અપહરણ

(25)
  • 22.9k
  • 2
  • 11.2k

૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા. સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. આજે, જૂનની એક હૂંફાળી સાંજે અમે ચાર મિત્રો ગ્રેજ્યુએટ થયા તેના માનમાં એન્કોનના દરિયાકાંઠે કૉફી-પાર્ટીનું આયોજન કર્યું હતું. મારા દોસ્તો ક્યારના બીચ પર પહોંચી ગયા હતા. મારે ઘરનું એક કામ હતું એ પતાવીને એમની સાથે જોડાઈ ગયો. પેરુના સૌથી મોટા શહેર અને ઔદ્યોગિક નગર લીમામાં અમારો વસવાટ. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળાઓમાંની એક એન્ડીઝ પણ પેરુની ઓળખને વધારે ખ્યાતિ અપાવે છે. આટલું ઓછું હોય એમ દુનિયાની સૌથી લાંબી નદીઓમાં બીજા નંબરની એમેઝોન નદીના હરિયાળાં જંગલો અને પહાડોના ખોળે વસેલાં પેરુનાં કેટલાંક નગરો તેને વિશિષ્ટ દેશ તરીકે જુદો પાડી આપે છે. રેતાળ કિનારા પર ઊભેલા ‘ગોમેઝ બાર’માં હું પ્રવેશ્યો. બારની બરાબર સામે જ મસ્ત દરિયો ઘૂઘવતો હતો.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

અપહરણ - 1

લગભગ છ વર્ષ પછી ‘માતૃભારતી’ પર પાછો ફરી રહ્યો છું. મારી પહેલી વાર્તા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ સાથે મેં ‘માતૃભારતી’થી જ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અહીંના વાચકોએ મને ખૂબ સારો આવકાર આપ્યો. ત્યાર બાદ ‘સ્પેક્ટર્નનો ખજાનો’ને અમોલ પ્રકાશન તરફથી પુસ્તકનું પણ સ્વરૂપ મળ્યું. એ પછી છ-છ વર્ષ સુધી વાર્તા ન લખી શકાઈ. સતત વાંચન પ્રવૃત્તિ જ ચાલી. પણ એક દિવસ દિમાગે ઢંઢોળ્યો. ‘સ્પેક્ટર્ન...’માં છોડેલા એક છેડાએ નવો પ્લોટ સુઝાડ્યો અને આ બીજો ભાગ રચાઈ ગયો. મારી ઈચ્છા ‘સ્પેક્ટર્ન...’ના પ્રથમ વાચકો સમક્ષ જ આ કથાને મૂકવાની હતી, એટલે હું લાંબા સમય બાદ હાજર થઈ ગયો છું. આ વખતે આપણે એન્ડીઝના પહાડોમાં જવાનું ...Read More

2

અપહરણ - 2

૨. અણધારી આફત એ જ સાંજે. સેન માર્ટીન સ્ટ્રીટ. ૧૨ નંબરનું ઘર. ટેબલ પર મને મળેલી જાસાચિઠ્ઠી ખુલ્લી હતી. વોટ્સનના મમ્મીનાં ડૂસકાં સંભળાતાં હતાં. એના પપ્પા તો જાણે પૂતળું હોય એમ જ સોફા પર ખોડાઈ ગયા હતા. અમે પાંચેય મિત્રો એમની સામે નારાજગી અને અફસોસ મિશ્રિત ચહેરે જોઈ રહ્યા હતા. અમને એ બંનેને ઠપકો આપવાનું મન થતું હતું. ‘વોટ્સન અઠવાડિયાથી ગાયબ છે !’ વોટ્સનનાં મમ્મીએ રડતાં રડતાં કહ્યું, ‘તમે લોકો એના એવા જીગરજાન મિત્રો છો કે એનો વાળ પણ વાંકો થાય તો પણ તમે ઊંચાનીચા થઈ જાઓ છો. તો... પછી... અમે તમને આ વાત કેવી રીતે કહી શકત ...Read More

3

અપહરણ - 3

૩. ભેદી માણસો બીજા દિવસથી અમે લાંબી, થકાવનારી જહેમત શરૂ કરી દીધી. લીમાની ચારેય દિશામાં અમે પાંચ મિત્રો ગયા. મેં પૂર્વ દિશા પકડી, થોમસ અને જેમ્સે પશ્ચિમ દિશાની લાઈબ્રેરીઓ તરફ કૂચ કરી. વિલિયમ્સ ઉત્તર દિશામાં અને ક્રિક દક્ષિણ તરફ રવાના થયો. દરેક દિશામાં પાંચ-સાત નાના-મોટા પુસ્તકાલયો હતાં. અંતર મોટેભાગે એકબીજાથી વધુ હતું એટલે એક દિવસે એક જ લાઈબ્રેરીમાં શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું. લા-બિબિલીયો, નેશનલ લાઈબ્રેરી અને મ્યુનિસિપલ લાઈબ્રેરીઓ મુખ્ય હતી, એટલે અમે પહેલાં એ લાઈબ્રેરીઓમાં પુસ્તકો ઉથલાવવાનું શરૂ કર્યું. છાપામાં પેરુની ભૂગોળની વાત હતી એટલે ભૂગોળ સિવાયના પુસ્તકો કોઈ કામના નહોતાં. મેં બધાને કહી રાખ્યું હતું કે ...Read More

4

અપહરણ - 4

૪. પહેલી કડી મળી અમારા લીમા શહેરનું ભૂસ્તરીય બંધારણ રણપ્રદેશનું છે. પૂર્વ તરફ ઊભેલી એન્ડીઝ પર્વતમાળા એ તરફથી વરસાદી વાદળોને આ તરફ, લીમા બાજુ આવવા દેતી નથી. વરસાદ એન્ડીઝના વર્ષાજંગલોમાં જ વરસી જાય છે એટલે લીમાનું ચોમાસું માત્ર કહેવા પૂરતું જ રહે છે. મેથી ઓક્ટોબર શિયાળાનો સમય હોય છે. બીજા દિવસે સવારે ઊઠયો ત્યારે મારા ઘરની બહાર દૂર દેખાતી ટેકરી પર ધુમ્મસ ઊતરી આવ્યું હતું. ગઈકાલ કરતાં ઠંડી આજે વધારે હતી. ગઈ સાંજે અમે બે જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક શબ્દો અને આંકડા નોંધ્યા હતા. પણ રાત સુધી તો કશું જાણી શક્યા નહોતા. સવારે ફરી મળવાનું નક્કી કરીને અમે ...Read More

5

અપહરણ - 5

૫. હુમલો થયો ? અમે ખુશ હતા. અમે ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં પહેલી કડી શોધી કાઢી હતી. મળી ગયું હતું, હેતુ નક્કી હતો. હવે ત્યાં પહોંચવાની જ વાર હતી. વાસ્કરનમાં ખાનગી કંપનીઓ અમુક ફીના બદલામાં પ્રવાસીઓને પહાડ ચડવાનો રોમાંચ આપે છે. બની શકે કે ફ્રેડી જોસેફ પણ એ રીતે પર્વતનું આરોહણ કરવા ગયા હોય અને ત્યાં ક્યાંક ન જડે એવી જગ્યાએ એમણે સંપત્તિ છુપાવી દીધી હોય. એ જે હોય તે, પણ હાલ તો અમારી પ્રાથમિકતા વાસ્કરન પહોંચવાની હતી. વાસ્કરન આમ માનવ વસ્તીથી મુક્ત, કુદરતના ખોળે વસેલું દુર્ગમ અને કેટલેક અંશે જોખમી સ્થાન છે. આરોહણ કંપનીઓ પણ અમુક ...Read More

6

અપહરણ - 6

૬. વાસ્કરન (અત્યાર સુધી આપણે જોયું કે એલેક્સની ટીમનો એક મિત્ર વોટ્સન ગાયબ થઈ ગયો છે અને એલેક્સના એક નામ વગરની જાસાચિઠ્ઠી મળે છે. તેમાં વોટ્સનના છુટકારાના બદલામાં લીમાના માજી સાહસિક ફ્રેડી જોસેફની સંપત્તિ એન્ડીઝ પર્વતમાળાના પહાડ પરથી લાવી આપવાનું ફરમાન હોય છે. ટીમ એલેક્સને લાઈબ્રેરીમાંથી એક પુસ્તક મળે છે જેમાં સંપત્તિ સુધી પહોંચવાની પહેલી કડી છે. તેને ઉકેલીને મિત્રો વાસ્કરન નામના શિખર તરફ રવાના થાય છે. આ દરમિયાન એમનો ભેદી માણસો પીછો કરે છે. એલેક્સ પર હુમલો પણ થાય છે. હવે આગળ...) લીમાથી ઉત્તર તરફ 440 કિલોમીટરનું અંતર કાપીને અમે વારાઝ પહોંચ્યા. વારાઝ પેરુનું ઠીકઠીક મોટું ...Read More

7

અપહરણ - 7

૭. બીજો હુમલો ! (પાછલાં પ્રકરણમાં આપણે જોયું કે, એલેક્સ ટીમ વારાઝ પહોંચે છે. ત્યાંથી તેઓ હથિયારો ખરીદે ત્યાર બાદ જીપ દ્વારા વાસ્કરનની તળેટીએ પહોંચે છે. આ દરમિયાન એમને સ્ટીવ નામનો એક અમેરિકન યુવાન મળી જાય છે, જે પોતે પણ ફ્રેડી જોસેફનો ખજાનો શોધવા આવ્યો હોય છે. વાસ્કરનમાં ટ્રેકિંગ કરાવતી વિવિધ એજન્સીઓ વચ્ચે F અને J ના મૂળાક્ષરોવાળી એજન્સી જોવા મળે છે, જેના મૂળાક્ષરો ફ્રેડી જોસેફ તરફ ઈશારો કરે છે. કદાચ આગળની કડી મળી જાય એ માટે એલેક્સ ત્યાંથી ટિકિટ લેવાનું નક્કી કરે છે. હવે આગળ...) ‘ફન એન્ડ જોય’ના ટેન્ટ પાસે જઈને અમે ઊભા રહ્યા. આમ તો ...Read More

8

અપહરણ - 8

૮. છૂપો સંકેત અડધી રાત્રે અમારા પર હુમલો થયો અને એક અમેરિકન યુવાન સાથે અમારા બે મિત્રો અચાનક થઈ ગયા હતા. આ ઘટનાએ અમારું મગજ સુન્ન કરી નાખ્યું હતું. હાથમાં ટોર્ચ પકડેલી રાખીને હું એ જ સ્થિતિમાં કેટલીક મિનિટો સુધી ઊભો રહ્યો. રાતનો સમય હોવાથી ઠંડીનું જોર અત્યંત વધી ગયું હતું. થથરાવી નાખે એવી ઠંડી લહેરો વાઈ રહી હતી. હું વિલિયમ્સ અને ક્રિકવાળા તંબૂમાં પાછો આવ્યો. મારી સાથે જેમ્સ અને થોમસ જોડાયા. જેમ્સના બાવડામાંથી લોહી નીકળતું હતું એટલે થોમસે વિલિયમ્સ કે ક્રિકના થેલામાંથી ફર્સ્ટ એઇડ બોક્સ શોધવા માંડ્યું. મેં આમ-તેમ નજર ઘૂમાવી. ટેબલ પર સામાન વેરવિખેર પડયો હતો. ...Read More

9

અપહરણ - 9

૯. મિત્ર કે દુશ્મન ? અમે હાંફતા હતા. તંબૂ છોડી દીધે અમને એક કલાક થઈ ગયો હતો. ચઢાણ થોડું કપરું થયું હતું. સ્વેટરની ઉપર જાડું જેકેટ પહેર્યું હોવા છતાં ઠંડીથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નહોતા. અમારા સામાનમાં પણ વિલિયમ્સ અને ક્રિકની કેટલીક વસ્તુઓનો વધારો થતાં થેલો વધુ ભારે બની ગયો હતો. અમે થાક્યા એટલે એક મોટા પથ્થર પર બેઠા. આ ઊંચાઈ પર હજી ક્યાંક-ક્યાંક બરફ દેખા દેતો હતો. તેના સિવાય બધે ખડકાળ જમીન હતી. ચારેય દિશાઓ શાંત હતી. ખીણનાં જંગલમાંથી એન્ડીઝનાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. અમને અહીંના પૂમા એટલે કે હિમ ચિત્તા જેવાં જનાવરોનું પણ જોખમ હતું. જોકે ...Read More

10

અપહરણ - 10

10. બીજો ફટકો સાવ તરંગી લાગતો સ્ટીવ આ રીતે છેતરી જશે એવી અમને કલ્પના પણ નહોતી. વિલિયમ્સ અને એની સામે હજી પણ અવિશ્વાસથી તાકી જ રહ્યા હતા. ‘સૉરી મિત્રો ! તમને આઘાત આપવા બદલ.’ સ્ટીવે વાત આગળ વધારી, ‘પણ તમે ફ્રેડી જોસેફની સંપત્તિથી દૂર રહો એવું અમે ઈચ્છીએ છીએ. એ બૂઢ્ઢાએ અખબારમાં જાહેરાત આપીને મોટી ભૂલ કરી છે. ઘરની વાત ઘરમાં જ પતાવી નાખવી જોઈએ. પણ એણે મોટો કાંડ કરી નાખ્યો છે. એટલે ન છૂટકે એમના ખજાના સુધી જતા લોકોને અમારે રોકવા પડે છે. આમ તો બહુ ઓછા લોકો ફ્રેડી જોસેફના સંકેતો ઉકેલીને અહીં સુધી આવી શક્યા છે. ...Read More

11

અપહરણ - 11

11. બાજી પલટાઈ અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થોમસ અને જેમ્સ કરાડની ઓથે થાકી હારીને પડ્યા હતા. અપનાવીને થોડી વાર પછી અમે પોર્ટેબલ (સમેટી શકાય એવો) તંબૂ કાઢીને તેના છેડાઓને જમીનમાં ખોડવાનું શરૂ કર્યું. રાત્રિ રોકાણ માટે એક તંબૂ અમે અમારી સાથે રાખ્યો હતો. પવનની ગતિ હજી ઓછી નહોતી થઈ. પવનના જોરદાર સપાટાથી તંબૂ હાલકડોલક થતો હતો. અમે ત્રણેય અંદર લપાઈને બેઠા હતા, કારણ કે ઠંડી ખૂબ હતી. ‘આ સાલો, પિન્ટો ! દગાબાજ નીકળ્યો ! હું એને છોડીશ નહીં.’ જેમ્સે ક્રોધાવેશમાં આવીને દાંત કચકચાવ્યા. ‘આપણે પહેલાં જ ધ્યાન રાખવાની જરૂર હતી.’ મેં ટોસ્ટના ડબ્બામાંથી એક ટોસ્ટનો ટુકડો ...Read More