરેખર તમે દિવ્યાનું ...Read More