ચુંબકત્વ અને સંબંધો
જીવનમાં હંમેશાં ચુંબક જેવું બનવું;
જો બંને છેડા અસમાન હોય તો આકર્ષણ થાય,
એટલે કે, જે લોકો તમારી ભૂલો પર તમને ટોકે છે,
તેમની સાથે સંબંધ રાખવો... કારણ કે એ તમને સુધારે છે!
જ્યારે ચુંબકના સમાન છેડા વચ્ચે અપાકર્ષણ થાય,
એટલે કે, જે લોકો માત્ર તમારી 'હા માં હા' મિલાવે છે,
અને પીઠ પાછળ તમારું ખરાબ ઈચ્છે છે...
એવા લોકોથી હંમેશાં દૂર રહેવું જ ઉત્તમ છે!
- Nidhi. H. Vaja