> ક્યારેક તું અચાનક મળવા આવે, તો કેવું લાગે?
> આ વરસતા વરસાદમાં ચા પીવા બોલાવે, તો કેવું લાગે?
> તું પ્રેમનો ઈઝહાર કરે ને હું બસ વિચારું, તો કેવું લાગે?
> હું કહું કે 'હવે જાઉં' ને તું મારો હાથ પકડી રોકે, તો કેવું લાગે?
> આ બધી તો 'અશોક' ના મનની કલ્પના છે,
> પણ જો તું સાચે જ હા પાડે... તો કેવું લાગે!