લખી નાખો આજ ને
કાલ ને કોણે દીઠું જો
ખબર છે બધી મન ને
તોય ઠેર ઠેર વલખે ફરે જો
ના છે મારું ને હતું પણ નય
ખબર આતો બધી મન ને જો
તોય તારા મારા ને ગણવામાં
એ ભૂલ્યો આત્મ્ ભાવ ને જો
હરી હારે પ્રેમ છોડી
માણશે મળે ના હેત જો
મૂક માનવ આ ઝંઝાળ ને
તું હરી ની હારે હાલ જો