સત્ય
------
જે કંઈ દેખાય છે,
તે સત્ય છે એ કહી શકો?
દ્રશ્ય જે સમજાય છે,
તે સત્ય છે એ કહી શકો?
તથ્ય છે કે કલ્પના,
વાસ્તવિક?મનોમય?
ઈન્દ્રિયોથી પકડાય છે,
તે સત્ય છે એ કહી શકો?
સાવ સામે હોય પણ,
ક્ષણભર રહે કે ના રહે,
રૂપ જે બદલાય છે,
તે સત્ય છે એ કહી શકો?
હરીશ દાસાણી.
મુંબઈ.