Lagnina Pavitra Sambandho - 30 - Last Part in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 30 (અંતિમ ભાગ)

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 30 (અંતિમ ભાગ)

" કિશને તેના હાથમાં રહેલા બ્રેસલેટ વિશે ન વિચાર્યું..? તેમાં પ્રાતિ લખેલું છે..! કોઈ સાગએ જ તેને આપ્યું હશે..! આવો વિચાર ન આવ્યો તેને..?" પ્રકૃતિએ નવાઈ વ્યક્ત કરતા પૂછ્યું.

" તેને હાથમાં વધુ વાગેલું. આથી મેં તે બ્રેસલેટ કાઢીને મૂકી દીધેલું.વિચાર્યું સાજો થશે ત્યારે આપી દઈશ પણ સાજો થયા પછી પણ તે વારંવાર પોતાના વિશે જાણવા મથતો હતો અને ખૂબ વ્યાકુળ થઈ જતો. ક્યારેક તો તે એટલો બધો તણાવમાં આવી જતો કે તે બેભાન થઈ જતો.આથી તે પોતાના ભૂતકાળ વિશે વધુ ન વિચારે તેમાં જ તેનું સ્વાસ્થ્ય જળવાય તેમ હતું.આથી મેં તેને આ બ્રેસલેટ ન આપ્યું. અમારા લગ્ન બાદ જ્યારે તે બરાબર રીતે તણાવમુક્ત થયો ત્યારે એક દિવસ મેં તેને આ બ્રેસલેટ આપેલું. તેને આ ખૂબ ગમેલું. મને એમ કે તેને પ્રાતિ નામ વાંચી કંઇક યાદ આવશે. પણ તેવું કંઈ જ ન બન્યું. તેણે નામ વાંચી કહ્યું," તને આ નામ બહુ ગમે છે..? તો આપણી દીકરીનું નામ પ્રાતિ રાખીશું." નિયતિએ બ્રેસલેટ વિશે ચોખવટ કરતા કહ્યું.

" તમે કિશનને ઓળખો છો..? તેના સગા ને ઓળખો છો..?" બાએ ઉત્સુકતાથી પૂછ્યું.

" અરે નહીં બા.. આ અમારો મિત્ર નથી. આ તો તેના જેવો ચહેરો હતો એટલે પૂછવા આવેલા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર..આપની માણસાઈને ધન્ય છે. " ગળગળા અવાજે આટલું બોલી પ્રકૃતિ બહાર નીકળી ગઈ. તેના ગળામાં ડૂમો બંધાઈ ગયો હતો. તેની આંખોમાં પાણી આવી ગયા હતા.ને તેના શ્વાસમાં સાવ નિસાસો હતો.

" બા ધન્ય છે આપને..! નિયતિ ભાભી આપનો ખૂબ ખૂબ આભાર.. આપનો કિંમતી સમય આપવા બદલ... હવે અમે રજા લઈ એ છીએ." એમ કહી અભિષેક પણ ફટાફટ બહાર નિકળી ગયો.

કુદરતનો ખેલ તો જુઓ..! જેના પ્રેમમાં આંધળી પ્રકૃતિ લગ્ન કર્યા હોવા છતા ગંગાની જેમ પવિત્ર રહી.અને પ્રારબ્ધ સાથે બનેલી એક દુર્ઘટનાએ તેનો પ્રેમ જ ભરખી લીધો.જ્યારે નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરનાર અભિષેક આજ પણ પ્રકૃતિની ખુશી માટે ભટકે જાય જતો.

પ્રકૃતિ અને અભિષેક બંને ગાડીમાં બેઠા. પ્રકૃતિ રડે જતી હતી. તેના ડુસકા અભિષેકને સંભળાતા હતા. પણ પ્રકૃતિના નસીબ આગળ અભિષેક પણ લાચાર હતો. તે કઈ જ કરી શકે તેમ ન હતો. અભિષેકે પ્રકૃતિને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરેલો. તેની ખુશી માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરતો. પ્રારબ્ધની દીકરી ક્ષિપ્રાને પણ પોતાની દીકરીની જેમ ઉછેરી. આનાથી વધુ તે શું કરી શકે..? આમ છતાં તે પ્રકૃતિને આમ રડતા જોઈ નથી શકતો.તેણે ગાડી સાઈડમાં કરી ઊભી રાખી. પ્રકૃતિને પાણી આપ્યું.

" પ્લીઝ યાર..આટલું નહીં રડ..! હું તને આમ નથી જોઈ શકતો..!" પ્રકૃતિની આંખના આંસું લૂછતાં તેણે કહ્યું.

છતાં પ્રકૃતિ નું રડવાનું બંધ થતું ન હતું. થોડી થોડી વારે તેને પ્રારબ્ધ યાદ આવતા રડી મનમાં ભરાઈ જવાતું ને તેનાથી રડી પડાતું.

" પ્રકૃતિ.. રડીશ નહીં પ્લીઝ..જો આપણા જીવનમાં કેટલાક વ્યક્તિ અમુક સમય માટે જ આવતા હોય છે..તેનો સમય ખતમ થઈ જાય એટલે કુદરત કંઈ પણ બહાને તેને આપણાથી દૂર કરી દેશે..! પછી ભલેને તે પ્રેમ કેટલો પણ ઘાઢ કેમ ન હોય..? આમાં દોષ તારો પણ નથી અને પ્રારબ્ધનો પણ નથી..! બસ આ તો આપણા નસીબનો ખેલ છે. તારા રડવાથી પ્રારબ્ધની યાદ શક્તિ પાછી નથી આવવાની...! અને પગલી તારે શું જોઈએ છે..? તારી બધી ખ્વાહિશ હું પૂરી કરીશ..હું છું ને..! " સાંત્વના આપતા અભિષેકે કહ્યું.

" મારી સાથે જ આવું કેમ થયું અભિષેક..? કુદરત પણ કેવો ખેલ ખેલે છે મારી સાથે..? કેમ મારી આટલી પરીક્ષા કરે છે ભગવાન..?" આટલું કહેતા તો તે ફરી રડવા લાગી.

" થાય હવે.. એના નસીબ ખરાબ કે આવી સુંદર પત્નિ તેને નહીં મળી. અને મારા સદભાગ્ય જો કે મને તું મળી ગઈ..એમ મજાક કરતા જ... મારે તને એમ પૂછવું છે કે તે નિયતિ અને બા ની વાતો સાંભળીને એકવાર પણ કેમ એમ ન કહ્યું કે પ્રારબ્ધ મારો પતિ છે..? તું તેને ઓળખે છે.. તેને હજુ પણ પ્રેમ કરે છે..!"

" હું એટલી પણ સ્વાર્થી નથી કે કોઈનો બનેલો ઘર સંસાર તોડું..! નિયતિ કેટલી ખુશ હતી. હું એમ કહું તો તેને કેટલું દુઃખ થાય કે તે મારો પતિ હતો..?"

" એમ તો સારી ખબર પડે હો..! કે કોઈનો ઘર સંસાર ન તોડાય..! જરા મારો તો વિચાર કર..! તને પ્રારબ્ધ મળી ગયો હોત તો મારું શું થાત..? મારો ઘર સંસાર તૂટી જાત..!" રોવાનું નાટક કરતા અભિષેક બોલ્યો.

" સૉરી યાર..હંમેશા તમે મને મદદ કરી છે. મને જોવા આવ્યા તે દિવસથી લઇ આજ સુધી તમે મને પ્રારબ્ધ મળે તેવા પ્રયત્નોમાં મદદ કરી છે.એ પણ નિઃસ્વાર્થ ભાવે અને હું મૂર્ખ તમારા પ્રેમને સમજી જ ન શકી..દસ વર્ષથી તમે મને સાચવી છે.. પ્રેમ આપ્યો છે.. એ પણ મારી પાસેથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર.." પ્રકૃતિ બોલતા બોલતા જ અટકી ગઈ અને અભિષેકને જોઈ રહી.

" હવે તો આખી જિંદગી મારે તને સહન કરવી પડશે...! શું થશે મારુ..? " કહેતા અભિષેક જોરથી હસ્યો.

" શું કહ્યું તમે..? મને સહન કરવી પડશે મતલબ...? હું તમને હેરાન કરું છું..?" બોલતા બોલતા તે અભિષેકને મારવા દોડી અભિષેક ગાડીની ગોળગોળ દોડાવી ને પછી અચાનક ઉભો રહી પ્રકૃતિને ભેટી પડયો,

" મારી વ્હાલી પ્રકૃતિ તું મને માર.. મારી સાથે ઝગડ..કંઈ પણ કર બસ તું ખુશ રહે... હંમેશા..! હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો..યાર...! ખબર નથી પણ આ મારી કમજોરી છે.." આટલું કહી તે ગાડીનો દરવાજો ખોલી સીટ પર બેસવા જ જતો હતો, ત્યાં પ્રકૃતિ ગાડી પર ચડીને જોર જોરથી બોલવા લાગી,

" I Love You Abhishek..I Love You So much.. and I Am so sorry Yar.."

આ જોઈ..આ સાંભળી અભિષેક તો આશ્ચર્ય ચકિત થઈ ગયો. આજ પહેલી વાર તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. કેમ કે આટલા વર્ષોમાં આજ પહેલી વાર પ્રકૃતિએ તેને I love you કહ્યું હતું. આખરે નિઃસ્વાર્થ પ્રેમની જીત થઈ..😊

( મારા વ્હાલા વાચક મિત્રો, આપ સૌના દ્વારા મળતાં પ્રોત્સાહન થી મને આ સ્ટોરી લખવાની પ્રેરણા મળી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કોઈ સ્ટોરી લખીશ..આપ સૌનો ખૂબ ખૂબ આભાર..🙏🙏 always be happy...🤗 keep smile..🤗😊)

🤗 મૌસમ 🤗