વરસી રહી છે વાદલડી મારા શહેર માં …
લાગે છે એને તને જોઈ હશે …
મહેકી ઉઠી છે માટી ભીંજાઈ ને ….
લાગે છે એને પણ સ્પર્શ તારા પગ નો
થયો હસે….
સંતાઈ રહ્યો છે ચાંદ પણ વાદળ ની પાછળ ..
કદાચ એની સાથે તારી નજર ટકરાઈ હશે
ગુણગુણાઈ રહી છે તાજી હવા …
બની શકે તને સ્પર્શી ને નીકળી હસે .
મારા શહેર માં થઈ છે રાત ગોર અંધારી
કદાચ એને સરખામણી તારા કાજલ ની
કરી હસે
લખી શક્યો નથી આટલું પ્રેમ થી ક્યારેય ..
લાગે છે મેં પણ સ્વપ્ન માં તને જોઈ હશે …..
- સ્નેહ ના સબંધો